Home >> Uttar Gujarat >> Palanpur District >> Bhabhar
 • ભાભર | નેસડાપ્રાથમિક શાળામાં ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વધુ વિદ્યાર્થી\" જોડાતા ‘ફાસ્ટર \"ફ કિંગ’ પદ્ધતિથી ત્રણ ગૃપ બનાવવામાં આવ્યા હતા. સ્પર્ધામાં જનરલ નોલેઝ, ચિત્ર \"ળખ (કમ્પ્યૂટર દ્વારા) અને અભ્યાસક્રમને લગતા વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. દરેક ગૃપને ઘંટડી સિસ્ટમ આપવામાં આવી હતી. સ્પર્ધામાં ખાસીયત હતી કે, ઓડિયન્સને તક અપાઇ હતી.
  March 28, 03:45 AM
 • ભાભર | પીએસઆઇએમ.જે. ચૌધરી અને સ્ટાફ શુક્રવારે પેટ્રોલીંગમાં હતા. દરમિયાન ભાભર જૂનામાં રહેતા ભરત પીનુભા રાઠોડના ઘરે રેડ પાડતાં દારૂ ગાળવાનો વોશ લિટર-230 કિંમત રૂ.1080 તથા દેશી દારૂ લિટર-3 કિંમત રૂ. 60 નો મુદ્દામાલ ઝડપાયો હતો.જ્યારે માનસંગ ભુરાજી ઠાકોર (રહે. મીઠા), બચુભા ગુલાબસીંગ રાઠોડ (રહે. કારેલા), રાજુ ઉર્ફે ઇશ્વર ધર્માજી ઠાકોર (રહે. મીઠા), લાલસિંહ હાથીસિંહ રાઠોડ (રહે. કારેલા) પીધેલી હાલતમાં મળ્યા હતા.
  March 26, 06:35 AM
 • ભાભર | ભાભરમાર્કેટયાર્ડ સમિતિ દ્વારા તાલુકાના ખેડૂતો અને તેમના વારસદારોના સુરક્ષા કવચમાં અકસ્માત વિમો યાર્ડ દ્વારા લેવામાં આવ્યો છે. તાજેતરમાં બે ખેડૂતો અકસ્માતે મૃત્યુ પામ્યા હતા. ગુરુવારે યાર્ડના ચેરમેન લાલજીભાઇ પટેલ અને સેક્રેટરી બિપીનકુમાર પુજારા દ્વારા સ્વ. ઠાકોર ભાવાજી પોપટજી (ગામ-અસાણા) ના વારસદાર તેમના પત્ની ગીતાબેન ઠાકોરને રૂ. 1,00,000 તથા ઠાકોર રામજીભાઇ ધારશીભાઇના વારસદાર તેમના પત્ની નવીબેન ઠાકોરને રૂ. 75,000 નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તસવીર-ભાસ્કર
  March 26, 06:35 AM
 • ભાભરમાંઆડેધડ પાર્કિંગ અને ટ્રાફિકની રજૂઆત થતાં શુક્રવારના રોજ જિલ્લા ટ્રાફિક પીએસઆઇ એમ.બી. બારડ, એએસઆઇ જીવરાજભાઇ જોષી, હેડ કોન્સ્ટેબલ રમેશભાઇએ ટ્રાફિકને અડચણરૂપ 10 વાહનોને ડીટેઇન કર્યા હતા અને એક વાહનને આઇપીસી કલમ મુજબ ગૂનો નોંધવામાં આવ્યો હતો. જેથી આડેધડ પાર્કિંગ કરતાં વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહનો ડિટેઇન કરવામાં આવતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા હતા.
  March 26, 06:35 AM
 • ભાભરમાં ટ્રકનું ટાયર ફરી વળતાં બાઇકચાલકનું માથું છુંદાતાં મોત
  શુક્રવારે બપોરના સુમારે દિયોદર તરફથી આવી રહેલી ટ્રક (પીબી-29-જે-9935) અને બાઇક વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. જેમાં બાઇકચાલકનું માથું ટ્રકના ટાયરમાં ચગદાઇ જવાથી તેનું ઘટના સ્થળે મોત થયું હતું. ઘટનાના પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા. તેમજ પોલીસને જાણ કરાતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મૃતક બાઇકચાલક મોરવાડા ગામનો રાજપુત સુજાભાઇ (40) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે યુવકની લાશને પીએમ કરી વાલી-વારસોને સોંપાઇ હતી. ઘટના બાદ ટ્રક ડ્રાઇવર નાસી છૂટ્યો હતો. જેથી પોલીસે ડ્રાયવર...
  March 25, 02:45 AM
 • ભાભર | ભારતવિકાસ પરિષદ ભાભર શાખા દ્વારા મંગળવારે ભાભર તાલુકાની 135 સ્કૂલોમાં ભારત માતાના ફોટાઓ વિતરણ કરવામાં આવ્યા હતા. ભારત માતાના ફોટા બાળકોમાં રાષ્ટ્રભાવના વધે તેવા ધ્યેય સાથે અપાયા હતા. કાર્યક્રમમાં શાખાના ધરતીબેન ઠક્કર, એ.બી. પટેલ, ચિરાગ ત્રિવેદી, સુરેશ રાઠોડ, મહેશભાઇ ઠક્કર, હિતેષભાઇ ઠક્કર સહિત પરિષદના સભ્યો ઉપસ્થિત હતા.
  March 24, 03:40 AM
 • ભાભર | સૂઇગામનીજોરાવનગર પ્રા.શાળા અને અલાહટ ગામના બાળકો માટે વાર્તા લેખનની બે દિવસની શિબિર યોજાઇ હતી. જેમાં બાળકોને વાર્તાકાર અશોકભાઇ અમીને(સ્ટોરી ટેલર)બે દિવસ સુધી સેવાઓ આપી હતી. તેમજ જાણીતા કવિ અને સમાજ સેવક જેતસીભાઇ (શીલ્પી)એ પણ બાળકોને લેખનમાં રસ દાખવવા માટે અનુરોધ કર્યો હતો. પ્રસંગે જોરાવર પ્રાથમિક શાળાના આચાર્ય ડો.બી.જી.પટેલે બાળકોને વાર્તાલેખન માટે તજજ્ઞ તરીકે સેવાઓ પુરી પાડી હતી. કાર્યક્રમને શાળાના શિક્ષકો તેમજ જોરાપુરા યુવા શક્તિ સંગઠનના ઉમદા સહયોગથી આયોજન કરાયું હતુ.તસવીર-...
  March 22, 03:35 AM
 • જુગાર રમતાં ઝડપાયેલા શખસો 1.પવોઉર્ફે પ્રવિણકુમાર ગોપાલભાઇ ઠક્કર (રહે.ભાભર જુના તા.ભાભર) 2.નરેશ જોરાભાઇ વાલ્મિકી (રહે. જાશનવાડા તા. ભાભર) 3.મસા મનજીભાઇ વાલ્મિકી (રહે. રાજપુરા તા. સૂઇગામ) 4.રમેશ ગેમરભાઇ વાલ્મિકી (રહે. જાશનવાડા તા. ભાભર) 5.ખુમાજી છગનજી ઠાકોર (રહે. ખારીપાલડી તા.ભાભર) 6.ગાંડુભા નટુભા રાઠોડ (રહે.ભાભરજુના તા.ભાભર) 7.ચેહરા ડાહ્યાજી ઠાકોર (રહે. ખારીપાલડી તા.ભાભર) 8.ધધાજી બિજલજી વાલ્મિકી (રહે. દિયોદર) 9.દશરથ ગણાજી ઠાકોર (રહે.બોડા તા.દિયોદર) 10.રામજી ધુડાજી ઠાકોર (રહે.ઓગડપુરા તા. દિયોદર) 11.બાબુ...
  March 22, 03:35 AM
 • રોકડ 13950 સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી
  ભાભરમાંવરલી મટકાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મંગળવારે બપોર 3.30ના સુમારે પોલીસે છાપો માર્યો હતો. જ્યાંથી 30 શકુનિઓને રંગેહાથ ઝડપી લીધા હતા. જેમની પાસેથી રૂપિયા 13950નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. ભાભર જુના વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતાં પીએસઆઇ એમ.જે.ચૌધરીએ સ્ટાફ સાથે મંગળવારે બપોરના સુમારે ઓચિંતો છાપો માર્યો હતો. જ્યાં વરલી- મટકાનો જુગાર રમી રહેલા 30 શખસોને રંગે હાથ ઝડપી લીધા હતા. જેમની પાસેથી પોલીસે રોકડ રૂપીયા 13950 તેમજ જુગાર રમવાનું સાહિત્ય કબજે લીધુ હતુ. પોલીસની રેડને...
  March 22, 03:35 AM
 • ભાભર | હાથીપુરાપ્રા. શાળા (ભરડવા)માં શનિવારે વાર્ષિક મહોત્સવ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ, વાલીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. જેમાં ધોરણ-8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ, વાલીસંમેલન, ધોરણ-3 થી 8 ના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું. જેમાં પ્રથમ, દ્વીતીય અને તૃતિય ક્રમે આવેલા બાળકોને ઇનામો શાળા પરિવાર તેમજ દાતાઓ તરફથી આપવામાં આવ્યા હતા. સ્કૂલના આચાર્ય લાલજીભાઇ પટેલને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક માટેનો પુરસ્કાર મેળવવા બદલ શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. પ્રસંગે એસએમસીના સભ્યો,...
  March 21, 02:40 AM
 • પોલીસેદારૂની 124 બોટલ ઝડપી લઈ શખસ સામે ફરિયાદ નોંધી હતી. પીએસઆઇ એમ.જે.ચૌધરી અને સ્ટાફ સાથે રવિવારે સવારે પેટ્રોલીંગમાં હતા. ત્યારે ભાભરનવા વિસ્તારમાં રહેતા નારણસિંહ શીવસિંહ રાઠોડના રહેણાંક મકાનમાં રેડ કરી હતી. તેમના ઘરમાંથી વિદેશીદારૂની બોટલ નંગ 11 કિં.રૂ.3300 તથા બિયર ટીન નંગ 113 કિં.રૂ.11200 કુલ મુદ્દામાલ કિં.રૂ.14500 નો કબજે લઇ નારણસિંહ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે ધંધામાં સંકળાયેલા શખસોમાં ફફડાટ પ્રસરી ગયો હતો.પોલીસની તપાસ છતાં આટલો દારૂ કેવી રીતે ઘૂસાડાયા છે તેને લઈ અનેક સવાલો ઊભા થયા છે.
  March 20, 03:35 AM
 • ભાભર | વિશ્વગ્રાહક સુરક્ષા સપ્તાહ અંતર્ગત લીબર્ટી સ્કૂલ ભાભરમાં ગ્રાહક
  ભાભર | વિશ્વગ્રાહક સુરક્ષા સપ્તાહ અંતર્ગત લીબર્ટી સ્કૂલ ભાભરમાં ગ્રાહક સુરક્ષા વિભાગના ડાયરેક્ટર કિશોરભાઇ દવેના અધ્યક્ષસ્થાને ગ્રાહક સુરક્ષા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગ્રાહકોને પોતાનો હક શું છે, છેતરામણી જાહેરાતો જોઇ વસ્તુ ખરીદશો નહીં તે વિશે માહિતી કિશોરભાઇ દવે, તોલમાપ ઇન્સ્પેક્ટર ડી.ડી. મોદી અને કમલેશભાઇ ઠક્કરે આપી હતી. મંડળના પ્રમુખ દશરથભાઇ ડી. વ્યાસ, ડો. ગણેશભાઇ આંજણા અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાભર શહેરમાં ગ્રાહક સુરક્ષા સપ્તાહ અંગે સેમિનાર યોજાયો
  March 20, 03:35 AM
 • ભાભર | ભાભરખાતે આવેલ શ્રી સરસ્વતી વિદ્યાવિહાર પ્રાથમિક શાળામાં બાળ-આનંદ વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ અવનવા નૃત્ય, દેશભક્તિ ગીતો, દેશી ગરબા, રાસ અને નોટબંધી નાટકો તેમની આગવી છટામાં રજૂ કરીને ઉપસ્થિત મહાનુભાવોને મંત્રમુગ્ધ કરી દિધા હતા. કાર્યક્રમનું ઉદ્દઘાટન ગૌભક્ત છોગારામજી સીસોદરા, ભાભર પાલિકા પ્રમુખ વૈકુંઠરામ આચાર્ય, નડાબેટ બટાલીયન આસી. કમાન્ડર કિશોરજીતસિંહ સહિત મોટી સંખ્યામાં મહેમાનો હાજર રહ્યા હતા. તસવીર-મનજીપટેલ-11
  March 19, 03:35 AM
 • ભાભર | ભાભરતાલુકાની નેસડા પ્રાથમિક શાળામાં શુક્રવારના રોજ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને જુદાજુદા વિષયો જેવા કે, સ્વચ્છતા, બેટી બચાવો, પાણી બચાવો અપાયા હતા. જેમાંથી બાળકોએ પોતાની પસંદગીના વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું. સ્પર્ધામાં 22 બાળકોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ત્રણ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય રાણાભાઇ પટેલે ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સ્પર્ધાનું આયોજન શાળાના શિક્ષક મનોજભાઇ, અમીતભાઇ, કલ્પેશભાઇ અને રાજુભાઇએ કર્યું હતું.
  March 17, 03:40 AM
 • ખારાહત્યાકેસના બે આરોપી ઝડપાયા
  ભાભર |ભાભરના ખારા ગામે પ્રેમ પ્રકરણની અદાવતે સપ્તાહ અગાઉ પાંચ શખસોએ જીતુ ઠાકોરનું અપહરણ કરી તિક્ષ્ણ હથિયારથી મારમારી નાંખી દીધો હતો. જેનું ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દરમિયાન ગૂનામાં સંડોવાયેલા ભરત કરમશી ઠાકોર અને કમશીજી ધારશીજી ઠાકોરને ઝડપી લીધા હતા.
  March 17, 03:40 AM
 • ભાભરબનાસકાંઠા જિલ્લા પોલીસવડાની સૂચના અને મદદનીશ પોલીસ અધિક્ષક યુ.આર. પટેલ તથા સીપીઆઇ એચ.એન. રાઠોડના માર્ગદર્શન હેઠળ ભાભર પીએસઆઇ એમ.જે. ચૌધરી અને ગુરૂવારે સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન ભાભરના ભરત ભીખુભાઇ રાઠોડ મોટર સાયકલ નં. જીજે-8-એસ-9309 ને રોકાવી તપાસ કરતાં બાઇકમાં ટીંગાડેલ થેલામાંથી દેશીદારૂની પોટલીઓ નંગ-45 કિંમત રૂ. 900 અને બાઇક કિંમત રૂ. 25,000 મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ. 25,900 નો કબજે લઇ આરોપીની પુછપરછ કરતાં દેશી દારૂનો જથ્થો દિનેશ રામચંદ ઠાકોર (રહે. ઇન્દરવા જૂનાવાળા)ને આપવા જતા હતા. જેથી તેની...
  March 17, 03:40 AM
 • ભાભર સીએચસીમાં છેલ્લા બે માસથી હડકવાની રસી હોવાથી ગરીબ દર્દીઓ પરેશાન થઇ રહ્યા છે. અને ખાનગી હોસ્પિટલમાં પૈસા ખર્ચીને ઇન્જેકશન લેવું પડે છે. આમ આરોગ્ય મંત્રીના વિસ્તારમાં તકલીફ હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાભર સીએચસીમાં હડકવા વિરોધી ઇન્જેકશન માટે દર્દીઓ જાય છે. ત્યારે દવાખાનામાં છેલ્લા બે માસથી ઇન્જેકશન હોવાથી પરત ફરે છે. અને ખાનગી દવાખાનામાં રૂ. 2000 ખર્ચીને હડકવા વિરોધી ઇન્જેકશનો લેવા મજબુર બને છે. ભાભર-વાવ મત વિસ્તારના ધારાસભ્ય શંકરભાઇ ચૌધરી ખુદ ગુજરાત સરકારમાં આરોગ્ય...
  March 16, 02:50 AM
 • ભાભર |ભાભરતાલુકાના ચેમ્બુવા ગામે તાલુકાકક્ષા પશુપાલન શિબિર પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. પ્રસંગે પશુપાલક અધિકારી ડો.મગરવાડીયા, ડો.સુનિલ જોષી, ડો.એ.પી.ચૌધરી, ડો.ડી.કે.પટેલ, ડો.એ.કે.પટેલ વગેરે હાજર રહીને પશુપાલન વિશે માહિતગાર કર્યો હતા. કાર્યક્રમમાં ગામના સરપંચ નારણભાઇ પટેલ અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.
  March 15, 03:35 AM
 • ખેડૂતોએ કેનાલ રીપેર માટે રજૂઆતો કરી છતાં જવાબદાર અધિકારીઓ નિષ્ક્રીય
  ભાભર, વાવ અને સૂઇગામપંથકમાં નર્મદા નીર ખેતરો સુધી પહોંચતા ખેતરો લીલોતરીથી લહેરાઇ રહ્યા છે. અને ખેત ઉત્પાદન વધી ગયું છે. ખેડૂતો સદ્ધર ધીમેધીમે થઇ રહ્યા છે. પરંતુ માઇનોર કેનાલોના છેવાડે આવેલા ખેતરો સુધી કેટલીક હલ્કા બાંધકામથી બનેલ કેનાલો વારંવાર તૂટવાથી નર્મદાનું પાણી નિયમિત પહોંચતું હોવાની ખેડૂતોની ફરિયાદો ઉઠવા પામી છે. ભાભરનવા માઇનોર-ટુ કેનાલ એક વર્ષ પહેલા ચાલુ થઇ હતી. પરંતુ કેનાલ બાંધકામ એકદમ હલકી ગુણવત્તાનું થયેલ હોવાથી જેવું પાણી ચાલુ થયું તેવું ઠેર-ઠેર કેનાલ પત્તાના મહેલની જેમ...
  March 15, 03:35 AM
 • ભાભર | સૂઇગામનીભટાસણ પ્રાથમિક શાળાના બાળકો માટે સીમાદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બાળકોમાં દેશપ્રેમની ભાવના કેળવાય તે માટે બીએસએફના જવાનો સાથે વાર્તાલાપ કરાવવામાં આવ્યો હતો. તેમજ પાટણના રાજા મુળરાજ સોલંકીએ બંધાવેલ મુળેશ્વર મહાદેવ મંદિર, લખાપીરદાદા જેવા ધાર્મિક મંદિરના દર્શન કરાવવામાં આવ્યા હતા. કાર્યક્રમને શાળાના આચાર્ય વિજયભાઇ અને સ્ટાફે ગોઠવ્યો હતો.
  March 10, 02:35 AM