Home >> Uttar Gujarat >> Patan District >> Siddhpur
 • પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર આવેલ સદગુરુ બંગ્લોઝમાં રહેતા મુળ વડગામ તાલુકાના કોદરામ ગામના વતની અને શિક્ષકના વ્યવસાયમાં સંકળાયેલા દશરથભાઇ ગોદડભાઇ દરજીએ માસ પહેલા પાંચ વ્યકિતઓ પાસેથી રૂપિયા એક કરોડ વ્યાજે લીધા હતા. પરંતુ નાણાં કયાં અને કઇ જગ્યાએ વાપર્યા જેની પરિવારને જાણ થઇ હતી. અને દેવુ થઇ ગયું હતુ. જેથી વ્યાજખોરા છેલ્લા ત્રણ માસથી અવાર-નવાર ફોન ઉપર તેમજ ઘરે આવી વ્યાજની ઉઘરાણી કરતા હતા. જેના કારણે દશરથભાઇ સતત માનસીક ટેન્શનમાં રહેતા હતા. દશરથભાઇએ વ્યાજ ખોરોના ત્રાસથી કંટાળી બુધવારે...
  May 26, 03:20 AM
 • ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ઘોર લાપરવાહી જવાબદાર હોવાની ચર્ચાઓ રાધનપુરમાં ગટર માટે ખોદેલા ખાડામાં નંદી પડ્યો સિધ્ધપુરમાં ઝાડા ઉલટીના ર્દદીઅો સારવાર લઇ રહ્યા છે. ઝાડા ઉલટીના કેસોને લઇ પાણી અને ઝાડાના સેમ્પલ ટેસ્ટીંગ લેવામાં આવી રહ્યા છે. તસવીર-નિંરજનઠાકર
  May 24, 03:35 AM
 • સિદ્ધપુર | વરસાદ સારો આવશે કે ચોમાસુ સંતોષકારક નહીં રહે તે જોવા માટે ટીંટોડીના ઇંડાનું મહત્વ જોવાય છે. સિદ્ધપુર તાલુકાના કાકોશીમાં ટીંટોડીએ ખુલ્લા ખેતરમાં જમીન પર ઇંડા મૂકયા હોઇ વખતે માફકસર વરસાદ પડવાની ધારણા કરાઇ રહી છે. ગામના ખેડૂત જાવેદભાઇએ જણાવ્યું કે, વર્ષે ટીંટોડીએ તેમના ખેતરમાં જમીન ઉપર ઇંડા મૂકયા છે. આમ તો હવામાન વિભાગની આગાહી સત્ય ગણાય છે, પણ ટીંટોડીના ઇંડા પ્રત્યે પણ લોકો શ્રધ્ધા ધરાવે છે અને તેને લઇ વાવણી કરાતી હોય છે. વર્ષે સારા વરસાદની આગાહી છે, છતાં વૃધ્ધો માફકસરનો વરસાદ...
  May 21, 03:30 AM
 • સિદ્ધપુર | સિદ્ધપુર ખાતે ઓદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ દ્વારા 36મો સમૂહ યજ્ઞોપવીત કાર્યક્રમ રવિવારે યોજાનાર છે. જેમાં 19 બટુકોને યજ્ઞોપવીત સંસ્કાર આપવામાં આવનાર છે તેમ મંત્રી અતુલભાઇ પાધ્યાએ જણાવ્યું હતું. પ્રસંગમાં ગ્રહશાંતિ, યજ્ઞોપવીત સંસ્કાર, બટુકયાત્રા, જ્ઞાતિભોજન સહિતના કાર્યક્રમો અંબાવાડી ખાતે યોજાશે. જ્ઞાતિભોજનના દાતાનો લાભ સ્વ. જ્યોતિકાબેન પી. પંડ્યા પરિવારે લીધો હોવાનું પ્રમુખે જણાવ્યું હતું.
  May 21, 03:30 AM
 • સિદ્ધપુરમાં વોર્ડ 2, 3 અને 6નો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
  લોકોલક્ષી કામો કરવામાં સેવાસેતુ કાર્યક્રમ સફળ સિદ્ધ થયો છે : નગરપાલિકા પ્રમુખ સિદ્ધપુરનગરપાલિકા દ્વારા શનિવારે વોર્ડ નંબર 2, 3 અને 6ના રહીશો માટે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઇ એક સ્થળેથી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો. પાલિકા પ્રમુખ અજીતભાઇ મારફતિયાએ જણાવ્યું કે, નગરપાલિકાના છેવાડાના માનવીના કામો સરળતાથી નગરપાલિકા કક્ષાએ ઉકેલી શકાય તેવા હેતુથી યોજાતા સેવાસેતુની સફળતા મળી રહી છે. કાર્યક્રમમાં 13થી વધુ કચેરીઓની ઓફિસો સ્થળ પર ગોઠવાઇ હતી અને વિવિધ...
  May 21, 03:30 AM
 • આત્મહત્યાની ઘટના કોટ આંકવીરોડ પર બની હતી: ચોથા આરોપીનું નામ ખુલ્યુ પોલીસે અટક કરેલા મૃતકના મિત્ર હાર્દિક દ્વારા અત્યાર સુધી પોલીસને સાચી માહિતી આપી નહોતી.આ ઘટનામાં રીક્ષા વપરાઇ હતી પણ મૃતક યશંવતએ કોટ આંડવી રોડ પરના ઇરાની છાપરાની જગ્યા પાસે આત્મ હત્યા કર્યા બાદ વર્નાગાડીમાંજ મૃતકને ગાગલાસણ રોડ પાસે લાવ્યા હતા. જેમાં લોહિ નીતરતી યશવંતની લાશ જોઇને તે બેભાન થયો હોવાનું જણાવ્યુ હતું જયારે ઘટના સ્થળે લાલાનો મિત્ર અને ઇરાનીના છાપરામાં રહેતો નિઝામમીયા અકબરમીયા સૈયદની સંડોવણી હોવાનું...
  May 20, 03:25 AM
 • સિદ્ધપુરના ગુનામાં સંડોવાયેલો હિંમતનગરમાં નામ બદલી રહેતો’તો,અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉઠાવ્યો
  બોગસ ઓળખકાર્ડ બનાવી લીધુ હોવાની પણ ચર્ચા,50થી વધુ ગુનામાં સંડોવણી હિંમતનગરમાં બે વર્ષથી નામ બદલીને રહેતો હતો, સ્થાનિક પોલીસ પકડવામાં નિષ્ફળ હિંમતનગર શહેરમાં ગત 18/04/17 ના રોજ ઇકબાલશા ઇબ્રાહીમશા દિવાન નામના યુવકને કલેક્ટર કચેરી આગળ ચપ્પાના ઘા મારી અપહરણ કરવામાં આવ્યુ હતુ અને હુસેન કાળુશા દિવાન સહિત સાતેક ઇસમો વિરુધ્ધ ફરીયાદ નોંધાઇ હતી. ઇસમ વિરુધ્ધ એ.ટી.એમ.ચોરી,બેન્ક તિજોરી ચોરી,ઓઇલ ચોરી,તેલના ડબ્બા ચોરી, અપહરણ સહિતના 50 થી વધુ ગુન્હા રાજ્યભરમાં નોંધાયેલા હોવાનું અને વોન્ટેડ હોવા અંગે તથા નામ...
  May 19, 03:45 AM
 • સિદ્ધપુર | તાલુકાનાગણેશપુરા ગામે વિક્રમસિંહ બાબુજી રાજપૂતે તેમનું બાઇક પાર્ક કર્યુ હતું, ત્યારે ગામના પટેલ વિજયભાઇ વિરાભાઇ, પટેલ મુકેશભાઇ મણીલાલ, પટેલ કાનાભાઇ ગણેશભાઇ વગેરેએ બાઇક વચ્ચે કેમ ઊભું રાખ્યું છે તેમ કહી હોકી અને ધોકા વડે માર મારી ઇજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે સિદ્ધપુર પોલીસ મથકે મારામારીની ફરિયાદ નોંધાઇ છે.
  May 17, 03:25 AM
 • પ્રથમ દીકરીને રૂ.5001 અને બીજી પુત્રીને રૂ.11 હજારના બોન્ડ આપી 21 દીકરીનું સન્માન કરાયું
  સમાજમાંઘટી રહેલા દીકરીઓના જન્મદર અંગે હવે દરેક સમાજ, સંસ્થાઓ વિચારવા મજબૂર બની છે અને કન્યા જન્મને પ્રોત્સાહન આપવા માટે બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અને યોજના બનાવી રહી છે. આવો એક કાર્યક્રમ સિદ્ધપુર પાસેના કહોડા ગામે સહકારી અગ્રણી સ્વ. આત્મારામ કાકાની જન્મ શતાબ્દિ નિમિત્તે યોગેશ્વર કો-ઓ. ક્રેડીટ સોસાયટી તેમજ ઉમિયા કન્ઝયુમર્સ કો-ઓ. સોસાયટી દ્વારા યોજાયો હતો. જેમાં સભાસદોની પ્રથમ દીકરીને રૂ.5001 અને બીજી દીકરીને રૂ.11 હજારના બોન્ડ આપી 21 દીકરીઓનું બહુમાન કરાયું હતું. લક્ષ્મી સન્માન યોજના...
  May 17, 03:25 AM
 • સિંધી સમાજમાં શિક્ષણ, સહિત મુદ્દે મનોમંથન કરાયું
  પાલનપુરખાતે દિલ્હીગેટ વિસ્તારમાં આવેલ ગોદાવરી ધર્મશાળામાં રવિવારે ગુજરાત રાજ્યની નવી વરાયેલી સિંધી સમાજની કોર કમિટીની મિટીંગ યોજાઇ હતી. કાર્યક્રમમાં સમાજમાં શિક્ષણ, સમાજના લોકોને સરકારી લાભો મળે તેમજ આવનારી ચૂંટણીને લઇ રાજકીય ચર્ચાઓ થઇ હતી. પ્રસંગે ચેટીચંડ નિમિત્તે વેશભૂષા ધારણ કરનારા બાળકોનું સન્માન કરી ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં હરેશભાઇ રાજાણી (ગાંધીધામ), નારીભાઇ લાલુમલ લચ્છીવાળા (સિદ્ધપુર), પ્રકાશભાઇ હરવાણી, ડો. મનહરભાઇ લુહાણા (અમદાવાદ), નરેન્દ્રભાઇ (ઇડર),...
  May 16, 03:20 AM
 • સિદ્ધપુરના બિલિયાની ઘટના, શ્વાનની કપિરાજે બરાબરની ધોલાઇ કરી નાખી
  સિદ્ધપુરતાલુકાના બિલિયા ગામે કામલી રોડ પર અેક ખેતરમાં વાનરને મારવા માટે પાછળ પડેલો શ્વાન અને વાનર બંને અવાવરુ કૂવામાં પડ્યા હતા. બંને અબોલજીવોને મહા મહેનતે બહાર કાઢી બચાવી લેવાયા હતા. જોકે, પહેલાં કૂવામાં શ્વાનની કપિરાજે બરાબર ધોલાઇ કરી નાખી હતી. રવિવારે બિલિયા ગામે એક ખેતરમાં વાનરને પકડવા શ્વાન દોડતો પાછળ પડ્યો હતો. આથી જીવ બચાવવા દોડતા વાનર અવાવરું કૂવા પાસેના ઝાડ પર ચડવા જતાં ડાળી તૂટતાં કૂવામાં પડી ગયો હતા. તેને પકડવા પાછળ દોડતો શ્વાન પણ કૂવામાં જઇ પડ્યો હતો. આશરે 30 ફૂટ ઊંડા કૂવામાં...
  May 16, 03:20 AM
 • સિદ્ધપુરપંથક બાદ કાકોશીમાં એક રાત્રે બે મંદિરોને તસ્કરોએ તાળાં તોડીને નિશાન બનાવ્યા હતા. કાકોશીમાં બજાર વચ્ચે મહાકાળી મંદિરમાં અને કુંવારા ગામે શીતળા માતાના મંદિરમાં ચોરી થઇ હતી. કાકોશીમાં મહાકાળી માતાજીના છત્તર અને દાનપેટી તસ્કરો લઇ ગયા હતા, જે દાનપેટી ખાલી કરી અંદરની રોકડ રકમ લઇ મંદિર નજીક ફેંકી દીધી હતી. જ્યારે કુંવારા ગામે શીતળા માતાના મંદિરમાંથી ચાંદીના આભૂષણો 250 ગ્રામના તથા દાનપેટીમાંથી રોકડ રકમ લઇ ગયા હતા. જે અંગે કાકોશી પોલીસ મથકનો ગામલોકોએ સંપર્ક કરતાં પોલીસે શોધ આરંભી હતી.
  May 16, 03:20 AM
 • પત્ની-પુત્રના ત્રાસથી આધેડે ટ્રેન નીચે પડી આપઘાત કર્યો
  સિદ્ધપુરનાબિલિયા રેલવે ફાટક પાસેથી ટ્રેક નીચે કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસે તપાસ કરતાં મૃતકના ખિસ્સામાંથી પત્ની અને પુત્રના ત્રાસના કારણે ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યુ હોવાની ચિઠ્ઠી મળી આવી હતી. જેના આધારે પોલીસે ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. સિધ્ધપુર શહેરમાં બિલિયા ફાટક નજીકથી રેલવેના પાટાઓ પરથી રવિવારે 50 વર્ષિય આધેડની ટ્રેન નીચે કપાયેલી લાશ મળી આવી હતી. પોલીસે તલાસી લેતા મૃતકના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેના પરિવારમાં...
  May 15, 03:25 AM
 • મેથાણમાં હિન્દુ -મુસ્લિમ સમાજના લોકોએ ટ્રેક્ટરોમાં બેસી મંદિર, મસ્જિદની જાત્રા કરી, સમૂહ ભોજન લીધું
  ગ્રામીણલોકોની શહેરો તરફની આંધળી દોટના કારણે ગામડાઓ ભાગી પડ્યા છે. ત્યારે ગ્રામીણ સંસ્કૃતિને ટકાવી રાખવા માટે લોકો ગામડાઓમાં રહે તે માટેની જાગૃતિ કેળવાય તે માટે સિદ્ધપુર તાલુકાના મેથાણ ગામના મુંબઇગરા યુવાનોએ રવિવારે જશ્ન મેથાણ નામનો અનોખો કાર્યક્રમ યોજીને વતનમાં રહેવા માટેનો સંદેશો આપ્યો હતો. મેથાણમાં યોજાયેલા જશ્ન મેથાણ કાર્યક્રમમાં ગામના સમસ્ત હિન્દુ-મુસ્લિમ સહિત તમામ સમાજના લોકોએ નવ ટેક્ટરોમાં બેસીને ગામના મંદિર, મસ્જિદ સહિત તમામ સ્થળોની મુલાકાત કરી હતી. અને લીવ મેથાણ ફીલ...
  May 15, 03:25 AM
 • સિધ્ધપુરખળી ચાર રસ્તા નજીક અેક ટ્રાન્સપોર્ટ ઓફીસ પાસે પાર્ક કરેલ આઇશર ટ્રકની ચોરી થઇ જતાં ટ્રાન્સપોર્ટ કંપની અને માલીકે લાંબી શોધખોળ બાદ અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ રૂ.15 લાખની ટ્રકની ચોરી થયાની ફરીયાદ નોંધાવી હતી. શહેરના ખળી ચારરસ્તા પાસે આવેલ સુવિધા રોડલાઇન્સના માલિકઆસીફભાઇ રહીમભાઇ ચારોલીયાએ ફરીયાદમાં જણાવ્યા મુજબ તેઓની આઇશર ટ્રક જીજે 24 એકસ 8346 લઇ તેમનો ડ્રાયવર વાઘેલા રાકેશકુમાર નરસિંહભાઇ ઓફીસ પાસે ગાડી પાર્ક કરીને ઘરે ગયો હતો અને બીજા દિવસે આવતાં ટ્રક મળી નહોતી.તેની જાણ માલીકને કરતાં...
  May 14, 04:05 AM
 • સિદ્ધપુર | સિદ્વપુરના ગણવાડા ગામે પૂર્વ એજીપી એઆઇ સૈયદના અધ્યક્ષ સ્થાને સમોડા, ચાટાવાડા, ગણવાડા અને લુણવા ગામના વિજેતા સરપંચ તેમજ સભ્યોનો સત્કાર સમારંભ યોજાયો હતો. જે પ્રસંગે ઉપસ્થિત તમામ સભ્યો અને સરપંચોનું એઆઇ સૈયદ તથા ગ્રામજનો દ્વારા ફુલહાર શાલથી સ્વાગત કર્યુ હતું. પ્રસંગે જિલ્લા પોલીસ વડા અશ્વિન ચૌહાણ, સિદ્વપુર પાલિકા પ્રમુખ અજીતભાઇ મારફતીયા,ર્ડા.આમીર મોમીન સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
  May 10, 02:30 AM
 • મહિલાઓસમાજમાં દરેક પ્રસંગમાં સામેલ થઈ રહી છે અને સામાજીક બદલાવ આવી રહ્યો છે એવું સાર્થક કરતો એક પ્રસંગ રવિવારે મહેસાણામાં બન્યો હતો. ચાર પુત્રો હાજર હોવા છતાં બે પુત્રીઓએ પણ અંતિમયાત્રામાં માતાને કાંધ આપી હતી. ઊંઝા તાલુકાના કામલીનાં વતની અને પુત્ર સાથે મહેસાણાના પરા વિસ્તારમાં રહેતાં રેવાબા ગોપાળદાસ પટેલનું 85 વર્ષની વયે ટૂંકી માંદગી બાદ શનિવારે રાત્રે અવસાન થયું હતું. સ્વ.રેવાબાના ચારેય પુત્રો હાજર હતા છતાં રવિવારે સવારે નિકળેલી તેમની અંતિમયાત્રામાં તેમનાં સૌથી મોટાં પુત્રી...
  May 8, 06:15 AM
 • સિધ્ધપુરશહેર તાલુ
  ભાસ્કરન્યૂઝ|સિધ્ધપુર સિધ્ધપુરશહેર તાલુકામાં દીકરીને લગ્નમાં તાંબા પિત્તળના વાસણો આપવાની પ્રથા હજુ કેટલાક સમાજોમાં અકબંધ છે જેમાં દીકરીને યુરોપ કે અમેરીકા વળાવવાની હોય કે ઉત્તર ગુજરાતના કોઇ ગામડે, શુકનવંતા ગણાતાં તાંબા પીત્તળના વાસણો અવશ્ય આપવામાં આવે છે. શહેરના તાંબા પિત્તળના વાસણોનો વેપાર કરતા કંસારા વેપારીઓને હાલે લગ્નસરામાં સારી એવી ઘરાકી મળી રહી છે. શહેરની વાસણ બજારમાં ચાલતી ખરીદી માટે આવેલા બુઝર્ગે જણાવ્યુ઼ કે તાંબા પિત્તળના વાસણો આરોગ્ય માટે ગુણકારી અને ટકાઉ હોય છે. તેને...
  May 7, 03:50 AM
 • ઓઇલ ચોરીના છેલ્લા આરોપીને ટ્રાન્સફર વોરંટથી સિધ્ધપુર લવાયો
  મને તો ગાડી ચલાવવા માટે લવાયો હતો : અારોપીની દલીલ સિદ્વપુરજીઆઇડીસીના પ્લોટ નં 61ના ગોડાઉનમાંથી ઓઇલચોરીમાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી સંજય નવિનચંદ્ર સોનીને મહેુસાણાના નાગલપુર હાઇવે પરથી ઝડપી પાડ્યો હતો. જેને સિદ્વપુર પોલીસે અટક કરી જેલના સળીયા પાછળ ધકેલી તપાસ હાથ ધરી છે. જોકે આરોપીઅે તેને ગાડી ચલાવવાની છે તેમ કહીને ઓઇલ માફીયાઓ સિદ્વપુર લાવ્યા હોવાનું જણાવ્યુ હતું. તા.9,7,2015ના રોજ સિદ્વપુર જીઆઇડીસી પ્લાટ નં- 61ની પાછળથી પસાર થતી આઇઓસીની પાઇપ લાઇનમાં પંકચર કરી કલેમ્પ ફિટ કરી ત્યાંથી...
  May 6, 04:10 AM
 • સિદ્ધપુરનીબે વર્ષ પૂર્વેની ઓઇલ ચોરીમાં નાસતો ફરતો સંજય સોની ગુરુવારે બપોરે મહેસાણા એસઓજીના હાથે ઝડપાઇ ગયો હતો. ઝડપાયેલા ઓઇલચોરને બી ડિવિજન પોલીસને સોંપતા આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. સિદ્ધપુરના કનેસરાથી ખળી ગામ તરફ જવાના માર્ગે ઓએનજીસીના વેલ પરથી બે વર્ષ પૂર્વે થયેલી ઓઇલ ચોરીની ફરિયાદ સિદ્ધપુર પોલીસ મથકમાં નોંધાઇ હતી. કેસમાં નાસતો ફરતો મહેસાણાની ગણપતિ સોસાયટીમાં રહેતો સંજય નવિનચંન્દ્ર સોની નાગલપુર હાઇવે પર આવેલા વિકાસનગર ચોકડી પાસે ઉભો હોવાની ચોક્કસ બાતમીના આધારે મહેસાણા એસઓજીએ...
  May 5, 03:25 AM