શહેરમાં વોર્ડ કક્ષાએ અને તાલુકામાં ગ્રામ્ય કક્ષાએ ઊજવણી થશે
ભાસ્કર ન્યૂઝ. પાટણ
પાટણ જિલ્લાકક્ષાએ પ્રજાસત્તાક દિનની ઊજવણી ગુરુવારે સિદ્ધપુર ખાતે ગૃહરાજ્ય મંત્રી પ્રફુલ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. જ્યારે શહેર અને તાલુકા કક્ષાએ પણ પાલિકા પ્રમુખ, પ્રાંત અધિકારી અને ટીડીઓના હસ્તે ત્રિરંગો લહેરાવીને પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઊજવણી કરાશે. આ ઉપરાંત શાળા, કોલેજો, યુનિવર્સિટી, સરકારી, અર્ધ સરકારી સંસ્થાઓમાં પણ સવારે દેશ પ્રેમના ગાન સાથે પ્રજાસત્તાક પર્વની વૈવિધ્ય કાર્યક્રમો સાથે...