Home >> Uttar Gujarat >> Patan District >> Chaneshma
 • પરીવારજનોએ રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી બનાવની પોલીસ સુત્રો તરફથી મળતી હકિકત મુજબ શનિવારની સાંજે રિક્ષા ચાલકે પોતાની રિક્ષામાં પેસેન્જરો બેસાડીને રિક્ષા લઇને ખારાધરવા ચાણસ્મા માર્ગની પસાર થઇ રહ્યો હતો ત્યારે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા સાઇડે આવેલી ચોકડીમાં રિક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી તેમાં રિક્ષામાં બેઠેલા ઊર્મિલા બેન જીતેન્દ્રભાઈ વાલ્મિકીને ગંભીર ઇજાઓના કારણે મોત નિપજ્યુ હતું જયારે અન્ય યુવતીને ગંભીર ઇજાઓ થવા પામી હતી. બનાવ સર્જા બાદ રિક્ષા ચાલક ભાગી છૂટ્યો હતો. અકસ્માતમાં...
  April 24, 02:50 AM
 • ચાણસ્મા | ચાણસ્માજાયન્ટસગૃપ અને યંગ જાયન્ટસ ચાણસ્મા દ્વારા રવિવાર ડે-નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ કર્યો હતો. જેનો ઉદઘાટન સમારોહ રાત્રે 8 વાગે સાંઇધામ મંદિરની બાજુમાં, અેસ્સાર પેટ્રોલ પંપની સામેના મેદાનમાં કર્યો હતો. પ્રસંગે મુખ્ય સ્પોન્શર અશોકભાઇ પટેલ, સહ સ્પોન્શર મજૂર મહાજન સંઘના મંત્રી મહેન્દ્રભાઇ અમથાભાઇ દેસાઇ, પ્રવીણભાઇ સુથાર, ઇશ્વરભાઇ દેસાઇ, પ્રવીણભાઇ કે. પટેલ, રમેશભાઇ પટેલ, વિજયભાઇ ઠક્કર, કમલેશભાઇ પટેલ વગેરે હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર છે. અને ગૃપના પ્રમુખ બીપીનભાઇ...
  April 24, 02:50 AM
 • કરોડોના વિકાસના કામ પૈકી રોડ તૈયાર થશે ચાણસ્માનાપાંજરાપોળથી સરદાર ચોક વિસ્તાર કે મુખ્ય બજારમાં નીકળવું હોય તો પણ માથાના દુ:ખાવા સમાન હતું. જ્યારે રસ્તાઓની હાલત મગરપીઠ સમાન થઇ જતા વાહન ચાલકો અને રાહદારીઓ પણ હેરાન ગતીના ભોગ બન્યા હતા શહેરના રસ્તાઓનું નવીનીકરણ કરવા શહેરીજનો અને અગ્રણીઓ દ્વારા પણ વારંવાર રજુઆત કરવામાં આવતા છેવટે પાલિકા દ્વારા હાલમાં તો બસ સ્ટેન્ડથી પાંજરા પોળ સરદાર ચોક સુધીના રસ્તા નું નવિની કરણ કરવા માટે કાર્ય વાહી હાથ ધરતા નગરજનો અને વાહન ચાલકોમાં ખુશી વ્યાપી જવા પામી...
  April 23, 03:00 AM
 • ચાણસ્મા | જાયન્ટસગૃપ અને યંગ જાયન્ટસ ચાણસ્મા દ્વારા રવિવારથી ડે-નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનો આરંભ થશે. જેનો ઉદઘાટન સમારોહ રાત્રે 8 વાગે સાંઇધામ મંદિરની બાજુમાં, અેસ્સાર પેટ્રોલ પંપની સામેના મેદાનમાં યોજાશે. પ્રસંગે મુખ્ય સ્પોન્શર અશોકભાઇ પટેલ, સહ સ્પોન્શર મજૂર મહાજન સંઘના મંત્રી મહેન્દ્રભાઇ અમથાભાઇ દેસાઇ, પ્રવીણભાઇ સુથાર, ઇશ્વરભાઇ દેસાઇ, પ્રવીણભાઇ કે. પટેલ, રમેશભાઇ પટેલ, વિજયભાઇ ઠક્કર, કમલેશભાઇ પટેલ વગેરે હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે. ગૃપના પ્રમુખ બીપીનભાઇ પટેલ અને મંત્રી...
  April 23, 03:00 AM
 • ચાણસ્મા | ચાણસ્માતાલુકાના બ્રાહ્મણવાડા ગામના પરા લક્ષ્મીપુરા ખાતે સમસ્ત બ્રાહ્મણવાડાના ઠાકોર પરીવારની કુળદેવી શ્રી ચામુંડા માતાજીનો પુના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. જેમાં મુખ્ય પાટલાના યજમાન ઠાકોર દિનેશજી વરવાજીએ હવન લાભ લીધો હતો. સમાજના પ્રમુખ ઠાકોર ભગાજી તખાજી અને મંત્રી ઠાકોર હમીરજી રામાજી અને તા.કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ પટેલ અને ઠાકોર માનસંગજી સઠાજી સહિત ઉપસ્થિત રહ્યા હતા. લક્ષ્મીપુરામાં શ્રીચામુંડા માતાજીનો હવન યોજાયો
  April 21, 04:00 AM
 • ચાણસ્માતાલુકા સેંધાગામે આવેલ બિબડીયા સિકોતરમાતાજી ના મંદિરે બુધવારે રાત્રે માતાજીની રમેણ કરવામાં આવી હતી. જેમાં પંથકના ભુવાજીઓ રમેણમાં સહભાગી થઇ માની શક્તિ ભક્તિમાં લીન થઇ ધન્ય બન્યા હતા. ગુરૂવાર ફુલેકુ ચડાવી સમુહ ભોજન પ્રસાદ લીધો હતો. પ્રસંગે જોરાજી ઠાકોર, હર્ષદભાઇ પટેલ, કાનજીભાઇ દેસાઇ અને પ્રકાશભાઇ પટેલ સહિત માઇ સેવકોએ સુંદર આયોજન કર્યુ હતું.
  April 21, 04:00 AM
 • શહેરના રહીશો અને બહારગામેથી આવતા લોકો માટે આરામ વિરામની કોઇ સવગડ નથી હારીજશહેર દિન પ્રતિદિન વસતીની દ્રષ્ટીએ અને ધંધા રોજગારમાં આગળ ધપી રહયું છ. પણ નગરમાં સારૂ રમણીય તળાવ અને બગીચાની સગવડ હોઇ કાળઝાળ ગરમીમાં વિસામો મેળવવા ઇચ્છતા લોકોને કોઇજ સુવીધા ઉપલબ્ધ નથી ત્યારે સારો બગીચો જ્યાં વૃક્ષો ઉછેરી શીતળતામાં બેસી શકાય તેવું આયોજન થાય તેવું આમજનતા ઇચ્છી રહયા છે. હારીજ ખાતે માર્કેટયાર્ડમા બેચરાજી, ચાણસ્મા સુરેન્્દરનગર પાટડી તાલુકાના ખેડુતો પણ કપાસ કાલાલઅને ખેત પેદાશો વેચવા આવે છે.બહાર...
  April 20, 04:45 AM
 • ચાણસ્મા | ચાણસ્માતાલુકાની પલાસર પ્રથામિક શાળામાં ધોરટ 8 નો અભ્યાસ પૂર્ણ કરનાર 34 વિધાર્થીઓનો વિદાય સમારંભ પૂજ્ય મહંત ગોપાલદાસજી મહારાજના સાંનિધ્યમાં યોજાયો હતો.મહારાજે બાળકોને તેમનું, શાળાનું અને ગામનું નામ ઉજાળવા માટે આશીષ આપ્યા હતા. મહિલા સરપંચ ચંદ્રીકાબેન પટેલ, મહિલા સદસ્યો એસ.એમસી. અધયક્ષ સાગર દેસાઇ, આચાર્ય વિનોદ પટેલ હાજર રહ્યા હતા. પલાસરમાં ધો-8ના છાત્રોનો વિદાય સમારંભ યોજાયો
  April 20, 04:45 AM
 • સમી | સમી ખાતે સરકારી વિનયન અને વાણિજય કોલજનો 8મો વાર્ષિકોત્સવ ઇનામવિતણ અને બીએ બીકોમ સેમ- 6ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં સમારંભના અધ્યક્ષ ચાણસ્મા કોલેજના પ્રા.જિતેન્દ્રકુમાર પટેલએ વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા કે સ્વયં સાથે સ્પર્ધા કરો, સહુ સાથે સહકારથી વર્તો,અને રાષ્ટ્રનું હિત રાખજો તેમ જણાવ્યુ હતું. અને હારીજકોલેજના આચાર્ય ર્ડા.કશ્યપ ત્રિવેદી, કોલેજના આચાર્ય બહાદુરસિંહ વાઘેલા અને અધ્યાપકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
  April 19, 03:45 AM
 • ચાણસ્મા |તાલુકાના ચવેલીગામના કરશનભાઇ ઇશ્વરભાઇ પટેલને શનિવારે ગામના ગોંદરે મળેલા 4 શખસોએ ખીજડા કાપવા બાબતે ઝઘડો કર્યો હતો અને ગડદાપાટુનો માર મારી આજે તો બધા આવી જતાં તું બચી ગયો છે, નહીંતર જાનથી મારી નાખવો હતો તેવી ધમકી આપી હોવાની ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
  April 18, 03:35 AM
 • ચાણસ્માતાલુકાની 28 ગ્રામપંચાયતોની ચુંટણીની મત ગણતરી આઇટીઆઇ ખાતે હાથ ધરાઇ હતી જેમાં બે પરીણામો રસપ્રદ રહયા હતા જેમાં જિતોડા ગામે વોર્ડ સદસ્ય માત્ર 1 મતની સરસાઇથી જીત્યા હતા. જ્યારે વસઇપુરામાં ટાઇ પડતાં ચિઠ્ઠી નાખીને સરપંચ ચુ઼ટવામા઼ આવ્યા હતા. સવારે દશ ટેબલ પર મતગણતરી મામલતદાર ડી.એન.પટેલના વડપણ હેઠળ હાથ ધરાઇ હતી. સૌપ્રથમ લણવા ગ્રામપંચાયતનું પરિણામ જાહેર થયું હતું.પીઆઇ સી.પી.સાદીયા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જિતોડા ગામે વોર્ડ નંબર 2 માં મહીલા ઉમેદવાર દરબાર લીલાબા સામંતસંગ...
  April 12, 03:40 AM
 • ચાણસ્મા | જાયન્ટસ ગ્રુપ ઓફ ચાણસ્મા દ્વારા સેંધા ગામના ભૂવાજી ઇશ્વરભાઇ દેસાઇ બોધરા કુવાની રાજબાઇ બીબડીમાં સિકોતર માતાજીના સૌજન્યથી ચૈત્રી પૂનમ નિમિત્તે બહુચરાજી પદયાત્રી સેવા કેમ્પ યોજ્યો હતો. જેમાં પાંચ હજારથી વધુ ઠંડી પેપ્સી શિરપ બોટલ 251 મી.લી.નું પદયાત્રીઓને વિતરણ કર્યું હતુ. ભુવાજી પરીવારના સૌજન્યથી ત્રણ ગામના કૂતરા અને 1100 બાળકોને ભોજન, ધાર્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેલ છે.જાયન્ટસ ગ્રુપના બિપિનભાઇ પટેલ, ચંદુભાઇ , ઇશ્વરભાઇ પટેલ, પ્રવિણભાઇ સહિતે જહેમત ઉઠાવી હતી.
  April 11, 03:35 AM
 • મંડલોપ ગામે અમરતભાઇ નારણદાસ પટેલ શનિવારે સાંજના અરસામાં રસ્તા પર તેમના ઘર આગળ ચા-પાણી કરવા બેઠા હતા, તે વખતે કેટલાક શખસો લાકડી, ધારીયા જેવા હથિયારો સાથે આવીને ડાહ્યાભાઇ હરગોવનભાઇ પટેલ દીકરી સોનલને કેમ મત આપવા માટે લાવ્યા છો તેમ કહી મારપીટ કરતા અમરતભાઇ સહિતને ઇજા થઇ હતી. અંગે તેમણે કાંતિભાઇ શંકરભાઇ પટેલ, અમરતભાઇ નરોતમભાઇ, કલ્પેશભાઇ હરિભાઇ, ડાહ્યાભાઇ હરગોવનદાસ, અશોકભાઇ ડાહ્યા ભાઇ, નાગરભાઇ અમથાભાઇ, દેવચંદ અમથાભાઇ, મુકેશભાઇ વિરમભાઇ, રમેશભાઇ શંકરભાઇ, ગણપતિભાઇ શંકરભાઇ પટેલ, વિક્રમભાઇ શંકરભાઇ,...
  April 10, 04:35 AM
 • ચાણસ્માની ધાણોધરડા, મીઠાધરવા અને હાજીપુર સહીતની કોલેજોના ત્રીસ જેટલા છાત્રોએ ન્યાય અપાવવા ગુરૂવારે એનએસયુઆઇનો સંપર્ક કર્યો હતો જેને પગલે મામલે વિધાર્થી સંગઠનો લડાયક બને તેવી શકયતા છે. દરમ્યાન છાત્રોએ જણાવ્યું કે અમારો શો વાંક. અમારે તો શરૂઆતથી પ્રવેશ જોઇ તો હતો પણ મળ્યો છેક સપ્ટેમ્બરમાં અને તે પછી ડીસેમ્બરમાં તો પરીક્ષા લેવાઇ હતી . આમાં માંડ 45 થી 50 દિવસ અમને ભણવા મળ્યા. તો સીસ્ટમ કે અત્યાચાર જેવા સવાલો છાત્રો દ્વારા કરાયા હતા. યુનિવર્સીટી સત્તાધીશોએ હાથ ખંખેર્યા એકસામટા છાત્રો નાપાસ...
  April 7, 03:35 AM
 • ચાણસ્માશહેરના પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અને શહેરની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા અગ્રણી મંગળવારે બપોરે સરદાર ચોક પાસે બાઇક ઉભુ રાખી મિત્રને મળવા ગયા ત્યારે પલકારામાં તેમના અેકટીવા ઉપર લટકાવેલી રૂ.1 લાખ ભરેલી બેગ કોઇ ગઠીયો ઉઠાવી ગયુ. શહેરના અગ્રણી મુકેશભાઇ બેચરભાઇ પટેલ કોમર્સીયલ બેન્કમાં બચત ખાતાના એજન્ટ છે જેઓ ગ્રાહકોના ઉઘરાવેલા રૂ. 1 લાખ બેન્કમાં ભરવા જતા ચાંદસ્મા મસ્જીદ પાસેની બજારમાં મિત્ર મળી જતાં ત.મની પાસે ગયા અને કોઇ થેલી તફડાવી ગયું હતું.અને ચાણસ્મા પોલીસ મથકે જઇ ઘટનાની જાણ કરી...
  April 6, 02:50 AM
 • ચાણસ્માથીમહેસાણા હાઇવે ઉપર ધાણોધરડા નજીક રોડની સાઇડમાં બુધવારે સવારે અજાણ્યા પુરૂષની લાશ પડી હોવાની જાણ થતાં પોલીસે તપાસ કરતાં મૃતક હારીજના હોવાની ઓળખ થઇ હતી. રાત્રે કોઇ વાહન ટકકર મારીને નાસી ગયું હોય તેવું જણાય છે. ઘટનાની જાણ થતાં પીએસઆઇ સહિત ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા બાઇક તુટેલી હાલતમાં જોવા મળ્યુ હતું. જયારે રોડની સાઇડમાં મૃતક યુવાનની લાશ પડી હતી. પોલીસે મૃતકના ખિસ્સા તપાસતાં તેમાંથી ચુંટણી કાર્ડ મળી આવ્યું હતું જે પ્રજાપતિ રસિકભાઇ લક્ષ્મણભાઇ રહે.હારીજનું હોઇ તેમના...
  April 6, 02:50 AM
 • ગોસ્વામી રણવાસના લોટેશ્વર પંચ મંડળનો ભંડારો યોજાયો
  હારીજ | હારીજલોહાણાવાડી ખાતે સ્વ: ચંપાબેન શંભુપુરી ગોસ્વામી કૈલાસવાસ થતા તેમના સ્મરર્ણાર્થે અને પૂર્વ શિક્ષણ શંભુપુરીજી નથ્થુપુરીજી ગોસ્વામીનું જીવનપર્વ નિમિત્તે તેમના પરીવારજનો ધ્વારા રાતવાસના લોટેશ્વરપંચ મંડળના ભંડારાનું આયોજન કરાયુ હતું. ચાણસ્મા કંબોઇ અંબાળા ગામે કેળવણી મંડળોમાં શિક્ષક તરીકે સેવા આપતા તેમની જીવનચર્ય પર તેમના શિષ્યો ઉમટી પડી ગુરૂજીને સન્માન કરી આવીર્વાદ મેળવ્યા હતા. પ્રસંગે પ.પૂ.મહંત જગદીશપુરીજી (થળીમઠ), કેબિનેમંત્રી દિલીપજી ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઇ...
  April 5, 02:55 AM
 • ફાયર સ્ટેશનમાં રાખાએેલા અગ્નિશામકની આગથી દોડધામ
  ચાણસ્માહાઇવે પર જિતોડા ગામના પાટીયા સામે આવેલ પાલિકાના ફાયર સ્ટેશનમાં મોટુ ફાયર બ્રાઉઝર અને નાનું ફાયર ફાયટર રાખવામાં આવે છે જ્યાં સોમવારે બપોરે 3:45 ના ગાળામાં નાના ફાયર ફાયટરમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગના ધુમાડાના ગોટા દૂરથી જોવા મળતા આજુ બાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પાલિકા પ્રમુખ કલ્પેશ પરમાર, એસઓ ભરતભાઇ , સુનિલભાઇ ગૌસ્વામી તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તાત્કાલીક પાણીનું ટેન્કર મંગાવી આગને કાબુમાં લેવાઇ હતી. છતાં ફાયર ફાઇટરનો આગળનો ભાગ આગની...
  April 4, 04:00 AM
 • સ્થાનિકસ્વરાજની ચુંટણીના પડધમ વાગતા ગ્રામ્ય કક્ષાએ પંચાયતો કબ્જે કરવા કાવાદાવા શરૂ થયા હતા જેમાં ચાણસ્માતાલુકાના 12 ગ્રામપંચાયતો સમરસ થવા પામી છે. જેમાં વડાવલી ગ્રા.પં.નો પણ સમાવેશ થાય છે. વડાવળી ગામે ગ્રામપંચાયતની ચુંટણી યોજાનાર હોવાથી તંત્ર દ્વારા તૈયારી કરાઇ હતી. જેમાં સરપંચ ની સામાન્ય સ્ત્રી ઉમેદવારની બેઠક હોઇ પાંચ ઉમેદવારી પત્રો ભરાયા હતા. પરંતુ 23 મી માર્ચના રોજ ગામ સમૂહ ભેગુ થઇ પાંચ ઉમેદવારો પૈકી રસીલાબાનુ સુલતાનભાઇ કુરેશીને સર્વાનુંમતે સરપંચ તરીકે જાહેર કરાયા હતા. જયારે ગામના...
  April 4, 04:00 AM
 • ચાણસ્મા | ચાણસ્મા જીઆઇડીસી ખાતે આવેલ ઔધો ગીક તાલીમ કેન્દ્રમાં તાલીમ મેળવતા 31 તાલીમાર્થીઓને વિધા સહાય યોજના હેઠળ સાયકલોનું વિતરણ કરાયું હતું. જીઆઇડીસીના પ્રમુખ રાજુલભાઇ પટેલ ખાસ હાજર રહયા હતા જેઓના હસ્તે સાયકલો વિતરણ કરાઇ હતી. પ્રસંગે તેઓએ સારી તાલીમ મેળવી મોટો રોજગાર કરવા સજ્જ થવા અનુરોધ કર્યો હતો. આઇટીઆઇના આચાર્ય વિજયભાઇ, કર્મચારીઓ વાલીઓ વગેરે હાજર રહ્યા હતા.
  April 2, 04:05 AM