Home >> Uttar Gujarat >> Mehsana District >> Bahucharaji
 • બહુચરાજી| બહુચરાજીમાતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા બહુચરાજીમાં દવાખાનું ઊભું કરવા મંદિર ટ્રસ્ટની બેઠકમાં અંગે સૈદ્ધાંતિક નિર્ણય લેવાયો હતો. એક તબીબ સહિત જરૂરી સ્ટાફની નિમણૂંક કરાશે. જેના માટે 4 સભ્યોની એક કમિટી પણ બનાવાઇ હોવાનું મંદિરના વહીવટદાર એચ.આર. મોદીએ જણાવ્યું હતું. બેઠકમાં અપંગ અને વૃદ્ધો મંદિરમાં શાંતિથી દર્શન કરી શકે તે માટે વ્હીલચેર તેમજ રેમ્પ બનાવવા તેમજ પગરખાં ઘર અંગે નિર્ણય લેવાયો હતો.
  06:35 AM
 • મા બહુચરના ચરણોમાં 28 માર્ચે સવારે 8-31 વાગે ઘટ સ્થાપન થશે આરાધનામાટે ઉત્તમ ચૈત્રી નવરાત્રીનો 28 માર્ચથી આરંભ થઇ રહ્યો છે. શક્તિપીઠ બહુચરાજીમાં માના ચરણોમાં યોજાતી ચૈત્રી નવરાત્રી માટે ભૂદેવો દ્વારા મુહૂર્તો જોવામાં આવ્યા છે. જે મુજબ વર્ષે ચૈત્ર સુદ એકમનો ક્ષય હોવાથી પંચાંગ મુજબ ચૈત્રી નવરાત્રિ ઘટ સ્થાપન અમાસને 28 માર્ચને મંગળવારે સવારે 8-31 વાગે કરવામાં આવશે. ટ્રસ્ટના વહીવટદાર એચ.આર. મોદીના જણાવ્યા મુજબ, ચૈત્રી નવરાત્રિના આરંભે ફાગણ વદ ચૌદશને સોમવાર 27 માર્ચના રોજ બપોરે 1-30 વાગે મંદિર...
  March 25, 02:45 AM
 • રાધનપુર | રાધનપુરનીસુરભી ગૌશાળાના ગૌરક્ષકને મળેલી બાતમીના આધારે સોમવારે રાત્રે 11 વાગે પીકઅપ ડાલુ (જીજે 24 વી 3481) નીકળતા તેને રોકી તપાસ કરતાં તેમાં બે ગૌવંશ હોવાનું જણાતાં બહુચરાજીના ચંદ્રોડા ગામનો ડ્રાઇવર નાગોરી હારૂન ઉસ્માન અને હારિજના બુડા ગામના ઠાકોર નંદુજી ગેલાજીને પોલીસ સ્ટેશનને લઇ જઇ ફરિયાદ દાખલ કરાઇ હતી. રાધનપુર પાસેથી 2 ગૌવંશ ભરીને જતું ડાલુ ઝડપાયું
  March 22, 03:35 AM
 • બહુચરાજીતાલુકાના મોઢેરા પાસે નર્મદા કેનાલમાંથી 25થી 30 વર્ષની અજાણી યુવતીની હાથ-પગ પથ્થર સાથે બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે ઓળખી શકાય તેમ હોઇ ફોરેન્સિક તપાસ માટે અમદાવાદ મોકલાઇ હતી. પ્રાથમિક તબક્કે યુવતીની હત્યા કરાયાનું મનાય છે. જોકે, પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોઢેરા- માત્રાસણ વચ્ચે નર્મદા કેનાલમાંથી ગુરુવાર સાંજે યુવતીની લાશ મળી હતી. જે લાશના બંને હાથ અને પગ સેન્ટીંગના વાયરથી બાંધેલા હતા અને હાથ સાથે પથ્થર બાંધેલો હતો. લાશને વૈજ્ઞાનિક તપાસ અર્થે અમદાવાદ...
  March 18, 02:45 AM
 • અમદાવાદ રાયપુરના પગપાળા સંઘે બહુચરાજી માતાજીના મંદિરે લાલ રંગની 1008 ધજા ચડાવી
  શક્તિપીઠ બહુચરાજીમાં રવિવારે ફાગણી પૂનમ નિમિત્તે ભવ્ય લોકમેળો ભરાયો હતો. પૂનમ નિમિત્તે હજારો માઇભક્તો પગપાળા તેમજ વાહનો લઇ ઊમટી પડી બહુચર મૈયાનાં દર્શન કરી જીવનની ધન્યતા પામ્યા હતા. અમદાવાદના રાયપુરથી આવેલા લીલાબા આનંદ ગરબા માઇમંડળ પગપાળા સંઘ દ્વારા માઇમંદિરના શિખરે ઐતિહાસિક 1008 લાલ ધજા ચડાવી હતી. સંઘમાં 1200થી વધુ ભક્તો જોડાયા હતા. માતાજીના મૂળ સ્થાનક શંખલપુર ગામે પણ શ્રદ્ધાળુઓએ ઊમટી પડી દર્શન અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. તસવીર- હર્ષ મહેતા
  March 13, 03:45 AM
 • બહુચરાજી | તાલુકા પંચાયતનો કાર્યભાર પતિદેવના હાથમાં છે કોંગ્રેસશાસિત બહુચરાજી તાલુકા પંચાયતમાં પ્રમુખપદે સરોજબા રાજેન્દ્રસિંહ દરબાર છે. સરોજબાના પતિ રાજેન્દ્રસિંહ તાલુકા પંચાયતમાં વહીવટી કામકાજ મોટાભાગે સંભાળે છે. જ્યારે સામાન્ય સભા, મહત્વના ઠરાવો તથા ગ્રાન્ટની ફાળવણી જેવી બાબતો પ્રમુખ પોતે સંભાળે છે. હાલ તાલુકા પંચાયતમાં રાજેન્દ્રસિંહ રોજ આવે છે અને અરજદારો સાથે બેઠક કરે છે. જયારે પ્રમુખ સપ્તાહમાં બે દિવસ આવે છે અને અરજદારો અને પંચાયતની કામગીરીની સમીક્ષા કરે છે.
  March 8, 02:40 AM
 • 1360માં 730 દર્દીઓ માત્ર આંખોના હતા બહુચરાજીનગર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં આંખોને લગતી તકલીફોનું પ્રમાણ ઊંચુ હોવાનું બહાર અાવ્યું છે. રવિવારે અમદાવાદની ગ્લોબલ હોસ્પિટલ દ્વારા યોજાયેલા નિ:શુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પમાં બાબત પ્રકાશમાં આવી હતી. કેમ્પમાં 1360 લોકોએ લાભ લીધો હતો. જે પૈકી 50 ટકાથી વધુ એટલે કે 730 દર્દીઓ માત્ર આંખોની બીમારીને લગતા હતા. બહુચરાજી તાલુકાના લોકોને ઘરઆંગણે હ્રદયરોગ, શ્વાસ, હાડકાં, આંખો સહિતના રોગોનું નિદાન થઇ શકે તે માટે ગ્લોબલ હોસ્પિટલના એમડી અને કાલરી ગામના...
  March 6, 05:35 AM
 • એંદલાની હેતલ ઠાકોર ફ્લોરબોલની રમતમાં આંતરરાષ્ટ્રિય કક્ષાએ રમશે
  બહુચરાજીના એંદલા ગામની હેતલ ઠાકોર નામની કિશોરીએ મક્કમ મનોબળથી રાષ્ટ્રકક્ષાએ અવેજીમાં ફ્લોરબોલની રમતમાં મળેલી તકને અવસરમાં પલટી નાખી છે. ટેબલ ટેનિસની પ્લેયર હેતલને ફ્લોરબોલની ટીમમાં છેલ્લી ઘડીએ રમવાની તક મળતાં તેણીએ દાખવેલા ઉત્કૃષ્ટ પ્રદર્શનથી 14થી 25 માર્ચ દરમિયાન યુરોપમાં યોજાનારા સ્પે.ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર ગેમ્સ- ઓસ્ટ્રીયા-2017માં ભારતીય ટીમમાં પસંદગી થઇ છે. ગુજરાતની તે એકમાત્ર ખેલાડી છે. એંદલા ગામે પશુપાલક પરિવારમાં જન્મેલી હેતલને તેના પિતા શિવસંગભાઇ ઠાકોર તેમજ પરિવારનું પીઠબળ...
  March 6, 05:35 AM
 • બહુચરાજી | બહુચરાજીમાં રૂ.7 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી ભૂગર્ભ ગટર યોજના સાવ નિષ્ફળ પુરવાર થઇ છે. ગટર બન્યાના 2 વર્ષ થયા નથી, ત્યાં ઠેર ઠેર ઊભરાવાની શરૂ થઇ ગઇ છે. જેના કારણે બહુચર માતાજીના દર્શને આવતા યાત્રિકો તેમજ તીર્થધામવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. બહુચરાજીમાં રૂર્બન યોજના અંતર્ગત 2 વર્ષ અગાઉ સાડા 7 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર બનાવાઇ છે. પરંતુ કોન્ટ્રાક્ટરની આડધેડ કામગીરી અને યોગ્ય લેવલીંગ નહીં કરવાના કારણે પાણીનો નિકાલ થઇ શકતો નથી. હજુ તો ગટરમાં 10 ટકા જોડાણ અપાયા નથી, તેમ છતાં પાણીનો નિકાલ...
  March 4, 03:40 AM
 • બહુચરાજીમાં5મી માર્ચને રવિવારે સવારે 9 થી 2 વાગ્યા દરમિયાન નારણપુરા વાડીમાં ગ્લોબલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા મેગા નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે. જેમાં અમદાવાદના નામાંકિત ડોક્ટરો સેવા આપશે. ગ્લોબલ હોસ્પિટલના એમડી સુરેશ જાનીના જણાવ્યા મુજબ, મેડિકલ કેમ્પમાં ડાયાબિટીસ, હ્દયરોગ, હાડકાં અને સાંધાના રોગ, બાળરોગ, પેટ સંબંધિત રોગો, સ્ત્રી રોગો, પ્રસૂતિ સંબંધી રોગો, દાંત તેમજ આંખોને લગતા રોગોના નિષ્ણાંત સેવા આપશે. જરૂરિયાતમંદ દર્દીઓને નંબરના ચશ્મા નિ:શુલ્ક અપાશે.ડાયાબિટીસની તપાસ, બીપીની...
  March 2, 03:35 AM
 • તિર્થધામબહુચરાજીમાં કનેકટીવીટી ના હોવાને કારણે બહુચરાજીની તમામ બેંકોમાં લાખો રૂપિયાના વ્યવહારો ઠપ્પ થઇ ગયા હતા. છેલ્લા 3 દિવસથી બેંકોમાં રજા હોવાને કારણે સોમવારે સવાર થી દરેક બેંકોમાં નાણા ઉપાડવા ગ્રાહકોની ભિડ જામી હતી. ત્યારે કનેકટીવીટી ના હોવાના કારણે ગ્રાહકોને વ્યવહારોમાં પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી. કનેકટીવીટી ના હોવાના કારણે ગ્રાહકોને વ્યવહારો કરવામાં મુશ્કેલી પડી હતી.
  February 28, 03:35 AM
 • જનસેવાના જ્યોતિર્ધર| વિચરતા સમુદાયોના પ્રશ્નો માટે સતત ઝઝુમનારી યુવતીનું બહુમાન
  કેરિયરઅને પદ-પ્રતિષ્ઠાની પાછળ દોડવા કરતાં જેમનું કોઇ સરનામું નથી તેવા વિચરતી વિમુક્ત જાતિઓના કલ્યાણ માટે કામ કરનારા બહુચરાજીના શંખલપુર ગામનાં મિત્તલ પટેલને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ‘ધરતીરત્ન’ એવોર્ડથી સન્માનિત કરાયાં છે. અમદાવાદના આશીર્વાદ એજ્યુ. ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં માનવસેવા ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન કરનારા 11 લોકોને સન્માનિત કરાયાં, તેમાં મિત્તલ પટેલ પણ હતાં. બનવું હતું કલેક્ટર, પણ જર્નાલિઝમ પ્રોજેક્ટ વર્ક દરમિયાન વિચરતી જાતિઓના જીવનને ખૂબ નજીકથી જોયા બાદ તેમણે ઝંખના...
  February 27, 03:35 AM
 • ચાણસ્મા | ચાણસ્માથીબેચરાજી રોડ પર આવેલા વડાવળી ગામે વેડંચી માતાનું મંદીરે તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડીને અંદરથી માતાજીના આભૂષણો અને ગોલખ ભંડારની કુલ 2.95 લાખની રકમ તફડાવી ગયા હતા. શુક્રવારે સવારે પુજારી નિત્યક્રમ મુજબ મંદીરે જતા દરવાજો ખુલ્લો અને નકુચો તુટેલ હતો. અંદર તપાસ કરતાં ચોરી થઇ હોવાનું જણાતા ગામલોકો અને પોલીસને જાણ કરાઇહતી.
  February 25, 03:40 AM
 • આગામીઉનાળામાં ઉતર ગુજરાત સહિત રાજયમાં પીવાના પાણી ની ગંભીર સ્થિતિ થવાની શકયતાને પગલે રાજય સરકાર દ્વારા નર્મદા યોજનાનું પાણી રિઝર્વ રાખવા સિંચાઇ માટે નહી આપવાનો નિર્ણય લેવાયો છે. નર્મદા વિભાગ દ્વારા 15 મી માર્ચથી સિંચાઇ માટે પાણી નહી આપવામાં આવે તેવી જાણ સંબંધિત ગ્રામ પંચાયતોને કરી દેવાઇ છે. ચાલુ વર્ષે અપુરતા વરસાદના કારણે સમગ્ર ઉતર ગુજરાતમાં તળાવો ખાલીખમ પડયા છે. બીજીબાજુ પતાળકુવા અને ચોમાસુ વરસાદ આધારિત ખેતી કરતા ખેડુતો માટે નર્મદા કેનાલો જીવાદોરી સમાન પુરવાર થઇ છે. શિયાળુ સિઝનમાં...
  February 24, 04:35 AM
 • અરેરાટી | બહુચરાજીના મોટપ ગામે બનેલો બનાવ બહુચરાજીતાલુકાના મોટપ ગામની સીમમાં રાયડો કાઢતી વખતે એક ખેડુતે ગળામાં પહેરેલો રૂમાલ થ્રેસરમાં આવી જતા તેમનું માથા સહિત અડધુ શરીર છુંદાઇ જતા ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત થયુ હતુ. મોટપ ગામના પટેલ ગણપતભાઇ મોહનભાઇ (54) સહિત પરિવારજનો બુધવારે સાંજના 5.30 વાગે ગામની સીમમાં તેમના ખેતરમાં રાયડો કાઢવા થ્રેસર લઇને ગયા હતા. રાયડો કાઢવાની કામગીરી પુરી થવામાંહ તી. તે સમયે સુપડી બંધ કરવા જતા ગણપતભાઇ પટેલે ગળામાં રાખેલો રૂમાલ ખેંચાઇ જતા તેમનું માથુ સહિત શરીરનો...
  February 24, 04:35 AM
 • બહુચરાજી | સાપાવાડાગામમાં બનાવેલ તમામ કેનાલોમાં બોગસ કામગીરી થતા વારંવાર
  બહુચરાજી | સાપાવાડાગામમાં બનાવેલ તમામ કેનાલોમાં બોગસ કામગીરી થતા વારંવાર કેનાલો તુટી જવા પામી છે. 3 થી 4 વાર રીપેરિંગ કરી છતા ફરીથી તુટી ગઇ છે. તેમજ બનાવેલ કેનાલોમાં હજુ સુધી પાણી પહોંચે તે પહેલા તુટી જાય છે. કામમાં કોઇ ભલીવાર ના આવતા ગ્રામજનોમાં આક્રો જોવા મળ્યો છે. શુક્રવારે રાત્રે સાપાવાડા માઇનોર તુટી જતા ખેતરમાં જવા માટેના રસ્તામાં હજારો લીટર પાણી વેડફાયુ હતુ. સાપાવાડા કેનાલ તુટતા પાણીનો વ્યય
  February 21, 04:45 AM
 • બહુચરાજી|સાપાવાડા ગામનામુર્તિ નિવાસી રાઇબેન ઇશ્વરભાઇ પટેલની 19 મી પુણ્યતિથિ સંવત
  બહુચરાજી|સાપાવાડા ગામનામુર્તિ નિવાસી રાઇબેન ઇશ્વરભાઇ પટેલની 19 મી પુણ્યતિથિ સંવત 2073 મહાવદ-8 ને તા. 19 ફેબ્રુઆરી ના રોજ ઉજવવામાં આવી હતી.આ પ્રસંગે સ્વામીનારાયણ મંદિર વાસણા સંસ્થા ડભાડ થી દિવ્ય સત્પુરૂષ વ્હાલા ગુરૂ વર્ષ પ.પુ.સ.મુ.સદગુરૂશ્રી દેવનંદદાસજી સ્વામીશ્રી તથા વ્હાલા પ.પુ.સત્ય સંકલ્પદાસજી સ્વામીશ્રી સર્વે સંતમ઼ડળે સાપાવાડા ગામે પધાર્યા હતા.. સ્વામિનારાયણ સંત મંડળની સત્સંગ સભા યોજાઇ
  February 21, 04:45 AM
 • બહુચરાજીનારાંતેજમાં તાજેતરમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમ પ્રસંગે દલિતો માટે ભોજનની અલગ વ્યવસ્થા કરાતાં વિવાદ થયો હતો. જેમાં દલિતોએ મૃત પશુ ઉપાડવાનો ઇન્કાર કરતાં ગ્રામજનો દ્વારા સામુહિક બહિષ્કાર કરાયો હોવા મુદ્દે બહુચરાજી તાલુકા પંચાયતના ભાજપના પૂર્વ પ્રમુખ ગોવુભા ઝાલા સહિત ગામના 8 આગેવાનો સામે એટ્રોસિટી એક્ટ અંતર્ગત બહુચરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતાં ચકચાર મચી ગઇ છે. રાંતેજના રોહિતવાસમાં રહેતા અમૃતભાઇ મણિલાલ રાઠોડે નોંધાવેલી ફરિયાદ મુજબ, રાંતેજ ગ્રામજનો દ્વારા તળાવની...
  February 19, 03:35 AM
 • હાહાકાર | ચોરોઅે રાતના 2 થી 3.30 વાગ્યાના ગાળામાં ગામ ઘમરોળ્યું
  2 ચોર કેમેરામાં દેખાયા શંખલપુરમાં દેરાસર, રામજી મંદિર સહિત 5 સ્થળેથી 3.50 લાખની ચોરી બહુચરાજીતાલુકાના શંખલપુર ગામે શુક્રવારે પરોઢે ત્રાટકેલી ટોળકીએ દોઢેક કલાકના ગાળામાં જૈન દેરાસર, રામજી મંદિર, બે રહેણાંક મકાન અને જૈનસંઘની પેઢી સહિત પાંચ જગ્યાએથી 7 કિલોથી વધુ ચાંદીના આભૂષણો તેમજ રૂ.20 હજારની રોકડ રકમ મળી રૂ. 3.50 લાખની માલમત્તા ચોરી ગયા હતા. શંખલપુર ગામે મોટા માઢમાં આવેલા નવખંડા પાર્શ્વનાથ પ્રભુના દેરાસરમાં શુક્રવારે વહેલી સવારે પોણા ત્રણેક વાગે બે તસ્કરો લોખંડની કોશ (ખાતરિયુ) સાથે ઉતર્યા...
  February 18, 04:40 AM
 • બહુચરાજીટાઉનમાં રહેતી 16 વર્ષિય સગીરા રવિવારે બપોરે 1 વાગે ઘરેથી નીકળ્યા બાદ સાંજ સુધી ઘરે પરત નહીં આવતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો હતો. દરમિયાન બસ સ્ટેન્ડ સામે રહેતો જયદીપ પટેલ નામનો યુવક તેને ભગાડી હોવાનો શક વહેમ હોઇ સગીરાના પિતાએ સોમવારે બહુચરાજી પોલીસ સ્ટેશનમાં તેમની દીકરીના અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ સીપીઆઇ સાંથલ ચલાવી રહ્યા છે.
  February 15, 05:35 AM