Home >> Uttar Gujarat >> Mehsana District >> Kheralu
 • ડાલીસણામાંખેતર વાવવા મુદ્દે 2 યુવતીઓને મારપીટ કરાઇ હોવાની ફરિયાદ નોંધાઇ છે. પ્રહલાદભાઇ ઘેમરભાઇ ચૌધરીની દીકરીઓ નીતાબેન અને જીતાબેન શનિવારે ખેતરમાં ઘાસચારો લેવા ગઇ હતી. ત્યારે પાડોશમાં ખેતર ધરાવતા મેનાબેન તલાજી ઠાકોર તેમજ ક્રિષ્ણાબેન કાંતીજી, વિહીબેન કાંતીજીઅે બંને બહેનો સાથે ઉધડ ખેતર વાવવા મુદ્દે બોલાચાલી કરી હતી. જેમાં ઉશ્કેરાઇ ગયેલી ઠાકોર મહિલાઓએ મહિયલના દરજી અમરત રણછોડભાઇની મદદગારીથી બંને બહેનોને માર મારતાં ઇજા થઇ હતી. જેમને સારવાર અર્થે ખેરાલુ સિવિલમાં લવાઇ હતી. જ્યાં નીતાબેન...
  03:20 AM
 • અંબાજીથીદર્શન કરી ઘરે પરત ફરી રહેલા અમદાવાદનો મિસ્ત્રી પરિવાર બુધવારે ખેરાલુથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે અચાનક તેમની કાર વડનગર રોડ પર આવેલી રૂપેણ નદીના પુલની રેલીંગ તોડી ખાઇમાં ખાબકતાં એકનું મોત નિપજ્યું હતું અને ગંભીર રીતે ઇજાઓ પામેલા 4 જણાને વધુ સારવાર અર્થે મહેસાણા રીફર કરાયા હતા. અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં રહેતા દિલીપકુમાર ચુનીલાલ મિસ્ત્રી તેમની પત્ની નીતાબેન મિસ્ત્રી સાથે અમદાવાદથી વાઘોડીયામાં રહેતા તેમના કાકા વિષ્ણુપ્રસાદ મિસ્ત્રીને ત્યાં ગયા હતા અને ત્યાંથી કાકાના...
  April 28, 04:10 AM
 • ખેરાલુ 9, સતલાસણા 1, પાટણ યુનિ.કેમ્પસ 4, મહેસાણા કોલેજમાં 1 કોપી કેસ કરાયા હેમચંદ્રાચાર્યઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંતાન વિવિધ કોલેજોની બીજા તબકકાની સ્નાતક કક્ષાની સેમ-2 અને અનુસ્નાતક કક્ષાની સેમ- 2 અને સમે-4 ની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે પરીક્ષાના ત્રીજા દિવસે શનિવારના રોજ યુનિ.ના કુલપતિ ર્ડા.બી.એ.પ્રજાપતિએ અંબાજી કોલેજમાં લેવાઇ રહેલી પરીક્ષાનું નિરિક્ષણ કર્યુ હતું. યુનિ ધ્વારા ચાલુ સાલે લેવાઇ રહેલી પરીક્ષા દરમ્યાન રોજ બરોજ બનતા અસંખ્ય કોપી કેસોને ધ્યાને લઇ શનિવારના રોજ યુનિ.ના કુલપતિએ...
  April 23, 03:30 AM
 • ખેરાલુતાલુકાના પાન્છા ગામે મંદિર પર પૂષ્પવર્ષા કરતું ડ્રોન થાંભલે અથડાઈને તૂટી પડેલા ડ્રોનથી ઈજા પહોંચતાં ઈજાગ્રસ્તે ડ્રોન ચલાવતા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ખેરાલુ તાલુકાના પાન્છા ગામે 11મી એપ્રિલે ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. પ્રસંગ દરમિયાન મંદિર પર રિમોટવાળા હેલીકોપ્ટર (ડ્રોન)ની મદદથી પૂષ્પવર્ષા કરતી વખતે રિમોટ ઓપરેટ કરતા વ્યક્તિએ કાબુ ગુમાવ્યો હતો અને ડ્રોન થાંભલા સાથે અથડાયા બાદ મલેકપુર ગામના ઠાકોર ચંદનજી જગાજી પર પડતાં તેમને ઈજા પહોંચી હતી....
  April 22, 03:40 AM
 • ખેરાલુ| શહેરનાકોલેજ સંકુલમાં આવેલા માણેકબા અને ગીતાબા દેસાઇ પ્રાથમિક વિદ્યા મંદિર ખાતે બુધવારે ધોરણ 8ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં ખાસ ઉપસ્થિત રહેલા નગરપતિ પી.એમ. દેસાઇએ દીક્ષાર્થીઓને વ્યસનથી દુર રહેવાની ટકોર કરી હતી અને શિક્ષણ ક્ષેત્રે સર્વોત્તમ સ્થાન પ્રાપ્ત કરો તેવા શુભાષિશ પાઠવ્યા હતા. પ્રસંગે સમારોહના અધ્યક્ષ સ્થાનેથી કેળવણી મંડળના પ્રમુખ માનસિંહભાઇએ તેમજ મુખ્ય મહેમાન પદેથી આદર્શ નિવાસી શાળાના શિક્ષક પટેલ ધરિન્દ્રભાઇ અને શાળાના આચાર્યએ ધોરણ 9માં પ્રવેશ...
  April 20, 04:55 AM
 • ખેરાલુ | મલેકપુરમાંવોર્ડ નં. 1માંથી બાબુભાઇ મોતીભાઇ સેનમા અને વોર્ડ નં. 8માંથી રાજુજી સોમાજી ઠાકોર સભ્ય તરીકે ચૂંટાયા હતા. જેમણે હજી ગ્રામ પંચાયતમાં ચાર્જ સંભાળ્યો નથી. તેવામાં બંને સભ્યો ત્રણ-ત્રણ સંતાનોના પિતા હોવાની હકીકત છુપાવી ચૂંટણી જીત્યા હોવાનું બહાર આવતાં મલેકપુરમાં ભારે હોબાળો મચ્યો છે. મામલે મલેકપુરના ઠાકોર વનાજી સોવનજી અને સેનમા પ્રવિણભાઇ હરીભાઇએ પંચાયતી ધારાની કલમ 30 (ત) મુજબ બંનેને સભ્યના હોદ્દા પરથી દુર કરવા તાલુકા વિકાસ અધિકારીને અરજી કરતાં વિકાસ અધિકારીએ બંને સભ્યોની...
  April 19, 04:00 AM
 • ખેરાલુના લુણવાનો બનાવ, પશુ પાલકે ગ્રામ પંચાયત વિરૂદ્ધ ફરિયાદ કરી ખેરાલુતાલુકાના લુણવામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતમાં વિજયી બનેલા શખસોએ ગ્રામ સફાઇની આડમાં કચરો સળગાવી એક પશુ પાલકની ભેંસને જીવતી બાળવાનો પ્રયાસ કરતાં પશુ પાલકે મામલે ગ્રામ પંચાયત વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. ખેરાલુ તાલુકાના લુણવામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાતા સરપંચ પદે અનુ. જાતિના પરમાર દલાભાઇ માંનાભાઇ વિજયી થયા હતા. દરમિયાન તેમની સામેના જુથને ટેકો કરનારા જ્યંતિભાઇ કાનાભાઇ પરમાર ચાર દિવસ અગાઉ જ્યારે ઘરે...
  April 18, 04:20 AM
 • વડનગર | વડનગરપોલીસ સ્ટાફ શુક્રવાર બપોરે બાબીપુરા ગામે તપાસ અર્થે જઈ રહ્યો હતો, તે દરમિયાન સામેથી પૂરઝડપે આવતી કારને અટકાવી તપાસ કરતાં કારચાલક તેમજ અન્ય 3 શખસો દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા. આથી પોલીસે ચૌધરી પ્રકાશ હેમરાજ (રહે. વિઠોડા, તા. ખેરાલુ), ચૌધરી પરેશ વિરસંગ, ચૌધરી વિનુ રામજીભાઇ અને રાજપુત સુરેશ પ્રહલાદભાઇ (ત્રણેય રહે. મછાવા) ને ઝડપી લઇ ગુનો નોંધ્યો છે. વડનગર પોલીસે ઉમતા પાસે કારમાંથી 4 પીધેલા ઝડપ્યા
  April 16, 04:15 AM
 • ખેરાલુગંજબજાર હાલ શહેરના અંતરિયાળ વિસ્તારમાં હોવાથી ખેડૂતોને ભારે પરેશાની ભોગવવી પડે છે. આથી નવનિયુક્ત ચેરમેન ભીખાલાલ ચાચરીયાએ વડનગર-અંબાજીને જોડતા ખેરાલુ હાઇવેને અડીને આવેલી પોતાની રૂ.2 કરોડની જમીન ગંજબજારને દાનમાં આપતાં ખેડૂતો સહિત મંત્રીએ તેમને વધાવી લીધા હતા. ખેરાલુમાં ગંજ બજારની સ્થાપનાને 30 વર્ષ વીત્યા પછી પણ વીજળી, પાણી અને રસ્તા જેવી પાયાની સુવિધાઓ હોઇ ગત વર્ષે ભાજપના ભીખાલાલ ચાચરીયાએ તમામ સુવિધા ઉભી કરવાની સાથે હાઇવેને અડીને સબ માર્કેટયાર્ડ બનાવવાના ઢંઢેરા સાથે ગંજની...
  April 16, 04:15 AM
 • સતલાસણાતાલુકાના માલાપુરાની સીમમાંથી પસાર થતી ધરોઇ કેનાલમાં ગુરુવારે ડુબેલા ત્રણ પૈકી બે કિશોરોને સ્થાનિકોએ બચાવી લીધા હતા. પરંતુ ત્રીજો કિશોર છેલ્લા બે દિવસથી કેનાલમાં ગરકાવ થઇ ગયો હોવા છતાં તેને શોધવામાં તંત્રએ ધરાર બેદરકારી દાખવતાં ગ્રામજનોમાં ભારે રોષ પ્રસરી રહ્યો છે. સતલાસણાના માલાપુરામાં રહેતા 13 થી 15 વર્ષિય કેટલાંક કિશોરો શાળાએથી ઘરે આવ્યા બાદ જમીને રમવા જઇએ છીએ તેમ કહીં પરિવારજનોની જાણ બહાર બપોરે અઢી વાગ્યાના સુમારે ગામની સીમ માંથી પસાર થતી ધરોઇ કેનાલમાં ન્હાવા પડ્યાં હતા....
  April 15, 03:25 AM
 • ખેરાલુ| સતલાસણાતાલુકાના સુદાસણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં છેલ્લા 30 વર્ષથી ટેસ્ટર તરીકે ફરજ બજાવતા અભેસિંહ દલપતસિંહ પરમાર તાજેતરમાં વય નિવૃત્ત થતાં ગામના પશુપાલકોએ ડેરીના સ્ટાફ સાથે મળી નિવૃત્ત કર્મચારીને ભાવભરી વિદાય આપી હતી. પ્રસંગે દૂધ ડેરીની કારોબારી સભ્યો અને મંડળીના સભાસદોએ તેમનું ફુલહારથી સન્માન કર્યુ હતું અને શાલ ઓઢાડી ભેટ સોગાદો આપી આપી હતી.
  April 5, 03:15 AM
 • હેમચંદ્રાચાર્યઉતર ગુજરાત યુનિ સંલગ્ન વિવિધ કોલેજોની શનિવાર રોજ વિવિધ વિષયોની પરીક્ષાઓ લેવામાં આવી હતી. પ્રથમ દિવસે લેવાયેલી પરિક્ષા દરમ્યાન ગ્રોમોર કોલેજ હિંમતનગર ખાતે 1 કોપી કેસ, આર્ટસ કોલેજ ખેરાલુ ખાતે 1 કોપી કેસ તેમજ આર્ટસ કોલેજ થરા ખાતે 8 કોપી કેસ નોંધાયા હતા. ચાલુ સાલે યુનિ. દ્વારા સેન્ટ્રલ ઓબર્ઝવેશન રીસીવીંગ ડીસ્પેચ સીસ્ટમ અમલી બનાવવામાં આવી હોઇ ઉતરવહીનું મૂલ્યાંકન ઝડપી બનશે અને પરિણામો પણ સમયસર જાહેર કરાશે. બપોરની પરીક્ષા સમયે એમ. એન. સાયન્સ કોલેજ ખાતે ચાલુ પરીક્ષાએ પરીક્ષા...
  April 2, 04:30 AM
 • ખેરાલુ| સંસદમાંરજુ થયેલા એડવોકેટ એક્ટના સુચિત સુધારા બીલના વિરોધમાં ખેરાલુના વકીલ મંડળે શુક્રવારે સવારે બારરૂમ ખાતે એકત્ર થઇ સુધારા બીલને વકીલ વિરોધી ઠરાવ કરી સખ્ત વિરોધ નોંધાવ્યો હતો. મામલે ઠરાવ કરી તેની નકલ સ્થાનિક કોર્ટમાં રજુ કરી તમામ વકીલો હડતાલ પર ઉતરી ગયા હતા. પરિણામે મુદતે આવેલા અનેક અસીલોએ વિલા મોંઢે પરત ફરવું પડ્યું હતું.
  April 1, 03:25 AM
 • મહેસાણા | રોટરીક્લબ ઓફ મહેસાણા દ્વારા ફિઝિયોથેરાપી સેન્ટર, રોટરી ભવનમાં
  મહેસાણા | રોટરીક્લબ ઓફ મહેસાણા દ્વારા ફિઝિયોથેરાપી સેન્ટર, રોટરી ભવનમાં ઇજા પછી તેમજ સ્નાયુના અન્ય રોગની ક્ષમતા જાણવા માટેના ઇએમજી મશીનનું લોકાર્પણ તેમજ વ્હીલચેર અર્પણ રોટરી ડિસ્ટ્રીક્ટ ગવર્નર દિનેશ ઠક્કરના હસ્તે કરાઇ હતી. પ્રમુખ ર્ડા. ધિરેન શાહ, ડીજીઇ મૌલિન પટેલ, ર્ડા.જી.કે.પટેલ, ર્ડા.સુનિલ શાહ, બબીતા હેમનાની, ફિઝિયોથેરપીસ્ટ લતાબેન સહિત ઉપસ્થિત રહ્યા હતા. ફિઝિયોથેરાપી સેન્ટરમાં ઇએમજી મશીનનું લોકાર્પણ મહેસાણા | વડસ્માસ્થિત કોલેજ ઓફ એજ્યુકેશનનો વાર્ષિકોત્સવ મંત્રી આત્મારામ પરમારના...
  March 30, 09:00 AM
 • ખેરાલુ | કુડાનીવતની અને અમદાવાદ સોલા ખાતે આવેલી સાર્થક સ્કૂલમાં
  ખેરાલુ | કુડાનીવતની અને અમદાવાદ સોલા ખાતે આવેલી સાર્થક સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરતી ખુશી ભરતભાઇ ઠાકોરે તાજેતરમાં અમદાવાદ ખાતે બાબા આંબેડકર ઓપન યુનિર્વસિટી દ્વારા યોજાયેલી સ્વચ્છ ભારત મિશન અંતર્ગતની ચિત્ર સ્પર્ધામાં રેલ્વે સ્ટેશનની આસપાસ કેવી રીતે સ્વચ્છતા જાળવવી જોઇએ તે અંગે ચિત્ર દોરી સ્વચ્છતાનો સંદેશો પાઠવતાં આયોજકોએ તેને પ્રથમ ઇનામના ભાગરૂપે રૂપિયા 11 હજારના રોકડ પુરસ્કાર સાથે એવોર્ડ આપી સન્માનિત કરતાં કુડાના ગ્રામજનોમાં ગૌરવની લાગણી પ્રસરી રહી છે. કુડાની ખુશીએ સ્વચ્છતાની...
  March 27, 04:00 AM
 • ખેરાલુતાલુકાના લીમડીના અને હાલ બહુચરાજીના દેલપુરામાં ફરજ બજાવતા તલાટીએ લીમડીમાં ફરજ દરમિયાન લગ્ન નોંધણી અંગે ખોટા દસ્તાવેજ ઉભા કરી લગ્ન નોંધણી કરી હોવા અંગે ખેરાલુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં ચકચાર મચી ગઇ છે. હાલ બહુચરાજી તાલુકાના દેલપુરામાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી જે.આર.મકવાણાએ અગાઉ લીમડી ગ્રામ પંચાયતમાં ફરજ દરમિયાન લગ્ન નોંધણી બાબતે ખોટા દસ્તાવેજ ઉભા કરી દસ્તાવેજમાં છેકછાક કરી ખરાઇ તરીકે ઉપયોગ કર્યો હતો અને લગ્ન સ્થળ નક્કી હોવા છતાં તપાસ કર્યા વિના રેકર્ડમાં લગ્ન નોંધણી કરી...
  March 26, 07:15 AM
 • મહેસાણાજિલ્લામાં સીઆરસીની 147 અને બીઆરસીની 10 જગ્યા માટે હાથ ધરાયેલી ભરતી પ્રક્રિયા અંતર્ગત શુક્રવારે યોજાયેલા સ્થળ પસંદગી કેમ્પમાં સીઆરસીની માત્ર 29 જગ્યા પર સીઆરસી મળ્યા હતા. જ્યારે બીઆરસીની 9 જગ્યા ભરાઈ ગઈ હતી. જો કે, ગુરુવારે પ્રમાણપત્રોની ચકાસણી માટે સીઆરસીના 70 અને બીઆરસીના 27 ઉમેદવારો હાજર રહ્યા હતા. શુક્રવારે યોજાયેલા સ્થળ પસંદગી કેમ્પમાં બીઆરસીની 10 જગ્યાઓ પૈકી 9ની પસંદગી થઈ ગઈ હતી એક માત્ર ખેરાલુ તાલુકાની જગ્યા ખાલી રહી છે. પરંતુ સીઆરસીની 147 જગ્યાઓ પૈકી સ્થળ પસંદગીમાં માત્ર 29 જગ્યા...
  March 25, 03:20 AM
 • મહેસાણાજિલ્લાના ખેરાલુમાં રહેતા તુપ્તીબેન ઠાકોરે ખંભાતના ઉદપુર ભીલવાસમાં રહેતા ભાવીન પ્રભુદાસ રાજપુત સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, લગ્નના થોડાં સમય બાદ પરિણીતા પર તેના પતિ સહિત સાસરીયાં દ્વારા શારીરિક-માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. જેને પગલે પરિણીતા ગંભીર રીતે બિમાર પડી ગઈ હતી. સાસરીયા દ્વારા તેની સારવાર કરાઇ નહોતી. જેને પગલે પરિણીતા મોતને ભેટી હતી. બનાવ સંદર્ભે પરિણીતાના પિતા જુજારજી ઠાકોરે પતિ ભાવીન ઉપરાંત સાસુ મધુબેન વાઘેલા તેમજ સુશીલાબેન વિરૂદ્ધ ખંભાત શહેર પોલીસ...
  March 23, 03:20 AM
 • ખેરાલુ | ખેરાલુનીતાલુકા પ્રાથમિક કન્યા શાળામાં તાજેતરમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીઓની વિદાય સાથે વાર્ષિકોત્સવ ઊજવાયો હતો. વ્યવસ્થાપક સમિતિની દેખરેખ તળે આચાર્ય ડીમ્પલબેન વૈદ્ય અને સ્ટાફે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પ્રસંગે વિવિધ સ્પર્ધાઓની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં બાળકીઓએ નૃત્ય, ગરબા અને નાટકો પ્રસ્તુત કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
  March 21, 02:55 AM
 • ખેરાલુનાનોરતોલના યુવાનની લાશ મછાવાની સીમમાં તળાવમાંથી મળી આવી હતી. યુવાનની હત્યા કરાઇ હોવાની આશંકા સાથે મૃતકના પરિવાર સહિત ઠાકોર સમાજના અગ્રણીઓએ ખેરાલુ મામલતદારને આવેદન પત્ર આપી તટસ્થ તપાસની માંગ કરાઇ હતી. વિષ્ણુજીને મૃત્યુના થોડાક દિવસ અગાઉ મછાવાના કેટલાક ચૌધરી યુવાનો સાથે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખી તેને મારીને તળાવમાં ફેંકી દીધો હોવા છતાં પોલીસે માત્ર એડી નોંધી તેનું ડૂબી જવાથી મોત થયાનું કારણ દર્શાવી તપાસ અભરાઇએ ચઢાવી દીધી છે. કલેક્ટરને ઉદ્દેશીને લખાયેલા આવેદનપત્ર મુજબ, જો...
  March 21, 02:55 AM