ભુજની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા કામ શરૂ કરાયું ત્યારથી વિવાદમાં ઘેરાયેલા રહેલા નવી શાકમાર્કેટના નિમૉણ કાર્યને લઇ થઇ રહેલા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કરાયેલી રિટના પગલે ગાંધીનગરથી સહકાર વિભાગના સંયુકત સચિવે એ.પી.એમ.સીના જવાબદારોનો ખુલાસો પૂછયો છે.
બજાર સમિતિના વપિક્ષી નેતા રૂપાભાઇ ચાડના જણાવ્યા મુજબ વર્તમાન બોડી દ્વારા આચરાઇ રહેલા ભ્રષ્ટાચાર તેમજ ગેરવહીવટની તપાસ કરવા અગાઉ તેમણે રજિસ્ટ્રાર અને નિયામક સમક્ષ રજૂઆત કરી હોવા છતાં કોઇ યોગ્ય કાર્યવાહી થઇ ન હતી.
જેને પગલે તેમણે...
ભાસ્કર ન્યૂઝ. ધાનેરા
ધાનેરા નગરપાલિકાના સદસ્યના રાજીનામાથી ધાનેરા પાલિકામાં હલચલ મચી જવા પામી છે. જો કે, પ્રમુખ ðારા સભ્યનું રાજીનામું નામંજુર કરાતાં કોંગ્રેસના નગરસેવકોએ આ મામલે કલેકટર કચેરી ખાતે અરજી કરી છે.
ધાનેરા પાલિકાના પ્રમુખ ચંદ્રિકાબેન ખંડેલવાલ તથા તેમના પતિના મનસ્વી પણાના કારણે પોતાના જ પક્ષના સભ્યોના કામો ન થતા વોર્ડ નં.-૭ના...
ભાસ્કર ન્યૂઝ. પાલનપુર
છેલ્લા ચારેક દિવસથી શિતલહેરના પગલે જનજીવન પ્રભાવિત બન્યું છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સાંજે ૬ વાગ્યા પછી માર્ગો સૂમસામ બની જાય છે. ઠંડીથી બચવા માટે લોકો તાપણાંનો સહારો લઇ રહ્યા છે. જ્યારે માઉન્ટ આબુ ખાતે શનિવારે લઘુત્તમ તાપમાન માઇનસ ૨.૪ ડિગ્રી નોંધાયું હતું.
ગુલબર્ગમાં ભારે હિમવષૉના પગલે ઉત્તર ભારત તરફથી આવતા...
પાલનપુર : શહેરના ઢુંઢીયાવાડી વિસ્તારમાંથી અગાઉ પોલીસે વિદેશી દારૂના જથ્થો સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. આ અંગે પોલીસે કરેલી કાર્યવાહીમાં આ ઇસમે પોલીસના રેકર્ડમાં પોતાનું નામ ખોટું લખાવતાં પોલીસે તેની સામે વધુ એક ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે શહેર પોલીસ મથકના ઓફિસર સુખદેવભાઇએ જણાવ્યું હતું કે, ઢુંઢીયાવાડી વિસ્તારમાં એક શખ્સ દારૂના...
ભાસ્કર ન્યૂઝ દાંતીવાડા
દાંતીવાડા તાલુકાના જેગોલ ગામેથી ૧૦ દિવસ પહેલાં ગુમ થયેલા યુવકની નગ્ન લાશ શુક્રવારના રોજ સીપુ ડેમમાં તરતી દેખાઇ હતી. જેને શનિવારના રોજ તંત્ર અને પોલીસની હાજરીમાં બહાર કઢાઇ હતી. ઘટના સ્થળે ઉપસ્થિત પરિવારજનો અને ગ્રામજનોએ યુવકની હત્યા થઇ હોવાના તેમજ હત્યારાઓને પોલીસ છાવરી રહી હોવાના આક્ષેપ કરાતાં ચકચાર મચી જવા પામી...