Home >> Uttar Gujarat >> Palanpur District
 • વાવ |વાવ તાલુકાના રાધાનેસડા પ્રાથમિક શાળાના 150 થી વધુ બાળકોને બનાસકાંઠા જિલ્લા રેવન્યુ કલાર્ક એસો. દ્વારા ગરીબ બાળકોને ગરમ કપડાં નોટબુક પેન, પાટી-કંપાસનું વિતરણ કરાયું હતું. પ્રસંગે વાવ મામલતદાર કચેરીના કારકુન ઇશ્વરભાઇ બારડ અને થરાદ પ્રાંત કલેકટર કચેરીના સ્ટાફ તેમજ શાળાના આચાર્ય કરશનભાઇ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.તસવીર ભાસ્કર
  06:10 AM
 • થરાદ | જલારામ યુવક મંડળ અને બનાસકાંઠા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા ઉતરાયણ ના પર્વ નિમિતે સવારે કલાકે સારવાર કેમ્પ ખુલો મુકાયો હતો.જેમાં ચાર કબુતર પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થયાં હતાં.જે પૈકી બે નાં મોત થયાં હતાં.જયારે બે ને સારવાર કરી પક્ષી ઘરમાં છોડી દેવાયાં હતાં. કેમ્પનું આયોજન છેલા આઠ વર્ષથી કરવામાં આવે છે.
  06:10 AM
 • ધારેવાડા પાસેથી 1.38 લાખના દારૂ સાથે ત્રણ ઝબ્બે : એક ફરાર
  વડગામતાલુકાના છાપી પાસે આવેલા ધારેવાડા હાઇવે પાસે પીકઅપ સ્ટેન્ડ પાસેના નેળીયામાં મોટીભાખરના લહેરસિંહ વાઘેલા, સિદ્ધપુરના નાગજીજી પ્રધાનજી ઠાકોરને શનિવારે મોડી રાત્રે વિદેશી દારૂની ડિલીવરી આપવા આવવાના હતા. જેની બાતમી છાપી પીએસઆઇ એમ.એન. દેસાઇ અને સ્ટાફને મળતાં રેડ કરીહતી. દરમિયાન દારૂની હેરાફેરી કરવામાં આવેલી કારમાંથી રૂ. 1,38,700 દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ તેમજ રૂ. 7,60,000 કાર મળી કુલ રૂ. 9,03,100 નો મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે સિદ્ધપુરના નાગજીજી પ્રધાનજી ઠાકોર, મહમદહનીફ મોહતખાન પઠાણ તેમજ...
  06:10 AM
 • કાંકરેજમાં રાષ્ટ્રીય ક્ષય રોગ નિયંત્રણ કાર્યક્રમ યોજાયો
  કાંકરેજતાલુકાના રાજપુરમાં આવેલ સાસુ વહુ ઉ.બુ. વિદ્યાલયમાં બુધવારના રોજ ક્ષય રોગ નિવારણ અને નિયંત્રણ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 19 વિદ્યાર્થીઓએ ક્ષય રોગ (ટીબી) વિશે માહિતી આપી હતી. પ્રથમ ત્રણ નંબર આવનાર વિદ્યાર્થીઓને જિલ્લા ક્ષય અધિકારી ડો. ભરતભાઇ બી. સોલંકી-પાલનપુર, તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો. બ્રિજેશભાઇ વ્યાસ, ડો. એચ.આર. ઠાકોર, એ.એસ. પ્રજાપતિ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉ.બુ. વિદ્યાલયમાં બુધવારે ક્ષય રોગ નિવારણ અને નિયંત્રણ અંતર્ગત વક્તૃત્વ...
  05:45 AM
 • નવી દિલ્હી | નોટબંધીનેકારણે રોકડની અછત થી ત્રસ્ત જનતા ને પડ્યા પર પાટુ લગાવતા સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટર દીઠ અનુક્રમે 0.42 અને 1.03 રૂપિયાનો વધારો ઝિંક્યો હતો. અમદાવાદમાં હવે પેટ્રોલની કીમત લીટર દીઠ 72.90 જ્યારે ડીઝલની નવી કીંમત 65.34 થશે. કિંમતમાં કરવેરા સામેલ નથી. કરવેરા સાથે કિંમત વધશે.
  05:45 AM
 • પોલીસે 1770નો મુદ્દામાલ કબજે લીધો પાલનપુરનામાલણ ગામે પોલીસની ટીમે શનિવારે સાંજે છાપો માર્યો હતો.જ્યાં જુગાર રમતાં ચાર શકુનિઓને ઝડપી લીધા હતા. જ્યારે ત્રણ નાસી છુટ્યા હતા. પોલીસે રૂ. 1770 નો મુદ્દામાલ કબજે લીધો હતો. પાલનપુરના માલણ ગામ નજીક જુગાર રમતો હોવાથી બાતમીના આધારે પોલીસે શનિવારે સાંજે છાપો માર્યો હતો. જ્યાં જુગાર રમતાં માલણના જીતા ફતાભાઇ પટણી, જકશી મોતીભાઇ ઠાકોર, રાહુલ ભીખાભાઇ મેતીયા અને જયેશક રમેશભાઇ ઠાકોર ઝડપાઇ ગયા હતા. જ્યારે મોતીજી રાણાજી માલુણા, જાવેદ અબ્દુલ મનસુરી, પ્રવિણ...
  05:45 AM
 • વાવમાંઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ શુક્રવારે સાંજના સાતેક વાગ્યાના સુમારે થરાદ તરફથી આવતા જીપડાલાના ચાલકે બાઇક સવારને અડફેટે લીધો હતો. જેનું રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ થતાં 108 મારફતે સારવાર અર્થે ખસેડાતાં રસ્તામાં તેનુ મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. વાવમાં શુક્રવારે સાંજના સાતેક વાગ્યાના સમયે વાવડી તરફથી આવતા ચુવા ગામના શૈલેષભાઇ શંભુજી ઠાકોર(ઉ.વ.18) પોતાનુ બાઇક લઇ થરાદ તરફ જતાં વાવડીથી એક કિમીના અંતરે થરાદ તરફથી આવતા જીપડાલાને જીજે.8.ઝેડ. 3617ના ચાલકે બાઇક સવારને અડફેટે લેતાં તે રોડ પર...
  05:45 AM
 • અંબાજી ભાદરવી પૂનમના મેળામાંથી ચોરોયલા બાઇકનો ભેદ ઉકેલાયો
  એલસીબીએ બે શખસોને ચોરીના બાઈક સાથે ઝડપ્યા યાત્રાધામઅંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાંથી બે મોટર સાયકલની ઉઠાંતરી થવા પામી હતી. જેનો બનાસકાંઠા એલસીબી ની ટીમે ભેદ ઉકેલી પાલનપુર તાલુકાના રામપુરા અને ધાણધાના બે શખસોની અટકાયત કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં થયેલી વાહનચોરીઓનો ભેદ ઉકેલવા માટે જિલ્લા પોલીસવડા નિરજ બડગુજરની સૂચનાથી એલસીબી પીઆઇ જે.એચ.સિંઘવે સ્ટાફના બળવંતસિંહ, ગણપતલાલ,ભગવાનસિંહ સાથે રવિવારે બાતમીના આધારે પાલનપુર ધનિયાણા ચોકડી નજીક વોચ ગોઠવી હતી. જ્યાં બાઇક લઇને આવેલા મુળ...
  05:45 AM
 • આગામી17 જાન્યુઆરીએ રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવી રહેલા પાટીદાર આંદોલના અગ્રણી હાર્દિક પટેલનુ સન્માન કરવા માટે બનાસકાંઠા જિલ્લામાંથી પણ પાટીદારો જવાના છે. અનામત આંદોલન સમયે પાલનપુરપંથકમાં આવેલા ગઢમાં બે પાટીદાર યુવાનોનું ગોળીબાર મોત નિપજ્યું હતું. ત્યારે પાલનપુરમાં પણ કેટલાક છુટાછવાયા બનાવો બન્યા હતા. ઘટના બાદ હાર્દિક પટેલે પણ વિસ્તારની મુલાકાત લીધી હતી. હવે આગામી 17 જાન્યુઆરીને મંગળવારે હાર્દિક પટેલ રાજસ્થાનથી ગુજરાતમાં રતનપુર બોર્ડરથી આવનાર છે. અંગે બનાસકાંઠાના ‘પાસ’ ના કન્વિનર...
  05:45 AM
 • નડાબેટમાં અશ્વ મહોત્સવમાં મેદાન માર્યું
  પાલનપુરની ઘોડી બેરલ રેસ અને મટકી ફોડમાં દ્વિતીય નડાબેટમાંરાષ્ટ્રીય કક્ષાનો સીમા અશ્વ મહોત્સવ 10 જાન્યુઆરીએ યોજાયો હતો. જેમાં પાલનપુરના યુવાને ગુજરાતમાંથી બેરલ રેસ અને મટકી ફોડમાં દ્વિતીય ક્રમ મેળવી પાલનપુરનું નામ રોશન કર્યું હતું. પાલનપુરના સિન્ટુભાઇ વિજયભાઇ રોક્ષબ્રોએ પોતાની શક્તિ નામની ઘોડી દ્વારા ગુજરાતમાંથી બેરલ રેસ અને મટકી ફોડમાં ભાગ લઇ બંન્ને સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવી પાલનપુરનું નામ રોશન કર્યું હતું. જેમને સર્ટીફીકેટ, ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  05:45 AM
 • પાલનપુરનાખૈર-એ-ઉમ્મત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજના તેજસ્વી બાળકો ઉચ્ચ અભ્યાસ કરી દેશના પ્રતિષ્ઠિત ઇન્સિટીટ્યૂટમાં પ્રવેશ કરી શકે તે માટે છાત્રોને દત્તક લેવામાં આવ્યા છે. જેમની રવિવારે પરીક્ષા યોજાઇ હતી. વર્તમાન સમયે દરેક સમાજને શિક્ષણનું મહત્વ સમજાયું છે. આથી સામાજીક લેવલે વિવિધ કાર્યક્રમો યોજી તેજસ્વી તારલાઓને આગળ લાવવામાં આવી રહ્યા છે. જેમાં પાલનપુરના ખૈર-એ-ઉમ્મત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના હોશિયાર છાત્રો ધોરણ 10 પછી ઉચ્ચ અભ્યાસક્રમમાં આગળ વધે તે માટે દત્તક લેવામાં...
  05:45 AM
 • પાલનપુરતાલુકાના ફતેપુરના યુવાનોએ ગામમાં ટ્રસ્ટની રચના કરી 100 ઉપરાંત બાળકોને વિના મુલ્યે ટ્યુશન આપી રહ્યા છે. જ્યાં રવિવારે પાલનપુરના બે તબીબો દ્વારા વિના મુલ્યે કમ્પ્યુટરની ભેટ આપવામાં આવી હતી. હવે ગ્રામજનો દ્વારા ઘરે-ઘરે શિક્ષણકુંભ મુકવામાં આવશે. પાલનપુર તાલુકાના ફતેપુર ગામનુ એકપણ બાળક નિરક્ષર રહે તેમજ નિર્વ્યસની બને તેવા આશય સાથે યુવાનો દ્વારા સર્વોદય ફાઉન્ડેશનની રચના કરવામાં આવી છે. જેમાં ગામનાજ શિક્ષિત યુવાનો દ્વારા બાળકોને વિના મુલ્યે ટ્યુશન આપવામાં આવી રહ્યું છે. અંગે...
  05:45 AM
 • પાલનપુર | પારપડા રોડ વિસ્તારમાં રહેતા બુલંદ પ્રકાશકુમાર પ્રજાપતિએ બાઈક મકાન નજીક પાર્ક કર્યું હતું. તેમજ નિતીનકુમાર કાન્તિલાલ પ્રજાપતિએ પાર્સિંગ કર્યા વિનાનું બાઇક ઘર પાસે પાર્ક કર્યું હતું. જે બાઇકોની મંગળવારે રાત્રે કોઇ શખસો ચોરી કરી ગયા હતા. જેને શોધવા છતાં પત્તો લાગતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
  05:45 AM
 • દાંતાનજીક આતરશાહ દરગાહ તરફ જઇ રહેલ યાત્રિકો ભરેલા ટ્રેકટરની ટ્રોલી રવિવારે બપોરે એકાએક પલટી ખાઇ જતાં 17 જેટલા યાત્રિકોએ સામાન્ય જ્યારે ત્રણ યાત્રિકોને ગંભીર ઇજા થતાં તેમને વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.ઇજાગ્રસ્તોને દાંતા તેમજ ટુડીયાની 108 દ્વારા દાંતા રેફરલમાં ખસેડવામાં આવ્યા હતા. દાંતા નજીકના આતરશાહ દરગાહ ઉપર રવિવારે સતલાસણના મહંમદપુરા તેમજ દાંતા તાલુકાના નાગેલ ગામનો મુસ્લિમ પરિવાર બાધા-આખડી પૂર્ણ કરવા જઇ રહ્યા હતા. ટ્રેકટર દ્વારા નિકળેલા...
  05:45 AM
 • ડીસા |મધ્યપ્રદેશનાભોપાલ આજે 16મી જાન્યુઆરીના રોજ વેસ્ટજોન ક્રિકેટ ભાઇઓની ટુર્નામેન્ટ યોજાનારી છે. જેમાં મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત રાજ્યના ભાઇઓ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર છે. તેમજ ડીસા કોલેજ ખાતે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ક્રિકેટ ટીમનું સિલેકશન રાખવામાં આવ્યું હતું. જેમાં ઉત્તર ગુજરાતની કોલેજના ખેલાડીઓની પસંદગી કરાઇ હતી. અને ખેલાડીઓને ડીસા કોલેજ અને પાલનપુરની જી.ડી. મોદી કોલેજ ખાતે પ્રશિક્ષણ કેમ્પની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રશિક્ષણ કેમ્પ અને...
  05:40 AM
 • વાવઅને થરાદથી 12 કિલોમીટર દૂર આવેલો ઢીમા યાત્રાધામમાં કાળીયા ઠાકોર બિરાજમાન છે. અહીંયા અન્ય મંદિરોમાં ઢીમણનાથનું મંદિર, રામ-લક્ષ્મણ, સીતાજીનું મંદિર, ગાયત્રી તેમજ પીપાજી, શિવ મંદિર સહિત જૈન મંદિર આવેલા છે. જેથી વારે-તહેવારે અને દર પૂનમે હજારો ભાવિકો દર્શનાર્થે આવે છે. પરંતુ પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી યાત્રાળુઓને હાલાકી પડી રહી છે. ઢીમા ધરણીધર યાત્રાધામના વિકાસ માટે અવાર-નવાર સ્થાનિક રહીશો તેમજ ગ્રામ પંચાયત દ્વારા સરકારમાં રજૂઆત થઇ છે. છતાં તેના વિકાસ માટેની કોઇ વિશેષ યોજના હજુ જાહેર...
  05:40 AM
 • પાલનપુરના 18 ગામોનો કાર્યક્રમ યોજાયો પાલનપુરનાગઢ ખાતે શુક્રવારે ગઢ સેજાના અઢાર ગામોનો સેવા સેતુ કાર્યક્રમ ગઢ પ્રાથમિક શાળા નંબર 1 ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશ દવેના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતો.જેમાં કુલ 7162 લાભાર્થીઓ અરજી કરેલ જેમાં 7066 અરજીનો હકારાત્મક રીતે ઉકેલવામાં આવી હતી. 98 અરજી જે પેન્ડિંગ છે. તેનો એક સપ્તાહમાં નિકાલ કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન રિસર્વ પ્રમોલગેશન બાદ નવીન અમલમાં આવેલ રેકર્ડમાં સંખ્યા ભુલો ક્ષેત્રફળમાં મોટી વધઘટ સ્થળ મુજબ નકશાની આકૃતિમાં ફેરફાર થઈ ગયેલ અને...
  05:40 AM
 • પાલનપુરમાં દોરીથી ઘાયલ 40 પક્ષીને સારવાર અપાઈ
  પક્ષીઓની સારવાર માટે કેમ્પ કરાયા પાલનપુરમાંઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓની સારવાર માટે કેમ્પ કરાયા હતા. જેમાં 40 પક્ષીઓને નવજીવન અપાયું હતું. પાલનપુર ખાતે ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓની સારવાર માટે દિલ્હીગેટ વિકટોરીયા લાયબ્રેરીના પરિસરમાં પ્રજેશભાઇ પઢિયાર જ્યારે હરેશભાઇ વ્યાસ દ્વારા વિમળા બા પક્ષી બચાવો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં પતંગની દોરીથી ઇજાગ્રસ્ત બનેલા 40 ઉપરાંત પક્ષીઓના ઓપરેશન કરી નવજીવન બક્ષવામાં આવ્યું હતું. જોકે, પતંગની દોરી...
  05:40 AM
 • બનાસકાંઠાજિલ્લામાં કડકડતી ઠંડી પડી રહી છે. પશુ-પક્ષી અને મનુષ્યો ઠંડીથી રક્ષણ મેળવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. જેમાં સેવાભાવી લોકો આગળ આવ્યા છે. જ્યાં ભાભર આજુબાજુ આવેલા ગામડાઓમાં સેવાભાવી ભાભરના ભુરાજી રવજીજી ઠાકોર અને દશરથજી ભરતજી ઠાકોર દ્વારા ગરીબ પરિવારોને વિનામૂલ્યે ધાબળાનુ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
  05:35 AM
 • આસેડા | ડીસાના આસેડા ગામે દાંતીવાડાની નહેરના નાળામાંથી શિયાળાના ચાર માસ મોટા પ્રમાણમાં પાણી લીકેજ થઇ માર્ગો પર ભરાઇ રહેતું હોઇ શિયાળામાં પણ ચોમાસા જેવો માહોલ રહે છે. કડકડતી ઠંડીમાં ગ્રામજનો અને સ્કૂલમાં જતાં બાળકોને અવર-જવરમાં ખૂબ તકલીફ ભોગવવી પડે છે. તંત્ર દ્વારા વર્ષોથી લીકેજ થતાં નાળાની દરકાર લેવાતી નથી. જેથી લોકો હેરાન થઇ રહ્યા છે. તસવીર-ચેતનશ્રીમાળી
  05:35 AM