દક્ષિણ આફ્રિકા / કર્મચારીએ અજાણી મહિલા ગ્રાહકને પોતાના પૈસે ફ્યુલ ભરી દીધું, મહિલાએ 400 રૂપિયાની સામે સાડા 23 લાખ રૂપિયા આપ્યા

Employees filled up their money to unknowingly female customer, woman gave Rs 23 lakh against 400 rupees

  • 21 વર્ષની મોનેટ તેનું પર્સ ઘરે ભૂલી ગઈ હતી
  • તેણે ફેસબુક પર કર્મચારાઈના વખાણ કરીને અભિયાન ચલાવ્યું
  • મોનેટે ભેગાં કરેલા રૂપિયા કર્મચારીના 8 વર્ષના પગારના સરવાળા સમાન છે
     

Divyabhaskar.com

Jun 13, 2019, 09:49 AM IST

અજબ-ગજબ ડેસ્ક: કોઈના મુશ્કેલ સમયે મદદ કરવાનું ફળ આપણને ક્યારેક તો અવશ્ય મળે જ છે. દક્ષિણ આફ્રિકામાં એક કર્મચારીએ સાચા દિલથી કરેલી મદદે તેની જિંદગી બદલી દીધી છે. એક અશ્વેત કર્મચારીએ તેના રૂપિયાથી અજાણી શ્વેત મહિલાની કારમાં ફ્યુલ ભરી દીધું હતું. આ મહિલાએ કર્મચારીની સારી ભાવના જોઈને એક અભિયાન ચલાવી તેને સાડા 23 લાખ રૂપિયા આપ્યા.

આ કિસ્સો દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરનો છે. અહીં બીજા વિસ્તારની 21 વર્ષીય રહેવાસી મોનેટ ડેવેન્ટર ફ્યુલ ભરાવવા આવી હતી. પેટ્રોલ પંપ પર આવીને તેને ખબર પડી કે, તે ઘરે જ પર્સ અને ક્રેડિટ કાર્ડ ભૂલી ગઈ છે. મોનેટને ડર હતો કે, અજાણ્યા વિસ્તારમાં તેની મદદ કોણ કરશે! ઉપરથી તેને જે રસ્તા પરથી પસાર થવાનું હતું તે ગેંગસ્ટરનો વિસ્તાર હતો. પેટ્રોલ પંપના કર્મચારી નકોસિખો મબેલેને મોનેટની સમસ્યા ખબર પડી ગઈ. તેને પળવારનો પણ વિચાર કર્યા વગર પોતાની કમાણીમાંથી 400 રૂપિયાનું ફ્યુલ મોનેટની કારમાં ભરી દીધું હતું.

મહિલા રૂપિયા પરત કરવા આવી
કર્મચારીએ પોતાના રૂપિયે ફ્યુલ ભરી દેતાં મહિલાને મબેલે પર માન વધી ગયું હતું. 21 વર્ષની મોનેટે ફેસબુક પર મબેલેના વખાણ કરીને તેના માટે રૂપિયા એકત્રિત કરવા માટે અભિયાન ચલાવ્યું. મોનેટની પહેલને સારો રિસ્પોન્સ મળતાં તેણે સાડા 23 લાખ રૂપિયા એકત્રિત કરી લીધાં હતાં. મોનેટે ભેગાં કરેલા રૂપિયા કર્મચારીના 8 વર્ષના પગારના સરવાળા સમાન છે.

પ્રેરણાત્મક કામ
આખા દક્ષિણ આફ્રિકામાં કર્મચારીના વખાણ થઈ રહ્યા છે. તેણે કહ્યું કે, મેં જે કર્યું તે મારે કરવું જ જોઈએ. મારી જગ્યાએ કોઈ બીજી વ્યક્તિ હોત તો એ પણ આવું જ કરત. શ્વેત-અશ્વેતમાં કોઈ ભેદભાવ હોતો નથી. આપણે બધા એક છીએ અને એકબીજાની મદદ કરતા રહેવું જોઈએ.

મોનેટે અભિયાન દ્વારા એકત્રિત કરેલા રૂપિયા સ્વીકારવા માટે હાલ મબેલે તૈયાર નથી. મબેલેને ડર છે કે, તે જ્યાં રહે છે, ત્યાંથી તેના રૂપિયા ચોરી થઈ શકે છે. તેણે મહિલાને તેના પરિવાર માટે સારું ઘર બનાવવા અને તેનાં સંતાનોની સ્કૂલ ફી ભરવા માટે વિનંતી કરી છે.

X
Employees filled up their money to unknowingly female customer, woman gave Rs 23 lakh against 400 rupees

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી