સચિને અનવરને ઘણો પાછળ રાખી દીધો

13 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટેમિના અને સ્પીડમાં પણ પાક. ઓપનર કરતાં સચિન અગ્રેસર સચિન તેંડુલકરે બુધવારે સાઉથ આફ્રિકા સામે ગ્વાલિયર ખાતે અણનમ બેવડી સદી ફટકારીને સઈદ અનવર અને ઝિમ્બાબ્વેના ચાર્લ્સ કોવેન્ટ્રીના ૧૯૪ રનનો વિક્રમ તોડી નાખ્યો હતો. આ ઇનિંગ્સમાં સચિને ઘણા પાસામાં સઈદ અનવરને પાછો રાખી દીધો હતો. સચિને પ્રથમ ઓવરથી રમવાનું શરૂ કરીને ૫૦ ઓવર સુધી ટકી રહ્યો હતો. ૩૭ વર્ષનો સચિન તેંડુલકર, ૨૯નો અનવર સઈદ અનવરે ભારત સામે ૧૯૪ રન નોંધાવ્યા ત્યારે તેની ઉમર ૨૯ હતી, જ્યારે સચિન આ એપ્રિલમાં ૩૭ વર્ષ પૂરા કરશે. સ્ટેમિનામાં પણ સચિન અવ્વલ રહ્યો છે. સચિને દોડીને ૮૨ રન બનાવ્યા સચિન અને અનવરની ઇનિંગ્સમાં એક સમાનતા છે. બંનેએ ૧૧૮ રન બાઉન્ડ્રી અને સિકસર વડે (સચિન ૨૫ બાઉન્ડ્રી અને ત્રણ સિકસર, અનવર ૨૨ બાઉન્ડ્રી અને પાંચ સિકસર) બનાવ્યા હતા. સિંગલ્સ અને ડબલ્સની વાત કરીએ તો સચિને બતાવી આપ્યું છે કે ૩૭ વર્ષની વયે પણ તે દોડીને સિંગલ લેવામાં પાછી પાની કરતો નથી. તેણે ૮૨ રન (૫૬ સિંગલ્સ, ૧૩ ડબલ) દોડીને પૂરા કર્યા હતા. અનવરે ૭૬ રન દોડીને લીધા હતા. સચિને ગ્વાલિયર વન-ડેમાં ૨૨૬ મિનિટનો સમય ક્રિઝ ઉપર પસાર કર્યો હતો જ્યારે અનવરે ૨૦૬ મિનિટની બેટિંગ કરી હતી.