Home >> Uttar Gujarat >> Patan District >> Sami
 • સિદ્વપુરમાં પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા, ઠેર-ઠેર સ્વાગત થયું
  સિદ્વપુરમાંપરશુરામ સેના દ્વારા આયોજિત ભગવાન પરશુરામની મહાયાત્રા અખાત્રીજને શુક્રવારે સાંજે 4-30 કલાકે બિંદુ સરોવર સ્થિત ભગવાન પરશુરામના મંદિરથી નીકળી હતી. જેમાં ફરશી સહિત ભગવાન ઉપર અભિષેક, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયાં હતાં. શોભાયાત્રામાં બેન્ડ તેમજ ડીજેના તાલે જય પરશુરામ જય પરશુરામ, હર હર મહાદેવના નારાથી શહેર ગૂંજી ઊઠ્યું હતું. યાત્રામાં જોડાયેલી પ્રત્યેક બહેનોને પરશુરામ સેના દ્વારા કાંડા ઘડિયાળ પ્રસાદ રૂપે ભેટ અપાઇ હતી. બિંદુ સરોવર, છુવારા ફળી, મંડીબજાર, પથ્થરપોળ,...
  April 29, 04:00 AM
 • બાસ્પામાં રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ
  શોભાયાત્રામાં જયશ્રી રામના નારા ગૂંજી ઊઠ્યા સમીતાલુકાના બાસ્પા ગામે રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આરંભ થયો છે. પ્રથમ દિવસે યજ્ઞમંડપ પ્રવેશ, દીપ પ્રાગટ્ય સહિતના ધાર્મિક કાર્યક્રમો બાદ શુક્રવારે બીજા દિવસે વિશાળ શોભાયાત્રા નીકળી હત. શનિવારે પ્રતિષ્ઠા વિધિ થશે. શુક્રવારે જલયાત્રા શોભાયાત્રા વરઘોડામાં બગીઓમાં રામજી ભગવાન, સીતામૈયા, લક્ષ્મીજી અને હનુમાનજીની પ્રતિમા લવાઇ હતી. જયશ્રી રામ અને જય હનુમાનજી મહારાજ, જય પરશુરામના નાદ ગૂંજી ઊઠ્યા હતા. ડીજે સાથે ભક્તિ સંગીતના તાલે...
  April 29, 04:00 AM
 • નાનીચંદુરમાં ધરતીપુત્રો દ્વારા અખાત્રીજે સામુહિક હળોતરા
  છેલ્લા 24 વર્ષથી થઇ રહી છે યોગેશ્વર કૃષિ અખાત્રીજએટલે ધરતીપુત્રોના આવનારા નવા વર્ષની સફળતાના શ્રી ગણેશનું પર્વ. ચાલુ વર્ષે ધરતીપૂજા, હળોતરાના અલગ અલગ મુહૂર્ત આવ્યા છે. ત્યારે શુક્રવારે સમી તાલુકાના નાની ચંદુર ગામે 250 ઉપરાંત ખેડૂતોએ ટ્રેકટર, હળ અને કોદાળી લઇ એક ખેતરમાં સામુહિક ધરતીપૂજન અને હળોતરા કરી નવા વર્ષનાં શુકન કર્યાં હતાં. સમી તાલુકાના નાની ચંદુર ગામે 24 વર્ષ પહેલાં પાંડુરંગ દાદાના સાનિધ્યમાં યોગેશ્વર ભગવાનના સ્વાધ્યાય પરિવારમાં લોકો ધાર્મિક પ્રવૃતિમાં જોડાયા હતા. ત્યારથી...
  April 29, 04:00 AM
 • લોટેશ્વરમાં અમાસે શ્રધ્ધાળુઓએ પિતૃતર્પણ કરી પીંપળે જળ ચઢાવ્યુ
  ઉત્તર ગુજરાત અને ખારાપાટમાંથી માતૃ-પિતૃ તર્પણ માટેલોકો આવેે છે શંખેશ્વરસમી તાલુકાના વઢીયાર પંથકમાં બિરાજમાન લોટેશ્વર મહાદેવ ખાતે ચૈત્ર વદ અમાસ ના દિવસે પંથકના ભાવિકો ધ્વારા દર્શન અને પિતૃ તર્પણ વિધી કરાવી પિતૃ કૃપા મેળવવા પ્રાર્થના કરાઈ હતી. બુધવારે પિતૃ અમાસે બુધ અમાસનો સંયોગ થતા લોટેશ્વર ખાતે બિરાજમાન લોહેશ્વર મહાદેવના સાનિધ્યમાં વઢીયાર પંથકમાંથી શ્રધ્ધાળુઓ ધ્વારા પિતૃ તર્પણ અને મહાદેવની પૂજા કરાઈ હતી. શ્રધાળુઓ ધ્વારા પાંચ કુંડમાં સ્નાન કરી પીંપળે 11 વખત પ્રદિક્ષણા કરી જળ...
  April 27, 02:55 AM
 • સમી | સમીતાલુકાના બાસ્પા ગામે ત્રણ દિવસીય ભક્તિમય મહોત્સવમાં પ્રથમ
  સમી | સમીતાલુકાના બાસ્પા ગામે ત્રણ દિવસીય ભક્તિમય મહોત્સવમાં પ્રથમ દિવસે ગાયત્રી પરીવાર ધ્વારા ગામના તમામ મંદિરોમાં ગાયત્રી યજ્ઞ યોજાયો હતો.જેમાં ગ્રામજનો ધ્વારા તમામ મંદિરોમાં મહોત્સવ ઉજવીને એક અનોખી રીતે મંદિરોના જીણોધાર કરી દેવ મંદિરોમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી રહ્યા છે. તેમાં સમગ્ર ગામજનો અવસર જેમ જોડાયા હતા અને સંતવાણી રાસગરબા જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. બાસ્પા ગામે તમામ મંદિરે સામુહિક ગાયત્રી યજ્ઞ યોજાયો
  April 27, 02:55 AM
 • મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, CCTV કેમેરા હોવાથી ફાવી ગયા સમીતાલુકાના નાયકા ગામે તળાવ કિનારે આવેલા બહુધા માતાજી બુટભવાની મંદિરે ગત રાત્રે તસ્કરો ત્રાટકતાં માતાજીની ચાંદીની 5 કીલો વજનની ઘરેણાં સહીત વસ્તુઓ તફડાવી જતાં પોલીસે 66 હજારની ચોરી થયાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નાયકા ગામે તળાવ કિનારે આવેલંુ શ્રી બહુધા માતાજીનું મંદીરમાં મોડી રાત્રે 12 થી 3 ના ગાળામાં તસ્કરોએ મંદીરના મુખ્ય દરવાજાનું લોક તોડીને 5 કિલોથી પણ વધારે વજનના ચાંદીના આભુષણો અને ચીજ વસ્તુઓ ચોરી ગયા હતા. ગુરુવારે વહેલી...
  April 21, 04:50 AM
 • સમી| તાલુકાનાનાનીચંદુર ગામે તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી અંગેની અદાવત રાખી માર માર્યો હતો. જેમાં ઠાકોર નાગજીભાઇ ગુગાભાઇને તેમના ગામના ઠાકોર ભોપાજી શંકરજી અને હિરાજી શંકરજી ઠાકોરે ચૂંટણીની અદાવત રાખી ને કહેલ કે તું ચૂંટણીમાં ઉભો રહી માર ખાવાનો થયો છે તેમ કહીને ગટાપાટુનો માર મારી છૂટો પથ્થર મારી ધમકી આપી હતી. અંગે સમી પોલીસ મથકે 2 શખસો સામે ફરિયાદ નોંધાવી હતી. નાનીચંદુર ગ્રામ પંચાયતની ચૂંટણી અદાવતમાં ઝઘડો
  April 18, 04:50 AM
 • મહેસાણા | કડીતાલુકાના રાજપુર ગામની સીમમાં રેઇમ્બો કંપનીના ગોડાઉનમાંથી ત્રણેક મહિના પહેલા રાત્રીના સમયે બારીના કાચ તોડીને અંદર પ્રવેશ કરી ગામના ચાર શખ્સોએ 30 એમ એમનો 450 ફુટ કેલબ કિ.એક લાખ તેમજ એક ઇલેક્ટ્રીક મોટર રૂા. ત્રણ હજાર ,લોખંડની પાઇપો સહિત અન્ય ભંગાર સરસામાનની ચોરી કરી હતી.આ બનાવ અંગે કલોલની દ્વારકેશ સોસાયટીના ડાહ્યાભાઇ હરગોવનદાસ પટેલે નંદાસણ પોલીસ સ્ટેશનમાં રાજપુર ગામના સોહીલખાન નસીબખાન પઠાણ, મોસીન સરૂમીયા કુરેશી, સીકંદર અજીતખા પઠાણ અને યુનુસમીયા દાઉદમીયા કુરેશી વિરુધ્ધ...
  April 17, 09:00 AM
 • ગ્રામજનોના સહકારથી ટેન્કર દ્વારા પાણી લાવી બાળકોને પીવા માટે અપાય છે શાળાની તકલીફ નિવારવામાં તંત્ર સદંતર નિષ્ફળ સમીતાલુકાના બાબરી અને ચાંદરણી જુથ ગ્રામપંચાયતની પ્રાથમિક શાળામાં છેલ્લા ચાર માસથી પાણી આવતુ નથી. શાળામાં આવતા બાળકોને પીવા ના પાણી માટે અને મધ્યાન ભોજનની રસોઇ માટે ટ્રેકટરના ટેન્કર ધ્વારા પાણી લવાય છે. સર્જાયેલી તકલીફ દૂર કરવા સરકારી તંત્ર ધ્વારા કોઇ પગલા લેવામાં આવ્યા નથી પરિણામે ધગધગતી ગરમીમાં પાણીની સુવિધા વગર બાળકો ત્રાહિમામ પોકારી ગયા છે. નવિન પાઇપલાઇન નાખીને પાણી...
  April 15, 03:50 AM
 • સમીતાલુકાની ગ્રામ પંચાયતોની ચુંટણીની મત ગણતરીની પ્રક્રિયા બાદ પરીણામો જાહેર થતા વિજેતા છાવણીમાં અબિલ ગુલાલની છોળો ઉડી હતી જ્યારે હારેલા ઉમેદવારો નિરાશ થઇ ઘર તરફ પાછા ફર્યા હતા જેમાં કહી ખુશી કહી ગમ નો માહોલ સર્જાયો હતો. સમી તાલુકાના 22 ગ્રામ પંચાયતની ચુંટણીઓમાં 5 ગ્રામ પંચાયતો સમરસ બનતાં 17 પંચાયતોની ચુંટણી યોજાઇ હતી. મંગળવારે મતગણતરી શરૂ થયા બાદ સૌ પ્રથમ પરીણામ સોનાર ગામનુું 9:11 કલાકે જાહેર થયુ હતું.સમી ગામના વોર્ડ નં- 1 ના સભ્યો વચ્ચે 146 મતોની ટાઇ પડતા ચિઠ્ઠી ઉછાળી વિજેતા જાહેર કરાયા હતા....
  April 13, 06:20 AM
 • ખેડુતોનીજીવાદોરી સમાન નર્મદા કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ખેડુત અને પશુપાલકોની કફોડી હાલત થવા પામી છે. ઉનાળુ રજકાબાજરી, રજકો,જુવારના ઘાસચાર સાથે ઉનાળુ બાજરીનું વાવેતર કરવામાં આવ્યુ છે. તે પાક હાલમાં પાણી વિના સુકાઇ રહ્યા છે. પાક બચાવવા 15 દિવસમાં ત્રણથી ચાર દિવસ પાણી આપવામાં આવે તેવું જગતનો તાત ઇચ્છી રહ્યો છે. સમી- હારીજ તાલુકામાં નર્મદાના પાણી શરૂ થયા પછી પશુપાલન અને કૃર્ષિદર સારા પ્રમાણમાં વધ્યો છે. જેના કારણે ખેડુતો પશુપાલન નો ધંધો કરી અાર્થીક મેળવતા થયા છે. પણ 31 માર્ચથી નર્મદાના પાણી...
  April 11, 04:05 AM
 • સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના આદિજાતિ વિકાસ વિભાગના વર્ગ-2 અધિકારી ધીરેનકુમાર નટવરલાલ મકવાણાએ આઉટ સોર્સીંગ એજન્સીનું બાકી બીલ ચૂકવવા રૂ.1 લાખની માગણી કરી મંગળવારે સાંજે અમદાવાદ એસીબીએ ગોઠવેલા છટકામાં રૂ. 50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. ધીરેન મકવાણાએ ગુજરાત ઇન્ટેલીજન્સ એન્ડ આઉટ સોર્સીંગ એજન્સીના લેવાના નીકળતા નાણાંનો ચેક ઇશ્યુ કરવા રૂ.1 લાખની માગણી કરી હતી. એજન્સીનું આસીસ્ટન્ટ કમિશ્નર ઓફીસ ઓફ ટ્રાયબલ ડેવલપમેન્ટ સાબરકાંઠા દ્વારા જિલ્લાની અલગ અલગ સરકારી શાળાઓમાં 19 સફાઇ સેવક અને...
  April 6, 03:40 AM
 • સમી | સમી તાલુકાના વરાણા ખાતે ચૈત્રી નવરાત્રીમાં આધશક્તિના આરાધના અને ભક્તિ પર્વના પવિત્ર દિવસોમાં શનિવારથી મંગળવાર સુધી પ.પૂ.સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ( દંતાલીવાળા) મહારાજનું ચતુર્થ દિવસીય જ્ઞાનસત્ર ચાલી રહયુ઼ છે જેમાં પુજ્ય મહારાજ ભાવિકોને જ્ઞાન વૈભવ પીરસી રહ્યા છે. ધાર્મિક પ્રવચનનો લાભ લેવા વઢિયાર પંથકમાંથી શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. પ્રસંગ આયોજન તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રણજીતસિંહ(દાનુભાઇ) પથુભાઇ સિંધવ ધ્વારા બપોર સાંજે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરી છે.
  April 4, 05:00 AM
 • સમીતાલુકાના મહમદપુરા (બાસ્પા) ગામનો યુવાન મંગળવારે રાત્રે બાઇક લઇ ઘરેથી સમી જવા નીકળ્યો હતો, ત્યારે વરાણા નજીક પાછળથી આવતા વાહને ટક્કર મારતાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું. મૃતકના ભાઇએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મહમદપુરા (બાસ્પા) ગામનો ઠાકોર ભલાભાઇ વિરજીભાઇ (40) મંગળવારે રાત્રે ઘરેથી સમી જઇને આવું છું કહી નીકળ્યો હતો. તે બાઇક લઇને વરાણા ગામના પાટિયા નજીકથી પસાર થતો હતો ત્યારે અજાણ્યા વાહને પાછળથી ટકકર મારતાં તે બાઇક સાથે રોડ પર પટકાતાં બસસ્ટોપ પર ઉભેલા...
  March 30, 09:20 AM
 • મહેસાણા | રિલાયન્સકંપનીએ ગમાનપુરા થી કટોસણ ગામની સીમમાં ટ્રાન્સમીશનો મુંકેલા હતા.જે ટાવરોમાંથી 400 કે.વી.વિજપ્રવાહ ચાલુ હોઇ અકસ્માતની શક્યતા નકારી શકાય તેમ હોઇ કેટલાક મહિનાઓ પૂર્વે અહી આવેલા 35 જેટલા ટાવરોને ફરતે ફેન્સીગ વાડ કરવામા આવી હતી.જેના પર નજર જમાવીને બેઠેલા તસ્કરો ટાવરોને ફરતે લગાવેલ રૂ 20હજારની 7હજાર મીટરની કાંટાળા વાયરો ચોરી ગયા હતા.ઉપરોકત ચોરીની જાણ સંજીબ[ સાંથલ પોલીસ મથકમાં ગુનો નોધાવ્યો હતો.
  March 29, 04:50 AM
 • મહેસાણા | ઉનાવાદરગાહ નજીક રમી રહેલો 6 વર્ષનો સમીર ગુમ થવાની ઘટનાએ પરિવાર નહી પોલીસને દોડતી કરી મુંકી છે.બાળકને કોઇ ફકીર અજમેર તરફ લઇ ગયો હોવાની શંકાના આધારે તપાસનો દોર લંબાયો છે.બનાવના 3 દિવસ બાદ ઉનાવા પોલીસ મથકમાં ગુનો નોધાતા તપાસ હાથધરાઇ છે. બાળકનુ અપહરણ કોઇ ફકીરે કર્યુ હોવાની સાથોસાથ તેને અજમેર લઇ જવાયો હોવાની પરિવારે વ્યક્ત કરેલી શંકાને આધારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
  March 26, 07:40 AM
 • સમીમાં કરાર આધારિત કર્મચારીઓની હડતાળ
  સમાન કામ સમાન વેતન અંગે ટીડીઓને રજૂઆત, કર્મચારીઓની હડતાળથી કામગીરી ખોરંભે ચડી સમીતાલુકામાં ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓએ પગાર વધારો સમાન કામ સમાન વેતનની માંગણી સાથે અચોકસ મુદ્દતની હડતાળ શરૂ કરી છે. ગુજરાત સરકાર સાથે કામ કરી રહેલા 11 માસ કરાર આધારિત આઉટ સોર્સિંંગ રોજમદાર કર્મચારીઓ સમાન વેતનની માગણી સાથે તાલુકા પંચાયત કચેરીએ જઇ તાલુકા વિકાસ અધિકારી કે.એમ. પરમારને આવેદનપત્ર પાઠવી તેમની માગણીઓ રજૂ કરી હતી અને અચોકકસ મુદતની હડતાળ ઉપર ઉતરી ગયા હતા. કર્મચારીઓની હડતાળથી કચેરીઓની...
  March 23, 03:40 AM
 • ઘટી રહેલા દર્શકો અને વાર્તાઓની અછત
  ઘટી રહેલા દર્શકો અને વાર્તાઓની અછત સિનેમાઉદ્યોગના વિચારવાન લોકોની ચિંતા છે કે દર્શકોની સંખ્યા સતત ઘટી રહી છે. આજે મનોરંજનના અનેક વિકલ્પ છે. કાયદો અને વ્યવસ્થા મંદ છે, માટે ઘરમાંથી બહાર નીકળતા ડર લાગે છે. શું ઓછા દુ:ખની વાત છે કે આપણી સૌથી વધુ સફળ ફિલ્મો પણ ચાર કરોડથી વધુ લોકોએ સિનેમાઘરમાં નથી જોઈ. ટેલીવિઝન પર પ્રદર્શનને વધુ લોકો જોઈ શકે છે. મોટા શહેરોમાં બનેલી બહુમાળી ઈમારતોમાં એક સિનેમાઘર હોવાથી રહેવાસી સુગવડપૂર્વક ફિલ્મ જોઈ શકે છે અને ભીડવાળા સર્પાકાર રસ્તાઓ પર ચાલવાથી બચી શકે છે. આજકાળ...
  March 23, 03:40 AM
 • સમીમાં બહુચર મંદિરમાં ચોરી રૂ.25,500નાં આભૂષણો ગયાં
  સમી ગામના વાંટાવાસમાં આવેલા બહુચર માતાજીના મંદિરના પૂજારી જયંતિભાઇ જયશંકર જાની સોમવારે સંધ્યા આરતી કરી મંદિરનો દરવાજો બંધ કરી ઘરે ગયા હતા. રાત્રિ દરમ્યાન તસ્કરોએ ગર્ભગૃહના દરવાજાના લોક તોડી માતાજીના આભૂષણો ચોરી ગયા હતા. મંદિરના પુજારી મંગળવારે સવારે પૂજા માટે મંદિરે આવ્યા ત્યારે માતાજીનો ચાંદીનો કૂકડો સવા કિલોનો રૂ.9000, ચાંદીનું છતર 350 ગ્રામ રૂ.4000, ચાંદીનો મુગટ 400 ગ્રામ રૂ.4500, ચાંદીનું ત્રિશૂલ 350 ગ્રામ રૂ.4500, ચાંદીનો ગિલેટવાળો હાર 350 ગ્રામ રૂ.4000 ચોરી થયાનું માલુમ પડતાં ટ્રસ્ટી પંડ્યા...
  March 22, 04:05 AM
 • કલોલશહેરમાં વધી રહેલા ગુનાખોરીનાં બનાવોમાં લૂંટનાં બનાવો પણ સામે આવતા રહે છે. ત્યારે કલોલ રેલ્વે પુર્વ માર્કેટ યાર્ડ પાસે નાગરીક પર છરીથી હુમલો કરીને લૂંટી લેવાની ઘટના સમી સાંજે બનતા વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. લૂંટનો ભોગ બનનાર વેપારીએ કલોલ પોલીસ સ્ટેશનમાં અંગે ફરીયાદ આપ્યા બાદ પોલીસે લૂંટારૂ શખ્સની ધરપકડ કરીને લૂંટની રોકડ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કલોલ પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર કલોલ રેલ્વે પુર્વનાં ત્રિકમનગર વિસ્તારમાં રહેતા સુરેશભાઇ રામપ્રસાદ કહાર...
  March 21, 03:15 AM