Home >> Uttar Gujarat >> Patan District
 • મહેસાણા | ઉનાવાદરગાહ નજીક રમી રહેલો 6 વર્ષનો સમીર ગુમ થવાની ઘટનાએ પરિવાર નહી પોલીસને દોડતી કરી મુંકી છે.બાળકને કોઇ ફકીર અજમેર તરફ લઇ ગયો હોવાની શંકાના આધારે તપાસનો દોર લંબાયો છે.બનાવના 3 દિવસ બાદ ઉનાવા પોલીસ મથકમાં ગુનો નોધાતા તપાસ હાથધરાઇ છે. બાળકનુ અપહરણ કોઇ ફકીરે કર્યુ હોવાની સાથોસાથ તેને અજમેર લઇ જવાયો હોવાની પરિવારે વ્યક્ત કરેલી શંકાને આધારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
  07:40 AM
 • રાધનપુર | રાધનપુરમાંહિંમત વિધાનગર સ્થિત અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સ઼ચાલીત બી.એડ અને એમ.એડ કોલેજના છાત્રોનો દિક્ષાંત સમારોહ કોલેજના દાતા અને કોષાધ્યક્ષ ધીરૂભાઇ પંપવાળાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર પ્રશિક્ષણાર્થીઓને ઇનામ વીતરણ કરાયું હતું. ટ્રસ્ટ પ્રમુખ મહેશભાઇ મુલાણી, ટ્રસ્ટના રાયચંદભાઇ ઠકકર, સેક્રેટરી ડો. નવીનભાઇ ઠકકર, આર્ટ્સ કોલેજના આચાર્ય ડો.સી.એમ.ઠકકર, યજમાન કોલેજના આચાર્ય બી.પી.દવે, રોનકભાઇ સુખડીયા વગરે હાજર રહ્યા હતા.
  07:30 AM
 • આચાર્યને લાફો મારવાનો આક્ષેપ છે તે શિક્ષકની બદલી કરી દેવાઇ જિલ્લા શિક્ષણસમિતીના ચેરમેન લવીંગજી સોલંકીના જણાવ્યા મુજબ પ્રકરણમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતી દ્વારા શિક્ષક ચૌધરી મહાદેવભાઇ વાલાભાઇની તાત્કાલીક અસરથી નાની પીંપળી શાળામાં બદલી કરવામાં આવી છે. બંધવડ શાળામાં શુક્રવારે સવારે શંકુબેન મકવાણા સહીત ચાર શખ્સો અને અન્ય 50 થી 60 માણસોનું ટોળુ ધસી જઇ શિક્ષકોની ફરજમાં રૂકાવટ કરી કર્મચારીઓ અને બાળકોને મારપીટ ,ફર્નીચર બાઇક એકટીવાની તોડફોડ કરવા બદલ શીક્ષક નરસુંગભાઇ ધારસીભાઇ પ્રજાપતિએ...
  07:30 AM
 • આઝાદી બાદ પ્રથમવાર આલુવાસના સરપંચ સાંતલપુરતાલુકાની ધોકાવાડા જૂથ ગ્રામ પંચાયત સમરસ બની છે. અને આઝાદી બાદ પ્રથમવાર આલુવાસના ઉમેદવારો સરપંચ,ઉપસરપંચ બનવા પામ્યા છે. જેમાં સરપંચ તરીકે વજાભાઇ દેવાયતભાઇ આહિર અને ઉપસરપંચ તરીકે કરીમખાન ફુલજી રાઉમાં ચૂંટાઇ આવ્યા હતા. બંને આલુવાસના છે . ધોકાવાડા ગામના 1650 મતદારો અને આલુવાસ ગામના 225 મતદારો હોવા છતાય તાલુકા પંચાયતના પ્રમુખ જીવણભાઇ આહિર, જિલ્લા પંચાયત સદસ્ય માદેવભાઇ આહિર, પૂર્વ સરપંચ કાનાભાઇ આહિર વગરેના પ્રયાસોથી ધોકાવાડા જૂથ ગ્રામ પંચાયત સમરસ...
  07:30 AM
 • હારીજ | હારીજતાલુકામાં ગ્રામ પંચાયતોમાં ગ્રામ કોમ્પ્યુટર સાહસિકોની જગ્યાઓ ઉભી કરવા મંજુર કરવા તેમજ તે જગ્યા પર ફરજ બજાવતા વી.સી.ઇ.ને નોકરીમાં કાયમી કરવા સહીતના પ્રશ્ને ટીડીઓ અને મામલતદારને આવેદનપત્ર અપાયું હતું. આવેદનપત્રમાં કાયમી ધોરણે નિમણુંક આપવા ,રાજ્યના સરકારી કર્મચારીને મળતા બધાજ આર્થીક લાભ આપવાની માંગ કરાઇ છે. ખેડૂતોને લગતી ઓનલાઇન અરજીઓ માહિતીઅો પૂરી પાડવા ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરો પોતાના હક્ક મેળવવા રજુઆત કરી હોવાનું વી.સી.ઇ તાલુકા મંડળ પ્રમુખ પ્રજાપતિ ,મહામંત્રી...
  07:05 AM
 • સાંતલપુર તાલુકાના 6 ગ્રામ પંચાયતો પૈકી 5 ગ્રા.પં.માં ચુટણી જંગ જામ્યો સાંતલપુરતાલુકામાં 6 ગ્રામ પંચાયતોની ચુંટણી જાહેર થતાં ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવતાં 5 ગ્રામ પંચાયતોમાં ચુંટણીનો જંગ જામ્યો છે જ્યારે નવા ગામ પંચાયત સમરસ બની છે જેમાં ઠાકોર ગણેશભાઇ માવજીભાઇ બિનહરીફ સરપંચ પદે ચુંટાયા છે.વારાહી ગામ પંચાયતમાં ત્રણ મહિલાઓ સાબીરાબેન કરીમખાન મલેક, જીવાબાઇ હાજીખાન મલેક, રસીદાબેન અલેફખાન મલેક વચ્ચે જંગ ખેલાઇ રહ્યો છે. પાંચ ગ્રામ પંચાયતોમાં કોલીવાડા રબારી ભગવાનભાઇ કરશનભાઇ, રમેશભાઇ...
  March 25, 04:00 AM
 • સિવિલમાંડોકટર હોવા કે અન્ય કારણે પાછા જવું પડે છે સિદ્વપુર જનરલ હોસ્પિટલ ખાતે દર સોમ બુધ શુક્રવારે નારોજ સવારે 9 થી 12 કલાક સુધી અગાઉથી સમય આપીને રસી અાપવામાંઆવે છે.શુક્રવારે સવારે 9 કલાકથી શહેર તાલુકામાંથી માતાઓ પોતાના નવજાત શિશુઓ લઇને સિદ્વપુર જનરલ હોસ્પિટલ ખાતે 10 થી 15 મહિલાઓ આવી હતી. જો કે રૂમના દરવાજા બંધ હશે. સતત દોઢ કલાક સુધી રાહ જોવા બાદ પુછપરછ કરાતા જણાવ્યુ કે ડોકટર મીટીંગમાં ગયા છે. અંગે જ્યોતિન્દ્રભાઇ ભટ્ટે જણાવ્યુ હતું કે હું સવારે 9:30 કલાકનો મારા પૌત્રને રસી અપાવવા માટે ગયો હતો. તે...
  March 25, 04:00 AM
 • હારિજ | સમીરાધનપુર હાઇવે રોડ ઉપર વરાણા બાસ્પા ગામ નજીક રાત્રેના અરસામાં એક અજાણો યુવાનને કોઇ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી ત્યાર અરસામાં પસાર થતા વાહન ચાલકોએ 108 ફોન કરી સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો જયાં તેનું સાવાર દરમ્યાન કમકમાટી ભર્યૂ યુવાનનું મોત થયુ હતું. તે યુવાનના જમણા હાથની કલાઇ ઉપર D.C.કોતરાવેલ છે જો કોઈ વાલીવારસ મળે ત્યાં સુધી ધારપુર હોસ્પિટલ પીએમ કરી ઘટનાની તપાસ સમી પોલીસ ચલાવી રહિશે તેવું પોલીસ કોન્સટેબલ.અજમલભાઇ જણાવ્યુ હતું.
  March 25, 03:55 AM
 • રાધનપુરના મોટીપીંપળી પાસે ટ્રકની ટકકરે યુવકના શરીરના બે ટૂકડા થયા
  રાધનપુરથી ઘરે જતા યુવકને યમદુતી ટ્રકે યમસદન પહોંચાડી દીધો જામવાડા ગામનો 25 વર્ષીય યુવાન આલાભાઇ મોમાયાભાઇ આહિર શુક્રવારે બપોરે 12 વાગ્યાના સુમારે બાઇક લઇને રાધનપુરથી જામવાડા તરફ જઇ રહ્યો હતો સમય દરમ્યાન પૂરઝડપે આવી રહેલી ટ્રક નં- જીજે 52 જીએ 1589 ના ચાલકે જોરદાર ટકકર મારતા બાઇકના ફુરચે ફુરચા ઉડી ગયા હતા જ્યારે યુવક આલાભાઇના શરીરના કમરના ભાગેથી બે ટુકડા થઇ અલગ અલગ ફેંકાઇ ગયા હતા. પેટના આંતરડાં બહાર નીકળી રોડ ઉપર ફેલાઇ ગયા હતા. ભયાનક દ્રશ્ય જોનારા લોકો આંચકો ખાઇ હેબતાઇ ગયા હતા. પોલીસ સૂત્રોના...
  March 25, 03:55 AM
 • શિક્ષકે આચાર્યને લાફો મારતા થયેલી રજૂઆત બાદ પ્રા.શિક્ષણ અધિકારીએ જાહેરમાં ખખડાવતા બે દિવસથી ગુમ
  રાધનપુરતાલુકાના બંધવડ પગાર કેન્દ્ર શાળાના આચાર્ય ગુમ થઇ ગયા બાદ મળી આવ્યા નથી ત્યારે શુક્રવારે પરીવારની મહિલાઓ શાળામાં ધસી જતાં હોબાળો મચી ગયો હતો જેને લઇ અધિકારીઓ પણ દોડી ગયા હતા અને માંડમાંડ મામલો થાળે પાડયો હતો. શાળાના સૂત્રોના જણાવ્યા મુજબ એક શિક્ષકે આચાર્યને લાફો મારતાં આચાર્યએ પ્રાથમિક શિક્ષણાધિકારીને ફરીયાદ કરતાં તપાસમાં આવેલા અધિકારીઓ સમક્ષ કોઇ રજુઆતો થતાં શિક્ષણાધિકારી પંડયા અને તાલુકા શિક્ષણાધિકારી ભીખાભાઇ ચૌધરીએ આચાર્ય દેવાભાઇ માવજીભાઇ મકવાણાને જાહેરમાં ખખડાવતાં...
  March 25, 03:55 AM
 • ગ્રામાપંચાયતનીચુંટણીનું જાહેરનામુ પડતાની સાથેજ ગામડાઓમાં સરપંચ અને સભ્યો થવા માટેનો થનગનાટ શરૂ થયો હતો. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ગ્રામજનોની સમજાવટ થી કુલ 30 ગ્રામપંચાયતો પૈકી 11 ગ્રામપંચાયતો સમરસ થઇ જવા પામી છે. ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી અવધિ શનિવાર હોઇ છેલ્લા દિવસે પણ બેથી ત્રણ ગામોના ઉમેદવારો ફોર્મ પાછા ખેચી સમરસ થવાની શક્યતાઓ રહેલી છે. તાલુકામાં ભલાણા ગામની સરપંચની બેઠક અનુસૂચિત જનજાતીની ફાળવાઇ હતી પણ ગામમાં અનુ. જનજાતીનો એક પણ પરીવાર હોઇ જગ્યા ખાલી રહી છે. જેની જગ્યાએ ઉપસરપંચ...
  March 25, 03:10 AM
 • ચાણસ્મા| સ્થાનીકસ્વરાજની ચૂટણીઓ સંદર્ભે ગુરૂવાર ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ હોવાથી ચાણસ્મા મામલતદાર અને તાલુકા પંચાયત ખાતે ઉમેદવારી પત્રો ભરવા ચુંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો તેમના ટેકેદારો સાથે આવી પહોંચતા મેળા જેવો માહોલ જામ્યો હતો. અંતિમ દિવસે છમીસા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે અમરતભાઇ નારણભાઇ પટેલે તેમના ટેકેદારો સાથે ઉમેદવારી પત્રો સુપ્રત કર્યા હતા. જ્યારે રૂપપુર ગ્રામ પંચાયત માટે પટેલ તારાબેન શંકરલાલ તેમના ટેકેદારો સાથે ઉમેદવારી પત્ર ભર્યા હતા.
  March 25, 03:00 AM
 • હોળીપ્રસંગે વાગડોદ ખાતે ઝેમ ના અવસરે જઇ પરત આવતા઼ યુવકોના બાઇકને વાગડોદ પાસે જીપડાલાએ 10 માર્ચના રોજ ટકકર મારતાં દેથળી સિધ્ધપુરના પ્રકાશ ઉર્ફે વિશાલ અને અજય ઠાકોરના તેજ દિવસે મોત થાય હતા જ્યારે ઇજાગ્રસ્ત રાજુજી હેદુજી ઠાકોરને મહેસાણા ખસેડાયો હતો જ્યાં તેનું ગુરૂવારે મોત થયું હતું.
  March 24, 04:10 AM
 • પાલનપુર | થરાપીએસઆઇ એ.ડી.પરમાર સ્ટાફસાથે ગુરૂવારે પેટ્રોલીંગમાં હતા.જે સમય ગુનો કરવાના ઇરાદે ફરતા સાંતલપુરના વારાહી ગામના મહમદખાન ઇસુભા મલેક,મોસીનભાઇ અબ્દુલભાઇ સિપાઇ,મોહમદખાન હાજીખાન મલેક,મહેબુબશા નથુશા ફકીર અને મોહબતખાન હાજીખાન મલેકનું જીપ ડાલુ નંબર જી.જે.12.સીડી 6136ની તલાસી લતા એક લોખંડની ટોમી મળી આવી હતી.જેથી મિલકત સબંધી ગુનો કરવાના ફિરાકમાં ફરતા પાંચ સખસોની અટકાયત કરી જીપડાલા સાથે કુલ રૂ. 1,02,550નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
  March 24, 04:05 AM
 • સાંતલપુરના જામવાડા પાટીયા પાસે મંગળવારે સાંજના સુમારે એક આઇસર ગાડીનં- જીજે 4 5119 બળદો ભરીને પસાર થવાની બાતમી મળતાં વોચ ગોઠવી તે આવતાં અટકાવી તપાસ કરતાં અંદર બળદ નંગ 9 પાસ પરમીટ વગર ભરી તેના સાધનિક કાગળો ના રાખી આઇશરમાં પાણી ઘાસચારાની વ્યવસ્થા વગર ખીચોખીચ ભરી ક્રૂરતાપૂર્વક લઇ જવાતા હોઇ ગૌસેવાના નરપતસિહ મનુભા વાઘેલા રહે.વારાહી સહિતના માણસોએ પશુઓ સાથે પાંચ શખ્સો મુકેશભાઇ વીરાભાઇ પરમાર, મધુભાઇ પ્રેમજીભાઇ દેવીપુજક, હરેશભાઇ મધુભાઇ વાધેલા, ધનાભાઇ ધુળાભાઇ ચાવડા રહે.મીંદડા, જગુભાઇ ભાભલુભા...
  March 24, 04:05 AM
 • પ્રાથમિક શાળામાં ધો-1 થી 8 ના કુલ- 177 વિદ્યાર્થીઓના ભાવિ બન્યુ ધૂંધળુ હારીજતાલુકાનાપિલુવાડા પ્રાથમિક શાળામાં એક વર્ષ પહેલા શિક્ષકો સ્ટાફના આંતરીક વાદ વિવાદમાં બે શિક્ષકોને બહારની કામગીરીમાં મૂકી દેવાયા પછી એક શિક્ષકનું રાજીનામું મૂકાતા માત્ર ત્રણ શિક્ષકો ધ્વારા ધોરણ 1 થી 8 ચાલી રહ્યા છે. ગામના સરપંચ ઠાકોર રંજનબેન રણછોડજી શિક્ષકની ઘટ પૂરતી કરી બાળકોનું ભવિષ્ય બચાવવા રજુઆતો કરવા છતા શિક્ષકો મૂકવામાં આવતા નથી. કુલ- 177 છાત્રો માટે સાત મહેકમ મૂજબ શિક્ષકો મૂકી ધરપૂર્ણ કરવામાં આવે જેવી...
  March 24, 03:45 AM
 • સમીમાં કરાર આધારિત કર્મચારીઓની હડતાળ
  સમાન કામ સમાન વેતન અંગે ટીડીઓને રજૂઆત, કર્મચારીઓની હડતાળથી કામગીરી ખોરંભે ચડી સમીતાલુકામાં ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓએ પગાર વધારો સમાન કામ સમાન વેતનની માંગણી સાથે અચોકસ મુદ્દતની હડતાળ શરૂ કરી છે. ગુજરાત સરકાર સાથે કામ કરી રહેલા 11 માસ કરાર આધારિત આઉટ સોર્સિંંગ રોજમદાર કર્મચારીઓ સમાન વેતનની માગણી સાથે તાલુકા પંચાયત કચેરીએ જઇ તાલુકા વિકાસ અધિકારી કે.એમ. પરમારને આવેદનપત્ર પાઠવી તેમની માગણીઓ રજૂ કરી હતી અને અચોકકસ મુદતની હડતાળ ઉપર ઉતરી ગયા હતા. કર્મચારીઓની હડતાળથી કચેરીઓની...
  March 23, 03:40 AM
 • ઘટી રહેલા દર્શકો અને વાર્તાઓની અછત
  ઘટી રહેલા દર્શકો અને વાર્તાઓની અછત સિનેમાઉદ્યોગના વિચારવાન લોકોની ચિંતા છે કે દર્શકોની સંખ્યા સતત ઘટી રહી છે. આજે મનોરંજનના અનેક વિકલ્પ છે. કાયદો અને વ્યવસ્થા મંદ છે, માટે ઘરમાંથી બહાર નીકળતા ડર લાગે છે. શું ઓછા દુ:ખની વાત છે કે આપણી સૌથી વધુ સફળ ફિલ્મો પણ ચાર કરોડથી વધુ લોકોએ સિનેમાઘરમાં નથી જોઈ. ટેલીવિઝન પર પ્રદર્શનને વધુ લોકો જોઈ શકે છે. મોટા શહેરોમાં બનેલી બહુમાળી ઈમારતોમાં એક સિનેમાઘર હોવાથી રહેવાસી સુગવડપૂર્વક ફિલ્મ જોઈ શકે છે અને ભીડવાળા સર્પાકાર રસ્તાઓ પર ચાલવાથી બચી શકે છે. આજકાળ...
  March 23, 03:40 AM
 • ચાણસ્મા | ચાણસ્માનાયુવાન અને મહેસાણા બજરંગદળના સંયોજક , ગૌરક્ષક પટેલ મનીષભાઇ બેચરદાસનું સોમવારે મોડી રાત્રે મહેસાણા ખાતે હદયરોગના હુમલાના કારણે મોત થતા ચાણસ્મા સહિત પંથકમાં શોકની કાલીમાં છવાઇ હતી. તેઓની સ્મશાન યાત્રામાં ચાણસ્માની વિવિધ સંસ્થાના આગેવાનો જોડાયા હતા. મનીષભાઇ ચાણસ્મા ખાતે સેવાકીય પ્રવૃત્તિઓમાં હરહમેશ અગ્રેશર રહેતા હતા. તેઓ એક પુત્ર , પત્ની ને છોડી ગયા છે. વિશ્વહિન્દુ પરીષદ ભાજપ કોંગ્રેસ સહિત વિવિધ પક્ષોના તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો સ્મશાન યાત્રામાં જોડાયા હતા.
  March 23, 02:50 AM
 • સરપંચ અને સભ્યો પદે મહિલાઓની સર્વસંમતિથી પસંદગી બાદ ફોર્મ ભરાયા અગામી8 મી એપ્રીલના રોજ સ્થાનીક સ્વરાજની ચુંટણીયો યોજાઇ રહી છે. ત્યારે ચાણસ્મા ના 47 ગ્રામપંચાયતોની ચુંટણી પણ યોજાતા હવે જે ઉમેદવારો ચુંટણીમાં જંપલાવવા માગે છે તેઓ તેમના ટેકેદારો સાથે ચાણસ્મા ખાતે ઉમેદવારી પત્રો ભરવા ઉમટી પડતા ચાણસ્માના મામલતદાર અને તા.પં. કચેરી ખાતે મેળા જેવો માહોલ સર્જાયો છે. ચાણસ્માતાલુકાના ધરમોડા ગ્રામપંચાયત માટે ઇન્દુભાઇ વ્યાસે તેમના ટેકદારો સાથે મંગળવારે ઉમેદવારી પત્ર ભર્યુ હતું. જયારે...
  March 23, 02:50 AM