Home >> Uttar Gujarat >> Mehsana District
 • વિસનગર | વિસનગરશહેરના ગૌરવપથ ઉપર આવેલ ચંદનપાર્ક સોસાયટીના નાકેથી પસાર થઇ રહેલ એક બાઇકચાલકનું બાઇક એકાએક શોર્ટસર્કીટથી સળગ્યું હતું. આજુબાજુમાંથી લોકોએ પાણી નાંખી આગને કાબુમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ કાબુમાં આવતાં અંગે વિસનગર ફાયર ફાઇટરને જાણ કરી હતી. જ્યાં ઘટના સ્થળે દોડી આવેલ ફાયર ફાઇટરે આગને કાબુમાં લીધી હતી.
  04:30 AM
 • હુકમ| વિસનગર સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે સજા અને દંડ ફટકાર્યો વિસનગરના મારવાડીવાસ ખાતે રહેતા દેવીપૂજક રમેશઅ મધાભાઇને ગત 14 જુલાઇ 2017એ પત્ની ગીતાબેન સાથે મજુરીના કામ બાબતે બોલાચાલી બાદ ઉશ્કેરાઇ ગયેલા રમેશે ગીતાબેનને ધોકા વડે માર મારી હત્યા કરી નાંખી હતી. જે બનાવ અંગે પોલીસ મથકે દેવીપૂજક સેંધાભાઇએ હત્યાની ફરિયાદ આપતાં દેવીપૂજક રમેશની ધરપકડ કરી હતી. જે કેસ વિસનગરની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ સી.બી.ચૌધરીએ ઘરેલુ તકરારમાં લાકડાના ધોકા વડે મારી 26 જેટલી ઇજાઓ પહોંચાડી મોત...
  04:30 AM
 • પાટણતાલુકાના બાલિસણા ગામના વતની અને પાટણ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીની રીડર બ્રાન્ચમાં ફરજ બજાવતા એેઅસઆઇ યોગેશપુરી ગોસ્વામી ગુરુવારે રાત્રે નોકરી પૂરી કરી કાર લઇને વિસનગર તરફ જઇ રહ્યા હતા. ત્યારે રાત્રે 9-30 વાગે પાટણ-ઊંઝા હાઇવે પર સુણોક પાસે કારને અકસ્માત નડતાં તેમનું ઘટના સ્થળે મોત થયું હતું. ઘટનાથી પોલીસ બેડામાં શોક છવાઇ ગયો હતો. તેમને વતન બાલિસણા ગામે શોકસલામી અપાઇ હતી. બનાવ અંગે બાલિસણાના યુનુસભાઇ અબ્દુલભાઇ શેખે ઉનાવા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં...
  04:30 AM
 • પટેલ : સ્વ.પટેલરણછોડભાઇ જોઇતારામ (ઉ.વ.85) મુ. નવાપુરા તા. ઉંઝા સ્વ.પટેલ નર્મદાબેન મોહનભાઇ (ઉ.વ.81 મુ. દાસજ તા. ઉંઝા સ્વ.પટેલ ગણેશભાઇ ભુદરદાસ (ઉ.વ.73) મુ. ખીમીયાણા તા.પાટણ સ્વ.પટેલ કાશીબેન રણછોડદાસ (ઉ.વ.78) મુ. બિલીયા તા. વિજાપુર ચાવડા: સ્વ.ચાવડાશણગારબા હરીસિંહ (ઉ.વ.85) મુ.કડા તા. વિસનગર વ્યાસ: સ્વ.વ્યાસવિનોદચંદ્ર અંબાલાલ (ઉ.વ.64) મુ. ઉંઝા તા. ઉંઝા રાજપુત: સ્વ.રાજપુતકાન્તાબેન ચેનાજી (ઉ.વ.85) મુ. ખોલવાડા તા. સિધ્ધપુર ઠાકોર: સ્વ.ઠાકોરનાગરજી નથાજી (ઉ.વ.85) મુ. દવાડા તા. મહેસાણા સ્વ.ઠાકોર હેતાબેન તખાજી (ઉ.વ.70) મુ. વિશોળ તા. ઉંઝા...
  04:30 AM
 • વિસનગર | વિસનગરપોલીસે રૂ. 39,400ની મત્તા સાથે 7 જુગારી ઝડપ્યા હતા. શહેર પોલીસે આથમણાવાસમાં એક મકાનમાં બાતમી આધારે રેડ કરી વિસનગરના ઠાકોર ભરતજી અમરતજી, ઠાકોર કમલેશજી ઉર્ફે ગોગાજી રમેશજી, મોદી કિર્તી રતિલાલ, ઠાકોર સત્યમજી છનાજી, પઠાણ ઇનાયતખાન મિસરીખાન (સવાલા), ઠાકોર છનાજી માનસંગજી (વડનગર), ઠાકોર મહેન્દ્રજી ઉર્ફે મેરાજી જુગાર રમતા રંગેહાથ ઝડપાઇ આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી 32,900 રોકડ અને ત્રણ મોબાઇલ મળી 39400નો મુદ્દામાલ કબજે લીધો હતો. વિસનગરમાં 39400ની મત્તા સાથે 7 જુગારી ઝડપાયા
  04:30 AM
 • મહેસાણા | વિજાપુરનાફલુ ગામના રમણસિંહ રાજુસિંહ ઝાલાના લગ્ન રંજનબેન સાથે થયા હતા. લગ્ન બાદ સાસરિયા દહેજ માંગી ત્રાસ આપતા હતા પરંતુ પિયરની આર્થિક સ્થિતિ જોતા મહિલાએ દહેજ લાવવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. 27મી એપ્રિલે રાત્રે 8 વાગે રમણસિંહ, તેના પિતા અને ભાઇએ ભેગા મળી પરિણિતાને ધોકા વડે ઢોરમારમારી ગળુ પકડવા જતા આંખની નીચેના ભાગે ઇજા થઇ હતી.દહેજ પેટે રૂ 50 હજાર લઇ આવવાનું કહી ઘરમાંથી કાઢી મુંકીને દરવાજે તાળુ મારી દીધુ હતું.બેઘર બનેલી મહિલાએ વિજાપુર પોલીસ મથકમાં રમણસિંહ રાજુસિંહ ઝાલા,રાજુસિંહ...
  04:30 AM
 • વિસનગરતાલુકાના પાલડી ગામના એક પરિવારના 3 સભ્યો અને ખરવડાની એક મહિલાને શંકાસ્પદ ડેગ્ન્યુ પોઝિટિવ માલુમ પડતાં તબીબ દ્વારા તમામ દર્દીઓની તાકીદે સારવાર શરૂ કરી દેવાઇ છે. બીજીબાજુ, તાલુકામાં ડેગ્ન્યુએ પગપેસારો કર્યો હોવા છતાં આરોગ્ય વિભાગ હજુ ઊંઘમાં હોય તેમ સર્વે કરાવવાની વાતો કરી રહ્યો છે. પાલડી ગામનાં આશાબેન ગુમાનસિંહ ચૌધરીને પગ તુટવા તેમજ માથુ દુ:ખાવાની તકલીફ થતાં તેમણે શહેરમાં આવેલ અંકુર હોસ્પિટલમાં આવી તપાસ કરાવી હતી જ્યાં તપાસ દરમિયાન ડેગ્ન્યુ પોઝિટિવ આવ્યો હતો જ્યાં બે દિવસ બાદ...
  04:30 AM
 • વ્યાજખોરોથીત્રસ્ત મહેસાણાના એક વેપારીનો આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે અંગે બી ડિવિજન પોલીસે 4 વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. શહેરમાં મનોહર પાર્કમાં રહેતા બ્રિજેેશ નવિનભાઇ પટેલે ઊંઝા- ઉનાવા માર્કેટમાં તમાકુના વેપારમાં 50 લાખનું દેવુ થતાં લક્ષ્મણભાઇ રેવાચંદ હરપાલ પાસેથી રૂ. 30 લાખ 5 ટકાના વ્યાજે લીધા હતા.જેમાં તેમને 2 વર્ષ બાદ વ્યાજની ટકાવારી વધારીને 7 ટકા કરતા કરતા વ્યાજ ચૂકવવાના ભાર નીચે બ્રિજેશભાઇએ પટવાપોળમા રહેતા ગણપતભાઇ જોષી પાસેથી 20 લાખ 5 ટકાના વ્યાજે લીધા હતા. ત્યાર બાદ તેમને રોનક...
  04:20 AM
 • મહેસાણા-ઊંઝા હાઇવે પર નાનીદાઉ પાસેની ઘટના નાનીદાઉપાસે શુક્રવારે મધરાત્રે કારમા સૂઇ રહેલા રાજસ્થાનના બાડમેર જિલ્લા કોંગ્રેસના સચિવના ચહેરા પર સ્પ્રે છાંટી અર્ધબેભાન કરી પેન્ટના ખિસ્સામાંથી રૂ.60 હજારની લૂંટ કરી નાસી ગયા હતા. જે અંગે મહેસાણા તાલુકા પોલીસે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજસ્થાનના બાડમેર જિલ્લા કોંગ્રેસના સચિવ હંસરાજ ચૌધરી અને તેમના ભાઇ સોમપાલ શુક્રવારે રાત્રે 10 વાગ્યે પોતાની બોલેરોમાં અમદાવાદથી નીકળી રાજસ્થાન જતા હતા. માર્ગમાં ઝોકાં આવતા હોઇ મહેસાણા-ઊંઝા...
  04:20 AM
 • વડનગર |વડનગરમાં અમતોલદરવાજા નજીક જુગાર રમવા મુદ્દે યુવાને ઠપકો આપતાં ઉશ્કેરાયેલા ત્રણ શખસોએ યુવાનને કુહાડીના ઘા ઝીંકી જાતિ વિષયક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ચકચાર મચી ગઈ હતી. અંગે યુવાને હુમલો કરનારા શખસો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડનગરના અમતોલ દરવાજા નજીક શુક્રવારે બપોરે જુગરા રમતા હતા તે દરમિયાન વિનોદભાઈ સોલંકીએ ઠપકો આપતાં કિસ્મત સોમાભાઈ ભોઈ, ભાવેશ સોમાભાઈ ભોઈ અને સોમાભાઈ ભોઈ ઉશ્કેરાઈ ગયા હતા.અને ત્રણેય શખસોએ જાતિ વિષયક અપશબ્દો બોલી...
  04:20 AM
 • તાલુકાનાડાલીસણામાં રહેતા પ્રહલાદભાઇ ઘેમરભાઇ ચૌધરીની બે દિકરીઓ નીતાબેન અને જીતાબેન શનિવારની સવારે તેમના ખેતરમાં ઘાસચારો લેવા ગઇ હતી. ત્યારે પાડોશમાં ખેતર ધરાવતા મેનાબેન તલાજી ઠાકોર તેમજ ક્રિષ્ણાબેન કાંતીજી ઠાકોર, વિહીબેન કાંતીજી ઠાકોરે બંને બહેનો સાથે ઉધડ ખેતર વાવવા મુદ્દે બોલાચાલી કરતાં મામલો ગરમાયો હતો. જેમાં ઉશ્કેરાઇ ગયેલી ઠાકોર મહિલાઓએ મહિયલ ગામના દરજી અમરતભાઇ રણછોડભાઇની મદદગારીથી બંને બહેનોને ચોટલા પકડી ખેતરમાં ધસડ્યા બાદ ગડદાપાટુનો માર મારતાં શરીરે ઇજાઓ પામેલી બંને...
  03:20 AM
 • વડનગર | ઊંઢાઈ ગામે રહેતા ઠાકોર સોમાભાઈ નારણજીના દીકરા રોહિતના લગ્ન હોઈ તેઓ તેમના કુંટુંબી ભાઈઓ ઠાકોર કુંવરજી બદાજી, ઠાકોર કનુજી પોપટજી, ઠાકોર જગાજી બદાજી, ઠાકોર દરશથજી દિનુજી તેમજ લાલાજી પ્રભાતજીને જમવા માટે આમંત્રણ આપ્યું હતું પરંતુ તેઓ વચ્ચે કોઈ અણબનાવ હોઈ આવ્યા હતા નહીં.આ દરમિયાન શુક્રવારે રાત્રે તેઓ તેમના ઘરે જઈ તમે મારા દીકરાના લગ્નમાં જમવા કેમ આવ્યા નહીં તેમ કહેતાં પાંચેય શખસો ઉશ્કેરાઈ જઈ ધારિયા, લાકડી સહિતના હથિયારો લઈ સોમાભાઈ પર તૂટી પડ્યા હતા.અને જાનથી મારવાની ધમકી આપી જતા...
  03:20 AM
 • વિડજગામના બસ સ્ટેન્ડ નજીક અજાણ્યા કાર ચાલકે 2 રાહદારીઓ અને બાઇક ચાલકને ટક્કર મારી એક સાથે 3 અકસ્માત સર્જયા હતા.જેમાં ખેતરે જઇ રહેલા આધેડનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.જ્યારે અન્યને બન્ને પગે ગંભીર ઇજાઓ થઇ હતી. કડીના વિડજ મોટાવાસમા રહેતા મહાવીરસિંહ ઝાલા (દરબાર)ના પિતા રણજીતસિંહ શુક્રવારે રાત્રે 8 વાગ્યે ઘરેથી ખેતરે જવા નીકળ્યા હતા.દરમિયાન વિડજગામના બસ સ્ટેન્ડ નજીકથી પુરઝડપે નીકળેલા અજાણ્યા વાહન ચાલકે રણજીતસિંહ સહિત 2 વ્યક્તિઓને ટક્કર માર્યા બાદ આગળ જતા અન્ય અેક બાઇકને અડફેટે લઇ...
  03:20 AM
 • કડી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની વ્યવસ્થાપક કમિટીના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી શનિવારે યોજાયેલ જેમાં પ્રમુખ તરીકે ભીખાભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે મનુભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામા આવતા કમિટીના સૌ સભ્યો અને ભાજપના અગ્રણીઓએ ફુલહાર પહેરાવી તેમને સન્માનિત કર્યા હતા. જેમાં તમામ 11 સભ્યો બિનહરીફ ચૂટાઈ આવ્યા હતા. ચૂંટણી અધિકારી એચ.એસ.પટેલે શનિવારે સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂટણી પ્રક્રિયા હાથ ધરી હતી.જેમાં પ્રમુખ તરીકે ભીખાભાઈ પટેલના નામની દરખાસ્ત ભાઈલાલભાઈ પટેલે કરેલ જેને અમૃતભાઈ...
  03:20 AM
 • ભાસ્કર ન્યૂઝ | કડી
  ભાસ્કર ન્યૂઝ | કડી ગુજરાતક્ષત્રિય ઠાકોર સેનાના સૌ પ્રથમ સમૂહલગ્નોત્સવનુ આયોજન કડીના જેતપુરા ગામે શનિવારે કરવામાં આવ્યું હતુ.જેમાં ઠાકોર સમાજના 25 નવયુગલોએ પ્રભૂતામા પગલા માંડ્યા હતા. જેમાં નવદંપતીઓને લગ્ન સર્ટીફીકેટ તેમજ સરકાર તરફથી મળતી સહાયો કંુવરબાઈનુ મામેરુ,સાતફેરા યોજનાના લાભો તેમજ પાનકાર્ડ અને જીવનવીમા પોલિસી આયોજકો દ્વારા આપવામા આવ્યા હતા. કડીના જેતપુરા ગામે શનિવારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રથમ સમૂહલગ્નોત્સવનુ આયોજન કરવામા આવ્યું હતુ. નવદંપતીઓના સત્કાર સમારંભમાં...
  03:20 AM
 • વરીયાળી 850-1595 ઇસબગુલ 1500-2015 ઘઉં 2900-435 જુવાર 300-426 બાજરી 240-302 જવ 285 ચણા 850-1137 અડદ 921 ગવાર 650-729 રાયડો 644-695 એરંડા 690-736 રાજગરો 560-625 કપાસ 850-1156 મહેસાણા ઘઉં277-430 બાજરી 298 ઇસબગુલ 1391-1901 જીરૂ 2895-3355 વરીયાળી 880-1096 એરંડા 900-927 રાયડો 575-760 ગવાર 696-711 મેથી 471-630 સુવા 925-1101 જવ 291 અજમો 500-1341 આંબલીયાસણ ઘઉં286-410 બાજરી 294 ઇસબગુલ 1486-1700 અેરંડા 890-917 રાયડો 610-659 ગવાર 700-730 વિજાપુર વરીયાળી1000-1330 રાયડો 611-620 એરંડા 890-931 કપાસ 1100-1152 બાજરી 259-300 ઘઉં 00-400 ગવાર 700-726 કુકરવાડા રાયડો659 એરંડા 900-928 ઘઉં 300-440 ગવાર 700-729 મેથી 600 ગોજારીયા એરંડા900-929 ઘઉં 285-350 ગવાર 710-728 જવ 305 કલકતીતમાકુ 700-1000...
  03:20 AM
 • 20દિવસ પૂર્વેે મહેસાણા શહેરમાં રાધનપુર ચોકડી પાસે આવેલા ડફેરના ડંગામા વિજીલન્સે રેડ કરવાના બહુચર્ચિત કેસમાં વિસનગર ડિવાયએસપીએ કરેલી ઇન્કવાયરીના રિપોર્ટને અંતે મહેસાણા જિલ્લા પોલીસવડાએ શહેર બી ડીવીજન પીઆઇને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેતા પોલીસ બેડામા સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે. ડફેરોના ડંગામા લાંબા સમયથી ચાલતા જુગારધામ પર ગાંધીનગર વિજીલન્સે રેડ કરી રોકડ તેમજ મુદ્દામાલ મળી કુલ રૂ 2 લાખ સાથે 19 જુગારીઓ ઝડપાયા હતા.વિજીલન્સે કરેલી રેડમા સ્થાનીક પોલીસને સાથે બતાવવાનો સ્પષ્ટ ઇન્કાર...
  03:20 AM
 • ડાલીસણામાંખેતર વાવવા મુદ્દે 2 યુવતીઓને મારપીટ કરાઇ હોવાની ફરિયાદ નોંધાઇ છે. પ્રહલાદભાઇ ઘેમરભાઇ ચૌધરીની દીકરીઓ નીતાબેન અને જીતાબેન શનિવારે ખેતરમાં ઘાસચારો લેવા ગઇ હતી. ત્યારે પાડોશમાં ખેતર ધરાવતા મેનાબેન તલાજી ઠાકોર તેમજ ક્રિષ્ણાબેન કાંતીજી, વિહીબેન કાંતીજીઅે બંને બહેનો સાથે ઉધડ ખેતર વાવવા મુદ્દે બોલાચાલી કરી હતી. જેમાં ઉશ્કેરાઇ ગયેલી ઠાકોર મહિલાઓએ મહિયલના દરજી અમરત રણછોડભાઇની મદદગારીથી બંને બહેનોને માર મારતાં ઇજા થઇ હતી. જેમને સારવાર અર્થે ખેરાલુ સિવિલમાં લવાઇ હતી. જ્યાં નીતાબેન...
  03:20 AM
 • હાઇકોર્ટે કહ્યું, કાર્બાઇડથી કેરી પકવનારને તત્કાલ પકડો મહેસાણામાં અધિકારી કહે છે, અઠવાડિયામાં તપાસ કરીશું
  મહેસાણાશહેરમાં હાલ ઉનાળાની સિઝનમાં બદામ કેરીનો મબલખ માલ આધ્રપ્રદેશથી ગાડીઓ ભરીને માર્કેટમાં ઢલવાઇ રહ્યો છે.જોકે કેટલાક કાર્ટૂનમાં કેરીઓ વચ્ચે કાર્બાઇડની પડીકી મૂકતા હોય છે અને ત્રણ દિવસે ગાડી મહેસાણા આવે ત્યાં સુધીમાં તો કાચી બદામ કેરી પાકીને પીળીછાલવાળી બની જાય છે. તો કેટલાક કેરીનો માલ ઉતર્યા પછી બંધ બારણે કાર્બાઇડથી કેરી પકવતા હોય છે.પરંતુ લોકોના આરોગ્ય સામે ખતરો પેદા થાય તેવી કૃતિમ રીતે કેરીઓ પકવાય છેકે કેમ તેની તપાસમાં તંત્ર હજુ હોતી હૈ ચલતી હૈની જેમ મંથરગતિએ રહ્યુ છે.હાઇકોર્ટે...
  April 29, 04:35 AM
 • દક્ષિણ કોરિયાના 2.5 કરોડ લોકો ઉત્તર કોરિયાની સરહદે આવેલા વિસ્તારોમાં રહે છે
  તાનાશાહ કિમ જોંગની ધમકીથી તણાવ ચરમસીમાએ : દ. કોરિયાની શાળાઓમાં બાળકોને કેમિકલ હુમલાથી બચવાની તાલીમ કિમ જોંગે ખોટો રસ્તો અપનાવ્યો છે. ઉ.કોરિયા પર ભારે તબાહીનો વિકલ્પ ખુલ્લો છે અમેરિકાઉત્તર કોરિયા સંકટનો ઉકેલ વ્યૂહાત્મક રીતે લાવવા માંગે છે પરંતુ પ્રક્રિયા કઠિન છે. ઉત્તર કોરિયાને સંકટ અંગે મોટો સંઘર્ષ થઈ શકે છે. કિમ જોંગે યુવા વયમાં જે રસ્તે ઉત્તર કોરિયાને આગળ વધાર્યું છે તેનાથી ઘણી મુશ્કેલી સર્જાઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી પોલમાં 45%ના મતે સુરક્ષા કરતા અર્થતંત્ર...
  April 29, 03:50 AM