પાલનપુર : પાલનપુર ખાતે ગઠામણ દરવાજા વિસ્તારમાં એક મોબાઇલની દુકાનમાં અશિ્લલ કલીપ ડાઉનલોડ કરવામાં આવતી હોવાની બાતમી ને આધારે એસ.ઓ.જી. ની ટીમે એક શખ્સને ઝડપી લીધો હતો અને કમ્પ્યૂટર સહિત રૂ. ૧૨ હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો.
બનાસકાંઠા જિલ્લા પોલીસવડા અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ના પી.આઇ. વી.આર. પટેલની સૂચનાથી સ્ટાફના રમેશભાઇ, બી.કે. ગુરુદેવ, પ્રવિણસિંગ, જિજ્ઞેશકુમાર, વેરસીભાઇએ બુધવારે મળેલી બાતમીના આધારે ગઠામણ દરવાજા વિસ્તારમાં ઓચિંતી રેડ કરી હતી. જયાં સુપર મોબાઇલ દુકાનમાં તપાસ...
રશિયાના વિદ્યાર્થીઓ દર વર્ષે ૨૫મી જાન્યુઆરીના રોજ એક ખાસ દિવસ ઉજવે છે, જેને તાતિયાના દિવસ કહે છે. તેને ‘રશિયન વિદ્યાર્થી દિવસ’ પણ કહે છે. રોમમાં ત્રીજી શતાબ્દીમાં એલેકઝાન્ડર સેવેરસના શાસન દરમિયાન થયેલા ખ્રિસ્તી સંત તાતિયાનાની યાદમાં આ દિવસ ઉજવાય છે. ગ્રેગેરિયન કેલેન્ડર અનુસાર તેઓ ધાર્મિક માન્યતાઓની રક્ષા કરતાં ૨૫મી જાન્યુઆરીના રોજ શહીદ...
હંગેરીના રાજા એન્ડ´ના ઘરે કન્યાનો જન્મ થયો. નામ રાખવામાં આવ્યું એલઝિાબેથ. આ રાજકન્યાના મનમાં આરંભથી જ દીન-દુ:ખીઓ માટે અપાર સ્નેહ હતો. તે કાયમ આ લોકોનું દુ:ખ દૂર થાય તેવી પ્રાર્થના કરતી હતી. એલઝિાબેથનાં લગ્ન રાજા હરમનના દીકરા લૂઈ સાથે થયાં. હરમેનના અવસાન પછી લૂઈ રાજા બન્યો અને એલઝિાબેથ મહારાણી. રાણી હોવા છતાં એલઝિાબેથ અત્યંત સાદગીથી રહેતી અને...
જીવન પ્રેમપૂર્ણ થઈ જાય તે એક મોટી સફળતા છે. ±ાી-પુરુષ જ નહીં, બીજા ઘણા એવા સંબંધો છે જે પ્રેમ સમજાવે છે. મનુષ્ય પોતાની સાધના-ભિકતથી પ્રેમ પ્રાપ્ત નથી કરી શકતો. પ્રેમ જેની પર કૃપા કરે છે તેના હૃદયમાં તે પ્રગટે છે. આપણી સંસ્કૃતિમાં ગુરુનું મહત્વ સમજાવાયું છે. કર્મમાં સેવાનો ભાવ ગુરુચરણ સેવા જ છે. જો ઉદારતાથી વિચાર કરવામાં આવે તો સેવાભાવની...
ન્યાય કરવામાં જો એટલું મોડું થઈ જાય કે ન્યાય મળવાની અપેક્ષા જ ન રહે ત્યારે અસંતોષ પેદા થવો સ્વાભાવિક છે. જમ્મુ-કાશ્મીરની પથરીબલ અથડામણ કાંડ સંદર્ભે સુપ્રીમ કોર્ટની નારાજગી સેનાના ઠાગાઠૈયાનું પરિણામ છે. સર્વોચ્ચ અદાલતે ત્યાં સુધી કહ્યું છે કે કેસને લટકતો રાખવાની હવે તો હદ વટી ગઈ છે. સેના દ્વારા આઠ અધિકારીઓનું કોર્ટ માર્શલ ન કરવા કે તેમના પર...