Home >> Uttar Gujarat >> Palanpur District >> Kankrej
 • રેલવે લાઇનની કામગીરી ચાલુ છે ત્યાં ડમ્પરની ટ્રોલી હાઇડ્રોલીક કરતા વાયરને અડી ગઇ હતી કાંકરેજતાલુકાના કંબોઇ અને ઉંબરી વચ્ચે પાટણ રેલવે લાઇનનું કામ ચાલી રહ્યું છે. ડમ્પરમાં રેતી-કપચી લાવી હાઇડ્રોલીક દ્વારા તેને ઉતારવામાં આવે છે. જેમાં મંગળવારે વીજવાયર સાથે ડમ્પર અડી જતા લાગેલી આગમાં ટાયરો બળીને ખાખ થઇ ગયા હતા. કંબોઇ અને ઉબરી ગામ પાસેથી પાટણ સુધીનું રેલવેલાઇનનું કામ ચાલુ છે. જેમાં મંગળવારે પથ્થર ભરેલુ ડમ્પર નં.જીજે.8.ઝેડ-5583 પથ્થર ઉતારવા માટે હાઇડ્રોલીક કરતા ત્યાં ઉપરથી પસાર થતી 11000 કેવીની...
  March 29, 04:35 AM
 • શિહોરી | કાંકરેજતાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે સદ્દભાવના મિશન ગ્રુપ કાંકરેજ દ્વારા શનિવારે તાલુકા પંચાયત કચેરીના બહારના ભાગમાં પાણીની પરબનું પંડિત કમલેશભાઇ જોશીના અધ્યક્ષસ્થાને પૂજા વિધિ કરી તેમજ પાયો ખોદી ઇંટ મૂકીને ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. ઉનાળાની ગરમીની સીઝન ચાલુ થઇ જશે. ત્યારે કાળઝાળ ગરમીમાં શિહોરીની કચેરીઓમાં કામ અર્થે ગામડામાંથી આવતા લોકોને પીવાના પાણીની તકલીફ ના પડે તે માટે ભગીરથકાર્ય કાંકરેજ સદ્દભાવના મિશન ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું.
  March 28, 04:15 AM
 • કાંકરેજતાલુકા પંચાયતની બજેટ બેઠક શુક્રવારે યોજાઇ હતી. જેમાં રૂપિયા 1.94 કરોડની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતુ. બજેટમાં વિવિધક્ષેત્રે વિકાસના કામો માટે નાણાંની ફાળવણી કરવામાં આવી હતી. કાંકરેજતાલુકા પંચાયતની બજેટ બેઠક શુક્રવારે યોજાઇ હતી. જેમાં બાંધકામક્ષેત્રે રૂપિયા 67,00,000, વિકાસ અને પંચાયતક્ષેત્રે રૂપિયા 10,50,000, શિક્ષણક્ષેત્રે રૂપિયા 40,00,000, ખેતીવાડીક્ષેત્રે રૂપિયા 8,00,000, સમાજ કલ્યાણક્ષેત્રે રૂપિયા 1,30,000 અને કુદરતી આફતોક્ષેત્રે રૂપિયા 25,00,000ની જોગવાઇ કરવામાં આવી હતી. જ્યારે...
  March 27, 04:00 AM
 • કાંકરેજતાલુકાની બીજા તબક્કાની 26 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જેમાં શનિવારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. દરમિયાન 26 પૈકી 10 ગ્રામ પંચાયતો સમરસ થઇ છે. જેથી હવે 16 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. જ્યારે 10 પૈકી 7 ગ્રામ પંચાયતમાં તમામ મહિલા સરપંચ અને વોર્ડ સદ્દસ્યો સમરસ જાહેર થયા હતા.તંત્રની મહેનત સફળ થઈ હતી. કઇ પંચાયત સમરસ વસ્ત્રાપુર,સુદ્રોસણ, મૈડકોલ, સોહનપુરા, નેકોઇ, ચાંગા, વિભાનેસડા, ભલગામ, સૌપુરા, કાશીપુરા. કુલ 26માંથી હવે 16ની ચૂંટણી યોજાશે
  March 27, 04:00 AM
 • કાંકરેજતાલુકાની 26 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું પડ્યું છે. ત્યારે 23 માર્ચને ગુરૂવારના રોજ છેલ્લા દિવસે 26 પંચાયતોમાંથી 7 પંચાયતો સમરસ થઇ છે. ત્યારબાદ હવે 19 પંચાયતોની ચૂંટણી યોજાશે. જેમાં સૌ પ્રથમ ભલગામ ગ્રામ પંચાયત સમરસ બની તેમાં સરપંચ તરીકે વિજુભા વાઘેલા, વસ્ત્રાપુર ગ્રામ પંચાયત સમરસ બની જેમાં સરપંચ તરીકે કાંકરેજ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ઇશ્વરલાલ એ. પટેલના માતા રેવાબેન અણદાભાઇ પટેલ બિન હરીફ જાહેર કરવામાં આવ્યા હતા. તેમજ તાલુકાની તેપસી, કાશીપુરા, સવપુરા, નેકોઇ, મૈડકોલ, વિભાનેસડા...
  March 24, 03:50 AM
 • કાંકરેજમાં ચૂંટણીમાં ફોર્મ ભરવાના શ્રીગણેશ શિહોરી| કાંકરેજ તાલુકાની બીજા તબક્કાની 26 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ અને સભ્યોએ શિહોરી તાલુકા પંચાયત ખાતે ચૂંટણી અધિકારી કે.એન. પટેલ તથા મદદનીશ ચૂંટણી અધિકારી હશુભાઇ ઠક્કરને ફોર્મ રજૂ કર્યા હતા. જેમાં શિરવાડામાં-2, રૂવેલમાં-1 અને ફદગામમાં-2 આમ પાંચ સરપંચે તેમજ બે સભ્યોએ ફોર્મ ભર્યા છે.
  March 21, 02:55 AM
 • વિધાનસભાની ચૂંટણી માટે ડેટાબેઝ તૈયાર કરવા ચૂંટણી પંચની સૂચના રવિયાણા | કાંકરેજતાલુકાના રતનગઢ ગામના ખરાબામાં આવેલ શીતળામાતાના મંદિરે રવિવારે શીતળા સાતમના દિવસે મેળો યોજાયો હતો. જેમાં ભક્તો દ્વારા માના દર્શને પાણીની માટલી, મીઠાની થેલીની ચડાવી બાધા-આખડી પુરી કરી હતી. મેળામાં રવિયાણા, નાણોટા, છાપરા ચેખલા, રતનપુર તથા આજુબાજુના અન્ય ગામોની ધર્મપ્રેમી જનતાએ માતાજીને શ્રીફળ, પ્રસાદ ચડાવી તેમની મનોકામનાઓ પૂર્ણ થાય તેવા આશીર્વાદ મેળવ્યા હતા.
  March 21, 02:55 AM
 • શિહોરી | કાંકરેજતાલુકાની આકોલી પે.કેન્દ્ર શાળામાં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરી વિશાળ ગ્રામજનોની મેદનીને પ્રભાવિત કર્યા હતા. તેમાં બિંદુબા ઝાલા દ્વારા બાલિકાઓને તલવારબાજીમાં તૈયાર કરી તલવાર બાજીના બાલિકાઓના કરતબથી લોકો પ્રભાવિત થયા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો અને શાળામાં દાન આપ્યું હતું. કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્યએ કર્યું હતું. તસવીર-સજ્જનસિંહસોલંકી
  March 20, 04:10 AM
 • કાંકરેજના ખીમાણા ગામેથી બિનવારસી બાઇક મળ્યું
  કાંકરેજનાખીમાણાની દેના બેંકની બાજુમાં અને ખીમાણાથી સમાણવા તરફ જતા રોડ પર બે દિવસથી બિનવારસી બાઇક નજરે પડતું હતું. અંગે રવિવારે પોલીસને જાણ કરાતાં શિહોરી પોલીસ તપાસ કરી બાઇક પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. કાંકરેજના ખીમાણાની દેના બેંકની બાજુમાંથી પસાર થતો રસ્તો સમાણવા તરફ જાય છે. ત્યારે રોડ પર બે દિવસથી એક બિનવારસી હાલતમાં અધૂરા નંબર વાળું બાઇક લોકોને નજરે પડતું હતું. ત્યારે બાઇકનો નંબર...એફ..023 જણાતો હતો. પણ બે દિવસથી કોઇ માલિક આવ્યો હતો. અંગે ખીમાણા ગામના મફાભાઇ દેસાઇએ રવિવારે શિહોરી પોલીસને જાણ...
  March 20, 04:10 AM
 • દિયોદરઅને કાંકરેજ તાલુકા પંચાયતમાં કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓએ સમાન કામ-સમાન વેતન સહિતના પ્રશ્નો અંગે ટીડીઓને રજૂઆત કરી અચોક્કસ મુદતની હડતાળ કરી છે. દિયોદર ટીડીઓ એન.એમ. ઠાકોરને આપેલા આવેદનપત્રમાં તાલુકા- જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કામગીરીમાં અવારનવાર થતું શોષણ બંધ કરે અને નોકરીમાંથી બરતરફ કરવાની ધમકી બંધ કરી સરકારના નિયમોનુસાર એકસરખું વેતન મળે. ટીડીઓએ જણાવ્યું કે, હંગામી કર્મચારીઓના આવેદનપત્ર અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું તેમજ તાલુકા પંચાયત સ્ટાફ સાથે બેઠક યોજી સંકલન...
  March 18, 03:25 AM
 • શિહોરી | કાંકરેજનાપાદરડી 66 કે.વી વીજ લાઇનોનની મેઇન્ટેનન્સ કામગીરી વીજ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. સવારથી સતત સાંજ સુધી ગત ચોમાસામાં વીજ લાઇનોમાં ઘણા બધા ફોલ્ટ થયા હતા જેથી લોકોને રાત્રે અંધારામાં રહેવુ પડ્યુ હતુ.ત્યારે વખતે ચોમાસા પહેલાં તંત્ર રિપેરિંગના કામે લાગ્યું હતું. કામગીરી પાદરડી સબ સ્ટેશનમાંથી એમ.પી.ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ કરાઇ છે.
  March 17, 03:50 AM
 • કંબોઇ | શિહોરીનીકંબોઇ ગાયત્રી વિદ્યાલયમાં વર્ષે ધોરણ-10ની પરીક્ષા માટે નવું કેન્દ્ર ફાળવાયું છે. ત્યારે બુધવારે શરૂ થતી પરીક્ષામાં કુલ 300 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા બેઠા છે. ત્યારે બોર્ડની પરીક્ષામાં નવા અપાયેલ કેન્દ્રનો નં.977 આપવામાં આવ્યો છે. ત્યારે વિસ્તારના વિદ્યાર્થીઓને પહેલા શિહોરી પરીક્ષા આપવા જવું પડતું પરંતુ હવે કમ્બોઈ કેન્દ્ર ફલવાતા વિસ્તાર ના વિદ્યાર્થી અને વાલીઓમાં આનંદ છવાયો છે. બુધવારે બોર્ડની પરીક્ષા હોવાથી અને નવા કેન્દ્રનું શુભમુર્હુત હોવાથી સવારે વિદ્યાર્થીઓને...
  March 16, 03:30 AM
 • મહિલા પર ફાયરીંગ કરતા તેણીએ કેડમાં તેડેલા દિકરાને ગોળી વાગતાં મોત નિપજતાં
  હારિજનાઝાપટપુરા વિસ્તારમાં સોમવારે રાત્રે ઠાકોર યુવક બેફામ ગાળો બોલી રહયો હતો ત્યારે તેની પાસે રહેતા રાવળ પરિવારના સભ્યોએ ગાળો બોલવાનું કહેતાં યુવકનો પિત્તો ગયો હતો અને તેની પાસેનો દેશી તમંચો કાઢી મહિલા પર ફાયરીંગ કરતા તેણીએ કેડમાં તેડેલા પાંચ વર્ષિય દિકરાને બગલ નીચે ગોળી વાગતાં ગંભીર રીતે ઘવાયેલા બાળકનું મોત નિપજતાં સમગ્ર હારીજમાં ભારે અરેરાટી પ્રસરી હતી. હારિજના કુકરાણા રોડ પર આવેલ ઝાપટપુર વિસ્તારમાં મૂળ બિલીયા ગામના રહીશ એવા રાવળ રાજુભા ગંગાભાઇ આઠેક વર્ષથી રહીને શાકભાજીની...
  March 15, 03:55 AM
 • શિહોરી | કાંકરેજતાલુકાના આકોલી પે.કેન્દ્ર શાળા ખાતે શનિવારે હોલી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્ય શ્રીમતિ બિંદુબા જાલાના માર્ગદર્શન હેઠળ શાળાના સ્ટાફ સાથે વિદ્યાર્થીઓને હોલી પર્વની વિશેષતા સમજાવી હતી અને અબીલ ગુલાલ જેવા રંગોથી હોલી ખેલીને પાણીનો બગાડ ના કરવા સમજાવ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફ સાથે કોરા રંગોથી હોલિકા પર્વની ઉજવણી કરી હતી. ત્યારે આચાર્ય બિંદુબાએ સૌને હોલી પર્વની શુભ કામના પાઠવી હતી.
  March 13, 04:25 AM
 • શિહોરી | શિહોરીમાંઆઇસીડીએસ ઘટક (આંગણવાડી) બહેનો દ્વારા બુધવારે વિશ્વ મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં બેટી બચાવો, દેશ બચાવોના સૂત્રો સાથે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કાંકરેજ ઘટકની આઇસીડીએસ બહેનો હાજર રહી વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી હતી.
  March 10, 02:50 AM
 • બુકોલી | કાંકરેજતાલુકાના ઉંબરીથી પાટણ હાઇવેથી મુડેઠા હાઇવે જવા માટે દ્વિચક્રી વાહનચાલકો માટે સીધો માર્ગ હોવાથી રોડ ઉપર વધારે વાહનચાલકોનો ધસારો રહે છે. તેમજ ત્યાંથી સીધા ભીલડી જવા માટે શોર્ટકટ રોડ હોવાથી વધારે પ્રમાણમાં અવર-જવર થાય છે. ત્યારે માળીગોળિયા ગ્રામ પંચાયતનું રોડ વચ્ચે પાઇપલાઇન આવેલ છે. તે પણ ફુટેલી હાલતમાં છે તે પાણીથી રોડ ઉપર પાણી ભરાતાં ડામર રોડ તૂટી જતાં મોટા ખાડાઓ પડી ગયા છે. આમ ખાડાઓને લઇ કોઇ વ્યક્તિનો ભોગ લેવાય તે પહેલાં ખાડો અને પાઇપલાઇન રીપેર કરવામાં આવે તેવું લોકો...
  March 5, 04:40 AM
 • શિહોરી | કાંકરેજતાલુકાના કુંવારવા ગામના પાટીયા પાસે શનિવારે બપોરે 12 વાગ્યાના સમયે માનપુર (શિ) ગામના અર્જુનસિંહ નાગજીભા વાઘેલા પોતાનું બાઇક નં. જીજે-8-એસ-9636 લઇ કુંવારવા તરફ જઇ રહ્યો હતો. ત્યારે દિયોદર તરફથી આવતી બોલેરો ગાડી નં. જીજે-8-એએફ-3966 ના ડ્રાયવરે ગફલતભર્યું ડ્રાયવીંગ કરી બાઇકચાલકને ટક્કર મારતાં બાઇકચાલક ગંભીર રીતે ઘવાતાં તાત્કાલિક શિહોરી રેફરલમાં બાદ ધારપુર ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
  March 5, 04:40 AM
 • બનાસકાંઠાજિલ્લા વિકાસ અધિકારી અમીત અરોરાએ કાંકરેજ તાલુકા પંચાયતની મુલાકાત લીધી હતી અને વિકાસના કામોની સમીક્ષા કરી હતી. અગાઉ શિહોરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટર બહારની મેડીકલની દવા લખી આપતા હતા, જેની ફરિયાદોના આધારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ હાજર ડોક્ટરને જણાવ્યું હતું કે, ‘બહારની કોઇપણ મેડીકલની દવા દર્દીને લખી આપવી નહીં.’ ત્યારબાદ શિક્ષણ વિભાગ, બીઆરસી, તલાટી, આઇસીડીએસ, બાળવિકાસ અને મનરેગા તેમજ વધુમાં શૌચાલયની સમીક્ષા કરી હતી. કાર્યક્રમમાં મફાજી સોલંકી,...
  March 4, 04:10 AM
 • કંબોઇ | કાંકરેજતાલુકાના આકોલી ગામની એલ.એમ. હસાણી હાઇસ્કૂલમાં વાર્ષિકોત્સવ ગુરુવારે
  કંબોઇ | કાંકરેજતાલુકાના આકોલી ગામની એલ.એમ. હસાણી હાઇસ્કૂલમાં વાર્ષિકોત્સવ ગુરુવારે રાત્રે યોજાયો હતો. જેમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. તેમજ રાસ-ગરબા, આદિવાસી નૃત્ય, હિન્દી ફિલ્મગીતો પર ડાન્સ કાર્યક્રમ યોજાયા હતા. કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીઓ, સરપંચ,આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કાનજીભાઇ દેસાઇએ કર્યું હતું. આકોલીની હસાણી હાઇ.નો વાર્ષિકોત્સવ ઊજવાયો
  February 25, 04:10 AM
 • કાંકરેજના શિહોરીમાં બ્રહ્મ સમાજનું સંમેલન યોજાયું
  કાંકરેજતાલુકાના શિહોરી ખાતે મહેન્દ્રભાઇ અને સુરેશભાઇ જોષીના ભારત ઉપવન ખાતે કાંકરેજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજનું સંમેલન યોજાયું હતું. સમાજના વિકાસ માટે શિહોરી ખાતે વિશાળ શૈક્ષણિક સંકુલ બનાવવાના હેતુથી દાતાઓ દ્વારા દાનની સરવાણી વહાવી લાખો રૂપિયાનું દાન એકત્ર થયું હતું. જેમાં સમાજનાં વિવિધ ક્ષેત્રોમાં નોકરીમાં જોડાયેલા યુવાનોનું તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસંગે ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષભાઇ જોષી, બનાસકાંઠા જિલ્લા બ્રહ્મ સમાજ પ્રમુખ હરગોવનભાઇ...
  February 25, 04:10 AM