તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • If You Did Not Like To Do Homework, You Bought A Robot And Trained Him To Copy Handwriting, Mother Stealing

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોમવર્ક કરવું નહોતું ગમતું તો રોબોટ ખરીદ્યો અને તેને હેન્ડ રાઈટિંગ કોપી કરવાની તાલીમ આપી, માએ ચોરી પકડી લીધી 

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ચીનમાં નવમા ધોરણની વિદ્યાર્થિનીએ ભેટમાં મળેલા રૂપિયાથી છુપાઈને રોબોટ ખરીદ્યો   

બેજિંગઃ સ્કૂલમાં અનેક બાળકોને હોમવર્ક કરવાનું અઘરું અને કંટાળાજનક લાગે છે. ખાસ કરીને ત્યારે જ્યારે હોમવર્કની ફક્ત કોપી જ કરવાની હોય. ચીનમાં નવમા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિનીએ આવું હોમવર્ક કરવા એક રસપ્રદ ઉપાય શોધ્યો હતો. તે રજાઓના દિવસોમાં રોબોટ પાસે હોમવર્ક કરાવતી હતી. તેણે 120 ડૉલર એટલે કે આશરે રૂ. આઠ હજારમાં આ રોબોટ ખરીદ્યો હતો. 15 વર્ષની આ વિદ્યાર્થિનીએ ન્યૂ યરની ભેટરૂપે મળેલા પૈસામાંથી પરિવારને કહ્યા વિના આ રોબોટ ખરીદ્યો હતો. આ રોબોટને તેણે હેન્ડ રાઈટિંગની કોપી કરવાનું શીખવી દીધું હતું.

 

બાદમાં તે ટેક્સ્ટ બુકમાંથી કોઈ પણ લખાણ આબેહૂબ કોપી કરી લેતો, જેમાં ફકરા પાડવાનો પણ સમાવેશ થતો. ત્યાર પછી આ વિદ્યાર્થિનીનું હોમવર્ક સરળતાથી થવા લાગ્યું હતું.  કિયાનજિયાંગ પ્રાંતની રહેવાસી આ વિદ્યાર્થિનીને ચીની ભાષાના હોમવર્કમાં મુશ્કેલી પડતી. તેને જ્યારે ખ્યાલ આવ્યો કે રૂ. આઠ હજારમાં આવો રોબોટ મળે છે, જે હેન્ડ રાઈટિંગ કોપી કરી શકે છે તો તેણે તે ખરીદવાનો નિર્ણય કરી લીધો. જોકે, આ રોબોટથી ઝડપથી હોમવર્ક પૂરું થવા લાગ્યું ત્યારે તેની માતાને શંકા ગઈ કે, આટલું ઝડપથી હોમવર્ક પૂરું કેવી રીતે થવા લાગ્યું.

 

હકીકતમાં ચીની લિપિ ચિત્રાત્મક છે, જેમાં આશરે 800 અક્ષર હોય છે. આટલા શબ્દો યાદ રાખવા બાળકો માટે મુશ્કેલ હોય છે. વળી, તેને લખવા પણ અઘરા હોય છે. એટલે ચીનની સ્કૂલોમાં વિદ્યાર્થીઓને દરેક ચેપ્ટરની કોપી કરીને લખવા આવવાનું કહેવાય છે. આ કારણસર વિદ્યાર્થિનીએ રોબોટની મદદથી અનેક ચેપ્ટર કોપી કરવાનો વિચાર આવ્યો હતો. જોકે, ઓરડાની સફાઈ વખતે તેની માતાને આ રોબોટ હાથ લાગતા વિદ્યાર્થિનીનો ભાંડાફોડ થયો હતો. કહેવાની જરૂર નથી કે, તેની માતાએ વિદ્યાર્થિની પર ગુસ્સે થઈને રોબોટ તોડી નાંખ્યો હતો. 
 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો