રૂ.૩૧.૯૮ લાખની ઓકટ્રોય ચોરીના કેસમાં માજી ડે.મેયર સુરેશ રાજપૂતની જામીન અરજી કોર્ટે નામંજુર કરી હતી.
કોંગી અગ્રણી અને ભૂતપૂર્વ માજી ડે.મેયર સુરેશ પ્રતાપસિંહ રાજપૂત મેસર્સ હરિઓમ ગેસ એજન્સી ધરાવે છે. વર્ષ ૨૦૦૭માં રૂ.૩૧.૯૮ લાખ ઉપરાંતની ઓકટ્રોયચોરી કર્યાનો તેમની વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ થયો હતો.
આ ગુનામાં બે દિવસ પહેલાં ક્રાઇમ બ્રાન્ચે સુરેશ રાજપૂતની ધરપકડ કરી હતી. તેમણે દાખલ કરેલી જામીન અરજી જયુ.મેજિ.એ નામંજુર કરી દીધી હતી.
આદિવાસી છોકરીઓને માતબર રકમથી વેચી નાખવાનો ગંભીર કેસ મંગળવારે સત્તાવાર રીતે પ્રકાશમાં આવતાં ચકચાર વ્યાપી છે. આ ચોંકાવનારા પ્રકરણમાં છ જેટલા આરોપીમાં ભચાઉ તાલુકાના લાખાવટ ગામના દંપતીની ભૂંડી ભૂમિકા સામે આવતાં કચ્છમાં પણ ખળભળાટ ફેલાયો છે.
ઝારખંડ રાજ્યના ગિરિડીહ જિલ્લાના મુફિસ્સલ પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેકટર આબિદ ખાને જણાવ્યુંકે,...
કલાના ગુરુ અને કલાનગરીની મ.સ.યુનિમાં વિદ્યાર્થીઓને કલાનું શિક્ષણ આપનાર પદ્મભૂષણ કે.જી. સુબ્રમણિયમને ભારત સરકાર દ્વારા પદ્મિવભૂષણ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે.આ વર્ષે ૫ જણને પદ્મવભિૂષણ, ૨૭ ને પદ્મભૂષણ અને ૭૭ ને પદ્મશ્રી જાહેર કરવામાં આવ્યો છે.
ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના અધ્યાપક રહી ચૂકેલ અને કલાનગરીમાં છેલ્લા લાંબા સમયથી યુવાનોને કલાનું...
આઝાદીના છ દાયકા બાદ પણ રાજ્યના પ્રાથમિક શિક્ષકોને માત્ર ૩ થી ૫ હજાર જેટલો મામુલી પગાર આપીને શોષણ કરવામાં આવી રહ્યાનો આક્ષેપ રાજ્ય માન્ય ખાનગી પ્રાથમિક શિક્ષક મહામંડળે કર્યો છે. રાજ્યમાં મોટાભાગે રાજકારણીઓ અને બિલ્ડરોની ખાનગી પ્રાથમિક શાળાઓમાં માત્ર ૩ થી ૫ હજાર જેટલો મામુલી પગાર આપીને વધારે કામ લેવામાં આવી રહ્યું છે. ખરેખરે પ્રાથમિક શિક્ષણ...
ઇન્ટરનેટ પરથી વાર્તાઓ, કવિતાઓ, રમતો અને કાટુgનોનું સંકલન કરીને ડીવીડી બનાવી પ્રોજેકટ તૈયાર કરાયો
ભાસ્કર ન્યૂઝ. પાટણ
પ્રાથમિક શાળાના છાત્રો સરળતાથી અભ્યાસ કરી શકે તે માટે રાજ્યમાં પ્રથમ વખત પાટણ જિલ્લામાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કોમ્પ્યુટર આધારિત શિક્ષણનો પ્રોજેકટ શરૂ થઇ રહ્યો છે. કોમ્પ્યુટરના માધ્યમથી શાળાઓમાં ધો. ૧થી ૮ના છાત્રોને...