તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Man Made Tattoo Of His Identity Card On His Hand Because Of His Habit Of Forgetting Things

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભૂલવાની ટેવ હતી માટે આઈકાર્ડ જ હાથ પર છૂંદાવી લીધું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • તે પોતાના મિત્રો સાથે ડ્રિન્ક કરવા માટે જતો ત્યારે વય કરતાં નાનો દેખાતો હોવાથી તેની પાસે આઇકાર્ડ માગવામાં આવતું હતું

હનોઇ: વિયેતનામમાં એક યુવકને પોતાનું આઇકાર્ડ ઘરે ભૂલી જવાની ટેવ હતી, જેનાથી છુટકારો મેળવવા માટે નવો ઉપાય શોધી કાઢ્યો. તેણે ઓળખનો પુરાવો બતાવવા માટે આઇકાર્ડનું જ ટેટુ છૂંદાવી લીધું. એ યુવકનું નામ તો જાહેર થયું નથી પરંતુ તેના એક મિત્રે તેના આઇકાર્ડના ટેટૂનો ફોટો સોશિયલ મીડિયા પર મૂકી દીધો છે. વાસ્તવમાં તે પોતાના મિત્રો સાથે ડ્રિન્ક કરવા માટે જતો ત્યારે વય કરતાં નાનો દેખાતો હોવાથી તેની પાસે આઇકાર્ડ માગવામાં આવતું હતું. પરંતુ તેને ભૂલી જવાની ટેવ હોવાથી તે મોટા ભાગે આઇકાર્ડ ખિસ્સામાં રાખવાનું ભૂલી જતો હતો. 

 

ડ્રિન્ક માટે આઇકાર્ડની જરૂર પડતી હતી 
તેના મિત્રે આઇકાર્ડનું ટેટૂ પોસ્ટ કરતાં લખ્યું કે આ ફોટો ચિન મિન શહેરમાં રહેતા મારા મિત્રનો છે. તેને ડ્રિન્ક કરવું ખૂબ ગમે છે પરંતુ જ્યારે પણ તે ક્લબ કે બિયર બારમાં જતો ત્યારે મોટા ભાગે ચેકિંગ થતું અને આઇકાર્ડ ન હોવાથી તેને ડ્રિન્ક કર્યા વગર પાછા આવવું પડતું હતું. જેથી તેણે હાથ પર આઇકાર્ડનું ટેટૂ જ છૂંદાવી લીધું. આ કામ કરનાર આર્ટિસ્ટ માટે આ પહેલો અનુભવ હતો. તેણે કહ્યું કે એક કલાકમાં આ ટેટૂ તૈયાર થયું હતું. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો