Home >> Recipes
 • રાખડી બાંધી ભાઈ સાથે જમો મનભાવતું ભોજન, નોંધી લો લંચ મેનુ રેસિપી
  રક્ષાબંધનનો દિવસ એવો હોય છે કે જે દિવસે ભાઈ-બહેન આ દિવસ એકબીજા સાથે વિતાવવાનું પસંદ કરે છે. તેમાં પણ આ દિવસે ખાસ ભાઈ-બહેન રાખડી બાંધ્યા બાદ બપોરનું ભોજન સાથે જ લેવાનું મોટાભાગે પસંદ કરતા હોય છે. જેથી ખાસ ભાઈ-બહેનની પસંદને ધ્યાનમાં રાખીને લંચ મેનુ તૈયાર થતું હોય છે. તમારા ઘરે પણ આવું જ પ્લાનિંગ હોય તો અમે તમારા માટે લઈને આવ્યા છીએ તમારા મનપસંદ મેનુની રેસિપી. આગળની સ્લાઈડ્સમાં વાંચો લંચ મેનુની વિવિધ વાનગીઓની રેસિપી...
  10:51 AM
 • VIDEO: કોરા નાસ્તા માટે બનાવી રાખો પંજાબી મસાલા મઠરી
  મોટાભાગના ઘરોમાં કંઈને કંઈ કોરો નાસ્તો ડબ્બામાં પડ્યો જ હોય છે. જેથી ગમે ત્યારે ભુખ લાગે ત્યારે ફટાફટ ડબ્બામાંથી કાઢીને ખાઈ શકાય. વળી બાળકો હોય કે વડીલો બધાને ચા સાથે કોરો નાસ્તો વધારે પસંદ હોય છે. જો તમારા ઘરમાં પણ આવી ટેવ હોય તો તમે પંજાબી મસાલા મઠરી બનાવી શકો છો. સામગ્રી અઢીસો ગ્રામ મેંદો પંચોતેર ગ્રામ ઘઉંનો લોટ પચાસ ગ્રામ બેસન પચાસ ગ્રામ સોજી અડધો કપ તેલ અડધી ચમચી જીરૂ અડધો ચમચો અજમો એક ચમચી આખા ધાણા એક ચમચી વરિયાળી અડધી ચમચી મરી ચાર લવિંગ મીઠુ સ્વાદ મુજબ એક ચપટી હિંગ બે...
  09:03 AM
 • વ્રત માટે કે રૂટીનમાં બનાવો સ્વાદિષ્ટ ખાટા આલુ
  વ્રતના દિવસે કંઈક ફરાળી તો બનાવવું તો પડે જ. તેમાં પણ મોટાભાગે બટેટાની વાનગી જ બનતી હોય છે. તો આજે અમે વ્રત માટેના ખાટા આલુની રેસિપી લઈને આવ્યા છીએ. આ રેસિપી તમે રૂટીનમાં શાક તરીકે પણ બનાવી શકો છો. સામગ્રી અડધો કિલો અધકચરા બાફીને સમારેલા બટેટા પા કપ ઘી એક ચમચી જીરૂ બે ચમચી સિંધાલૂણ અડધી ચમચી લાલ મરચું પાઉડર બે ચમચા ખાંડ બે ચમચા લીંબુનો રસ એક ચમચો આમલીની પેસ્ટ (ઓપ્શનલ) એક ચમચો કોથમીર રીત એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં જીરૂનો વઘાર કરો. પછી અધકચરા બાફીને સમારેલા બટેટાને તેમાં ઉમેરીને...
  07:43 AM
 • રાખડી બાંધી ભાઈનું મોં મીઠુ કરાવવા જાતે બનાવો પેંડા, નોંધી લો રેસિપી
  આપણે ત્યાં મીઠાઈમાં પેંડાનું આગવું સ્થાન છે. કોઈપણ ઉજવણી હોય પહેલી યાદ પેંડાની આવે. બહેન ભાઈને રાખડી બાંધે પછી તેનું મોં મીઠુ કરાવે છે. જેમાં તે મોટાભાગે પેંડો જ ખવડાવતી હોય છે. પેંડા વિના તો આપણા તહેવારની ઉજવણી ફિક્કી લાગે છે. તેમાં પણ જો પેંડા જાતે બનાવેલા હોય તો તો મજા બમણી થઈ જાય. તો આ વખતે જાતે જ પેંડા બનાવો અને ભાઈને ચખાડો તમારા હાથનો જાદુ. આગળની સ્લાઈડ્સમાં વાંચો વિવિધ પ્રકારના પેંડાની રેસિપી...
  12:00 AM
 • ચા સાથે ગરમાગરમ ચીઝ-ફ્લાવર ફ્રિટર્ઝસની માણો મજા
  સવારે કે સાંજે નાસ્તામાં ચા સાથે કંઈક ગરમા-ગરમ અને ક્રિસ્પી ખાવાનું મળી જાય તો મજ્જા પડી જાય. ત્યારે અમે તમારા માટે ખાસ ફટાફટ અને સરળતાથી બની જતા ચીઝ-ફ્લાવર ફ્રિટર્ઝસની રેસિપી લઈને આવ્યા છીએ. જે ચા સાથે અનેરો સ્વાદ આપે છે. સામગ્રી પાંચસો ગ્રામ કોબી ફ્લાવર અડધો કપ કોર્ન ફ્લોર પા કપ મેંદો મીઠુ સ્વાદ અનુસાર એક ચમચી બેકિંગ પાઉડર અડધી ચમચી લાલ મરચું પાઉડર અથવા તો મરી બે ચમચા છીણેલુ ચીઝ બે-ત્રણ કળી લસણ તળવા માટે તેલ રીત એક વાસણમાં કોર્ન ફ્લોર, મેંદો, બેકિંગ પાઉડર, મીઠુ, મરચુ, લસણ...
  August 27, 03:53 PM
 • રક્ષાબંધન સ્પેશિયલ મિઠાઈ, ભાઈને મોં મીઠુ કરાવો આ વાનગીઓથી
  રક્ષાબંધને બહેન ભાઈને રાખડી તો બાંધે જ છે, સાથે સાથે ભાઈ પ્રત્યેના પોતાના પ્રેમની મિઠાશ તેને મિઠાઈ ખવડાવીને વ્યક્ત કરે છે. તેમાં પણ જો કોઈ સ્પેશિયલ મિઠાઈ જાતે બનાવેલી હોય તો આ પ્રેમની મધુરતામાં ઓર વધારો થાય છે. તો તમે પણ તમારા ભાઈ માટે જાતે જ મિઠાઈ તૈયાર કરો અને રક્ષાબંધનને સ્પેશિયલ બનાવો. આ માટે જ અમે ખાસ તમારા માટે કેટલીક રેસિપી લઈને આવ્યા છીએ. આગળની સ્લાઈડ્સમાં વાંચો વિવિધ મિઠાઈઓની રેસિપી...
  August 27, 10:58 AM
 • VIDEO: આજે સ્નેક્સમાં સર્વ કરો ચટાકેદાર આલુ-ચના ચાટ
  સાંજ પડતાં જ સ્વાદ ચટકારાની ઈચ્છા થવા લાગે છે. મોટાભાગે સાંજના સમયે સ્નેક્સમાં ચાટ પર જ પસંદગી ઉતરતી હોય છે. તમારા ઘરમાં પણ આવી જ ફરમાઈશ થતી હોય તો તમે આલુ-ચના ચાટ સર્વ કરીને બધાની ઈચ્છાપૂર્તિ કરી શકો છો. સામગ્રી દોઢ કપ બાફેલા કાબુલી ચણા દોઢ કપ બાફીને સમારેલા બટેટા એક ચમચો આદુ છીણેલુ બે ચમચી લીલા મરચા ઝીણા સમારેલા પા ચમચી લાલ મરચું પાઉડર એક ચમચી શેકેલા જીરૂનો પાઉડર અડધી ચમચી મીઠુ અડધી ચમચી સંચળ અડધી ચમચી સંચળ બે ચમચી લીંબુનો રસ અડધી ચમચી ખાંડ બે ચમચા સમારેલી કોથમીર ગાર્નિશ...
  August 27, 09:48 AM
 • રીંગણની આ રેસિપી જોઈને ખાવાની ઈચ્છા નહીં રોકી શકો
  રીંગણ મુદ્દે લોકોના સ્પષ્ટ બે ભાગ પડી જાય છે. કેટલાક લોકો એવા હોય છે કે જેને રીંગણ બિલકુલ ન ભાવતા હોય અને બીજા ભાગના લોકો એવા છે કે જેને રીંગણ બહું જ ભાવતા હોય છે. આજે અમે આ બન્ને પ્રકારના લોકો માટે રીંગણની કેટલીક ખાસ રેસિપી લઈને આવ્યા છીએ. જેને વાંચીને તમે આ રેસિપી ટ્રાય કરતા પોતાની જાતને રોકી નહીં શકો. જેને રીંગણ ભાવે છે તે તો આ રેસિપી જોઈને ખુશ થઈ જ જશે પરંતુ જેને નથી ભાવતા તેને પણ આ રેસિપી જોઈને મોંમાંથી પાણી છુટી જશે તે ચોક્કસ છે. તો આજે જ ટ્રાય કરો રીંગણની વિવિધ વાનગીઓ. આગળની સ્લાઈડમાં...
  August 27, 12:00 AM
 • સવારે બ્રેકફાસ્ટમાં પીરસો પુરી ભાજી
  ભારતના ઘણા રાજ્યોમાં સવારના નાસ્તા તરીકે પુરી ભાજી ખવાય છે. ત્યારે તમે પણ ઘરે પુરી ભાજી બનાવીને ખાઈ શકો છો. ટેસ્ટમાં પુરી ભાજી ખરેખર બેસ્ટ છે. તમારી જીભના ચટાકાને પણ તે સંતોષશે. સામગ્રી દોઢ કપ ઘઉંનો લોટ મીઠુ સ્વાદ મુજબ એક કપ પાલકની પ્યુરી બે ચમચા ઘી એક ચમચી રાઈ એક ચપટી હિંગ એક ચમચી જીરૂ એક ચમચી ગરમ મસાલો એક ચમચી આમચૂર પાઉડર એક ચમચી હળદર પાઉડર એક ચમચી લાલ મરચું પાઉડર એક કપ બાફેલા બટેટા સમારેલા એક ચમચો વટાણા એક કપ ગાજર તળવા માટે તેલ રીત એક વાસણમાં ઘઉંનો લોટ, મીઠુ, જીરૂ અને...
  August 26, 02:28 PM
 • Quick & easy: ઘરમાં પડેલી સામગ્રીથી બનાવો આ વાનગીઓ
  આજે ગુજરાતમાં અનેક સ્થળોએ બંધ જેવો માહોલ છે. સુરત અને અમદાવાદમાં તો અનેક વિસ્તારોમાં માર્કેટ બંધ છે. જેના કારણે અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગૃહિણીઓને રસોઈ માટેનો પુરતો સામાન ખરીદવાનો મોકો નથી મળ્યો. તો શહેરોમાં ધંધા રોજગાર માટે વસતા બેચર્લસ ફુડની લારીઓ બંધ હોવાથી મુંઝવણ અનુભવતા હશે. એવામાં અમે ઘરમાં જ પડેલી સામગ્રીથી કેટલીક સ્વાદિષ્ટ વાનગીઓની રેસિપી લઈને આવ્યા છીએ. આગળની સ્લાઈડ્સમાં વાંચો ક્વિક એન્ડ ઈઝી વાનગીઓની રેસિપી...
  August 26, 10:41 AM
 • VIDEO: પરિવાર સાથે માણો ક્રન્ચી વેજિટેબલ્સની કટલેસ
  પરિવારના સભ્યો આમ તો મોટાભાગે ડિનર ટેબલ પર જ મળતા હોય છે. પરંતુ ક્યારેક એવો મોકો મળી જાય કે જ્યારે તેઓને ચા-નાસ્તો સાથે કરવાનો પણ ટાઈમ મળી જતો હોય છે. એવા સમયે ચા સાથે નાસ્તામાં કંઈક ટેસ્ટી મળી જાય તો આનંદ બેવડાઈ જાય છે. સામગ્રી પોણો કપ ઝીણા સમારેલા ગાજર પા કપ સમારેલા કેપ્સિકમ બે ચમચા લીલા વટાણા એક બટાટુ બાફીને છુંદેલુ એક લીલુ મરચું સમારેલુ અડધો કપ સમારેલી પાલક પા ચમચી ગરમ મસાલો અડધી ચમચી લાલ મરચું પાઉડર અડધી ચમચી ધાણાજીરૂ પા ચમચી કસુરી મેથી અડધી ચમચી ચાટ મસાલો બે ચમચા...
  August 26, 09:35 AM
 • આજે પંજાબી કે બંગાળી નહીં, બનાવો મરાઠી વાનગીઓ
  મહારાષ્ટ્ર ગુજરાતનું પડોશી રાજ્ય છે. ગુજરાત અને મહારાષ્ટ્ર પડોશી હોવા છતાં તેમના વચ્ચેની સમાનતાઓ બહુ ઓછી જોવા મળે છે. અન્ય બાબતોની જેમ તેમના ફુડમાં પણ અલગ જોવા મળે છે. જો કે અન્ય ભારતીય વાનગીઓની જેમ મરાઠી વાનગીઓ પણ સ્વાદિષ્ટ અને બનાવવી સરળ હોય છે. તો એકવાર તો તમારે મરાઠી વાનગીઓ તમારા રસોડે ટ્રાય કરવી જ રહીં. આગળની સ્લાઈડમાં ક્લિક કરીને જાણો રસવડી, વાંગી ભાજી અને આમટી દાળ જેવી વાનગીની રીત...
  August 26, 12:00 AM
 • સવારે નાસ્તામાં ચા સાથે માણો સ્વાદિષ્ટ બિટના વડાં
  સવારના ચા સાથે કંઈક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો મળે તો મજા પડી જાય. બીટને સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. ત્યારે સવારમાં ચા સાથે બીટના વડાની મજા કંઈક અલગ જ હોય છે. સામગ્રી એક કપ ચણાદાળ એક સમારેલી ડુંગળી ત્રણ સુકા લાલ મરચા બે બીટ છીણેલા એક મીઠા લીમડાની ડાળખી એક ચમચી વરિયાળી એક ઈંચ આદુના ટુકડાનું છીણ છ કળી લસણ બે ચમચા ચોખાનો લોટ મીઠુ સ્વાદ મુજબ રીત ચણાની દાળ અને સૂકા લાલ મરચાને પાણીમાં એક કલાક પલાળી રાખો. મિક્સર જારમાં આદુ, લીલા મરચા, લસણની કળી અને વરિયાળી મિક્સ કરીને...
  August 25, 02:18 PM
 • આજે બનાવો સાદુ પણ મનને તૃપ્ત કરતું ડિનર, નોંધી લો રેસિપી
  મોટાભાગના લોકોને સાંજ પડતાં જ સ્વાદના ચટકારા યાદ આવે છે. કંઈકને કંઈક સ્પાઈસી અને ચટાકેદાર ખાવાની ફરમાઈશ થતી હોય છે. પરંતુ ક્યારેક દિવસભરની દોડાદોડી અને બહારનું ફાસ્ટફુડ ખાધા પછી રાત્રે ડિનરમાં સાદુ પણ સ્વાદિષ્ટ ભોજન ખાવાની ઈચ્છા થતી હોય છે. આથી જ અમે આજે પરંપરાગત સાદુ પણ મનને તૃપ્ત કરતી ભોજનની વાનગીઓ લઈને આવ્યા છીએ. આગળની સ્લાઈડ્સમાં વાંચો ડિનરની વિવિધ વાનગીઓની રેસિપી....
  August 25, 10:37 AM
 • VIDEO: ડિનરમાં બનાવો રાજસ્થાની દાળ ઢોકળી
  દાળ મસાલા અને ઘઉંના લોટથી બનેલી દાળ ઢોકળી સંપૂર્ણ ખોરાક છે. તેની સાથે અલગથી શાક કે રોટલીની જરૂર નથી. દાળ ઢોકળી મોટાભાગે ડિનર માટે પસંદ કરવામાં આવે છે. રાજસ્થાન અને ગુજરાતમાં દાળ ઢોકળી બને છે. પરંતુ બન્ને રાજસ્થાનમાં દાળ ઢોકળી બનાવવાની રીત અલગ-અલગ છે. સામગ્રી અડધો કપ અડદ દાળ અડધો કપ ઘઉંનો લોટ બે ચમચા બેસન એક ટામેટુ સમારેલુ બે-ત્રણ ચમચા ઘી એક ચપટી હિંગ અડધી ચમચી જીરૂ પા ચમચી લાલ મરચું પાઉડર એક ચમચી ધાણાજીરૂ એક સૂકુ લાલ મરચું એક લીલુ મરચું સમારેલુ સાત-આઠ મીઠા લીમડાના પાન એક ચમચો...
  August 25, 09:25 AM
 • ભારતમાં સૌથી પ્રચલિત આ 10 સ્નેક્સ, એકવાર તો ટ્રાય કરવી જ પડે
  આપણા ત્યાં જેટલું મહત્વ બે ટાઈમના ભોજનનું છે તેના કરતા પણ કદાચ વધારે મહત્વ સવારના અને સાંજના નાસ્તાનું છે. આથી જ ભારતભરમાં તમને નાસ્તા માટેની લારીઓ તેમજ નાની દુકાનો જ્યાંને ત્યાં જોવા મળશે જ. આપણને પણ ઘરમાં રોજ એ પ્રશ્ન તો થતો જ હોય કે, બે ટાઈમ જમવામાં શું બનાવું? પણ એથી પણ મોટો યક્ષ પ્રશ્ન એ થતો હોય છે કે, સવાર-સાંજ નાસ્તામાં શું બનાવવુ? તમારા આ પ્રશ્નનો જવાબ આજે અમે લઈને આવ્યા છીએ. આજે તમારી માટે 10 પ્રકારના ભારતમાં સૌથી પ્રચલિત નાસ્તાની રેસિપી લઈને આવ્યા છીએ. આ યાદીમાંથી તમારા રોજનું મેનુ...
  August 25, 12:00 AM
 • બહાર જવાની જરૂર નથી, ઘેર જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા
  બહાર જમવા જવાનું થાય એટલે મોટાભાગે પંજાબી ફુડ પર જ પસંદગી ઉતરે. વળી તેમાં પણ પનીર ટિક્કા મસાલા ઓલટાઈમ ફેવરીટ ડિશ. જો કે તમારી ફેવરીટ ડિશ માટે હવે રેસ્ટોરન્ટમાં જવાની જરૂર નથી. તમે ઘરે જ બનાવી શકો છો રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા. સામગ્રી પનીર ટિક્કા માટે અઢીસો ગ્રામ પનીર ક્યુબ્સ એક કેપ્સિકમ સમારેલુ એક ડુંગળી મોટા ટુકડામાં સમારેલી અને લેયર્સ અલગ કરેલા છ ચમચા નિતારેલુ દહીં અડધો ઈંચ આદુનો ટુકડો અને બે કળી લસણની પેસ્ટ એક ચમચો લીંબુનો રસ અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર...
  August 24, 02:18 PM
 • શ્રાવણીયા સોમવારનો ઉપવાસ, બનાવો ફરાળી થાળી
  આજે મોટાભાગના ઘરોમાં શ્રાવણ મહિનાના સોમવારનો ઉપવાસ કે એકટાણા હશે. ઘરના નાના-મોટા સભ્યોએ વ્રત કર્યુ હશે. જેથી ફરાળ તો બનવાનું જ. જો કે ઉપવાસમાં એ જ સુકી ભાજી અને સાબુદાણાની ખીચડી બનાવવાના બદલે કંઈક નવું કરવાની ઈચ્છા ધરાવતા હોય તો આખી ફરાળી થાળીની વાનગીઓ લઈને અમે હાજર છીએ. બસ નોંધી લો રેસિપી અને ડિનરમાં પીરસો ફરાળી થાળી. જેને જોઈને સૌને ઉપવાસ સાર્થક થયાની અનુભૂતિ થાય. આગળની સ્લાઈડ્સમાં વાંચો ફરાળી થાળીની વાનગીઓ....
  August 24, 11:06 AM
 • VIDEO: સોમવારે ફરાળમાં બનાવો ફરાળી મિલ્ક બરફી
  આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. મોટાભાગના લોકો ઈશ્વર પ્રત્યેની આસ્થાના કારણે આ દિવસે ઉપવાસ કે એકટાણા કરતા હોય છે. જેથી ભાગ્યે જ કોઈ એવું ઘર હશે કે જેમાં આજે ફરાળી વાનગી નહીં બને. તો ફરાળમાં કંઈક નવું બનાવવું હોય તો ટ્રાય કરો ફરાળી મિલ્ક બરફી. સામગ્રી સાડા ત્રણ કપ ફુલ ફેટ દુધ અડધો કપ મલાઈ ત્રણ ચમચા લીંબુનો રસ એક ચમચી ઘી પોણો કપ મિલ્ક પાઉડર પોણો કપ ખાંડ પા ચમચી એલચીનો પાઉડર એક ચમચો પિસ્તા આગળની સ્લાઈડમાં વાંચો મિલ્ક બરફી બનાવવાની રીત...
  August 24, 09:39 AM
 • પ્રેગનેન્ટ મહિલાઓ માટે ખાસ પૌષ્ટિક વાનગીઓ
  પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓના ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. આ એવો સમયગાળો છે કે જે ભવિષ્યમાં જન્મનાર બાળકના શરીર અને મનનું બંધારણ ઘડે છે. ત્યારે માતાએ જેવો ખોરાક લીધો હશે તેના આધારે જ બાળકનું બંધારણ ઘડાશે. તેથી જ માતાએ પૌષ્ટિક ખોરાક લેવો ખુબ જરૂરી છે. જેનાથી તે પોતાના જન્મનાર બાળકને ભવિષ્યમાં થનારી બિમારીઓથી અત્યારથી જ બચાવી શકે છે. વળી બાળકને સુખદ સ્વાસ્થ્યની ભેટ આપી શકે છે. વળી આ સમયે પ્રેગનેન્ટ મહિલાને પણ પોષણની એટલી જ જરૂર પડતી હોય છે. જેથી તેના માટે પૌષ્ટિક ખોરાક આવશ્યક...
  August 24, 12:00 AM

 
Advertisement
 
 

Top News

 

Bollywood

Advertisement
 

Cricket

 

Interesting News

 

Money

 

Jeevan Mantra

 

 

Jokes

 

Most Read

 

Photogallery