Home >> Uttar Gujarat >> Latest News >> Mehsana
 • મહેસાણા | મહેસાણાસત્તાવીસ કડવા પાટીદાર પ્રગતિ મંડળ અને જાયન્ટ્સ ગૃપ ઓફ મહેસાણા દ્વારા આગામી તા.1 થી 4 જૂન સુધી નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન કરાયું છે. જેમાં પંતજલિના યોગશિક્ષક અજીતકુમાર પટેલ દ્વારા દરરોજ સવારે 5.15 થી 7 કલાક સુધી વિમલ પાર્ટી પ્લોટ ખાતે વિવિધ યોગ વિશે તાલિમ અપાશેે. તેમજ ક્યાં પ્રકારનાં યોગથી શું ફાયદા થઇ શકે તે વિશે પણ વિસ્તૃત માહિતી અપાશે. જો કે, યોગ શિબિરમાં આવનાર શહેરીજનોએ યોગ માટેનું આસન, પાણીની બોટલ, નેપકીન લાવવાની સાથે યોગને અનૂરૂપ ખુલ્લા કપડા પહેરવા તેમજ ભુખ્યા પેટે આવવા...
  03:15 AM
 • મહેસાણાતાલુકાના 95 ગામ પૈકી 33 ગામોની જમીન સંબધી તમામ પ્રકારની ફેરફાર નોધ રીસર્વે પ્રમોલગેશનના કારણે બ્લોક કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી સેટેલાઇટ મારફત થયેલ જમીનોનું રીસર્વે કરવામાં આવ્યુ હતું.જેમાં તબક્કાવાર પ્રમોલગેશનથી નોધની અસર આપ્યા બાદ જમીન સંબધી તમામ પ્રકારની નોંધ મહેસુલી રેકર્ડમાં પાડવામાં આવશે. ત્યારબાદ - ધરા કેન્દ્રમાંથી 33 ગામના નકશા સાથે જમીનના ઉતારા મળશે તેમ મહેસાણા મામલતદાર કચેરીના સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતુ.
  03:15 AM
 • મહેસાણાનાસામેત્રામાં 11 ગામના રહિશો માટે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ સરકારી કામકાજ માટે 890 અરજદારો જોડાયા હતા.જેમાં આગામી શૈક્ષણીક સત્ર શરૂ થવાના દિવસો નજીક આવતા હોઇ પ્રવેશમાં આવક, જાતિના દાખલા માટે વધુ અરજદારોનો ઘસારો રહ્યો હતો.અત્રે મહેસાણા મામલતદાર પ્રકાશભાઇ પ્રજાપતિ, ટીડીઓ દીલીપભાઇ પટેલ, મહિલા ડેલીગેટ સહિતની ઉપસ્થીતિમાં વિવિધ 11 સરકારી કામકાજમાં અરજદારોએ લાભ લીધો હતો. સામેત્રા, બોદલા, હેડુવા હનુમત, હેડુવા રાજગર, હીંગળાજપુરા, કરશનપુરા, ખારા, લક્ષ્મીપુરા,, મરેડા, મીઠા,...
  03:15 AM
 • મહેસાણા | ઉત્તરગુજરાતમાં શુક્રવારનો દિવસ ગરમીમાં સૌથી હોટ રહ્યો હતો. પાટણ જિલ્લામાં સૌથી વધુ 44.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સમી તાલુકાના ગાજદિનપુરા ગામનાં વસીબેન વાલજીભાઇ કોર બાસ્પા ગામે પોસ્ટ ઓફિસમાં ફરજ પર જતાં હતાં, ત્યારે અચાનક બેહોશ થઇને મોતને ભેટ્યાં હતાં.મહેસાણા જિલ્લાનું લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી સાથે સૌથી ઉચ્ચું રહ્યું હતું. કેટલાક દિવસોથી રાત્રીનું તાપમાન લઘુત્તમ તાપમાન પણ ઉચકાયુ છે.
  03:15 AM
 • મહેસાણા| મહેસાણારાધનપુર રોડ શુક્રવારે સાંજે 5 કલાકે પાલિકા ઇન્ચાર્જ પ્રમુખ જયદિપસિંહ ડાભી, નગરસેવકો અને દબાણ, સેનેટરી વિભાગ સાથે મળી દોઢ કિલોમીટર સુધી ફેલાયેલા દબાણો તોડ્યા હતા. જેમા શ્રીરામ કોમ્પલેક્ષનો ઓટલો, દિવાલ,દંત કોમ્પલેક્ષની દિવાલ, ઇન્ડીયન બેંકના બિલ્ડીગની બે દિવાલો, હોન્ડાના શો રૂમની દિવાલ, સરદાર પટેલ સોસાયટીના નાકે આવેલી લાટીનો ઓટલો અને દિવાલ પર જેસીબી ફળી વળ્યું હતું. જ્યારે અત્રેના શ્રીરામ કોમ્પલેક્ષમા દાબેલીના દુકાનદારે ગેરકાયદેસર રીતે બનાવેલો ઓટલો તોડી પડાયો હતો...
  03:15 AM
 • મહેસાણા| અમરપુરામારહેતા મંજુલાબેન ઠાકોર ઘરમા હાજર હતા તે સમયે તેમના પતિ ભરતજીએ પુત્રી સોનલની બંગડીઓ ફોડતા દંપતી વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં પુત્રીની બગડીઓ ફોડવા બાબતે ઠપકો આપનારી પત્નીને ભરતજીએ ધોકાવડે ફટકારી હતી. ડાબા હાથ અને કમ્મરમાં ઇજા થતાં સારવાર માટે મહેસાણા સિવિલમાં લઇ જવાઇ હતી.આ અંગે મંજુલાબેને એ-ડીવીજન પોલીસ મથકમાં પતિ ભરતજી વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.
  03:15 AM
 • ભાજપદ્વારા તા. 28મી મેથી 5 જૂન સુધીમાં યોજનારી વિસ્તારક યોજનામાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ છોટાઉદેપુર, મુખ્યમંત્રી ખેડા જિલ્લામાં અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણા બુથમાં જશે તેમ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે 28મી મેએ વડાપ્રધાનની ‘મન કી બાત’ સાંભળીને નેતા કાર્યકરો વિસ્તારક યાત્રાનો આરંભ કરશે. સોશિયલ મીડિયાનું ફલક વિસ્તારી 48 હજાર વોટ્સએપ ગ્રૂપ બનાવશે. વોટ્સઅપ મુદ્દે ‘થોભો અને રાહ જુઓ’ ભાજપનાનેતાઓ-કાર્યકરોના વોટ્સઅપ ગ્રૂપમાં અશોભનીય સંવાદ અને...
  02:15 AM
 • દેશમાં પહેલી વાર સંપૂર્ણ મૌલિક અને અપ્રસારિત હાસ્ય-વ્યંગ્ય-કટાક્ષ પર પેજ માત્ર ભાસ્કરમાં... 16 હા..હા.. હસો કે આજે શનિવાર છે...
  02:15 AM
 • બહુચરાજીતાલુકાના ડેડાણા નજીક સિણજ રોડ પર ગુરૂવારે સવારે મિનિ લકઝરી બસ ખાડામાં ઉપરી જતા સર્જાયેલા અકસ્માતમાં 1 નુ એક મહિલાનું મોત નીપજ્યું હતુ. જયારે 21 મહિલાઓ સહિત 27 જાણાને ઇજાઓ થતાં બહુચરાજી અને મહેસાણાની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયા હતા. ઇજાગ્રસ્તો દેત્રોજ અને થરા તાલુકાના રહેવાશી છે. દેત્રોજ તાલુકાના ડઢાણાથી બનાસકાંઠાના થરા જવા રોજ મુસાફરો ભરીને ખાનગી મિનિ લકઝરી બસ જીજે 18 વી 2490 દોડે છે. ગુરૂવારે સવારે 8.45 વાગે બસ થરા જવા નીકળી હતી અને સિણજ ગામથી એકદ કિમી દુર બહુચરાજીના ડેડાણા ગામ...
  May 26, 03:05 AM
 • પાંચોટ પ્રથમથી વિકસિત, સાંસદે દત્તક લીધુ પણ વચનો અધુરા રહ્યા
  1.ખંડેરબસસ્ટેશનને મોડર્ન બનાવવુ, શૌચાલય પણ નથી 2. હાઇવે ટચ નાના તળાવઆધારના ખાડામાં ભરાતા વરસાદી,ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા 3.ગામ તળાવ ચોમેર બાવળીયા રહ્યા, ડેવલપ થયુ નથી 4.શાહીબાગ પાસેનુ તળાવ પણ ડેવલપ વગરનું રહ્યુ ત્રણ વર્ષમાં શું થયુ ? 1.મહોલ્લેમહોલ્લે ડસ્ટબીન મૂકાયા, કચરો લેવા ટ્રેકટર આવતા સ્વચ્છતામાં સુધાર આવ્યો 2. કન્યાવિદ્યાલયમાં લોકફાળા અને સાંસદ ગ્રાન્ટમાંથી નવીન હોલ બનાવ્યો 3.પાણીની નવીન ટાંકીની સુવિધા મળી 4.મહોલ્લાઓમાં ઘર આંગણે બ્લોકપેવિગ નંખાયા 5.સંસ્થાની હોસ્પિટલમાં ONGC...
  May 26, 03:05 AM
 • રાજકોટમ.ન.પા.માં જુનિયર ક્લાર્કની ભરતી માટે ઓનલાઇન અરજીમાં બેંકરાહે ફી ભર્યા પછી ઓનલાઇન પેજ ઓપન થતુ હોવાની રાડ ઉઠવા પામી છે.ટેકનીકલ ખામીમાં ઉમેદવારના ઓનલાઇન ફોર્મ જમા થતા અટવાઇ રહ્યા હોવાનું મહેસાણાના અરજદાર યુવાન રજનીકાંન્ત પટેલે જણાવ્યુ હતું. તેમણે સાયબરકાફેમાં જઇને રાજકોટ મહાનગરપાલીકામાં ભરતીની જગ્યાએ ઓનલાઇન ફોર્મ ભર્યા પછી ત્રણ નકલ કાઢી હતી.જે પૈકી એક નકલ મહેસાણા હાઇવે ICICI બેંકમાં રૂા. 100 ફી સાથે ભરી હતી. ફી ભર્યા અંગેની વિગત ઓનલાઇનમાં દર્શાવવા વેબસાઇડમાં પેજ ખુલતુ નથી.
  May 26, 03:05 AM
 • આરોપીને લઇ જતો પોલીસ કર્મી ગરમીને કારણે બેભાન થઇ ગયો
  બીપી ઘટી જતા ચક્કર ખાઇને ફસડાઇ પડ્યો મહેસાણા કોર્ટ સંકુલમાંથી ગુરૂવારે બપોરે આરોપીઓને લઇને જઇ રહેલા પોલીસકર્મીનું ગરમીને કારણે અચાનક બીપી ઘટી જતા ચક્કર ખાઇને ફસડાઇ પડ્યો હતો.અર્ધબેભાન અવસ્થામાં સારવાર માટે સીવીલમા લઇ જવાયેલા પોલીસકર્મીની તબિયત સુધારા પર હોવાનું તબીબનુ કહેવુ હતું. મહેસાણા પોલીસ હેડ ક્વાટરમાં ફરજ બજાવતા હેકો. જ્યંતિભાઇ નરસિંહભાઇ ગુરૂવારે બપોરે મહેસાણા સબજેલમાંથી આરોપીઓ લઇને કોર્ટની મુદતે લઇ જવા રવાના થયા હતા. બપોરે આશરે 11.30 કલાકે જાપ્તામાં રહેલા જયંતિભાઇ આરોપીઓને...
  May 26, 03:05 AM
 • સ્કીલડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત જપાન ઇન્ડિયા ઇન્સીટ્યુટ ઓફ મેન્યુફેક્ચરીંગ નામના પ્રોજેકટના પ્રથમ ચરણ રૂપે મારૂતિ સુઝુકી ઇન્ડિયા સિમિટેડના પ્રોત્સાહન સાથે ગણપત યુનિવર્સિટીના પરિસરમાં એ.એસ.પટેલ આઇ.ટી.આઇ. વિકસાવવામાં આવી છે. આગામી જુલાઇના અંતમાં ઓગષ્ટના પ્રારંભના દિવસોમાં શરૂ થઇ રહેલી આઇટીઆઇની મારૂતિ સુઝુકીના મેનેજીંગ ડિરેકટર કેનિચિ આયુકાવાએ મુલાકાત લઇ સંસ્થાની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું અને તેના ઝડપી વિકાસ અને સજ્જતાથી પ્રભાવિત થઇ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.ગણપત...
  May 26, 03:05 AM
 • રાજ્ય સરકાર દ્વારા ક્લાઇમેટ ચેન્જ વિભાગ હસ્તકની વિવિધ યોજનાઓ થકી લોકોમાં સૌર-ઉર્જા માટે જાગૃતિ આવે તે હેતુથી મહેસાણા નવીન એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે પ્રદર્શનનું આયોજન કરાયું છે. પ્રદર્શન જિલ્લા કલેકટર આલોકકુમાર દ્વારા ખુલ્લુ મુકાયુ હતું. પ્રદર્શન 25 મે થી 27 મે સુધી ત્રિ-દિવસીય ચાલનાર છે. જિલ્લા કલેકટરે જણાવ્યું હતુ કે, વાતાવરણીય ફેરફારોએ સમગ્ર વિશ્વનો ચિંતાનો વિષય બની ગયો છે. ઉર્જાના સ્ત્રોતોના મુખ્ય બે પ્રકાર છે. એક પરંપરાગત ઉર્જા સ્ત્રોતો અને બીજા બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો. પરંપરાગત...
  May 26, 03:05 AM
 • ભાન્ડુરેલવે સ્ટેશનથી કેટલેક દુર બુધવારે રાત્રે ગરીબરથ ટ્રેનની ટક્કરે વૃધ્ધ સાધુનું મોત નિપજ્યું હતું. અંગે રેલવે પોલીસે અકસ્માતે મોત અંગેની જાણવા જોગ નોંધીને કાર્યવાહી હાથધરી છે. મહેસાણાથી કેટલેક દુર ભાન્ડુ રેલવે સ્ટેશની મુખ્ય લાઇનના કિમી 707/69 પાસેથી બુધવારે રાત્રે 10.30 કલાકે પાટો ઓળગી રહેલ આશરે 65 વર્ષના સાધુ જેવા જણાતા વૃધ્ધને મહેસાણા તરફથી જઇ રહેલી ગરીબરથ ટ્રેનની ટક્કરે અકસ્માત નડ્યો હતો. ટ્રેનની ટક્કરે માથા અને શરીરે ગંભીર ઇજા થતા સારવાર પૂર્વે વૃધ્ધનું મોત નિપજ્યું હતું.ઉપરોકત...
  May 26, 03:05 AM
 • આરટીઓમાં ટુ વ્હીલર તથા માલ વાહનોની નવી સીરીઝ શરૂ કરાશે મહેસાણા | મહેસાણાઆર.ટી.ઓ. કચેરીમાં ટ્રાન્સપોર્ટ માલ વાહન અને ટુ વ્હીલર વાહનોની નવી સીરીઝ અનુક્રમે જીજે 02 ઝેડઝેડ અને જીજે 02 સીકે 1 જુન 2017 થી શરૂ થનાર છે. જેના હરાજી માટેના ફોર્મ 1 જુન થી 06 જુન દરમિયાન આર.ટી.ઓ. કચેરી મહેસાણા ખાતે રાષ્ટ્રીયકૃત બેંકના ડિમાન્ડ ડ્રાફ્ટથી સ્વિકારાશે. ઉપરાંત લઘુત્તમ ગોલ્ડન નંબર માલવાહક વાહનોની ફી રૂ.25,000 તેમજ સીલ્વર નંબરની ફી રૂ.10,000 છે. તેમજ ટુ વ્હીલર ગોલ્ડન નંબરની ફી રૂ.5,000 અને સીલ્વર નંબરની ફી રૂ.2000 છે.
  May 26, 03:05 AM
 • આગામીવિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા મહેસૂલ વિભાગના 9 નાયબ કલેક્ટરોની બદલી કરી તેમને નાયબ જિલ્લા કલેક્ટર બનાવાયા છે. રાજકોટના ચેતન ગાંધીને જામનગર, જૂનાગઢના રાજેશ આલને અમરેલી, આસિસ્ટન્ટ ચૂંટણી કમિશનર મહિપતસિંહ ગોહિલને બોટાદ, ગીર સોમનાથના બલવંતભાઇ પટેલને વલસાડ, જામનગરના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર સંજય પંડ્યાને આણંદ, ગાંધીનગરના યોગેશ ઠક્કરને ભાવનગર, મહેસાણાના વિપુલ ઠક્કરને ગાંધીનગર અને દાહોદ પ્રાંત અધિકારી પદ્મરાજ ગામીતને પંચમહાલના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે...
  May 26, 03:05 AM
 • મહેસાણા, શુક્રવાર, 26 મે, 2017 પ્રસ્તૃત છે મોદી સરકારના ત્રણ વર્ષના કામકાજ પર સર્વેના પરિણામ દેશનો સૌથી મોટો સર્વે સર્વેને વાંચવા સમજવામાં સરળતા રહે, તે માટે ચાર પેજનું પાવર જેકેટ
  May 26, 03:05 AM
 • સરકારે ચાર ઝોનમાં ફી કમિટીની રચના કરી છે. ફી કમિટીની સ્વતંત્ર નિર્ણય લેવાની સત્તા આપી છે. જેમાં અમદાવાદ ઝોનમાં નવ જિલ્લા અમદાવાદ, કચ્છ, બોટાદ, મહેસાણા, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લામાંથી એફિડેવિટ કુલ 3742 અને 278 દરખાસ્ત આવી છે તેમજ 115 કોર્ટ મેટર થઇ છે. જ્યારે અમદાવાદ શહેરમાં પ્રાથમિકમાં કુલ 921 સ્કૂલોમાંથી એફિડેવિટ 752,દખાસ્ત 14,માધ્યમિકમાં કુલ 192 સ્કૂલોમાંથી એફિડેવિટ 132, દરખાસ્ત 4,ઉચ્ચતરમાં કુલ 152 સ્કૂલોમાંથી એફિડેવિટ 132, દરખાસ્ત 5, અમદાવાદ ગ્રામ્યમાં માધ્યમિકમાં કુલ 292...
  May 26, 03:05 AM
 • શ્રમઅને રોજગાર વિભાગ દ્વારા રાજ્યના ચાર મદદનીશ શ્રમ આયુક્ત વર્ગ-1ની જાહેરહિતમાં બદલી કરવામાં આવી છે. શ્રમ અને રોજગાર વિભાગના નાયબ સચિવ આર.એચ.વસાવાએ એક હુકમ કરી ચાર જેટલા અધિકારીઓની રાજ્યમાં આંતરિક બદલીઓ કરી છે. જેમાં હાલ મહેસાણા ખાતે ફરજ બજાવતા એચ.એસ.રાવલની ભરૂચ મદદનીશ શ્રમ આયુક્ત તરીકે બદલી કરાઇ છે. ભરૂચ ખાતે ફરજ બજાવતા જી.એચ.જાનીની વડોદરા ખાતે બદલી કરાઈ છે. વડોદરા ખાતે ફરજ બજાવતા જી.એલ. પટેલની વલસાડ મદદનીશ શ્રમ આયુક્ત તરીકે બદલી કરવામાં આવી છે. તેમજ ભાવનગર ખાતે ફરજ બજાવતા એમ.એન.ગામેતીની...
  May 26, 03:05 AM