Home >> Uttar Gujarat >> Patan District >> Santalpur
 • વારાહીમાં અંબાજી માતાની પ્રતિષ્ઠા પ્રસંગે શોભાયાત્રા
  સાંતલપુરતાલુકાના મુખ્ય મથક વારાહી ખાતે અંબાજી માતાના નવીન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શુક્રવારથી શરૂ થયો છે. જેમાં શનિવારે માતાજીની ભવ્ય શોભાયાત્રા વિશ્વકર્મા સોસાયટીથી નીકળી પંચાલવાસમાં આવેલા અંબાજી માતા મંદિરે પહોંચી હતી. શોભાયાત્રા મુખ્ય બજાર થઇ આઝાદ ચોક, બસ સ્ટેન્ડ થઇ પસાર થતાં માર્ગો પર માતાજીની સવારીની ઠેર ઠેર સ્વાગત અને પૂજન વિધિ કરાઇ હતી. શોભાયાત્રામાં દુદાણી પરિવારનાર સભ્યો, હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો પણ સામેલ થયા હતા. પ્રસંગે બહારગામથી પણ મોટી સંખ્યામાં...
  04:05 AM
 • વારાહીના નવા મહિલા સરપંચ અને ઉપ સરપંચે કાર્યભાર સંભાળ્યો
  વારાહી ગામમાં પંચાયતનું સુકાન મહિલાઓના હાથમાં : દલિત મહિલા ઉપ સરપંચ પદે ચુંટાયા વારાહીગ્રામ પંચાયતમાં મંગળવારે ઉપસરપંચની ચુંટણી યોજાઇ હતી જેમાં પંચાયતી રાજની સ્થાપના પછી પહેલી વાર દલિત સમાજના મહિલા ઉપસરપંચ બન્યા છે જ્યારે વારાહિ પંચાયતનું સુકાન મહિલાઓના હાથમાં આવ્યુ છે.નવા ઉપસરપંચે મંગળવારે તેમના હો્દ્દાનો કાર્યભાર સંભાળી લીધો હતો. સાંતલપુરતાલુકાના વારાહી ગ્રામ પંચાયતમાં મંગળવારે ઉપસરપંચની ચૂંટણી યોજાઇ હતી. જેમાં મનુબેન વાલાભાઇ હરિજનને વિજય થયો હતો. વારાહિ ગ્રામ પંચાયતના...
  April 26, 03:25 AM
 • સાંતલપુરતાલુકાના છેવાડાના ચારણકાગામે દિવંગત પિતૃઓના મોક્ષાર્થે કથા . 14 થી 20 એપ્રિલ સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનુ઼ આયોજન કરવામાં આવ્યુ છે. પ્રસંગે વ્યાસપીઠ ઉપરથી ગાંધીધામના કિડાણા ગામના કથા વક્રતા પુ.ધનેશ્વર જોષી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યુ છે. રવિવારે કપિલ પ્રાગટ્ય સોમવારે રામ જન્મ કૃષ્ણ જન્મોત્સવ જેવા પ્રસંગોની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે મંગળવારે કૃષ્ણ બાળલીલા પ્રસંગમાં ભક્તો ઉમટી પડ્યા હતા. ઉપરાંત બુધવારે કૃષ્ણ રૂષ્કમણી વિવાહ ગુરૂવારે સુદામા ચરિત્ર...
  April 19, 04:15 AM
 • વારાહી |વારાહીમાં 14એપ્રિલના રોજ ભારતરત્ન ર્ડા. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી ઉજવણી કરવામાં આવી હતી. તેમાં જન્મ જયંતિ નિમિત્તે દલિતો દ્વારા વારાહી પુલથી રેલી કાઢી આંબેડકર વાસ સુધી પહોચી હતી. જયભીમ અને બાબા સાહેબ અમર રહોના નારાથી વાતાવરણ ગૂજી ઉઠ્યુ હતુ. ઉજવણીમાં કોંગ્રેસ પ્રમુખ મહેબુબખાન મલેક વારાહી સરપંચ અલેકખાન મલેક તા.ઉપપ્રમુખ જહીદખાન મલેક, સાંતલપુર તાલુકા દલિતો ઉજવણીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા.
  April 15, 03:55 AM
 • સાંતલપુરતાલુકામાં ચૈત્રી પુર્ણમના દિવસે એટલે કે હનુમાન જયંતિના દિવસે સાંતલપુર સહિતના ગામડાઓમાં ધાર્મિક ભાવિક ભક્તો દ્વારા હનુમાાનજી મહારાજની રથયાત્રાઓ કાઢવામાં આવી હતી. અને ઢોલનગારા સાથે અને જયશ્રી રામના નાદ સાથે રથયાત્રામાં ખુબજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. સાંતલપુર બરારા બકુત્રા જેવા નાના ગામડાઓ પણ હનુમાન જયંતિના દિવસે ભક્તિની રંગે રંગાયા હતા. આવા નાનકડા ગામડાઓમાં પણ હર્ષો ઉલ્લાસ સાથે સાથે ધાર્મિક પ્રસંગ ઉજવાયો હતો. સા઼તલપુરમાં હનુમાનજી મહારાજની રથયાત્રા...
  April 12, 03:55 AM
 • સાંતલપુરતાલુકામાં રામનવમી નિમિત્તે સીમા જન કલ્યાણ સમિતી અને આરએસએસ પરીવાર દ્વારા ભગવાન રામજીની બે શોભાયાત્રાઓ કાઢી તાલુકાના તમામ ગામોમાં ફેરવવામાં આવી હતી. એક યાત્રા રણમલપુરાથી સા઼તલપુર વિસ્તારમાં જ્યારે બીજી પર ગામેથી શરુ કરી તે વિસ્તારમાં ફરી હતી. બપોરે ત્રણ વાગ્યે સાંતલપુરમાં મળી હતી.આરતી બાદ સમાપન થયું હતું.આરએસએસના જીવણભાઇ આહીર, મહાદેવભાઇ, દેવાભાઇ, સવજીભાઇ, અરજણભાઇ, કમલેશભાઇ વગેરેએ જહેમત ઉઠાવી હતી.
  April 6, 03:40 AM
 • વારાહી |વારાહી ખાતે બીઆરસી ભવન ખાતે શાળા સલામતી અને આપતિ વ્યવસ્થાપન અંગે મુખ્ય શિક્ષકોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંતલપુર તાલુકાના 82 આચાર્યોએ હાજર રહી તાલીમ મેળવી હતી જેઓને તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારીએ હાજર રહી માર્ગદર્શન આપ્યુ હતું .તાલીમમાં 108 સેવા, એચપીસીએલ સાંતલપુર ફાયર - સ્ટેશન દ્વારા મોકડ્રિલ કરવામાં આવ્યા હતા.
  March 31, 04:00 AM
 • સાંતલપુરતાલુકામાંથીકચ્છમાં જતી નર્મદા કેનાલની મુખ્ય નહેર પસાર થઇ રહી છે અને કેનાલથી દૂરના ગામડાઓને પાણી આપવામાટે નાની બ્રાંચ કેનાલો બનાવવામાં આવી છે. પરંતુ સાંતલપુર તાલુકાના 17 જેટલા ગામડાઓમાં આજે પણ પાણી પહોંચ્યા નથી. સાંતલપુર તાલુકાના બકુત્રા ધોકાવાડા આલુવાસ ચારણકા વૌવા જાખોત્રા એવાલ સહીત અન્ય ગામડાઓમાં નર્મદા બ્રાન્ચ કે માઇનોર કેનાલ પણ બનાવવામાં નથી તેથી ગામડાઓની હજારો એકર જમીન સુકી ભાંસી રહી છે. આમ પણ વિસ્તારમાં વરસાદની અછત રહે છે અને ખેડુતો વરસાદ આધારિત ખેતી કરી કરે છે. વરસાદ...
  March 30, 09:20 AM
 • સાંતલપુર | તાલુકાનાઅબિયાણા ગામનાં સીતાબેન શ્રીરામભાઇ ઠાકોરના ખેતરમાં તેમના ગામના લીલાભાઇ બાવાભાઇ રબારી ઢોરો લઇને રવિવારે જતા હોઇ મહિલાએ ઢોર બીજે કયાંક લઇ જાઓ તેમ કહ્યું હતું. આથી ઉશ્કેરાઇ જઇ લીલા રબારીએ તેણીને લાકડી માર મારી ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંગે મહિલાએ વારાહી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અબિયાણામાં માલધારીએ ખેડૂત મહિલાને માર માર્યો
  March 28, 04:40 AM
 • સાંતલપુર તાલુકાના 6 ગ્રામ પંચાયતો પૈકી 5 ગ્રા.પં.માં ચુટણી જંગ જામ્યો સાંતલપુરતાલુકામાં 6 ગ્રામ પંચાયતોની ચુંટણી જાહેર થતાં ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવતાં 5 ગ્રામ પંચાયતોમાં ચુંટણીનો જંગ જામ્યો છે જ્યારે નવા ગામ પંચાયત સમરસ બની છે જેમાં ઠાકોર ગણેશભાઇ માવજીભાઇ બિનહરીફ સરપંચ પદે ચુંટાયા છે.વારાહી ગામ પંચાયતમાં ત્રણ મહિલાઓ સાબીરાબેન કરીમખાન મલેક, જીવાબાઇ હાજીખાન મલેક, રસીદાબેન અલેફખાન મલેક વચ્ચે જંગ ખેલાઇ રહ્યો છે. પાંચ ગ્રામ પંચાયતોમાં કોલીવાડા રબારી ભગવાનભાઇ કરશનભાઇ, રમેશભાઇ...
  March 25, 04:00 AM
 • પાલનપુર | થરાપીએસઆઇ એ.ડી.પરમાર સ્ટાફસાથે ગુરૂવારે પેટ્રોલીંગમાં હતા.જે સમય ગુનો કરવાના ઇરાદે ફરતા સાંતલપુરના વારાહી ગામના મહમદખાન ઇસુભા મલેક,મોસીનભાઇ અબ્દુલભાઇ સિપાઇ,મોહમદખાન હાજીખાન મલેક,મહેબુબશા નથુશા ફકીર અને મોહબતખાન હાજીખાન મલેકનું જીપ ડાલુ નંબર જી.જે.12.સીડી 6136ની તલાસી લતા એક લોખંડની ટોમી મળી આવી હતી.જેથી મિલકત સબંધી ગુનો કરવાના ફિરાકમાં ફરતા પાંચ સખસોની અટકાયત કરી જીપડાલા સાથે કુલ રૂ. 1,02,550નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
  March 24, 04:05 AM
 • સાંતલપુરના જામવાડા પાટીયા પાસે મંગળવારે સાંજના સુમારે એક આઇસર ગાડીનં- જીજે 4 5119 બળદો ભરીને પસાર થવાની બાતમી મળતાં વોચ ગોઠવી તે આવતાં અટકાવી તપાસ કરતાં અંદર બળદ નંગ 9 પાસ પરમીટ વગર ભરી તેના સાધનિક કાગળો ના રાખી આઇશરમાં પાણી ઘાસચારાની વ્યવસ્થા વગર ખીચોખીચ ભરી ક્રૂરતાપૂર્વક લઇ જવાતા હોઇ ગૌસેવાના નરપતસિહ મનુભા વાઘેલા રહે.વારાહી સહિતના માણસોએ પશુઓ સાથે પાંચ શખ્સો મુકેશભાઇ વીરાભાઇ પરમાર, મધુભાઇ પ્રેમજીભાઇ દેવીપુજક, હરેશભાઇ મધુભાઇ વાધેલા, ધનાભાઇ ધુળાભાઇ ચાવડા રહે.મીંદડા, જગુભાઇ ભાભલુભા...
  March 24, 04:05 AM
 • સાંતલપુર | સાંતલપુરનારાજુસરા ગામે વસતા અગરિયા પરિવારો માટે જિલ્લા આરોગ્ય
  સાંતલપુર | સાંતલપુરનારાજુસરા ગામે વસતા અગરિયા પરિવારો માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં 224 અગરિયા તેમજ અગરિયાના બાળકોનું મેડિકલ ચેકઅપ કરાયુ હતું. જેમાં બાળરોગ 36, જનરલ સર્જન 60, ફિઝીશીયન 33, સ્ત્રીરોગ 19 અને રસીકરણ 10 દર્દીઓને ચેક કરાયા હતા. તેમને નિ:શુલ્ક દવાઓ આપવામાં આવી હતી. રાજુસરામાં અગરિયા પરિવારો માટે સર્વરોગ નિદાન કેમ્પ
  March 22, 04:05 AM
 • વારાહી વિકાસથી વંચિત -સાંતલપુર તાલુકા પંચાયતમાં છેલ્લા 10 વર્ષથી ઉપપ્રમુખ તરીકે સેવા બજાવતા જાહિદખાન મલેકમાં જણાવ્યુ મુજબ વારાહી જૂથ ગ્રામ પંચાયતમાં છેલ્લા દસ વર્ષમાં ભૂગર્ભ ગટર માટે રૂ.7 કરોડ અને રોડ રસ્તા માટે રૂ.3 કરોડની ગ્રાન્ટ આવી હોવા છતાંય કામ સાવ હલકી કક્ષાના થયા હોવાથી ગ્રામજનો પરેશાન થઇ ગયા છે. ગ્રામ પંચાયત દ્વારા મિલીભગતથી કામ સારા થયા હોવાના સર્ટી આપી દેવાતા આજે ગામમા રોડ રસ્તા કે ભુગર્ભ ગટરથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ક્યાસમાજના કેટલા મત -વારાહી જૂથ ગ્રામ પંચાયતની ચુંટણી...
  March 21, 03:15 AM
 • સાંતલપુર તાલુકાના બામરોલી પાસે હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લિમિટેડની મુન્દ્રા દિલ્હી પાઇપાલનના પમ્પીંગ સ્ટેશન ખાતે આગ અને લીકેજ સામે કેવી રીતે બચાવ કરવો અને કઇ સાવધાની રાખવી તે અંગે મોકડ્રીલ યોજવામાં આવ્યું હતું. પ્રસંગે મામલતદાર બી.ડી.પટેલ, જીપીસીબીના બી.એમ.પટેલ, એચપીસીએલ મેનેજર અમિતાભસિંઘ, ઓફીસર મહંતો વેંકટરાવ, ઇન્દ્રસિંઘ યાદવ, ઉમંગ શીંદેતેમજ અભીષેક પ્રસાદ હાજર રહયા હતા. જેમાં દરવર્ષે આગ લાગે ત્યારે, લાઇન લીકેજ થાય તો કેવી સાવધાની રાખવી તેની એલર્ટનેશ વધારવામાં આવે છે તેમ...
  March 18, 04:00 AM
 • વારાહી | સાંતલપુર તાલુકાના વારાહી ગામે આવેલ ગૌશાળાનું સંચાલન કરતા જીવદયા ગોશાળા ચેરીટેબલ ટ્રસ્ટને સારા નરસા સામાજિક પ્રસંગોએ દાન ગાયોના નીભાવ માટે મળી રહયું છે જેમાં ગૌમાતાનો સાદ ઇન્દોરના પરિવારને પણ સંભળાયો છે. સંસ્થાને પીયુષભાઇ ઇન્દોરવાળાએ તેમના ઘરે બેબીના જન્મ પ્રસંગે વારાહી ગોશાળા ટ્રસ્ટને રૂ.51000 દાન આપતાં તેઅોની ભાવનાને દાતાઓએ બિરદાવી હતી.
  March 17, 04:05 AM
 • કડીનાવિડજ ગામે ટેન્કરમાંથી તેલ ચોરીનું કૌભાંડ ચાલતુ હોવાની બાતમી આધારે કડી પોલીસને ઉંઘતી રાખી સ્ટેટ મોનીટરીંગ સેલના પી.આઇ. સહિતે ઓચીંતી રેડ પાડી ચોરી કરાયેલ તેલના 17 બેરલના જથ્થા સાથે કુલ રૂ. 355295 ના મુદામાલ સાથે પાંચને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરેલ છે. કડીના વિડજ ગામ સ્થિત હોટલ રાજધાની પાસે કેટલાક ઇસમો તેલ ભરીને પસાર થતા ટેન્કરોમાંથી તેલ ચોરી કરવાનું કૌભાંડ સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ કરી રહ્યા હતા. દરમિયાન કડીના ઇન્ચાર્જ પી.એસ.વાય.જે.રાઠોડ સહિત ડીસ્ટાફને ઉંઘતા રાખી રવિવારને સાંજે સ્ટેટ...
  March 15, 04:25 AM
 • રોઝુપાસે ઊભેલા ટ્રેલરમાંથી તલનો જથ્થો ચોરાયો હતો. સાંતલપુર તાલુકાના રોઝુ ગામના પાટિયા પાસે ટ્રેલર (જીજે 08 ઝેડ 7002) આઇ માતા હોટલના કંમ્પાન્ડમાં ઉભું રાખી ગુરુવારે રાતે તેના ડ્રાઇવર અકલેશ અલ્કેશસિંહ યાદવ ઉંઘી ગયા હતા. ત્યારે કોઇ શખસો કન્ટેનરમાં સીલ તોડી અંદર ભરેલા તલના 748 કટામાંથી 15 કટા કિમત રૂ.15 હજારના ચોરી ગયા હતા. જે અંગે જાણ થતાં ટ્રેલરના ચાલકે સાંતલપુર પોલીસ મથકે અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવી હતી.
  March 7, 03:10 AM
 • સાંતલપુરમાં આશાવર્કર અને આંગણવાડી બહેનોએ મામલદારને આવેદનપત્ર આપ્યુ
  ફિક્સ વેતન તેમજ સમય નકકી કરવા બાબતે આવેદન સાંતલપુરનાવારાહી ગામે તાલુકાના આશાવર્કર તેમજ આંગણવાડી બહેનો દ્વારા ફિક્સ વેતન તેમજ સમય નકકી કરવા બાબતે સાંતલપુર મામલદારને આવેદનપત્ર આપ્યુ હતું. સાંતલપુર તાલુકામાં આશાવર્કર તેમજ આંગણવાડી મા કામ કરતી બહેનો હડતાલ પર આશાવર્કર તેમજ આંગણવાડી બહેનો પાસે વધારે કામગીરી કરાવવામાં આવે છે. ગમે ત્યારે ગમેતે સમયે આરોગ્ય તેમજ અન્ય કોઇ કામગીરી હોય અમારા પાસે કરાવવામાં આવે છે. કામગીરીનો કોઇ સમય નકકી કરવામાં આવેલ નથી અને કામગીરી મુજબ અમને પૂરતો પગાર...
  March 3, 04:35 AM
 • સાંતલપુરનાઉનડી ગામે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલયો કોન્ટ્રાકટર દ્વારા 47 શૌચાલયો બનાવવામાં આવ્યા છે. જેમાં મોટા પ્રમાણમાં ગેરરીતી આચરવામાં આવેલ છે. હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયુ છે. શૌચાલયોમાં મીની પ્લાન્ટ સિમેન્ટ વાપર્યો છે. કૂવા પણ બનાવવામાં આવ્યા નથી. બાબતે ઉનડી ગામના મેરામભાઇ આહિર વગેરે દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં એક માસ અગાઉ રજુઆત કરવા છતા કોઇ પણ કાર્યવાહી કરાઈ નથી.આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને પૂછતાં તેઓએ અમારી પાસે ફાઇલ આવશે ત્યારે...
  March 2, 04:00 AM