Home >> Uttar Gujarat >> Patan District >> Vagdod
 • કુંભલમેરમાં ચૂંટણી મુદ્દે 2 જૂથો વચ્ચે પથ્થરમારો
  પાલનપુરતાલુકાના કુંભલમેર ગામમાં મંગળવારે મોડી રાત્રે ઉપસરપંચની ચૂંટણીના મુદ્દે ઠાકોર અને પટેલના જૂથો વચ્ચે પથ્થરમારો અને કેબીન સળગાવાની ઘટનાના પગલે ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાના પગલે ગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. અને ગામના પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અંગે બન્ને જૂથ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઇ છે. મંગળવારે યોજાયેલી ઉપ સરપંચની ચૂંટણીની અદાવતમાં રાત્રે 9 વાગ્યા બાદ પટેલ અને ઠાકોર જૂથના લોકો વચ્ચેે પથ્થરમારો થતાં કેટલાક ઘરોના...
  May 11, 04:10 AM
 • ખારેડા /નાયતા| સરસ્વતીતાલુકાના ગામડાના ખેડૂતો દ્વારા શનિવારે હળોતરા કરી બળદોને
  ખારેડા /નાયતા| સરસ્વતીતાલુકાના ગામડાના ખેડૂતો દ્વારા શનિવારે હળોતરા કરી બળદોને ચાંલ્લા કરી કુમકુમ તિલક હળ, કુહાડી સહિતના ઓજારોની પૂજા કરી હતી. જમીનમાં સાથિયા પૂરી ગોળ, ધાણા મૂકી, બળદનાં શિંગડાં, હળ, કોદાળી, સુતરની આંટી બાંધી પૂજન કરી હળથી ખેડ કરી હતી તેવું ખેડૂત પ્રહલાદજી ઠાકોરે જણાવ્યું હતું. તસવીર- જેણાજી ઠાકોર વાગડોદ પંથકમાં બળદોથી ખેડ કરી ખેતીનું મુહૂર્ત કરાયું
  April 30, 04:30 AM
 • કોઇ તસ્કરો પેધા પડેલા છે , પણ પકડાતા નથી સરસ્વતીતાલુકાના વડુ ગામે આવેલ સિંધવાઇ માતાજીના મંદીરમાં તાજેતરમાં ચોરી થઇ હતી જેને અઠવાડીયું થયા છતા કોઇ કડી મળી નથી અને ડોગ સ્કવોર્ડ પણ ખાલી હાથે પાછા ગયો હતો. નોંધનીય બાબત છે કે છેલ્લા ચાર વર્ષથી મંદિરમાં નાની મોટી ચોરી થાય છે. અને તે પણ ચૈત્ર માસમાંજ. અગાઉની ચોરીમાં પણ ફરીયાદ થવા છતાં પગેરૂ આજ સુધી મળયુ નથી. વાગડોદ પોલિસ સ્ટેશનની હદમાં આવતા વડુ ગામે સિંધવાઇ માતાજીના મંદિરમાં તસ્કરો પેધા પડેલા હોય તેમ છેલ્લા સતત ચાર વર્ષથી ચૈત્ર મહિનામાં ચોરી થાય...
  April 19, 04:30 AM
 • પાલનપુરતાલુકાના કુંભલમેર ગામે બુધવારે ગ્રામપંચાયતના સરપંચની ચૂંટણીમાં આવેલ પરિણામ બાદ હારેલા ઉમેદવારના સમર્થકો દ્વારા ‘કેમ તમે વોટ નથી આપ્યા’ તેમ કહી દુધ મંડળી ઉપર ગ્રાહકનું 50 લીટર દૂધ કિંમત રૂપિયા 1200નું ઢોળી નાખી પાંચ વ્યક્તિઓને ઇજાઓ પહોંચાડી હતી. અંગે જયંતિભાઇ હરીભાઇ વાગડોદાએ બાર શખ્સો વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામે પક્ષે જશીબેન નટવરજી ઠાકોરે 27 શખસો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ‘કોળીઓનું દૂધ કેમ લો છો’ તેમ કહીને ગાળો બોલી ગડદાપાટુનો મારમાર્યાનો ઉલ્લેખ કરાયો હતો. અત્રે...
  April 13, 06:45 AM
 • સરસ્વતી તાલુકાના વાગડોદ વિસ્તારના ગામોના શિયાળુ પાકો તૈયાર થઇ જતાં ઘઉં જેવા પાકો લેવાઇ રહ્યા છે ત્યારે નિલગાયો લીલો ઘાસચારો ચરવા ખેતરોમાં દોડતી ફરતી હોઇ ખેડૂતોની ઉંઘ હરામ થઇ ગઇ છે. મેલુસણ વાયડ ધનાસરા નાયતા મોરપા વેલોડા જેવા ગામોમાં કપાસ એંરડા રાઇ ધઉં સુવા જીરૂ જેવા પાકોનું વાવેતર સમય રાત -દિવસ ઉજાગરા કરી રખેવાળી કરી હતી પણ ઉનાળામાં લીલો ઘાસચારો નહિ મળતા દિવસે પણ નીલગાયો ખેતરો ખુંદી નાખતી હોઇ ખેડુતોને ગરમીમાં નાકે દમ આવી રહ્યો છે. તસવીર-જેણાજીઠાકોર
  April 4, 05:15 AM
 • કન્યા શિક્ષણનું મહત્વ વિશે સમજ આપાઈ સરસ્વતીતાલુકાના વાગડોદ ગામે આવેલ ગર્લ્સ મોડેલ સ્કૂલમાં વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સ્કુલ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક કારકિદી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. કન્યા શિક્ષણનું મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી. ગર્લ્સ હોસ્ટેલ વાગડોદમાં સરકાર દ્વારા અપાતાં ગુણવતા યુક્ત ભોજન નાસ્તો રહેવાની ઉત્તમ સગવડ અને મોડેલસ્કુલ દ્વારા શિક્ષણની સાથે સાથે સારા વિચાર અને ભણતર ઉપર ભાર મૂકી સમાજ કુંટુબ ગામ અને મા-બાપનું...
  March 29, 04:50 AM
 • સરસ્વતીતાલુકાનાકોઇટા સામાન્ય વિદ્યાલય ઉ.મા શાળામાં ધો-10 અને 12 ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો હતો. જેમાં 34 બ્લોકમાં સીસીટીવી કેમેરા અને 4 બ્લોકમાં ટેબલેટની ગોઠવણીથી પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં વ્યવસ્થાના ભાગરૂપે વાગડોદ પોલીસ જમાદાર જગદીશભાઇ અને પોલીસ કર્મીઓ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.
  March 19, 04:10 AM
 • નાયતા | સરસ્વતીના વાગડોદ વિસ્તારમાં જીરાનો પાકમાં કાળીયાથી મોટો બગાડ થયો હતો પણ જે કંઇ પાક બચી ગયો છે તે ત્વરીત લેવાનું શરુ કરી દેવાયું છે. જીરાના પાકને બચાવવામાટે અઠવાડિયામાં બે વાર દવાનો છંટકાવ કરી મોંઘા મૂલનો પાક બચી શકે તેટલો બચાવી લેવાયો છે. નાના નાયતાના પંચાલ જયંતિભાઇએ જણાવ્યુ કે અનેક ખેતરોમાં કાળિયા નામનો રોગ પેદા થવાથી જીરાના વાવેતરમાં બગાડ થયો છે એટલે જીરાની કાપણીમાં કોઇ વિલંબ કરાયો નથી અને થ્રેસર દ્વારા પાક લેવાઇ રહયો છે.
  March 8, 03:55 AM
 • ઘઉં અને અેરંડાના પાકો પાણી વિના સુકાઇ રહ્યા છે સરસ્વતીતાલુકાના વાગડોદ વિસ્તારનાધચેલી ધારૂસણસહીતના સાત ગામોના ખેડૂતોનો છેલ્લા એક પાણી માટે ઘઉંનો ઊભો પાક સુકાઇ રહ્યો છે ત્યારે દાંતીવાડા કેનાલમાં એક મહિનાથી પાણી બંધ થઇ ગયું છેજ્યારે સુજલામ સુફલામ કેનાલમાં દેખાવ માટે તળિયું ઢંકાઇ રહે તેટલો ચાર-પાંચ દિવસે રેલો આવતો હોઇ હાલે જગતના તાતનીહાલત કફોડી બની છે. ધારૂસણ ગામના ખેડૂત વજેરામભાઇ જોષીએ જણાવ્યું હતુ કે એરંડા ઘઉં ઘાસચારો રજકો મકાઇ જેવા પાકોની ખેતીમાં પાણીની તકલીફ છે. ઘચેલીના વિનાજી...
  March 4, 04:55 AM
 • કાનોસણમાં દારૂબંધીનો અમલ કરાવવા વિદ્યાર્થીઓની ગાંધીગીરી
  ગામમાં દેશીદારૂના 11 અડ્ડાઓ ધમધમી રહ્યા છે સરસ્વતીતાલુકાના કાનોસણ ગામે દારૂની અસામાજિક પ્રવૃતિઓ બંધ કરાવવા માટે રવિવારે ગામની કે.એલ. ઠાકોર વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વાગડોદ પોલીસ સબ ઇન્પેકટર કે.બી.પટેલ ને આવેદનપત્ર આપી દારૂ બંધીનો કટક અમલ કરવા માટે રજુઆત કરવામાં આવી હતી. કાનોસણ ગામે દારૂની બંદીને ડામવા માટે વિદ્યાર્થી ભગાજી ઠાકોર ભાથીજી ઠાકોર અને પ્રવિણજી ઠાકોરે જણાવ્યું કે, ગામની પ્રાથમિક શાળા અને હાઇસ્કૂલમાં 500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગામની આજુ બાજુમાં 11 જેટલા દારૂના અડ્ડાઓ...
  February 27, 04:20 AM
 • ખેતીમાં બદલાવ | સરસ્વતી તાલુકામાં પરંપરાગત પાકો સાથે શાકભાજીની ખેતી પણ સારી થાય છે
  સરસ્વતીતાલુકાના વાગડોદ પંથકમાં ખેડુતો દ્વારા પરંપરાગત ખેતીપાકોના વાવેતર સાથે લીલા શાકભાજીની ખેતી સારા પ્રમાણમાં કરવામાં આવી રહી છે અને રોકડીયા ખેતીથી આવક પણ સારી મેળવી રહયા છે હવે ડીસા પંથકના નજીકના ગામોમાં બટાટાની ખેતી પણ ખેડૂતોએ અપનાવી છે. સરસ્વતી તાલુકાના કોઇટા, ભાટસણ, ખારેડા, મુના, અજુજા, વાહણા સહિત ગામોના ખેડુતોએ ચાલુ સીઝનમાં શાકભાજી તરીકે બટાકાની ખેતી કરી છે. ભાટસણના ખેડુત કાન્તીજી ઠાકોરે જણાવ્યુ હતું કે બટાકાની પ્રથમવાર ખેતી કરવામાં આવી છે. હાલમાં 20 કિલો બટાકાના ભાવ રૂ. 85 ચાલી...
  February 25, 04:25 AM
 • સરસ્વતીતાલુકાના વાગડોદ વિસ્તારના કાતરા ગામે છેલ્લા કેટલાક મહિનાઓથી ચામડીના ધાધર નામના રોગચાળાના કેસો વધી રહયા છે. ઘેરઘેર આવા 50 થી 70 જેટલા કેસ જોવા મળી રહયા છે જેને લઇ આરોગ્યતંત્ર દ્વારા યોગ્ય તપાસ કરાવીને સારવાર શરુ કરાવવામાં આવે તેવું ગામલોકો ઇચ્છે છે. કાતરા ગામે પાણીનો બગાડ હોય કે અન્ય કોઇ કારણથી મહોલ્લે મહોલ્લે નાના બાળકો તેમજ મોટી વયના ઉંમરના વ્યક્તિઓને ધાધર જોવા મળે છે. ગામના સરપંચે જણાવ્યું કે ધાધરના કેસો ગામમાં વધી રહયા છે જે ચીંતાની બાબત છે.ગામના મહિલા સુથાર ઝેબરબેને જણાવ્યું...
  February 23, 06:05 AM
 • સરસ્વતીતાલુકાના વાગડોદ વીસ્તારના ખેડુતો શાકભાજીની ખેતીમાં રસ લઇ રહયા છે અને સારી એવી કમાણી પણ કરી શકે છે ત્યારે કાતરા વિસ્તારમાં પણ ખેડૂતો દ્વારા કાળીંગડાનું વાવેતર શાકભાજીના પાક તરીકે કરાય છે. જેમાં એક પિયત કરી વાવણી કર્યા બાદ પાણી આપવું પડતુ હોઇ ખેડૂતો તરફ વળ્યા છે. ખેતી કરતા ખેડૂતોના જણાવ્યા મુજબ વાવણીના 2થી 3 માસમાં કાળીંગડાનો પાક મળતો થઇ જાય છે. આશરે 1 વિધામાંથી 20થી 25 હજાર રૂપિયાનું ઉત્પાદન મળતુ હોય છે. કાળીંગડા પકવ્યા બાદ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળતુ હોય છે.તેવુ ખેડુત સુથાર પ્રકાશભાઇએ...
  February 21, 06:45 AM
 • વાગડોદ વિસ્તારમાં ખેડુતોએ ઉનાળુ બાજરી વાવેતરના શ્રીગણેશ કર્યા
  વાગડોદવિસ્તારના ખેડુતો ઉનાળા સિઝનમાં ખેડુતો બળદ દ્વારા બાજરીની વાવણી પૂર ઝડપથી કરી રહ્યા છે. છેલ્લા અઠવાડિયાથી ગરમીનું જોર વધવાથી ખેડુતોએ ટ્યુબવેલ દ્વારા પિયત કરીને ખેતરો ખેડીને બાજરીના વાવેતરમાં લાગી ગયા છે. ખેડુતોએ જણાવ્યુ હતું કે, વાગડોદ વિસ્તારમાં બાજરીનું વાવેતર આછુ઼ થાય છે. અને સરસ્વતી તાલુકાના ઉંદરા, ખારેડા, ભાટસર જેવા ગામોમાં ઉનાળામાં બાજરીનું વાવેતર સારુ થતું હોય છે. લોધી, મેલુસણ, નાયત, વડીયા, મોરપા, ધનાસરા, ધારૂસણ, જેવા વાગડોદ પરના ગામોમાં ઉનાળુ બાજરી ઓછું વાવેતર થાય છે. રખાવ...
  February 20, 06:15 AM
 • વાગડોદના પુલ પર ગાબડાનું ડામર કામ કરાવવા માંગણી
  સરસ્વતીતાલુકાના વાગડોદ ગામ પાસે હાઇવેપર તાજેતરમાં પુલ પાસેજ ગાબડુ઼ સર્જાયું હતું જેમાં તંત્ર દ્વારા માટી અને સીમેન્ટ વગરે નાખીને ગાબડું પુરાણ તો કરી દેવાયું છે પણ તેના પર ડામર કરાયો હોઇ તાત્કાલીક કામ કરવું જોઇએ તેવો સૂર ઉઠી રહયો છે. વાગડોદ પુલ પાસે ગામના રહીશ ભગાભાઇએ જણાવ્યું કે હાલે ખાડો પુરી દેવામાં આવ્યો છે પણ હજુ સુરક્ષીત ગણી શકાય. પુલની ઉંચાઇ જોતાં તેની ગંભીરતા વધી જાય છે. એકબીજા વાહનો સામસામેથી આવતા કે સાઇડ કાપતી વેળાએ ભારે વાહનનું ટાયર આવી જાય તો અનીચ્છનીય ઘટના થવાનો સંભવ રહે છે....
  February 18, 05:40 AM
 • મોટા નાયતામાં દુધેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા પ્રસંગે શોભાયાત્રા નીકળી
  સંતો ભક્તોજનોએ દૂધશ્વર મહાદેવના દર્શન કરી પ્રસાદ લીધો હતો સરસ્વતીતાલુકાના મોટા નાયતા ગામે દુધેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજ્ઞ પ્રારંભ મહાવદ 3 ત્રીજને સોમવારે કરવામાં આવ્યો હતો. જેમાં મંગળવારે પ્રસંગમાં સંતોએ આર્શિવચન આપ્યા બાદ જળયાત્રા શોભાયાત્રા નીકળી ગામમાં ફરી હતી. ભગવાન દુધેશ્વર મહાદેવ અને શિખર અને શંકર ભગવાન અને બહેનોએ માથે કળશ ઉપાડી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. સમસ્ત મોટા નાયતાના દરેક સમાજના ભક્તોજનોઆ શોભાયાત્રામાં જોડાયા હતા. શોભાયાત્રા નીજ મંદિર પરત...
  February 15, 06:00 AM
 • બંધ થયેલ લાઇટો ફરીથી ચાલુ કરવા લોકોની માંગ સરસ્વતીતાલુકાના વાગડોદ પંથકમાં ભાટસણ ગામે ઘણા સમય પહેલા ગામે ગામ પંચાયત હસ્તકમાં સ્ટ્રીટ લાઇટોના બલ્બ અજવાળુ કરતા જોવા મળતા હતા પણ પંચાયત બિલ ભરી શકતાં લાઇટની સુવિધા છીનવાઇ ગયેલ છે જેના લીધે અંધારપટનો ભોગ લોકો બની રહયા છે. છેલ્લા કેટલાય સમયથી ગ્રામ પંચાયતો વીજ બીલ ભરી શકતાં લાઇટો ગામેગામ ગાયબ થઇ ગઇ છે.. વાગડોદ પંથકનું અંધારૂ ઉલેચાયુ નથી ત્યારે સરકારકની એટીવીટી યોજના થકી 2013-14 માં પ્રાંત કચેરી દ્વારા સોલર લાઇટો નાખવામાં આવી છે જેમાં કેટલાક...
  February 8, 06:10 AM
 • સરસ્વતીના વાગડોદ પંથકમાં કોઇટા જંગરાલ ભાટસણ ખારેડા સહીતના ગામોમાં ખાધા
  સરસ્વતીના વાગડોદ પંથકમાં કોઇટા જંગરાલ ભાટસણ ખારેડા સહીતના ગામોમાં ખાધા જીરૂનું વાવેતર ગત વર્ષ કરતા઼ વધારે થયું હતું. હાલે ચરમી અને સુકારાનારોગને કાબૂમાં લેવા માટે દવા છંટકાવ ચાલી રહયો છે.જીરામાં દાણો લીધા પછી પીયર કરાય તો બે દિવસ પછી છોડ સુકાઇ જતો હોઇ ખેડુતો ચીંતીત છે.તસવીર-કેવળજી ઠાકોર સરસ્વતીના વાગડોદમાં જીરાને બચાવવા દવા છંટકાવ
  February 4, 06:50 AM
 • ખેડૂતોને રાયડાનો પાક સારો ઉતરવાની આશા બંધાઇ
  સરસ્વતીતાલુકાના નાયતાના ખેડુત વદનજી ઠાકોર તેમજ અન્યોએ જણાવ્યુ હતુ કે હાલમાં રાયડાના ભાવ રૂ.590-704 સુધી પ્રતિ મણના ચાલી રહયા છે પણ બજારના નિયમ મુજબ રાયડાની જેમ જેમ આવક વધતી જશે તેમ તેમ ભાવમાં ઘટાડો થતો હોય છે જેમાં જગતના તાતને પરવડતું નથી હોતું . ચાર મહિનાની મહેનત મજૂરી અને ખાતર પાણી અને દવામાં મોટા ખર્ચ થતા હોય છે ત્યારે ખેડૂતોને પોષાય તેવો રૂ. 700 થી 800 નો ભાવ મળે તેવા પગલાં લેવા ખેડુતોએ માંગ કરી છે. નાયતાના વાગડોદમાં ખેડૂતો દ્વારા રાયડાની કાપણી શરૂ કરાઇ હતી.
  February 4, 06:50 AM
 • કાતરા | સરસ્વતીતાલુકાના વાગડોદ ગામે ત્રિકમજી ભગવાને દર વર્ષે જેમા ચાલુ સાલે ગુરૂવારે દરજી સમાલ ગોળના 50 ગામોમાંથી પરીવારો મોટી સંખ્યામાં આવ્યા હતા. જેમાં ડો. હસમુખ દરજી જણાવ્યુ હતું કે ,ઠાકોરજી મહારાજની શોભાયાત્રા મંદિરથી નિકળી મહાકાળી માતાજી મંદિરે થઇ ઠાકોર મહારાજના મંદિર જતી હોય છે. ત્યારબાદ સમૂહ ભોજન પ્રસાદ યોજાયો હતો.
  February 3, 06:30 AM