Home >> Uttar Gujarat >> Latest News >> Sabarkantha
 • હિંમતનગરમાં જિ.સંઘના પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ઓછું અપાતાં હોબાળો
  -24 લિટરમાં એક લિટર ઘટ જણાતાં ગ્રાહકે કલેક્ટરને ફરિયાદ કરી - પુરવઠા વિભાગ, મામલતદાર કચેરી સહિતની ટીમો પંપે દોડી તપાસ હાથ ધરી સાબરકાંઠા:હિંમતનગરના આંબાવાડી વિસ્તારમાં આવેલા જિલ્લા ખરીદ વેચાણ સંઘ સંચાલિત પેટ્રોલ પંપે શનિવારે પેટ્રોલ લેવા આવેલા એક ગ્રાહકને ઓછો જથ્થો અપાતાં હોબાળો મચી ગયો હતો. ગ્રાહકે જિલ્લા કલેક્ટરને જાણ કરતાં પુરવઠા વિભાગ દોડતો થઇ ગયો હતો અને પંપે પહોંચી તપાસ હાથ ધરી હતી. શનિવારે હિંમતનગરના સહકાર હોલ પાસે આવેલા પેટ્રોલ પંપે મહેતાપુરામાં રહેતા ચંદ્રકાન્તભાઇ પટેલ...
  02:30 AM
 • શામળાજી ચેકપોસ્ટ પાસેથી 4.72 લાખનો દારૂ જપ્ત ઝડપાયો
  -શામળાજી પોલીસે 14.73 લાખના મુદ્દામાલ સાથે દિલ્હીના શખ્સની ધરપકડ કરી - પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી સાબરકાંઠા:શામળાજી પોલીસે શનિવારે આરટીઓ ચેકપોસ્ટ પાસેથી કન્ટેનરમાં રસોડાનો માલસામાન ભરેલા બોક્ષની આડમાં લઇ જવાતા રૂ. 4.72 લાખના દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે રૂ.14.73 લાખનો મુદ્દામાલ જપ્ત લઇ શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શામળાજી પીએસઆઇ આર.ટી.ઉદાવત તેમના સ્ટાફ સાથે શનિવારે બપોરે આરટીઓ ચેકપોસ્ટ પાસે વોચમાં ઉભા હતા....
  01:36 AM
 • સાબરકાંઠામાં 52 પશુઓ ભરી કતલખાને જતું કન્ટેનર પકડાયું
  -શામળાજી પોલીસને જોઇ ચાલક ભાગ્યો, જૂની આરટીઓ પાસે કન્ટેનર ડીવાઇડર પર ચડ્યું - ટ્રક સહિત 11 લાખનો મુદ્દામાલ જપ્ત, બે સામે ગુનો નોંધાયો - પશુઓને ઇડર પાંજરાપોળમાં મોકલી અપાયા સાબરકાંઠા:શામળાજી નજીક આવેલી જૂની આરટીઓ પાસેથી શનિવારે પોલીસે 52 પશુઓ ભરી કતલખાને લઇ જતાં એક કન્ટેનરને ઝડપી લીધું હતું. ત્યારબાદ પોલીસે રૂ. 11 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. અને તે અંગેની ફરિયાદ શામળાજી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, શનિવારે શામળાજી પોલીસ આરટીઓ ચેકપોસ્ટ પર વોચમાં ઉભી...
  01:24 AM
 • મોડાસામાં રાજ્ય વેટ વિભાગના દરોડા, ત્રણ બિલ્ડરોની ઓફિસે સર્વે કામગીરી
  -બિલ્ડરો અને વેપારીઓમાં આઘાપાછા થઇ ગયા - કાર્યવાહી અંગે કંઇ પણ જણાવવાનો ઇન્કાર, કામગીરી અંગે રહસ્ય મોડાસા:રાજયના વેટ વિભાગે શનિવારે મોડાસામાં સર્વેની કામગીરી હાથ ધરી હતી. આ ટીમે ત્રણ બિલ્ડરોની ઓફિસમાં તપાસણી કરી હતી. જોકે, અધિકારીઓએ હાથ ધરેલી કાર્યવાહી અંગે કંઇ પણ જણાવવાનો ઇન્કાર કરતાં કામગીરી અંગે રહસ્ય સર્જાયું હતું. શનિવારે બપોરે અમદાવાદ વેટ કચેરીના કમિશનર સહિતના અધિકારીઓએ મોડાસામાં ધામા નાખ્યા હતા. આ અધિકારીઓએ નગરના કે.એ. કોર્પોરેશન, પાર્શ્વનાથ ડેવલોપર્સ અને અંબિકા...
  12:50 AM
 • આજે હુડાના વિરોધમાં હિંમતનગરમાં મહાસંમેલન
  -સંઘર્ષ સમિતિના સભ્યો ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષને મળ્યા - ભાજપ શાસિત જિલ્લા પંચાયતનાં પ્રમુખ પણ મેદાનમાં - 11 ગામોના લોકોને હુડા રદ સિવાય કંઇ ના ખપે સાબરકાંઠા: હિંમતનગર સહિત આસપાસના 11 ગામોનો સમાવેશ કરી બનાવાયેલ હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (હુડા)ના વિરોધમાં જનાક્રોશ લાવાની જ ધગધગી રહ્યો છે. ત્યારે હુડા હટાવો સંઘર્ષ સમિતિ દ્વારા રવિવારે હિંમતનગરના માર્કેટયાર્ડ ખાતે મહાસંમેલનનું આયોજન કરાયું છે. જેમાં 11 ગામના લોકો જોડાશે. જેમાં આગળની રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે....
  12:40 AM
 • મંત્રીએ દૂધમંડળીમાં જ ગળેફાંસો ખાધો, લખી સ્યુસાઇડ નોટ, પોલીસ દોડી
  સાબરકાંઠા:મોડાસા તાલુકાના જુના વડવાસા ગામે દૂધ મંડળીના મકાનમાં જ મંડળીના મંત્રીએ પંખે લટકી ગળે ફાંસો ખાઇ લેતાં પંથકમાં ચકચાર મચી ગઇ હતી. જ્યારે રૂમમાંથી મળી આવેલી સ્યુસાઇડ નોટમાં ગામના જ ચાર રહીશોના નામનો ઉલ્લેખ હોઇ પોલીસે તેમની સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. Paragraph Filter -મંત્રીનો દૂધમંડળીમાં જ ગળેફાંસો ખાધો,સ્યુસાઇડ નોટમાં 4 નામનો ઉલ્લેખ - આપઘાત માટે દુષ્પ્રેરણનો ગુનો,ગામ ઊમટી પડ્યું, પોલીસ દોડી - મોડાસાના જુના વડવાસા ગામની ઘટના જુના વડાવાસ...
  July 4, 10:33 AM
 • વડવાસા ગામમાં બુકાનીધારીઓ ધુસતા ગામલોકોનો દેકારો, લોકો દોડ્યા
  -ત્રણ બુકાનીધારી બાઇકસવારો જુના વડવાસામાં પ્રવેશ્યા હતા - લોકો દોડતા ત્રણેય બુકાનીધારી પલાયન સાબરકાંઠા: બાઇક ઉપર સવાર ત્રણ બુકાનીધારીને ગામમાં પ્રવેશતા જોતાં જ મોડાસા તાલુકાના જુના વડવાસા ગામે ભારે દેકારો મચ્યો હતો અને દુધમંડળી ખાતે એકઠા થયેલા યુવાનો ગામના સીમાડે થયેલી હોહા ના પગલે રમોસ તરફના માર્ગે બાઇકો લઇ દોડયા હતા. જયારે બાઇક સવાર ત્રણ શખ્સો વીજવેગે બાઇક લઇ પરત રમોસ તરફ ભાગી છુટયા હતા. આ બનાવના પગલે ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો હતો.
  July 4, 09:44 AM
 • રૂપાલમાં જમીન વેચાણ મામલે સાયરાના ખેડૂત સાથે છેતરપિંડી
  - જમીનનું વિભાજન થઇ ગયું હોવા છતાં અન્ય ખેડૂતને વેચી રૂ.41 લાખની છેતરપિંડી - રૂપાલના સાત જણા સામે પોલીસ ફરિયાદ સાબરકાંઠા:તલોદ તાલુકાના રૂપાલ ગામના સાત શખ્સોએ પૂર્વયોજીત કાવતરું રચી ગામની સીમમાં આવેલી સર્વે નં.79 પૈકી 1 તથા 2ની જમીનનું વિભાજન થઇ ગયું હોવા છતાં અન્ય ખેડૂતને વેચી રૂ.41 લાખ વસૂલ્યા હતા. દરમિયાન પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું માલુમ પડતાં સાયરા ગામના શખ્સે ગુરુવારે રૂપાલના સાત શખ્સો વિરુદ્ધ તલોદ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી હતી. તાલુકાના...
  July 4, 02:40 AM
 • -પરવાનગી વિના જાહેર રસ્તા ઉપરમાલસામાન મુકનાર 21 દુકાનદારોને નોટિસ - સામાનને દબાણ ગણી ઉપાડી 2000 ચાર્જ વસૂલાશે સાબરકાંઠા:ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા પરવાનગી વિના જાહેર રસ્તા ઉપર લોકોને અડચણરૂપ માલસામાન મુકનાર 21 દુકાનદારોને નોટિસ ફટકારવામાં આવી છે. સમય મર્યાદામાં અડચણરૂપ માલ સામાન ઉપાડી લેવામાં નહીં આવે તો દબાણ ગણી રૂ.2000 વહીવટી ચાર્જ વસુલ કરવાનું જણાવવામાં આવતાં દુકાનદારોમાં અંદરોઅંદર ચણભણાટ શરૂ થયો છે. નગરપાલિકા વિસ્તારના સિવિલ રોડ, સરદાર પટેલ રોડ, સ્ટેશન રોડ, વાસણા રોડ ઉપરના...
  July 4, 02:29 AM
 • મોડાસા પંથકમાં બેફામ ખનીજ ચોરી, ઓવરલોડ રેતી ભરેલી 3 ટ્રકો ઝબ્બે
  -રેતી અને ટ્રક સહિત રૂ.36 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો - ખાણ ખનીજ વિભાગ દ્વારા રાત્રિ ચેકિંગ હાથ ધરાયું સાબરકાંઠા/ મોડાસા:અરવલ્લી જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા હાથ ધરાયેલ ચેકીંગ દરમિયાન ગેરકાયદે ઓવરલોડ ખનીજ વહન કરતી ત્રણ ટ્રકો ઝડપાઇ હતી. આથી તંત્રઅે રેતી અને ટ્રક સહિત રૂ.36 લાખનો મુદ્દામાલ કબજે લઇ કસૂરવારો સામે કાર્યવાહી હાથ ધરી હતી.જિલ્લા ખાણ ખનીજ વિભાગના જીઓલોજિસ્ટ અજીતસિંહ યદુવંશી દ્વારા ખનીજચોરી ડામવા મોડાસા પંથકમાં ગુરુવારે રાત્રે હાથ ધરેલા ચેકિંગમાં મંજૂરી કરતા વધુ રેતી ભરી જતી...
  July 4, 02:23 AM
 • બાયડ મામલતદાર કચેરીમાંથી 2500 મિલકતોના 9-12 અને 8-અ ગાયબ
  -મિલકતધારકોની હાલત કફોડી બની, ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઇ - રેકર્ડ નહીં મળતાં લોકોની મૂંઝવણ સાથે દોડધામ સાબરકાંઠા:બાયડ મામલતદાર કચેરીમાંથી નગરની એનએ થયેલી જમીનોના 7/12, 8-અના દસ્તાવેજો ગાયબ થઇ જતાં હલચલ મચી ગઇ છે. નગરમાં હજારો લોકોને આ સમસ્યાથી સીધી અસર થતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.બાયડ મામલતદાર કચેરીમાં મહેસુલ તથા ઇ-ધરા વિભાગની લાલિયાવાડી સામે અનેક ફરિયાદો છતાં ઉચ્ચ કક્ષાએથી કોઇ પગલાં ભરવામાં આવતા નથી. આ બંને વિભાગોમાં દલાલોની ભારે બોલબાલા છે. ત્યારે મામલતદાર કચેરીમાં નવી...
  July 4, 02:18 AM
 • -અંતરિયાળ વિસ્તારની પ્રજા આરોગ્ય સેવા વિહોણી - વારંવાર રજૂઆત છતાં લોકો સેવાથી વંચિત સાબરકાંઠા:પોશીના તાલુકાના લાંબડીયા સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નર્સ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, આશાબહેનો વગેરે અંતરિયાળ વિસ્તારમાં ફિલ્ડવર્કમાં નહીં જતાં હોવાની ફરિયાદ ઉઠી છે. જેને લઇ આદિવાસી પ્રજાને આરોગ્ય સેવા પ્રાપ્ત થઇ શકતી નથી. આ અંગે મીઠીવેડી ગામના લક્ષ્મણભાઇ પરમાર, મતરવાડા ગામના ચૂનાભાઇ પારઘી, પોલાપણ ગામના પોપટભાઇ પરમાર વગેરેએ આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં નર્સ કે...
  July 4, 02:01 AM
 • -આવકના દાખલા, આધારકાર્ડ સહિત યોજનાનો ઘેરબેઠાં લાભ મળશે - લાભાર્થીઓ યોજનાઓથી વંચિતના રહી જાય તે માટે કેમ્પનું આયોજન સાબરકાંઠા:હિંમતનગર તાલુકામાં જનસેવા કેન્દ્ર સુધી પહોંચી ન શકતા લાભાર્થીઓ સરકારની વિવિધ યોજનાઓના લાભાથી વંચિત ન રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા જનસેવા કેન્દ્ર પ્રજાના દ્વારે પહોંચાડવા માટે વિવિધ કેમ્પોનું આયોજન કરાયું છે. જેનો વધુ લાભાર્થીઓ લાભ લે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. આ અંગે મામલતદાર એ.એસ.ગઢવીએ જણાવ્યું કે, ગતિશીલ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત છેવાડાના ગામડામાં...
  July 4, 01:51 AM
 • ફાસ્ટફુડ સેન્ટરોમાંથી સડી ગયેલા બટાકા,ફૂગવાળી ચીઝ મળી આવી
  -મોડાસા નગરપાલિકાની માલપુર રોડ પરના 7 સેન્ટરોમાં તપાસ - ફરિયાદ બાદ પાલિકાની આરોગ્ય વિભાગની ટીમે ફાસ્ટફુડ સેન્ટરોમાં તપાસ હાથ ધરી સાબરકાંઠા:મોડાસામાં કેટલાક ફાસ્ટ ફુડવાળાઓ અખાદ્ય ચીજોનું વેચાણ કરતા હોવાની ફરિયાદ બાદ પાલિકાની આરોગ્ય વિભાગની ટીમે માલપુર રોડ ઉપરના ફાસ્ટફુડ સેન્ટરોમાં તપાસ હાથ ધરી હતી. જેમાં 7 સેન્ટરોમાંથી સડી ગયેલા બટાકા, ફૂગવાળી ચીઝ, બટર સહિતનો અખાદ્ય જથ્થો મળી આવતાં તેનો નાશ કરી સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરાઇ હતી. જિલ્લામાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સાવ...
  July 4, 01:19 AM
 • વરસાદ ખેંચાતાં અરવલ્લી જિલ્લામાં 9.4 હજાર હેક્ટરમાં પાક નિષ્ફળ જાય તેવી શક્યતા
  મોડાસા : ચાલુ સાલે સમયસર શરૂ થયેલા વરસાદથી અરવલ્લી જિલ્લામાં રાહત ર્વતાઇ હતી. 15 જુનથી શરૂ થયેલા વરસાદના બે થી ત્રણ રાઉન્ડમાં જિલ્લામાં સારો વરસાદ છ તાલુકાઓમાં નોંધાયો હતો. પરંતુ છેલ્લા એક અઠવાડીયાથી વરસાદ હાથતાળી દઇ રહયો હોય તેવી સ્થિતિ સર્જાતાં જગતનો તાત ચિંતાતુર બન્યો છે. 94373 હેકટર જમીનનો વાવેતરકરેલો પાક બળી જવાની દહેશત સેવાઈ રહી છે. Paragraph Filter દસ દિવસમાં જિલ્લાના છ તાલુકાઓમાં સરેરાશ 6 થી 10 ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદની રાહજોતા ખેડૂતો એ વરસાદ પડતાં જ ખેતરોમાં વાવેતર શરૂ કરી દીધું હતું....
  July 3, 11:07 AM
 • ડીજીટલ ઇન્ડીયા પ્રોગ્રામ હેઠળ સાબરકાંઠામાં બે હજારથી વધુ ડીજીટલ લોકર્સનું રજિસ્ટ્રેશન
  - ડીજીટલ ઇન્ડીયા પ્રોગ્રામ અંતર્ગત ડીજીટલ લોકર પ્રોજેકટ મહત્વનો સાબિત થશે હિંમતનગર :વડાપ્રધાનના મહત્વાકાંક્ષી પ્રોજેકટ ડીજીટલ ઇન્ડીયા અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ડીજીટલ લોકર મિશન અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં 2 હજારથી વધુ ડીજીટલ લોકર્સનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યુ છે. આધુનિક અને ટેકનોલોજીના સમયમાં ગ્રામ્યમાં રહેતા લોકો સરળતાથી ટેકનોલોજીના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવી શકશે.ડીજીટલ સપ્તાહની બુધવારે પ્રારંભ કરાવાયો છે. જે અંતર્ગત દેશના તમામ...
  July 3, 11:07 AM
 • તલોદ દુષ્કર્મ કેસ: તબીબ જેલહવાલે થતાં રણાસણ બંધ, ધરપકડ ખોટી રીતે થયાનો આક્ષેપ
  - દુષ્કર્મકેસમાં જેલમાં ગયેલા તબીબના સાથમાં લોકો એકઠા થયા - પોલીસ સાચી દિશામાં તપાસ કરી સત્ય બહાર લેવો તેવી ગ્રામજનોની માંગ તલોદ : તલોદ તાલુકાના રણાસણ ગામના બસ સ્ટેન્ડ નજીક કલીનિક ચલાવતા તબીબને ત્યાં પ્રાંતિજ તાલુકાના એક ગામની સગીરા ચાર માસ અગાઉ સારવાર લેવા આવી હતી ત્યારે તેણીને બેભાન બનાવી તેણી પર દુષ્કર્મ આચરતાં આ અંગે તબિબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. જેના સમર્થનમાં એકઠા થયેલા ગ્રામજનોએ ફરિયાદ ખોટી હોવાનો આક્ષેપ કરી ગુરૂવારે બંધનું એલાન આપવામાં આવ્યુ હતું....
  July 3, 11:06 AM
 • ધાડપાડુના ભયથી ફફડતા ગ્રામજનો શખ્સને ઘેરી વળ્યા, અર્ધપાગલ નીકળ્યો
  - વા વાયોને નળીયું ખસ્યું , તે દેખીને કૂતરું ભસ્યું, કોઈ કહે મેં દિઠો ચોર... - શખ્સ ઝડપાતાં લોકોએ રાહતનો દમ લીધો ધનસુરા : બાયડ- ધનસુરા પંથકમાં 15 થી 20 ધાડપાડુઓ આતંક મચાવી રહેલા હોવાની અફવાથી પંથકમાં ફફડાટ ફેલાયોહતો.ભયના માર્યા લોકો રાત્રે ચેનથી સુઇ શકતા નથી અને દિવસે કામ ધંધે પણ શકતા નથી એવી સ્થિતિમાં ધનસુરા તાલુકા રામપુર ગામેથી ઝડપાયેલો શખ્સ આતંકવાદી હોવાની અફવાથી ભારે હોહા મચી હતી. જયારે પોલીસે આ શખ્સ અર્ધપાગલ હોવાનું જણાવતાં જ લોકોમાં રાહત ફેલાઇ હતી. ધનસુરા તાલુકાના રામપુર ગામે પાગલ...
  July 3, 12:04 AM
 • - મહેસાણા જિલ્લાના ચાર શખ્સોએ યુવકને કારમાં ઉપાડી માર માર્યો હિંમતનગર : હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાંથી મંગળવારે સાંજના સુમારે દિકરી ઉપાડી જવાનો વહેમ રાખી મહેસાણા જિલ્લાના ચાર શખ્સોએ હિંમતનગર તાલુકાના આગિયોલના એક યુવકને મારૂતી ગાડીમાં ઉપાડી જઇ ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ આ યુવકને હિંમતનગર આર.ટી.ઓ. સર્કલ પાસે ઉતારી દઇ મહેસાણા જિલ્લાના ચારેય શખ્સો જાનથી મારવાની ધમકીઓ આપી ભાગી છુટયા હતા. આગિયોલ ગામે રહેતા અને મૂળ અમદાવાદના સૈજપુર બોધાના રહીશ અર્પણ જગદીશગીરી ગોસ્વામી...
  July 2, 12:22 AM
 • મોડાસામાં 33 વર્ષ પહેલાં શરૂ થયેલી ભૂગર્ભ ગટર યોજના આજે પણ અધૂરી
  - વર્ષ 2008માં સર્વે થયો, 2014માં ટેન્ડરિંગ થયું, 2015માં ટેકનિકલ કારણોસર કામ ખોરંભે મોડાસા : મોડાસામાં આજથી 33 વર્ષ પહેલાં રૂ.2 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના મંજૂર થઇ હતી. પરંતુ સત્તાધિશોની ઉદાસીનતાના કારણે યોજનાનું બાળમરણ થયું હતું. ત્યાર બાદ 2008ના સર્વે આધારે તૈયાર કરાયેલી રૂ.30 કરોડની યોજનાનું આજથી એક વર્ષ અગાઉ કામ શરૂ કરાયું હતું. પરંતુ કેટલાક ટેકનિકલ કારણો ઊભા થતાં કામ ફરી એકવાર ખોરંભે પડ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, હવે 2008 બાદ વધેલા વિસ્તારને આવરી લઇ તેમજ ટેકનિકલ કારણો દૂર કરી નવી યોજના તૈયાર...
  July 2, 12:17 AM

 
Advertisement
 
 

Top News

 

Bollywood

Advertisement
 

Cricket

 

Interesting News

 

Money

 

Jeevan Mantra

 

 

Jokes

 

Most Read

 

Photogallery