ભાસ્કર ન્યૂઝ.કડી
જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા અંત્યોદય, બીપીએલ તથા એપીએલ કાર્ડધારકોને અપાતા રાહતદારના અનાજ માટે તાજેતરમાં સરકાર દ્વારા બારકોડેડ રેશનકાર્ડ આધારે ઓનલાઈન પરમિટ પ્રથા દાખલ કરાઇ છે. જેમાં કાર્ડધારકોને આપવા પૂરતો જથ્થો ન મળતો હોઈ દુકાનદારો અને કાર્ડધારકો વચ્ચે થતી તકરારને લઈ દુકાનદારોએ સ્થાનિક તંત્ર અને જિલ્લા પુરવઠા વિભાગમાં રજુઆત કરવા છતાં સુખદ પરિણામ ન આવતાં કડી તાલુકાના ૮૦ દુકાનદારોએ બુધવારે મામલતદારને આવેદન આપી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી હતી. જેને લઇ રેશનકાર્ડ...
કડી-કરણનગર રોડ સ્થિત રાજદર્શન ફ્લેટમાં રહેતા ચૌધરી લવજીભાઈએ ઉત્તરાયણના દિવસે પોતાનું બાઈક ફલેટના પાર્કિંગમાં મૂકયું હતું. ત્યાંથી કોઇ ચોરી ગયું હોવાની ફરિયાદ નોંધાવી છે.
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
તાલુકાના પાલોદર ગામે નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે થયેલી બોલાચાલીમાં તલવારોથી થયેલી મારામારીમાં એક આધેડ સહિત બેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
પાલોદરનાઠાકોર વાસમાં રહેતા ઠાકોર ગાભાજી મગનજી તથા તેમનાં પત્ની મણીબેન સોમવારે સાંજે સાતેક વાગ્યે પોતાના ઘરમાં સામાજીક વાતચીત કરી રહ્યાં હતાં. દરમિયાન નજીકમાં રહેતા ઠાકોર વદનજી નથાજી...
કડી : તાલુકાના ચાલાસણા ગામે રહેતા પટેલ આશાબેનનો પતિ ચિરાગભાઈ ગ્રેજયુએટ હોઈ નોકરીની શોધમાં હતા. જે અઠવાડિયા અગાઉ નોકરી માટે ઈન્ટરવ્યૂ આપવા માટે જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. જો કે, તેેમનો તે દિવસે બપોર સુધી મોબાઈલ પર સંપર્ક થયો હતો. પરંતુ સાંજ સુધીમાં મોબાઈલ પરનો સંપર્ક થઇ શકયો નહતો. જ્યારે બીજી તરફ મોડી રાત વીતવા છતાં પણ તે ઘરે પરત ન ફરતા...