ભાસ્કર ન્યૂઝ.ઉનાવા
આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા એક માસમાં અમેરિકન ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયાનું મૂલ્ય ઘટયું છે. થોડા સમય પહેલાં એક ડોલરનું મૂલ્ય રૂ.૪૯ હતું, જે હાલ રૂ.૫૨ છે. આથી વેપારી નગર ઊંઝામાં જીરૂ, ઇસબગુલ, તલ, વરિયાળી જેવી કૃષિ પેદાશોની નિકાસ કરતાં વેપારીઓને ચૂકવણી રૂપિયામાં કરવાની હોય છે, જ્યારે તેમને આવક ડોલરમાં મળતી હોઇ ઊંઝામાં કૃષિ પેદાશોની નિકાસ કરતા વેપારીઓને છેલ્લા એક માસમાં સરેરાશ પાંચ ટકાનો ફાયદો થયો છે.
આગામી સમયમાં આંતરરાિષ્ટ્રય બજારમાં જીરૂના ભાવ પ્રમાણમાં ઘટાડો...