Home >> Uttar Gujarat >> Palanpur District >> Deesa
 • વડાપ્રધાનનરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ડીસાન બટાકા સોનાના કરી આપવાનું વચન આપ્યું હતું. ત્યારે હવે તેઓ ડીસા પધારી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ બટાકા લઇને પ્રધાનમંત્રી સમક્ષ જવાનો નિર્ણય ડીસા ખાતે બુધવારે યોજાયેલી બેઠકમાં કર્યો હતો. નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2009માં ડીસાના હાઇવે પિલ્લર મેદાનમાં યોજાયેલી જાહેર સભામાં ડીસાના બટાકા સોનાના કરી દઇશ. તેઓ જુમલો આપ્યો હતો. જોકે ત્યારબાદ સતત બે વર્ષ બટાકાના ભાવ તળીયે જતાં વર્ષ 2011 માં બટાકા રોડ પર...
  02:10 AM
 • ડીસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને પગલે જિલ્લાને સ્વચ્છ બનાવવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.જે અંતર્ગત વાવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સફાઇ સ્વચ્છ ભારત અભિયાનને વેગ આપવા ભાજપ કાર્યકરો સફાઈ અભિયાનમાં જોડાયા છે. નવાઈની વાત તો છે કે કાર્યકરો ઊભા ઊભા જોતા રહ્યા અને ગ્રામજનોએ હાથમાં ઝાડું પકડી સફાઈ કરી.તસ્વીર- ભાસ્કર
  02:10 AM
 • ડીસાનામાલગઢ ગામે 2 વર્ષ પૂર્વે લો લાઇનમા સીધી આંકડી મારી રહેઠાણ મકાનમાં 41318ન વીજચોરી કરનાર ખેડૂતને ડીસા ત્રીજા એડિશનલ સેસન્સ કોર્ટે 3 વર્ષની કેદ અને રૂ 10હજાર દંડ ફટકાર્યો હતો. ડીસા રૂરલ સબ ડિવિજન કચેરીના નાયબ ઇજનેર એન.આર. ઠક્કરે 2 વર્ષ પૂર્વે ડીસાના માલગઢ ગામે ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં માળી ઉમેદજીએ વીજ કંપનીની લો ટેન્શન (એલટી) લાઇનમાં ડાયરેક આંકડી મારી પોતાના રહેણાંક મકાનમાં વીજ ચોરી કર્યાનું ખુલ્યું હતું. જે કેસ ડીસા ત્રીજા એડી. સેશન્સ જજ સમક્ષ ચાલતા સરકારી વકીલ ડી.ટી.પટેલની દલિલોને...
  02:10 AM
 • પીએમના આગમનના પગલે ગુંદરી ચેકપોસ્ટ પર રાઉન્ડ ક્લોક ચેકિંગ
  નરેન્દ્રમોદી વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત શનિવારે ડીસા આવી રહયા છે ત્યારે તેમની સુરક્ષામાં કોઈ ક્ચાસ રહે તે માટે રાજ્યની પોલીસ સાથે બનાસકાંઠા પોલીસ પણ હરકતમાં આવી છેે. જયાં જિલ્લા પોલીસવડા નીરજ કુમાર બડગુજરની સૂચનાથી જિલ્લાની તમામ આંતર રાજય ચેકપોસ્ટો પર હથિયાર ધારી SRP ના જવાનો મુકવામાં આવ્યા છે.ત્યારે પાંથાવાડા પોલીસ મથકના તાબામાં આવેલ ગુંદરી ચેકપોસ્ટ પર બુધવારે પાંથાવાડા પી.એસ.આઇ. જયદીપ સિંહ વનારે ચેકપોસ્ટ પર ચાલતા રાઉન્ડ ક્લોક વાહન ચેકિંગની ચકાસણી કરી જરૂરી સુચનો આપ્યાં હતાં.તથા...
  02:10 AM
 • ધાનેરા |ધાનેરાની કે.આર.આંજણા આર્ટસ એન્ડ કોર્મસ કોલેજમાં બ્લડ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર બ્લડ ડોનેશન કર્યુ હતું. અને બપોર સુધીમાં 50 બોટલ રક્તએકત્ર કરવામાં આવ્યું હતું. જ્યારે ધાનેરા એસીજી ગ્રૃપ દ્વારા તમામ વિદ્યાર્થીઓનું બ્લડ ગૃપ ચેક કરવાનો પણ સ્પે.કેમ્પ રાખીને 1000 જેટલા વિદ્યાર્થીઓનુ બ્લડ ચેક કર્યું હતું. પ્રસંગે સંસ્થાના પ્રમુખ રાયમલભાઇ પટેલ, પ્રિન્સીપાલ ડો. લાલાભાઇ પટેલ, હેમરાજભાઇ ચૌધરી, એસીજીના ગૃપના ડો.પિયુષભાઇ ચૌધરી વગેરે હાજર રહ્યા...
  02:10 AM
 • બનાસડેરીના ચીઝ પ્લાન્ટ અને વિવિધ પ્રોજેકટનું લોન્ચીંગ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બર ડીસા આવી રહ્યા છે. ત્યારે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટે વાવ તાલુકાના ભાજપના કાર્યકરોએ એક નવી તરકીબ અપનાવી છે.જેમાં મોટી સંખ્યામાં ગાડાંમાં સવાર થઈ આમંત્રણ આપવા નિકળી પડ્યા હતા.લોકોમાં પણ આશ્ચર્ય જોવા મળ્યું હતું.તસવીર-ભાસ્કર
  02:10 AM
 • સમગ્ર દેશમાં સફાઈ અભિયાન હાથ ધરાઈ રહ્યું તે ત્યારે રાજકારણીઓ માત્ર દેખાવ પુરતા હાથમાં ઝાડું લઈ સફાઈ કરવાનો ડોળ કરી રહ્યા છે. આગામી 10 મી ડીસેમ્બરે ડીસા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોઈ હરપદુડી બનેલા ભાજપના કાર્યકરો અને આગેવાનો હાથમાં ઝાડું લઈને દેખાઈ રહ્યા છે. ભાભર ખાતે મંગળવારના દિવસે મંત્રી શંકર ચૌધરીના માર્ગદર્શન હેઠળ શહેરની શેરીઓમાં સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે માત્ર દેખાવો હોઈ તેવું પ્રતિત થતું હતું. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વૈકુઠરામ ઠક્કર, જિલ્લા ભાજપ...
  December 7, 04:35 AM
 • વડાપ્રધાનનરેન્દ્ર મોદી 10 ડિસેમ્બરે ડીસા ખાતે આ‌વવાના હોઇ તેમના સ્વાગત માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે પોલીસ દ્વારા પણ સુરક્ષા અંગે સઘન પગલા લેવાઇ રહ્યા છે. વાહનચેકિગં સાથે શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં રહેતા પરપ્રાંતિયોના આઇડીપ્રુફની ચકાસણી કરવામાં આવી રહી છે. ડીસા એરપોર્ટ મેદાન ખાતે તા.10 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોઇ સુરક્ષા અંગે વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ભૂજ રેન્જના આઇજી નરસીમ્હા કોમારે બે દિવસ અગાઉ કાર્યક્રમ સ્થળ સહિત પાર્કિંગ તેમજ એરપોર્ટ...
  December 7, 04:35 AM
 • નેનાવા ચેકપોસ્ટથી પરથી ટ્રકમાંથી રૂ.15.84 લાખનો દારૂ ઝડપાયો
  ધાનેરા પોલીસે નાકાબંધી કરી ટ્રક સહિત રૂ.23.84 લાખનો મુદ્દામાલ કબજે લઈ હરિયાણાના બે શખસોની ધરપકડ કરી ધાનેરાપોલીસે નેનાવા ચેકપોસ્ટ પાસે સોમવારે રાત્રે નાકાબંધી કરી હતી. વડાપ્રધાન ડીસા આવવાના હોઇ વાહન ચેકીંગ દરમિયાન રાજસ્થાનથી આવી રહેલી ટ્રકને રોકાવી તપાસ કરી હતી. જેમા ટ્રક ચાલકની પુછપરછ સમયે શંકા જતાં તપાસ દરમિયાન રૂ. 15.84 નો લાખનો 15840બોટલ દારૂના જથ્થા સાથે બે શખશો ઝડપી લીધા હતા. ડીસા ખાતે પ્રધાનમંત્રીના આગમનને લઇને રાજસ્થાન તરફથી તમામ ચેકપોસ્ટો ઉપર સઘન ચેકીંગ માટે ડીવાયએસપી ઉમેશ વ્યાસે...
  December 7, 04:35 AM
 • રાજ્યમાંગ્રામ પંચાયતોની ચૂંટણીનુ જાહેરનામુ પડતાં સોમવારથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતાં ડીસા તાલુકામાં પ્રથમ દિને 631 ફોર્મનુ વિતરણ થયુ હતું. જ્યારે માત્ર ત્રણ ફોર્મ ભરાઇને પરત આવ્યા હતા.ચૂંટણીને લઈ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ડીસા તાલુકાના કુલ 88 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને 832 વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાનાર છે. સોમવારની ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતાં ડીસામાં ચૂંટણી અધિકારી દ્વારા ડીસા મામલતદાર કચેરી, ડીસા તાલુકા પંચાયત અને વેચાણવેરા કચેરી ખાતે કુલ 15...
  December 6, 04:55 AM
 • ડીસાશહેરનો વિકાસ અને વિસ્તાર સતત વધતો રહેતા તેમજ હાઇવે પર રાત્રીના સમયે લોકોને સરળતાથી અવરજવર કરી શકે તે માટે પાલિકા દ્વારા રૂ.1.25 કરોડના ખર્ચે પાંચ કિલોમીટર સુધી હાઇવે પર સ્ટ્રેટલાઇટ નાંખવાની કામગીરી હાથ ધરી છે. છેલ્લા ઘણા સમયથી માત્ર સર્વિસ રોડ પરજ સ્ટ્રેટલાઇટ હોવાથી મુખ્ય હાઇવે અંધારપટ રહેતો હતો. ત્યારે નગરપાલિકા દ્વારા હાઇવે પર વચ્ચેના ડિવાઇડરમાં છેક ભોયણથી લઇ બનાસનદીના પુલ સુધીના માર્ગમાં એલઇડી સ્ટ્રીટ લાઇટ લગાવવાની કામગીરી હાથ ધરાઇ છે.પાલિકા પ્રમુખ પ્રવિણભાઇ માળીના જણાવ્યા...
  December 6, 04:55 AM
 • મુડેઠા | ડીસાતાલુકાના મુડેઠા ટોલનાકા પાસે સોમવારે સાંજના સુમારે કચ્છ જિલ્લાના આદિપુરના અરજણભાઇ શામળભાઇ રાણા (ઉ.વ.35) કાર નં. જી. જે. 12.એટી. 6593 લઇને પસાર થઇ રહ્યા હતા. ત્યારે પાછળથી અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. અકસ્માતમાં અરજણભાઇને ઇજાઓ થઇ હતી. મુડેઠા ટોલનાકા પાસે વાહનની ટક્કરે યુવકને ઇજા
  December 6, 04:55 AM
 • ભીલડી |ભીલડીમાં એચ.વી.વાલાણી હાઇસ્કુલ એક કિલોમીટર ડીસા રોડ ઉપર આવેલી છે. જ્યાં હાઇવે નજીક સર્વિસ રોડ હોવાથી વારંવાર અકસ્માતો થાય છે. બે મહિના અગાઉ ટેન્કર ચાલકે વિદ્યાર્થીને ટક્કર મારતા તેનુ મોત નિપજ્યું હતું. અંગે શાળાના સંચાલક માનસુંગભાઇ પટેલ, સંસદ સભ્ય તથા ધારાસભ્ય તથા નેશનલ હાઇવે ઓથોરીટીને રજુઆત કરી હતી. પરતુ હજુ સુધી કોઇ કાર્યવાહી હાથ ધરાતા નગરજનોમાં રોષ ઉદભવવા પામ્યો છે. કેન્દ્રીય મંત્રી હરીભાઇ ચૌધરી તથા ધારાસભ્ય કેશાજી ચૌહાણ દ્વારા દિશામાં ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી...
  December 5, 05:40 AM
 • ડીસાના વેપારીનેતેનીવાડા નજીક આઠ માસ અગાઉ માર મારી લૂંટ ચલાવી હતી
  વડગામનાછાપી પોલીસની હદમાં ગત તારીખ 1 એપ્રિલ 16ના રોજ એક વેપારી પોતાની પેઢીની ઉઘરાણી કરી પરત ઇકો ગાડીમાં આવી રહ્યો હતો. દરમિયાન તેનીવાડા પાસે વેપારીને મારી રૂ. 3,13,413 ની લૂંટ ચલાવી ત્રણ શખસો ફરાર થઇ ગયા હતા. જેમને છાપી પોલીસે રવિવારે ટ્રાન્સફર વોરંટનો કબજો મેળવ્યો હતો. મહેસાણાના પોલીસના હાથે લૂંટના ગુનામાં ઝડપાયેલા ત્રણ શખસો પોલીસ પુછપરછ દરમિયાન તેનીવાડા હાઇવે લૂંટનો ગુનો કબુલતા છાપી પોલીસે રવિવારે આરોપીઓને ટ્રાન્સફર વોરંટથી લાવી પુછપરછ હાથ ધરી હતી. જેમાં ડીસાના વેપારી મનીશ દેવચંદભાઇ મોદી...
  December 5, 05:40 AM
 • ડીસા |ડીસાની ઇન્દિરા નગર પ્રાથમિક શાળાના બાળકોને શાળાના શિક્ષક શૈલેષભાઈ પટેલનાં પત્ની રસીલાબેન પટેલની પ્રથમવાર્ષિક પુણ્યતિથિ નિમિતેશાળાના 600 છાત્રો ને શાક,પુરી અને મીઠાઈ નું મિષ્ઠાન પીરસવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે તાલુકા કેળવણી નિરીક્ષક જાગૃતિબેનદેસાઈ,અશ્વિનભાઈ પટેલ,બી આર સી કો ઓર્ડીનેટર પ્રવીણભાઈ સાધુ,સી આર સી અર્પીતાબેન પટેલ ,આચાર્ય અરવિંદ ભાઈ પટેલ ,શિક્ષક શૈલેષભાઈ પટેલ સહીત શાળાના શિક્ષકો અને છાત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. ડીસાની ઇન્દિરા નગર પ્રા.શાળાના છાત્રોને...
  December 4, 02:10 AM
 • પાટણ | સિદ્ધપુરનાછુવારાફળી ખાતે રહેતા રસુલખાન શેરૂભાઇ છુવારાની દીકરી રૂકૈયાબેનના લગ્ન ડીસા ખાતે 11 વર્ષ અગાઉ અસલમભાઇ મહેમુદભાઇ મલેક સાથે થયા હતા. ઁતેઓને ત્રણ બાળકો પણ છે પણ દહેજની ભૂખમાં સાસુ, નણંદની ચડામણીથી તને જમવાનું બનાવતાં આવડતું નથી તેવો ત્રાસ અાપી પિતાના ઘરેથી કરીયાર લાવી હોવાથી રીક્ષા લાવવા માટે રૂ.50,000ની માગણી કરી ત્રાસા આપી કાઢી મૂકી હતી. સિદ્વપુરની યુવતીને ડીસાના સાસરિયાએ ઘરમાંથી કાઢી મૂકી
  December 4, 02:10 AM
 • ડીસામાંવડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનનો લઇ તૈયારીઓના ભાગ રૂપે વહીવટીતંત્ર તેમજ સંસ્થાઓ અને ભાજપ સંગઠનોમાં બેઠકોનો દોર શરૂ થયો છે. શુક્રવારે જિલ્લા કલેકટરે સભા સ્થળ સહિતની મુલાકાત લીધી હતી. જ્યારે ડીસા માર્કેટયાર્ડમાં ભાજપની તેમજ પાલિકામાં કોર્પોરેટરોની બેઠક યોજાઇ હતી. બનાસડેરીના નવિન પ્લાન્ટ એકમના ઉધ્ધાટન પ્રસંગે ડીસા ખાતે10 ડીસેમ્બરે પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઇ તૈયારીઓના ભાગ રૂપે વિવિધ બેઠકોના દોર શરૂ થયો છે. શનિવારે જિલ્લા કલેકટર જેનુ દેવને ડીસા એરપોર્ટની...
  December 4, 02:05 AM
 • ડીસાતાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની સંચાલક મંડળની ચૂંટણીમાં શનિવારે ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખે વધારાના ત્રણ ઉમેદવારી પત્રો પરત ખેંચાતા સમગ્ર બોર્ડની 19 બેઠકો બિનહરીફ થઇ હતી. શનિવારે વધારાના ત્રણ ફોર્મ પરત ખેંચાઇ જતાં ચિત્રસ્પષ્ટ થયું હતું. અને સંચાલક મંડળની તમામ 19 બેઠકો બિનહરીફ થઇ હતી. વિજેતા ઉમેદવારો માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઇ દેસાઇ સમર્થિત પેનલના છે. વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. ઉમેદવારોના નામ મંડળીવિભાગ- અમરતભાઇ હરીભાઇ દેસાઇ -ખરડોસણ વાસીભાઇ સવાભાઇ દેસાઇ -...
  December 4, 02:05 AM
 • ડીસાનાવાડીરોડ ખાતે રહેતા યુવકને સાંચોરના બે શખસોએ રૂ. 500ની માંગણી બાબતે જાહેરમાં મારમારતાં લાગી આવતાં પોતાના ભાડાના મકાનમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. મૃતકના ભાઇએ બે શખસો સામે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. ડીસાના વાડી રોડ ખાતે રહેતો લક્ષ્મણ જમનાજી પુરોહિત રસોઇ કામમાં મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં એક બાબો અને એક બેબી છે. તેને કોઇ કામ બાબતે સાંચોરના વિંછીવાડી ખાતે રહેતા દિનેશ અંબાલાલ ડિગારી(પુરોહિત) અને અંબાલાલ ડિગારીએ બે દિવસ અગાઉ...
  December 3, 04:00 AM
 • એરપોર્ટ મેદાનની સફાઇ માટે ટીમો કામેલાગી : રેન્જ આઇ.જી.એ મુલાકાત લીધી રાજીવગાંધી બાદ મોદી આવશે વડાપ્રધાનનરેન્દ્ર મોદી તા. 10 ડીસેમ્બરે ડીસા આવવાના હોઇ વહીવટીતંત્ર અને સુરક્ષા તંત્રના અધિકારીઓ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શુક્રવારે ભૂજ રેન્જના આઇ.જી.નરસિંન્હા કોમારે ડીસાની મુલાકાત લઇ સભાસ્થળ અને પાર્કિંગ સ્થળની જગ્યાએ પર વિઝીટીંગ કરી જરૂરી સૂચનાઓ આપી હતી. વર્ષ 1988-89 માં તત્કાલિન વડાપ્રધાન સ્વ.રાજીવગાંધીએ ડીસામાં જાહેર સભા સંબોધી હતી. ત્યારબાદ 28 વર્ષ બાદ કોઇ વડાપ્રધાન પ્રથમ વખત ડીસા...
  December 3, 04:00 AM