Home >> Uttar Gujarat >> Palanpur District >> Amirgarh
 • અમીરગઢનાવેપારીની કાર સળગાવવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. અમીરગઢમાં રહેતા વિનોદભાઇ રામનિવાસ અગ્રવાલના જણાવ્યા અનુસાર ગુરુવારની રાત્રીના 12-00 થી 1-00 વાગ્યાના સુમારે કોઇ અજાણ્યા શખસ દ્વારા વિનોદભાઇના રહેણાંક મકાનમાં સામેની ગલીમાં ઇકો કાર નં. જીજે-8-એપી-9571 ઉભી હતી. જેથી રાત્રીના અંધકારનો લાભ લઇ કોઇ અજાણ્યા શખસો દ્વારા કારને આગ લગાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પડોશમાં રહેતા પડોશી અચાનક જાગી જતાં બુમો પાડતાં આજુબાજુના લોકો એકઠા થઇ ગયા હતા.અને આગ પર કાબુ મેળવ્યો હતો. જેમાં કારને વધુ...
  April 29, 02:40 AM
 • અમીરગઢ| અમીરગઢતાલુકા પંચાયતમાં મદદનીશ ટીડીઓને ગામના બે શખસોએ સરકારી કામમાં દખલ કરી જાનથી મારી નાખવાનો ગુનો મંગળવારે પોલીસે નોંધી તપાસ હાથ ધરી છે.તાલુકા પંચાયતમાં મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અને નાયબ ચીટનીશ તરીકે ફરજ બજાવતા રફીક મહમદ બિસ્મિલ્લાખાન મલેકએ અમીગઢના કૈલાસભાઈ રેવાજી પંચાલ,નાનજીભાઈ પચાણભાઈ પટેલ સામે ગુનો નોંધાવતા જણાવ્યું હતું કે, બન્ને શખસો 28 માર્ચના રોજ ઓફિસમાં આવી ગાળો બોલી ઓફિસને સરકારી કર્મચારીઓ સાથે સળગાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
  April 26, 02:35 AM
 • અમીરગઢતાલુકાના આદિવાસી ખેડૂતો ડ્રીપ પદ્ધતિ અપનાવવા માંગણી કરી છે પરંતુ ડ્રીપની કીટ હજુ સુધીના મળતા ખેડૂતો રોષે ભરાયા છે. રાજ્ય સરકાર દ્વારા પાણી બચાવો અભિયાન તળે ખેડૂતોને પોતાના ખેતરમાં ડ્રીપ ટપક પદ્ધતિ અપનાવવા અનેક પ્રયત્નો કરે છે જે મુજબ અમીરગઢના આદિવાસી ખેડૂતોએ માંગણી કરી છે. પરંતુ ટપક પદ્ધતિ માટે કીટ મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે.ખેડૂતોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા આદિવાસી ખેડૂતોને ડ્રીપની કીટ આપવાની કામગીરી ખાનગી કંપનીઓને આપવામાં આવી છે અને આદિવાસી ખેડુતો માટે હેકટર દીઠ 85%...
  April 26, 02:35 AM
 • અમીરગઢના 12 ગામોમાં હજુ પણ પાકાે રસ્તાે નસીબમાં નથી
  અમીરગઢતાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારના કાચા માર્ગો પાકા બનતા લોકોને અનેક પરેશાની વેઠવી પડે છે. પાકા માર્ગો માટે અનેક રજૂઆતો સરકારી ફાઇલોમાં અટવાઇ ગઇ હોવાનું લોકો જણાવી રહ્યા છે. અમીરગઢ તાલુકાના નાળવાસ, થલા, ખાટી ચિતરા, જામુપાણી, નઇવાડા, બોરપાણી, માઠાવાસ, પાલડીખેડા, સકરાવેરી, ઉપલાખાપા, ખજૂરીયા, કરમદી જેવા ગામોને જોડતો માર્ગ પાકો હોવાથી પ્રજાને મોટા ભાગે આરોગ્યલક્ષી સેવા મેળવવામાં પરેશાનીનો સામનો કરવો પડે છે. ઉપરાંત માનપુરીયા, વાઘોરીયા જેવા ગામોમાં ચોમાસાના સમયમાં 108ની સેવા પહોંચી શકતી...
  April 25, 02:40 AM
 • 10,24,500 ના મુદ્દામાલ સાથે એક ઝબ્બે
  અમીરગઢપોલીસે શુક્રવારના બપોરે વાહન ચેકિંગ દરમિયાન આયસર ટ્રકની બોડીમાં સંતાડીને ગુજરાતમાં લઇ જવાતી વિદેશી દારૂની 560 બોટલ સાથે એક શખસને ઝડપી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અમીરગઢ પીએસઆઇ કે.વાય.વ્યાસ પોતાના સ્ટાફ સાથે શુક્રવારના બપોરે ચેકપોસ્ટ ખાતે આવતા-જતા વાહનોની ચકાસણી કરી રહ્યા હતા. તે સમયે રાજસ્થાન તરફથી પૂરઝડપે આવતા આયસર ટ્રક નંબર ડીએલ-1-એલટી-7443 ને રોકવી ખાલી દેખાતા વાહનની પોલીસે ઝીણવટ ભરી તપાસ કરતા અને ટ્રકની બોડી (તળીયા) ના પતરાંના બોલ્ટ ખોલી જોતા રૂપિયા 2,24,000 ની કિંમતની પરપ્રાંતિય...
  April 22, 03:40 AM
 • માઉન્ટઆબુના જંગલને છેલ્લા 6 દિવસથી આગે બાનમાં લીધુ છે. જ્યારે તંત્ર ખડેપગે ઉભું છે. હવે આગની જ્વાળા રહેણાંક મકાનો સુધી પહોંચી જતા ઘરો ખાલી કરાવવાની તંત્રને ફરજ પડી છે. માઉન્ટ આબુના જંગલને અગન જ્વાળાએ બાનમાં લીધું છે ત્યારે તંત્ર અને જવાનો દ્વારા પાણીના 30 ટેન્કર, 11 ફાયર ફાઈટર,સહિત જવાનો દ્વારા આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે.દરમિયાન મંગળવારે આગની જ્વાળા છુટા છવાયા રહેણાંક મકાનો સુધી પહોંચી જતા ઋષિકેશવાળા વિસ્તારના મકાનો ખાલી કરાવવાની તંત્રને ફરજ પડી હતી. જ્યારે જે જવાનો આગને...
  April 19, 03:35 AM
 • અમીરગઢ | માઉન્ટઆબુના ફેમસ સનસેટ પોઇન્ટ અને હનીમૂન પોઇન્ટ નજીક શુક્રવારે સવારે આગ લાગી હતી.જેના પર હજુ સુધી સંપૂર્ણ કાબુ મેળવી શકાયો નથી.માઉન્ટ આબુના જંગલમાં છેલ્લા પાંચ દિવસથી આગના લીધે હજારો હેકટર જંગલ જમીનની વન્ય સૃષ્ટિ બળીને રાખ થઇ ગઇ છે. જ્યાં તંત્ર દ્વારા આગને કાબુમાં લેવા અનેક પ્રયત્નો કરાઈ રહ્યા છે. જવાનો સહિત સ્થાનિક લોકો પણ મદદમાં જોડાયા છે.તસવીર-ભવર મીણા
  April 18, 03:35 AM
 • ઇકબાલગઢ માર્કેટયાર્ડની ચૂંટણી ટળી, બિનહરીફ
  અમીરગઢ | ઇકબાલગઢખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિમાં ચૂંટણીના ફોર્મ 8 એપ્રિલે ભરવાના હતા. તેમજ બુધવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના હોઇ એક વધારાનું ભરાયેલું ફોર્મ પરત ખેંચવામાં આવતા વેપારી વર્ગમાં-4, ખેડૂત વર્ગમાં-8 અને સહકારી વેચાણ મંડળીમાં-1 ઉમેદવારી નોંધાતા ચૂંટણી અધિકારી દ્વારા બિનહરીફ જાહેર કરવામાં આવી હતી. અંગે ચૂંટણી અધિકારી જિલ્લા રજીસ્ટર એસ.બી. ચૌહાણે જણાવ્યું હતું કે,‘ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં ચૂંટણી હતી પરંતુ ઉમેદવારી નોંધાયા બાદ હરીફમાં કોઇ ઉમેદવારના આવતા બુધવારે યાર્ડની ચૂંટણી...
  April 13, 05:35 AM
 • ચીકણવાસ ગામમાં મૃતકના નામે અન્ય મતદાન કરી ગયાનો આક્ષેપ
  મામલતદાર લેખિતમાં રજુઆત કરાઇ અમીરગઢતાલુકાના ચીકણવાસ ગ્રામપંચાયતની ચૂંટણીમાં બે મતદારોના મૃત્યુ થયા હતા.તેના બદલે અન્ય વ્યક્તિઓ મતદાન કરી ગયા હોવાની મંગળવારે ગામલોકોએ આક્ષેપ કરી મામલતદાર સમક્ષ રજુઆત કરી છે. મૃત્યુ પામેલા મતદારના નામે અન્ય વ્યકિત મતદાન કરી ગયા હોવાના આક્ષેપ ઉઠ‌વા પામ્યા છે. જેમાં ચતરા ગામના સુકાભાઇ ભગોરા અને આશાભાઇ હીરાભાઇ પીસરાએ મામલતદાર સમક્ષ લેખિતમાં ચૂંટણી અધિકારી સામે આક્ષેપ કર્યો છે. અંગે અમીરગઢ મામલતદાર કે.એમ.પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણી અધિકારી દ્વારા...
  April 12, 03:35 AM
 • અમીરગઢતાલુકાના ઇકબાલગઢમાં મંગળવારે સવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જેમાં બે કરીયાણાની દુકાનોમાં તપાસ દરમિયાન તેલ-મસાલાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. વિભાગની કાર્યવાહીના પગલે વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો છે. અમીરગઢ નજીક આવેલા ‌વેપારી મથક ઇકબાલગઢમાં મંગળવારે સવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અચાનક ત્રાટક્યુ હતું. જ્યાં ભવાની કિરાણા સ્ટોર્સ તેમજ બીજા વેપારી સુરેશભાઇ મિસરાની કરીયાણાની દુકાનમાં ફૂડ ઇન્સ્પેકટર એસ.પી.પટેલે સ્ટાફ સાથે તપાસ હાથ ધરી હતી. અને બન્ને...
  April 12, 03:35 AM
 • અમીરગઢ | અમીરગઢમાંરહેતી અને ઊંઝા કન્યા શાળામાં અભ્યાસ કરતી રહેનીબેન જગદીશભાઇ રાઠોડ (ધોબી)એ તાજેતરમાં માઉન્ટ આબુમાં યોજાયેલી રમત-ગમતમાં ભાગ લીધો હતો. જેમાં કબડ્ડીમાં હેનીબેન ધોબીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ગામ અને તાલુકાનું ગૌરવ વધાર્યું છે. સોમવારે અમીરગઢ સરસ્વતી છાત્રાલયના ટ્રસ્ટી રમણભાઇ પટેલના હસ્તે છાત્રાનું સન્માન કરાયું હતુ.
  April 6, 02:35 AM
 • અમીરગઢ | અમીરગઢતાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ડી.બી.મહેતાની હાજરીમાં તાલુકા આરોગ્ય સ્ટાફ દ્વારા મંગળ વારે ગામના જાહેર માર્ગ પર ક્ષય રોગ ને અટકાવવા માટે સૂત્રો ચાર અને બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી. પ્રસંગે તાલુકાના મેડિકલ ઓફિસર સહિત આરોગ્ય નો સ્ટાફ હાજર રહ્યો હતા. અમીરગઢમાં ક્ષય નિયંત્રણ માટે રેલી નિકળી
  April 2, 03:40 AM
 • અમીરગઢ| અમીરગઢપોલીસે 42 પેટી દારૂ સાથે બે શખસને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પી. એસ. આઈ. કે.વાય.વ્યાસ, પોલીસ જવાન રમેશભાઈ,અશ્વિનભાઈ,ઇન્દ્ર દાન દ્વારા વોચ ગોઠવી કાચા રસ્તેથી આવતી અલ્ટો કાર નં.જીજે. 24,કે,7729 ને રોકવી તલસી લેતા રૂ.2 લાખની કિંમતની 42 પેટી દારૂ સાથે આબુરોડના વાસડાના સોહનસિંહ સરતાનસિંહ તેમજ ગઢડાના મહીપાલસિંહ ધીરસિંહ દેવડાને ઝડપી કાર્યવાહી કરી હતી.
  March 31, 03:35 AM
 • અમીરગઢતાલુકાના ઇકબાલગઢ પંચાયત દ્વારા ગટર-નાળીઓ પર અડચણરૂપ દબાણ કરનાર પંચાયતના કર્મચારીઓ સહિત અંદાજે 150 જેટલા દબાણદારોને ત્રણ દિનમાં દબાણ ખૂલ્લું કરવાની નોટિસ અપાતાં દબાણદારોમાં ફફડાટ વ્યાપ્યો છે. ઇકબાલગઢ ગામના જાહેર માર્ગની બન્ને સાઇડોમાં ગંદા પાણીના નિકાલ માટે ગટરો બનાવેલી છે. જે ગટરો-નાળી પર વેપારીઓએ ઓટલા તેમજ દુકાનનો સામાન બહાર મૂકી અડચણરૂપ દબાણ કરેલું છે. જેના લીધે સમયસર ગટરોની સફાઇ થતી હોવાથી દુર્ગંધ મારતું પાણી માર્ગો પર રેલાય છે. તે ઉપરાંત અવાર-નવાર ટ્રાફિકજામ થઇ જતો હોવાથી...
  March 24, 03:40 AM
 • છાપી | છાપીમાંવાદી પરિવારમાં એક યુવકનું મોત થતાં રવિવારે લોકાચારો રાખેલ હતો. ત્યારે અમીરગઢના હરેશભાઇ વાદી અને તેમના પિતા લાલાભાઇ લોકાચારે આવ્યા હતા તે દરમિયાન મૃતકના પરિવારે કહેલ કે ‘અગાઉ અમારા પિતા મરણ પામ્યા ત્યારે કેમ આવ્યા’ તેમ કહી વેરસી જીવાભાઇ વાદી, કરમશી વાદી, નરેશ જીવાભાઇ વાદી અને કરણ જુજાભાઇ વાદીએ હુમલો કર્યો હતો.
  March 23, 02:40 AM
 • અમીરગઢમાંBSNLની સેવામાં છેલ્લા બે મહિનાથી ધાંધીયા છે. જેમાં શનિ અને રવિવાર એમ બે દિવસ નેટવર્ક પણ બંધ રહેતું હોવાથી ગ્રાહકો પરેશાન થઇ ગયા છે. ભારતીય દૂર સંચાર નિગમ દ્વારા લોભામણી જાહેરાત કરાય છે અને ગ્રાહકો તેનો લાભ લઇ રહ્યા છે. પરંતુ સેવા મળતા ગ્રાહકો અન્ય કંપની સાથે જોડાવા મજબુર બન્યા છે. અમીરગઢમાં અવાર-નવાર ભારતીય દૂર સંચાર નિગમની સેવા શોભાના ગાંઠીયા સમાન હોવાથી લોકો પરેશાની વેઠી રહ્યાં છે. પરિણામે ગ્રાહકો જોડાણ કપાવી રહ્યા છે. જેમાં અમીરગઢ પંથકમાં મોટાભાગે શનિ અને રવિવારના રોજ...
  March 23, 02:40 AM
 • અમીરગઢ | અમીરગઢનાઇકબાલગઢ ગામે સ્વસ્તિક સ્કુલ દ્વારા સોમવારે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસે ચકલી બચાવોના નારા સાથે જાહેર માર્ગો પર રેલી કાઢવામાં આવી હતી. અને ગામલોકોની જાગૃતતા માટે તેમજ ચકલીને બચાવવા માટે ઘરમાં માળો, પાણીના કુંડ, ચકલા માટે ચણના પાત્ર મુકવાના સૂત્રો કહેવામાં આવ્યા હતા. પ્રસંગે શાળાનો સ્ટાફ હાજર રહ્યો હતો. તસવીર-ભવરમીણા
  March 21, 02:35 AM
 • અમીરગઢ | અમીરગઢનીધરા પર દેવ શ્રી ડુંગરપુરીજી મહારાજે વર્ષો અગાઉ ફાગણ વદ પાંચમના દીને જીવિત સમાધિ લીધી હતી. જે પરંપરાગત ફાગણ વદ પાંચમના દિને નેજા ચઢાવવામાં આવે છે. જ્યારે આઠમના દિવસે મેળો ભરાય છે. જે સોમવારે પરંપરાગત મેળામાં પાવન ધરા પર શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા અને પાવન ધરાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
  March 21, 02:35 AM
 • અમરીગઢ | લાખણીતાલુકાના જસરા ગામે અશ્વમેળો યોજાયો હતો. જેમાં અમીરગઢ તાલુકાના નવીન મોટાકરજા ગામની ચાર ઘોડીઓએ ભાગ લીધો હતો. જેમાં શીતલ નામની ઘોડીને સુંદરતા માટે પ્રથમ નંબર અપાયો હતો. જેમના માલિક વચનસિંહ ગંભીરસિંહ ચૌહાણને રૂ. 5100 નો ચેક અપાયો હતો. ઉપરાંત તેમના અન્ય ઘોડા પવનને ત્રીજા નંબર માટે રૂ. 2500 નો ચેક અપાયો હતો. જ્યારે ચેતક અને રોગી ઘોડાએ કરતબો દાખવી મેળામાં આકર્ષણ જમાવ્યું હતું.તસવીર- ભવરમીણા
  March 20, 03:35 AM
 • અમીરગઢ | અમીરગઢસરકારી વિનયન કોલેજ કક્ષાની યુનિસિર્ટી વ્યાખ્યાન તેમજ દિક્ષાંત
  અમીરગઢ | અમીરગઢસરકારી વિનયન કોલેજ કક્ષાની યુનિસિર્ટી વ્યાખ્યાન તેમજ દિક્ષાંત સમારંભ યોજાયો હતો જેમાં ટી વાય બી પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર ડાભી ઉપેન્દ્ર સિંહ , એન એસ એસ યુનિટના બેસ્ટ કેડેટ તરીકે વાસુ દીપકભાઈ, અને સ્ટુડન્ટ ઓફ યરનો ખિતાબ પંચાલ શીલાબેનને આપવામાં આવ્યો હતો. પ્રસંગે કોલેજના આચાર્ય નરેશ ભાઈ ચૌધરી , અમદાવાદના પ્રોફેસર ડૉ. રાજેન્દ્ર જાની હાજર રહયા હતા.
  March 16, 02:40 AM