Home >> Uttar Gujarat >> Patan District >> Radhanpur
 • રાધનપુર | રાધનપુરમાંહિંમત વિધાનગર સ્થિત અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સ઼ચાલીત બી.એડ અને એમ.એડ કોલેજના છાત્રોનો દિક્ષાંત સમારોહ કોલેજના દાતા અને કોષાધ્યક્ષ ધીરૂભાઇ પંપવાળાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર પ્રશિક્ષણાર્થીઓને ઇનામ વીતરણ કરાયું હતું. ટ્રસ્ટ પ્રમુખ મહેશભાઇ મુલાણી, ટ્રસ્ટના રાયચંદભાઇ ઠકકર, સેક્રેટરી ડો. નવીનભાઇ ઠકકર, આર્ટ્સ કોલેજના આચાર્ય ડો.સી.એમ.ઠકકર, યજમાન કોલેજના આચાર્ય બી.પી.દવે, રોનકભાઇ સુખડીયા વગરે હાજર રહ્યા હતા.
  07:30 AM
 • આચાર્યને લાફો મારવાનો આક્ષેપ છે તે શિક્ષકની બદલી કરી દેવાઇ જિલ્લા શિક્ષણસમિતીના ચેરમેન લવીંગજી સોલંકીના જણાવ્યા મુજબ પ્રકરણમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતી દ્વારા શિક્ષક ચૌધરી મહાદેવભાઇ વાલાભાઇની તાત્કાલીક અસરથી નાની પીંપળી શાળામાં બદલી કરવામાં આવી છે. બંધવડ શાળામાં શુક્રવારે સવારે શંકુબેન મકવાણા સહીત ચાર શખ્સો અને અન્ય 50 થી 60 માણસોનું ટોળુ ધસી જઇ શિક્ષકોની ફરજમાં રૂકાવટ કરી કર્મચારીઓ અને બાળકોને મારપીટ ,ફર્નીચર બાઇક એકટીવાની તોડફોડ કરવા બદલ શીક્ષક નરસુંગભાઇ ધારસીભાઇ પ્રજાપતિએ...
  07:30 AM
 • આઝાદી બાદ પ્રથમવાર આલુવાસના સરપંચ સાંતલપુરતાલુકાની ધોકાવાડા જૂથ ગ્રામ પંચાયત સમરસ બની છે. અને આઝાદી બાદ પ્રથમવાર આલુવાસના ઉમેદવારો સરપંચ,ઉપસરપંચ બનવા પામ્યા છે. જેમાં સરપંચ તરીકે વજાભાઇ દેવાયતભાઇ આહિર અને ઉપસરપંચ તરીકે કરીમખાન ફુલજી રાઉમાં ચૂંટાઇ આવ્યા હતા. બંને આલુવાસના છે . ધોકાવાડા ગામના 1650 મતદારો અને આલુવાસ ગામના 225 મતદારો હોવા છતાય તાલુકા પંચાયતના પ્રમુખ જીવણભાઇ આહિર, જિલ્લા પંચાયત સદસ્ય માદેવભાઇ આહિર, પૂર્વ સરપંચ કાનાભાઇ આહિર વગરેના પ્રયાસોથી ધોકાવાડા જૂથ ગ્રામ પંચાયત સમરસ...
  07:30 AM
 • હારિજ | સમીરાધનપુર હાઇવે રોડ ઉપર વરાણા બાસ્પા ગામ નજીક રાત્રેના અરસામાં એક અજાણો યુવાનને કોઇ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી ત્યાર અરસામાં પસાર થતા વાહન ચાલકોએ 108 ફોન કરી સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો જયાં તેનું સાવાર દરમ્યાન કમકમાટી ભર્યૂ યુવાનનું મોત થયુ હતું. તે યુવાનના જમણા હાથની કલાઇ ઉપર D.C.કોતરાવેલ છે જો કોઈ વાલીવારસ મળે ત્યાં સુધી ધારપુર હોસ્પિટલ પીએમ કરી ઘટનાની તપાસ સમી પોલીસ ચલાવી રહિશે તેવું પોલીસ કોન્સટેબલ.અજમલભાઇ જણાવ્યુ હતું.
  March 25, 03:55 AM
 • રાધનપુરના મોટીપીંપળી પાસે ટ્રકની ટકકરે યુવકના શરીરના બે ટૂકડા થયા
  રાધનપુરથી ઘરે જતા યુવકને યમદુતી ટ્રકે યમસદન પહોંચાડી દીધો જામવાડા ગામનો 25 વર્ષીય યુવાન આલાભાઇ મોમાયાભાઇ આહિર શુક્રવારે બપોરે 12 વાગ્યાના સુમારે બાઇક લઇને રાધનપુરથી જામવાડા તરફ જઇ રહ્યો હતો સમય દરમ્યાન પૂરઝડપે આવી રહેલી ટ્રક નં- જીજે 52 જીએ 1589 ના ચાલકે જોરદાર ટકકર મારતા બાઇકના ફુરચે ફુરચા ઉડી ગયા હતા જ્યારે યુવક આલાભાઇના શરીરના કમરના ભાગેથી બે ટુકડા થઇ અલગ અલગ ફેંકાઇ ગયા હતા. પેટના આંતરડાં બહાર નીકળી રોડ ઉપર ફેલાઇ ગયા હતા. ભયાનક દ્રશ્ય જોનારા લોકો આંચકો ખાઇ હેબતાઇ ગયા હતા. પોલીસ સૂત્રોના...
  March 25, 03:55 AM
 • શિક્ષકે આચાર્યને લાફો મારતા થયેલી રજૂઆત બાદ પ્રા.શિક્ષણ અધિકારીએ જાહેરમાં ખખડાવતા બે દિવસથી ગુમ
  રાધનપુરતાલુકાના બંધવડ પગાર કેન્દ્ર શાળાના આચાર્ય ગુમ થઇ ગયા બાદ મળી આવ્યા નથી ત્યારે શુક્રવારે પરીવારની મહિલાઓ શાળામાં ધસી જતાં હોબાળો મચી ગયો હતો જેને લઇ અધિકારીઓ પણ દોડી ગયા હતા અને માંડમાંડ મામલો થાળે પાડયો હતો. શાળાના સૂત્રોના જણાવ્યા મુજબ એક શિક્ષકે આચાર્યને લાફો મારતાં આચાર્યએ પ્રાથમિક શિક્ષણાધિકારીને ફરીયાદ કરતાં તપાસમાં આવેલા અધિકારીઓ સમક્ષ કોઇ રજુઆતો થતાં શિક્ષણાધિકારી પંડયા અને તાલુકા શિક્ષણાધિકારી ભીખાભાઇ ચૌધરીએ આચાર્ય દેવાભાઇ માવજીભાઇ મકવાણાને જાહેરમાં ખખડાવતાં...
  March 25, 03:55 AM
 • રાધનપુર નજીક વાહનની ટક્કરે બાઇકચાલકનું મોત
  રાધનપુરમાંબાર એસોસીએશનના પ્રમુખ બાબુભાઇ મકવાણાને ત્યાં છેલ્લા 16 વર્ષથી કલાર્ક તરીકે ફરજ બજાવતા 42 વર્ષિય ઠાકોર યુવાન મહાદેવભાઇ ધારસીભાઇના બાઇકને અજાણ્યા વાહનચાલકે ટકકર મારતાં તેમનું ઘટના સ્થળે મોત થતાં સમાજ તેમજ વકીલવર્તુળમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી. મહાદેવભાઇ ઠાકોર સોમવારે નવિન કોર્ટ સંકુલમાં પ્રથમ દિવસે કામકાજ આટોપીને સાંજે બાઇક (જેજી 24 કયુ 4303) લઇ પોતાના ઘેર મહેમદાવાદ જવા નીકળ્યા હતા. સાંજે 7 વાગ્યાના સુમારે ઠાકોરવાસથી થોડાક આગળ પહોંચ્યા, ત્યાં કોઇ અજાણ્યા વાહને જોરદાર ટકકર...
  March 22, 03:55 AM
 • સાંતલપુરતાલુકાના ફાંગલી ગામે છેલ્લા પાંચ વર્ષથી પીવાના પાણીની સમસ્યા સર્જાઇ રહી છે, જેમાં લોકોની માંગણી મુજબની વ્યવસ્થા કરાતી હોઇ પાણીની તકલીફ હલ થતી નથી. પહેલા સિધાડા મેઇન ટાંકીમાંથી ડાલડી- જામવાડા થઇને ફાંગલી સુધી પાણી આવતું હતું. પરંતુ પાંચ વર્ષથી ઝઝામ નર્મદા કેનાલમાંથી પાણી આપવામાં આવતું હોઇ ફેરફારથી કયારેય ગામને પૂરતું પાણી મળતું નથી. ઉપરાંત, નર્મદા કેનાલમાંથી પાણી ફિલ્ટર કર્યા વગર આપવામાં આવતું હોઇ રોગચાળો ફાટી નીકળવાનો પણ ડર રહે છે. ગામના લોકોઅે પાણી પુરવઠા વિભાગને લેખિતમાં...
  March 22, 03:55 AM
 • રાધનપુર | રાધનપુરનજીક સરદારપુરાની સીમમાં વૃંદાવનધામ ગુરુમઢીમાં ચાલતી શ્રીમદ ભાગવત
  રાધનપુર | રાધનપુરનજીક સરદારપુરાની સીમમાં વૃંદાવનધામ ગુરુમઢીમાં ચાલતી શ્રીમદ ભાગવત સપ્તાહની વ્યાસપીઠ પર નાયતવાડાના કમલેશ મહારાજે કથા શ્રવણ કરાવી રહ્યા છે. કથાની બુધવારે પૂર્ણાહુતિ થનાર છે. કથાના મુખ્ય યજમાન સરદારપુરાના ચૌધરી વીરાભાઇ રામજીભાઇ અને યજ્ઞના આચાર્ય તરીકે ભીલડીના લાલજી મહારાજ હતા.ગુરુગાદીના મહંત શંભુપુરી બાપુએ કથામાં ઉપસ્થિત સૌને આશીર્વચન પાઠવ્યા હતા. રાધનપુરમાં ગુરુમઢી ખાતે કૃષ્ણ જન્મોત્સવ ઊજવાયો
  March 22, 03:55 AM
 • મહેસાણામારાધનપુર ચોકડી પર પીકઅપ સ્ટેન્ડ પાસે એસટી બસમા ચઢવા જઇ રહેલા મુસાફરના ચોર ખિસ્સામાંથી ચોર રોકડ રૂ 70હજાર ચોરી ગયાની ઘટના શહેર બી ડીવીજન પોલીસ મથકમાં નોધાઇ છે. ચાણસ્માના કંબોઇગામના પ્રવિણભાઇ ગોપાળભાઇ પરમારને અમદાવાદ જવાનુ હોઇ મહેસાણાના રાધનપુર ચોકડી પર આવેલા પીકઅપ સ્ટેન્ડ પર બસની રાહ જોઇને ઉભા હતા.દરમિયાન સવારે 8 કલાકે એસટીબસ આવતા તેઓ તેમા ચઢી ગયા હતા અને જ્યારે કંડકટરે ટીકીટ માટે નાણા માંગતા પ્રવિણભાઇ ચોંકી ગયા હતા. પેન્ટમા ચોર ખિસ્સામાં મુંકેલ રોકડ રૂ 70હજાર ચોરી થયાની જાણ...
  March 22, 03:55 AM
 • રાધનપુર | રાધનપુરમા હિંમત વિદ્યાનગર સ્થિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રોફેસર ડો. ભરતભાઇ સ્વ. ચીનુ મોદી ના નાટકો પર પી.એચ.ડી કરી છે. અને સ્વ. ચીનુ મોદીના નાટકો અને એકાંકીઓનો સંશોધનાત્મક અભ્યાસ કરી ચીનુ મોદીનું નાટ્ય સાહિત્ય, પ્રયોગશીલ એકાંકીકાર ચીનુ મોદી જેવા પુસ્તકો પ્રગટ કરી ચુક્યા છે. સ્વ. ચીનુ મોદીના અવસાનથી સાહિત્ય જગતમાં દુ:ખની લાગણી પ્રસરી હોવાનું ડો. ભરતભાઇ કાનાબારે જણાવ્યુ હતુ.
  March 21, 03:15 AM
 • રાધનપુરતાલુકાનાબંધવડગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મહાદેવભાઇ વાસાભાઇ ચૌધરી શાળામાં રોજે રોજ મોડા આવે છે. શાળામાં આવ્યા બાદ મોટાભાગનો સમય મોબાઇલ ફોન ઉપર લાગેલા રહે છે. વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ ભર્યો વ્યવહાર કરે છે મનફાવે તેમ માર પીડ કરે છે. આચાર્યનું કહેવું માનતા નથી. કાંઇ કહેવા જાય તો આચાર્ય સાથે ઝઘડો કરે છે. અને મોટું નુકશાન કરવાની ધમકીઓ આપતા હોવાની ગામના 168 જેટલા ગ્રામજનોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિતમાં રજુઆત કરી છે. ઉપરાંત શાળાના આચાર્ય દેવાભાઇ મકવાણાએ...
  March 21, 03:15 AM
 • સાંતલપુરતાલુકાના મુખ્ય મથક એવા વારાહી જૂથ ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચ પદ માટે કરમકશ ભર્યો જંગ ખેલાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. કુલ 11હજારની વસ્તી અને 7453 મતદારો ધરાવતી ગ્રામ પંચાયતમાં ત્રણ મહિલા ઉમેદવારો મેદાને જંગમાં છે. જેમાં જીર્વાબેન હાજીખાન મલેક, સાબિરાબેન કમાજી મલેક અને રસીદાબેન અલેફભાઇ મલેકનો સમાવેશ થાય છે. જ્યારે કુલ 14 સભ્યોની ચુંટણીમાં 7 સદસ્યો બિનહરિફ ચુંટાઇ આવ્યા છે. અને 7 સદસ્યોની ચુંટણી યોજાનાર છે. વારાહી જૂથ ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચ તરીકે ચુંટાઇ આવેલા હાજીખાન...
  March 21, 03:15 AM
 • રાધનપુરમાં ભારત વિકાસ પરીષદ દ્વારા રવિવારે પર્યવરણ જાગૃતિ અભિયાન અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. મસાલીરોડ સ્થિત આશાપુર માતાજીના મંદિરથી ગાયત્રીમંદિર હાઇવે ચાર રસ્તા મુખ્ય બજાર થઇ પરાંમા જૈન બોર્ડિંગ સુધી યોજાયેલી રેલીમાં સંસ્થાના પ્રમુખ જગદીશ પટેલ, પ્રકાશ મુખી, જગદીશભાઇ ઠકકર, મુકેશભાઇ સોની, ભરતભાઇ પ્રજાપતિ, કમલેશભાઇ તન્ના સહિત સાૈથી વધુ સાયકલ સવારો જોડાયા હતા. રેલીમાં પેટ્રોલ ડિઝલનો વપરાશ ધટાડી વાતાવરણમાં પ્રદુષણ ધટાડવા, પાણીનો બગાડ નહિ કરવો, જન્મ દિવસ પ્રણ્યતિથીએ...
  March 20, 02:50 AM
 • રાધનપુરમાં રવિવારે ચકલદિનના એક દિવસ અગાઉ ભારત વિકાસ પરીષદ દ્વારા ચકલી બચાવો અભિયાન અંતર્ગત ખાસ શામિયાણો બનાવીને લોકોને મફતમાં ચકલીધર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. પ્રસંગે પ્રહલાદભાઇ તન્ના, વિજયભાઇ વનજાની, રાજુભાઇ અખાણી, હરેશભાઇ કકકડ ,ધરતીબેન ઠકકર , કિશોરીબેન ઠકકર, વનિતાબેન સોની સહિતે સેવા બજાવી હતી. વેપારીમંડળ અને ડોકટર્સનો સહયોગ મળ્યો હતો.
  March 20, 02:50 AM
 • ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ મોહિન્દર પાલના હસ્તે લોકાર્પણ થયુ
  રાધનપુરમાંમહેસાણા રોડ ઉપર નર્મદાયોજનાની કચેરી પાસે સાડા કરોડ રૂપિયાનાં ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક સિવિલ કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ રવિવારે ગુજરાત હાઇકાર્ટના જસ્ટીસ મોહિન્દર પાલના હસ્તે રાખવામાં આવ્યુ હતું. સમગ્ર કોર્ટ સંકુલના નિરિક્ષણ બાદ હાઇકોર્ટના જસ્ટીસ મોહન્દર પાલ ભાવવિભોર બની ગયા હતા. અને જણાવ્યુ હતુ કે પંજાબ અને ગુજરાતમાં અનેક કોર્ટ સંકુલો જોયા છે. પરંતુ રાધનપુરના કોર્ટ સંકુલ જેવી અત્યાધુનિક સુવિધાઓ ક્યાંય જોવા મળી નથી. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એમ.કે.દવેએ પ્રસંગે જણાવ્યુ...
  March 20, 02:50 AM
 • મહેસાણામાંમેગી-ચોકલેટની દુકાનમાં ડ્રોઅરમાંથી 46 હજારની રોકડ ચોરનાર શખસને પોલીસે ઝડપી લીધો છે. શહેરમાં ઉત્તરાયણે થયેલી ચોરીની ઘટનામાં બી ડીવીઝન પોલીસ ભેદ ઉકેલવા મથામણ કરી રહી હતી. દરમ્યાન બાતમી મળેલ કે ગુડલક સેલ્સ એજન્સીની ચોકલેટ તથા મેગીની દુકાનમાંથી ચોર કરનાર મૂળ ખેરાલુના ડભોડા અને હાલ મહેસાણા તાવડીયા પરમેશ્વર સોસાયટીના મકાન ન઼બર 12માં રહેતો દીપકકુમાર ઉર્ફે દીપાજી ડાહ્યાજી ઠાકોર રાધનપુર ચોકડી પાસે ઊંઝા પીકઅપ સ્ટેન્ડ ઉપર ઉભો છે. જે આધારે પોલીસ દોડી ગઇ હતી અને વિસ્તાર કોર્ડન કરી તેને...
  March 20, 02:50 AM
 • બજેટ સર્વાનુમતુ પસાર કરવામાં આવ્યુ
  સાંતલપુરતાલુકા પંચાયતની શનીવારે મળેલી સામાન્ય સભામાંરૂા.70.70 કરોડની અાવક સામે રૂા.60.62 કરોડના ખર્ચ બાદ રૂા.10.08 કરોડની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યુ હતું. સામાન્ય સભામાં તાલુકા પંચાયતના પ્રમુખ જીવણભાઇ આહિર, ઉપ પ્રમુખ જાહિદખાન મલેક, સદસ્યો અજાભાઇ આહિર, મંગુબેન ઠાકોર, રાણાભાઇ આહિર, ધનીબેન ચૌધરી, વાધાભાઇ ઠાકોર,રાણાભાઇ આહિર, ઇશ્વરભાઇ પરમાર વગરે ઉપસ્થિત રહયા હતા. બેઠકમાં કોંગ્રેસના 7 અને ભાજપના 5 સહિત 18 માંથી 12 સદસ્યો તેમજ તાલુકા વિકાસ અધિકારી બી.એન. ત્રિવેદીએ હાજરી આપી હતી....
  March 19, 03:45 AM
 • રાધનપુર | રાધનપુરમાં11 માસ કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓએ સમાન કામ સમાન વેતન અને સમાન નોકરી સુરક્ષાની માંગ સાથે 17થી અચોક્કસ હળતાલ શરૂ કરી છે અને તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપીને માંગણી પૂર્ણ થાય તો ફરજ ઉપર હાજર થવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રાધનપુરમાં રોજમદાર કર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર
  March 19, 03:45 AM
 • રાધનપુરમાં ભાજપની વિજયોત્સવની રેલી
  ઉતરપ્રદેશ,ઉતરાખંડ, ગોવા અને મણીપુર વિધાનસભામા ચુટણીમા જવલત વિજય બાદ ભાજપ દ્રારા સરકારબનાવવામા આવતા રાધનપુર તાલુકાઅને શહેર ભાજપ દરારા વિજયોત્સવ બાઇક રેલી યોજવામાં આવી હતી. આબાઇક રેલીમા પ્રવિણભાઇ મહાલક્ષ્મી, પ્રકાશભાઇ દક્ષિણી, બાબુભાઇચૈધરી, ડો દેવજીભાઇ પટેલ, ભરતભાઇ પ્રજાપતી સહિત આગ્રણીઓ જોડાયા હતા. રેલી શહેરના મુખ્ય માર્ગો અને વીસ્તારોમા ફરી હતી.
  March 19, 03:45 AM