Home >> Uttar Gujarat >> Mehsana District >> Vijapur
 • બાજરી 264-274 એરંડા 853-884 રાયડો 690-706 ગવાર 697-710 જવ 269 વિજાપુર કલકત્તીતમાકુ800-1521 ગાળીયું 350-610 કુકરવાડા રાયડો590-691 એરંડા 750-915 મગફળી 900 કપાસ 900-1145 બાજરી 250-332 જુવાર 391-552 ગવાર 645-735 મેથી 630-640 રાજગરો 787-821 કલકત્તીતમાકુ 851-1290 ગાળીયું 350-601 ગોજારીયા રાયડો690-718 એરંડા 870-908 બાજરી 310-320 ઘઉં 320-776 જુવાર 403 ગવાર 650 લાડોલ કલકત્તીતમાકુ800-1440 ગાળીયું 400-688 ખેડબ્રહ્મા ઘઉં(લો)325-357 ઘઉં(496) 345-388 મકાઇ(લાલ) 280-295 તુવર(સફેદ) 842-849 ચણા 1000-1100 રાયડો 630-640 સોયાબિન 560-570 અડદ 1150-1195 એરંડા 904-922 હિંમતનગર એરંડા890-909 ઘઉં 325-474 મકાઇ 250-310 રાયડો 650-682 બાજરી 280-305 ચણા 1105-1165 તુવર 850-1010 અડદ...
  04:45 AM
 • 6 મહિના પૂર્વે અભરામપુરનાયુવાન સાથે પરણાવી દેવાઇ હતી, વિજાપુર પોલીસે બાળલગ્ન અંતર્ગત કાર્યવાહી કરી નાણાંનાલોભે તેનાથી મોટી ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કરાવનારી માતા સામે કિશોરીએ અવાજ ઉઠાવતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે. 6 મહિના પૂર્વે બળજબરી પૂર્વક લગ્ન કરાવનારી માતા અને નાણાં આપીને લગ્ન કરનાર યુવાન અને તેના પરિવાર વિરુદ્ધ અમદાવાદની કિશોરીએ વિજાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. અમદાવાદના રાયપુરમાં તોડીયાવાસમાં રહેતી સગીરા ધોરણ-5 બાદ અભ્યાસ છોડી ઘરકામમાં...
  March 26, 08:00 AM
 • મહેસાણા| રાજ્યનીસ્કૂલ લીડરશીપ એકડમી દ્વારા રાજ્યકક્ષાનો ત્રીજો ઇનોવેશન ફેર તા.24 થી 26 માર્ચે ડાંગ જિલ્લાના આહવા ખાતે યોજાશે. જેમાં રાજ્યના 33 જિલ્લાના શિક્ષકો તેમણે કરેલા ઇનોવેશનો રજુ કરશે. મહેસાણા જિલ્લાના 43 શિક્ષકો પૈકી 3 શિક્ષકો તા.26 માર્ચે પોતાના ઇનોવેશન રજુ કરશે. જેમાં વિજાપુર તાલુકાના મેહુલભાઇ પ્રજાપતિ સોશીયલ સાયન્સ તથા નિલેશભાઇ પટેલ પર્યાવરણના ઇનોવેશન રજુ કરશે.
  March 25, 04:30 AM
 • બોર્ડ પરીક્ષા| વર્ધમાન વિદ્યાલયમાં ધો.10ના પરીક્ષાર્થી પર કોપીકેસ થયો 37893 છાત્રોએ હાજર રહી પરીક્ષા આપી, 634 ગેરહાજર બોર્ડની પરીક્ષા અંતર્ગત શુક્રવારે સવારે ધોરણ-10ની અંગ્રેજી વિષયની પરીક્ષા લેવાઈ હતી. જિલ્લામાં નોંધાયેલા 38527 પૈકી 37893 વિદ્યાર્થીઓએ હાજર રહી પરીક્ષા આપી હતી અને 634 ગેરહાજર રહ્યા હતા. વિજાપુર તાલુકાના ટીંટોદણ ગામની હાઈસ્કૂલના કેન્દ્રમાં રાઉન્ડમાં નિકળેલા સ્થળ સંચાલક રાકેશભાઈ ભટ્ટની નજર અહીંથી ત્રણ વર્ષ પહેલાં ધો-10 પાસ કરી ચૂકેલા એક વિદ્યાર્થી પર પડતાં તેમને શંકા ગઈ હતી. તેની...
  March 25, 04:30 AM
 • મહેસાણા | મહેસાણાજિલ્લા સૈનિક કલ્યાણ અને પુનવસન કચેરીએ ચાલુ વર્ષે અત્યારસુધીમાં કુલ રૂા.7.20લાખ ફંડ રોકડ,ચેક સ્વરૂપે જિલ્લા સૈનિક બોર્ડના એકાઉન્ટમાં જમા થયુ છે.સૌથી વધુ મહેસાણા વિભાગીય એસ.ટી કર્મચારીઓ દ્વારા સૈનિક વેલફેર માટે રૂા.1.93 લાખનો ચેક કચેરીને અર્પણ કર્યો છે.ઓઅેનજીસી તરફથી રૂા. એક લાખ ,વિજાપુર મામલતદાર દ્વારા રૂા.81717 ,આરટીઓ દ્વારા રૂા. 41હજાર, શિક્ષણમાંથી રૂા. 18 હજાર ,પોલીસ અધીક્ષક કચેરીમાંથી રૂા.13550 સહિત સંસ્થાઓ તરફથી ફાળો અર્પણ થયો છે.
  March 24, 04:40 AM
 • મોબાઇલ પર વાત કરવા મુદ્દે હુમલો ગોવિંદપુરાનામંગળભાઇ પરમારના પૌત્ર વિશ્વજીતને મંગળવારે મનોજજી ઠાકોરે અટકાવી મહોલ્લામાંથી ફોન પર વાતો કરતા નહીં નીકળવાનું કહેતાં તેઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમા ઉશ્કેરાયેલા 5 વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. જે અંગે વિજાપુર પોલીસ મથકમાં મનોજજી ઠાકોર, જીતુજી ઠાકોર, રમેશજી ઠાકોર, જશીબેન ઠાકોર અને કોમલ ઠાકોર સામે ફરિયાદ નોંધવી હતી.
  March 23, 04:45 AM
 • બાઇક પર આવેલા 2 યુવાનો સોનાની બોરમાળા લૂંટીને ભાગ્યાં પોલીસ પોઇન્ટ છતા ધોળે દહાડે બાઇકર્સે કરેલી લૂંટ ચર્ચાસ્પદ વિજાપુર તાલુકાના ટીંટોદણ ગામના નિવૃત્ત પોલીસકર્મીનાં પત્ની જશોદાબેન બુધવારે સવારે પેન્શનના કામે મહેસાણા આવ્યા હતા. સવારે 10-45 વાગે શહેરના તોરણવાળી માતાના ચોકમાં જે.કે. કેમિસ્ટની દુકાનની બાજુમાં ઉભા હતા, તે સમયે બાઇક લઇને તેમની નજીક પહોંચેલા 2 પૈકી પાછળ બેઠેલા યુવાને પાછળથી આધેડ મહિલાના ગળામાં હાથ નાખી રૂ.30 હજારની કિંમતની બોરમાળા લૂંટીને ભાગી ગયા હતા. મહિલાએ મચાવેલી બૂમાબૂમ...
  March 23, 04:45 AM
 • વિજાપુરતાલુકાના રામપુરા ગામના પટેલ જીતેન્દ્રકુમાર રમણલાલે વિજાપુર 108 ઇમરજન્સી વાનમાં નોકરી કરતા હોઇ તે બાઇક (જીજે 1 એફજી 2302)નું લઇ મંગળવારે રાત્રે નોકરી જવા માટે નીકળ્યા હતા, ત્યારે સરદારપુર ગામે ગેરેજ અાગળ બાઇક પાકૃ કર્યું હતું. જ્યાંથી કોઇ શખસ ચોરી જતાં જીતેન્દ્ર પટેલે વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
  March 23, 04:40 AM
 • પામોલ નજીક સૂંરજ પેટ્રોલપંપ પર 20 ફેબ્રુઆરીના રાત્રી સમયે નોકરો પર હુમલો કરી સીસીટીવી કેમેરા અને સેટઅપ બોક્ષ તોડી લૂંટાળુઓ રોકડ રૂ 25480ની લૂંટ આચરી નાસી ગયા હતા. અંગે નોંધાયેલી પોલીસ ફરિયાદ અંતર્ગત જિલ્લા પોલીસવડા ચૈતન્ય મંડલિકની સૂંચનાથી એલસીબી પીઆઇ આર.એસ.પટેલ,એએસઆઇ રમેશજી રજુજી,કરમણભાઇ, હેકોચતુરજી,મહેન્દ્રભાઇ,પિયુષકુમાર,કૌશિકકુમાર પેટ્રોલીગમા હતા તે દરમિયાન ઉમતા ત્રણ રસ્તા પર આવેલ લકી લોજ પર ચેક કરતા ગાંડાજી ઉર્ફે બચ્ચન પ્રધાનજી ઠાકોર (રહે.નવા આસ્પા)ને શંકાના આધારે અટકાયત કરી પૂછપરછ...
  March 22, 04:35 AM
 • શિક્ષણબોર્ડ દ્વારા29 માર્ચ બુધવારે ચેટીચાંદની રજામાં સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહના પરીક્ષાર્થીઓનું પેપર ગોઠવ્યુ હતું અને પરીક્ષા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને અપાયેલી રીસીપ્ટમાં પણ દિવસે પેપર સુચવાયેલુ હતું. જોકે શિક્ષણ બોર્ડ દ્વારા ભૂલ સુધારીને હવે દિવસના પેપર એક દિવસ પહેલા 28મી માર્ચે નિયત સ્થળ અને સમયે લેવામાં આવશે. મહેસાણા જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં સંસ્કૃત (કોડ 129)ની પરીક્ષા માટે નોધાયેલ કુલ 3657 વિદ્યાર્થીઓની આગામી તા.29મી બુધવારના બદલે તા.28મી મંગળવારે પરીક્ષા યોજાશે....
  March 22, 04:35 AM
 • 100 રૂપિયા માટે યુવકે માથાના ભાગે ઇજા પહોંચાડી પોલીસ મથકમાં ફરિયાદ વિજાપુરતાલુકાના જંત્રાલ ગામમાં રવિવારે બપોરે ચમારવાસના નાકે બેઠેલા એક વ્યક્તિ પાસે ગામના એક શખસે દારૂ પીવા માટે 100 રૂપિયા માગ્યા હતા. જે આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખસે પૈસા નહસં આપનાર યુવકને માથામાં ધોકો અને હથેળીમાં ચપ્પુ મારતાં ગંભીર ઇજા થઇ હતી. મામલો વિજાપરુ પોલીસ મથકે પહોંચ્યો હતો.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ અમદાવાદના મેઘાણી નગરમાં રહેતા મૂળ જંત્રાલ ગામના પ્રેમજીભાઇ કાળીદાસ ચૌહાણ રવિવારે બપોરે 12-30...
  March 21, 03:25 AM
 • ધરોઇ ડેમમાં જુલાઇ માસ સુધી ચાલે એટલું પાણી, 64.87 કરોડની યોજના બનાવાઇ કલેકટરસાથે જિલ્લાના પાણી પુરવઠા વિભાગની બેઠકમાં પીવાની પાણીની સ્થિતિ વિશે સમિક્ષા કરાઇ હતી. જે અંતર્ગત જિલ્લાના 601 ગામડાઓ અને 7 શહેરો પૈકી 364 ગામડાં અને 7 શહેરોમાં નર્મદા કેનાલ અાધારિત જુદી-જુદી 3 જૂથ યોજનાઅો તથા ધરોઇ જૂથ યોજના હેઠળ પીવાનું પાણી પૂરું પડાઇ રહ્યું છે. જ્યારે 175 ગામડાઓમાં પાણીના બોરની વ્યવસ્થા હોઇ સ્વૈચ્છીક રીતે કોઇપણ જૂથ યોજનાનો સ્વીકાર કર્યો નથી. બીજી તરફ હાલમાં જિલ્લામાં વિજાપુર, ખેરાલુ, સતલાસણા અને વડનગર...
  March 21, 03:20 AM
 • વિજાપુરના બી.આર.સી.કો.ઓ. સંજય પટેલને ઇનોવેશન એવોર્ડ
  વિજાપુરબ્લોકના બી.આર.સી.કો. ઓર્ડિનેટર સંજયભાઇ બી. પટેલની નેશનલ એપ્રીશિએશન ઇનોવેશન એવોર્ડ માટે પસંદગી થતાં તેમણે નવી દિલ્લીમાં માનવ વિકાસ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરના હસ્તે એવોર્ડ એનાયત અપાયો હતો. મહેસાણા જિલ્લા પ્રાથમિક અધિકારી જી.ડી.પટેલના માર્ગદર્શન હેઠળ બી.આર.સી.કો.ઓર્ડીનેટર સંજયભાઇ બી. પટેલે મહત્વના વિવિધ 12 ક્ષેત્રો જેવા કે અસરકાર મોનીટરીંગ થકી શૈક્ષણિક ગુણવત્તા સુધારણા, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઇનોવેશનો કરી રાષ્ટ્રિય કક્ષાએ ઇનોવેશનો મુકી શિક્ષણ અને વહીવટ સાથે...
  March 19, 04:15 AM
 • મહેસાણા | વિજાપુરશહેરમા જાહેરમા ચાલતા વરલી મટકાનો જુગાર રમતા 10 જુગારીઓ ઝડપ્યા હતા.જેમાં સતારભાઇ કાશમભાઇ શેખ, જાવેદ કાસમભાઇ શેખ, અશ્વીનભાઇ ચીમનભાઇ સોની, કાન્તીજી મંગાજી ઠાકોર, ભરતસિંહ જવાનસિંહ ઠાકોર, અશરફભાઇ કેશરભાઇ ચૌહાણ , બાબુભાઇ અંબાલાલ પટેલ, શંકરજી કિશોરજી ઠાકોર , માધાભાઇ મોહનભાઇ પટેલ, મોસીનમીયાં ઉર્ફે શાહરૂખ અબ્બાસમીયાનો સમાવેશ થાય છે. જેમાના પાસેથી પોલીસે 27430નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
  March 18, 04:30 AM
 • બોર્ડ પરીક્ષા : કેટલાક ટ્વીસ્ટ પ્રશ્નોએ પરસેવો વાળી દીધો
  સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્રનું પેપર સાવ સરળ રહેતા પરીક્ષાર્થીઓ હરખાયા ધોરણ10માં સાયન્સ અને ટેકનોલોજીના પેપરના એમસીક્યુમાં પાંચ અને વર્ણનાત્મકમાં એક પ્રશ્ન ટ્વીસ્ટ કરીને પૂછતા એવરેજ વિદ્યાર્થીઓને પ્રશ્નો અઘરા લાગ્યા હતા.ધો 12 સાયન્સમાં રસાયણ વિજ્ઞાના પેપરમાં પુસ્તકના ઉડાણમાંથી પૂછાયેલા કેટલાક પ્રશ્નોથી પરીક્ષાર્થીઓને પેપર લેન્ધી લાગ્યુ હતું. જ્યારે સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્રનું પેપર સહેલુ નિકળતા પરીક્ષાર્થીઓ હરખાયા હતા. મહેસાણામાં સવારે કર્વેસ્કુલ કેન્દ્રમાંથી...
  March 18, 04:30 AM
 • વિજાપુરમાંલાલદરવાજા બહાર ભીલવાસમાં વર્ષોથી વસવાટ કરતા ગરીબોનો આશીયાનો પાલીકા તંત્ર દ્વારા દબાણ કાર્યવાહીમાં દૂર કરવામાં આવતા ભીલ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને ગુરુવારે મહેસાણા અને પાટણ જિલ્લામાંથી 300થી વધુ આદિવાસી ભીલ સમાજના લોકોએ મહેસાણા સોમનાથ રોડથી રેલી યોજી જિલ્લા કલેકટર કચેરીએ પહોચ્યા હતા. જ્યાં સંકુલનો ગેટ બંધ કરી દેવાતા રકઝકના અંતે પ્રવેશ મળ્યો હતો. બાદમાં સમાજના આગેવાનોએ ગરીબોના પાણી અને વિજ જોડાણ પખવાડીયાથી કાપી લેવાયા છે. સેવા ત્વરીત ચાલુ કરાવો નહિ તો સંકુલમાં ઉપવાસ પર...
  March 17, 04:20 AM
 • વિજાપુર | વિજાપુર નગરપાલિકાના ર્વાડનં 5ના અપક્ષ નગરસેવકનું અવસાન થતાં એક બેઠક ખાલી પડી હતી બેઠક માટે ચુંટણીપંચે તાજેતરમાં જાહેરનામુ પસિધ્ધ કરી 2 એપિલે ચુંટણી જાહેર કરી હતી જેના પગલે શહેરમાં ચુંટણીની ચોપાટ ખેલાવવાનું શરુ થયું હતુ બેઠક ઉપર ર્ફામ ભરવાની અંતિમ તારીખે કોગેસના ડમી ઉમેદવાર સહીત ત્રણ ઉમેદવારી ર્ફામ રજુ થયા હતા. તેવું વિજાપુર ના મામલતદાર મેદપરા જણાવ્યું હતુ ખાલી પડેલ બેઠક ઉપર કોગેસના ઉમેદવાર ફઇજ સૈયદતેમજ અપક્ષ ઉમેદવાર રઇસઅહેમદ સૈયદ વચ્ચે ચુંટણી જંગ થશે બીજી તરફ વિજાપુર...
  March 16, 04:45 AM
 • વિજાપુરના લાડોલના 106 વર્ષના વૃધ્ધનું દેહદાન વિજાપુર|લાોડલના 106વર્ષના ખેડુત વૃધ્ધે રોટરી કલબ દ્રારા ગાંધીનગરની મેડીકલ કોલેજને પોતાના દેહનુ દાન કરીને સમાજના લોકો ને ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. અંગે રોટરી કલબના પ્રમુખ જણાવ્યુ હતુ કે લાડોલ ગામના પટેલ સીતારામભાઇ અમીચંદભાઇ 1 વર્ષ પહેલા રોટરી કલબ સમક્ષ પોતાને દેહદાન કરવું છે તેવુ સંમતિ પત્ર લખી આપ્યુ હતુ.
  March 16, 04:45 AM
 • વિજાપુરતાલુકાના વજાપુર ગામે પિયત કરવા જતા ખેડૂત પર ભૂંડે હુમલો કરી બચકાં ભરી લેતાં શરીરે 150 ટાંકા આવ્યા હતા. ઘટનાથી વજાપુરમાં દહેશત ફેલાઈ જવા પામી છે. વજાપુરના પટેલ અરવિદભાઇ કચરાભાઇ (48) મંગળવારે સવારે 5 વાગે ખેતરમાં પિયત કરવા ગયા હતા. ત્યારે એકાએક આવેલા ભૂંડે તેમને પાછળના ભાગેથી ભેટું મારતાં નીચે પડી ગયા હતા. સમયે ભૂંડે તેમના હાથ પગની બે આંગળીઓ કરડી ખાધી હતી તેમજ શરીરના ભાગે પણ બચકાં ભરતાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમણે બુમાબુમ કરતાં ભેગા થઇ ગયેલા લોકોએ સારવાર માટે વિજાપુર ખાનગી દવાખાને લઇ જયા...
  March 15, 04:55 AM
 • ખેતમજુરી કરતો 75 વર્ષીય વૃદ્ધ માનસિક અસ્થિર વિજાપુરતાલુકાના મહાદેવપુરા ગામના ખેતીમજૂરી કરતા 75 વર્ષિય વૃદ્ધે માનસિક અસ્થિરતાના કારણે મોડીરાત્રે ગામની પ્રાથમિક શાળા પાસે આવેલી હેવી વીજલાઇનની ડીપી ઉપર ચડી જતાં કરંટ લાગ્યા હતા. જેના કારણે ગંભીર ઇજા થતાં વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાંમાં ખસેડવામાં આવ્યો હતા. મધરાતે વૃધ્ધ ડીપી પરના વાયરને પકડતાં ગામની લાઇટ જતી રહી હતી. આથી લાઇનમેનોએ હાથ ધરેલી તપાસમાં પરમાર પરથીજી ધનાજી ઇલેકટ્રીક વાયર સાથે લટકેલી હાલતમાં મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક...
  March 9, 03:30 AM