Home >> Uttar Gujarat >> Latest News >> Banaskantha
 • ભોયણ પાસે ટ્રક પાછળ બાઈક ઘૂસી જતાં શિરવાડાના શિક્ષક દંપતીનું મોત
  ડીસા: ડીસા-પાલનપુર હાઇવે પર ભોયણ નજીક ગુરુવારે બપોરે ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં બાઇક પર સવાર કાંકરેજ તાલુકાના શિરવાડા ગામના શિક્ષિત દંપતીનું મોત નિપજતાં સમગ્ર જિલ્લાના બ્રહ્મ સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. યુવકે તાજેતરમાં જ પીએસઆઇની પરીક્ષા પાસ કરી હતી. મૂળ કાંકરેજ તાલુકાના શિરવાડા ગામના વતની પ્રહલાદભાઇ ધુડાભાઇ જોષી (ઉં.વ.24) અને તેમની પત્ની હેતલબેન (ઉં.વ.24) બાઇક નં. જીજે-02-બીઆર-2647 લઇને ગુરુવારે બપોરે ડીસાથી પાલનપુર સામાજિક કામ અર્થે જઇ રહ્યા હતા. દરમિયાન ભોયણ નજીક આગળ જતી ટ્રકે અચાનક...
  12:32 AM
 • પાલનપુર એરોમા સર્કલ પાસે લકઝરી બસમાં આગ લાગતાં ભડભડ સળગી ઉઠી
  પાલનપુર:પાલનપુર એરોમા સર્કલ પાસે રાજેન્દ્રકુમાર ચૌહાણની લકઝરી બસ અંદાજીત દોઢ વર્ષથી કંડમ હાલતમા પડેલી હતી. જેમાં બાજુમાં કચરો ભરેલ કન્ટેનરમાં કોઇ શખસે દિવાસળી ચાંપી સળગાવ્યો હતો. તે સમયે કન્ટનરમાં લાગેલી આગનો તણખો લકઝરી બસ ઉપર પડ્યો હતો. જેથી લકઝરી બસમાં આગ લાગી હતી. જેના પગલે પશ્ચિમ પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો. અને પાલનપુર પાલિકાના ફાયર ફાયટરને જાણ કરાઇ હતી. જેથી તાબડતોબ ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી લકઝરી બસ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. પરંતુ તે પહેલા લકઝરીના મોટાભાગના...
  April 27, 11:40 PM
 • મહેસાણાના ઓસો આશ્રમમાં સેવકનું મોત : ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત
  મહેસાણા: પાલાવાસણામા આવેલા આસો આશ્રમમાં સેવકે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પીજઇ આપઘાતની ઘટનાએ ચકચાર મચાવી છે.તબીબે મૃત જાહેર કરેલ સેવકનું પેનલ તબીબની મદદથી પોસ્ટમાર્ટમ કરાવી તાલુકા પોલીસે તેના વિસેરા એફએસએલમા ગાંધીનગર મોકલી આપ્યા હતા. મહારાષ્ટ્રના બીડ જિલ્લાના વડખેબનો 25 વર્ષનો ખરાત શિવાજી જ્ઞાનોલા છેલ્લા બે વર્ષથી પાલાવાસણા સ્થિત ઓશો આશ્રમમાં રહેતો હતો અને સેવા આપતો હતો.ગુરૂવારે વહેલી સવારે 5.30 કલાકે બુધ્ધ હોલની બાજુમા મોઢામા ફીણ આવી ગયેલી હાલતમાં પડેલા ખરાત શિવાજીને જોઇ ચોંકી...
  April 27, 10:40 PM
 • બનાસ બેન્કના જૂનિયર ઇન્સ્પેક્ટર સહિત 6 શખસો જુગાર રમતા ઝબ્બે: ચાર ફરાર
  ભાભર: ભાભરના બલોધણ ગામે પાલનપુર એલસીબીએ બાતમીના આધારે રેઇડ કરતાં છ શખસોને જુગાર રમતાં ઝડપી લીધા હતા. જેમાં રોકડ તેમજ મોબાઇલ મળીને કુલ રૂ. 32,050 નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. તેમજ જુગાર રમાડનાર બે અને જુગાર રમનાર બે મળી ચાર શખસો ફરાર થઇ ગયા હતા. ઇન્ચાર્જ એલસીબી પીઆઇ જે.એચ. સિંઘવ તથા સ્ટાફ સાથે બુધવારે ભાભરના બલોધણ ગામે ઠાકોરવાસમાં હકમા માતાજીના મંદિર પાસે પ્રેમાજી રાજાજી ઠાકોર, આસુજી ચાંદાજી ઠાકોર (રહે.બલોધણ) જુગાર રમાડતા હોવાની હકીકતને આધારે રેડ કરી હતી. જેમાં બનાસબેન્કના ભાભર શાખાના...
  April 27, 02:54 AM
 • ગુજરાત મેં ક્યા હીરોગીરી કરતાં હૈ યુપી મે આ,ગોલિયાં ડાલ દેંગે !
  દિયોદર: દિયોદરના ગૌરક્ષક જેઓ ગુજરાત ગૌરક્ષા દળના પ્રમુખ છે તેમને મંગળવારે બપોરે મોબાઇલ ઉપર ગોળી મારવાની ધમકી મળી હતી. જેથી તેઓ હતપ્રભ બની પોલીસ સ્ટેશને લેખિતમાં જાણ કરી છે. આ ઘટનાથી સમગ્ર ગૌરક્ષકોમાં રોષ ફેલાયો હતો. મંગળવારે બપોરે દિયોદરના મયુરભાઇ ઠક્કર ઘરે હતા ત્યારે મોબાઇલ નંબર-95262 65995 પરથી ફોન આવ્યો હતો અને ગુજરાત મેં ક્યાં હીરોગીરી કરતા હૈ, દમ હૈ તો યુપી મેં આજા, હમ રોજ ગાયો કો કાટતે હે, ઓર ગાય કા બીફ ખાતે હે, હમારે મુસલમાન ભાઇ કો કયા પરેશાન કરતા હે ઓર જુલુમ કરતા હે, સબ બંધ કરત દે નહીં તો ઇતની...
  April 27, 02:10 AM
 • ‘ડુંગળી-રોટલો ખાઇને પણ પાણી માટે લડીશું’: દાંતીવાડાના ખેડૂતોનો આક્રોશ
  પાલનપુર,પાંથાવાડા: દાંતીવાડા અને સીપુ જળાશયની આજુબાજુના ધાનેરા, પાલનપુર, ડીસા અને દાંતીવાડા તાલુકાના ખેડૂતો સિંચાઇ અને પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. બનાસકાંઠામાં બે ડેમ હોવા છતાં તરસ્યા ગામોને પાણીનો લાભ મળતો નથી. જેથી પાણીની માંગણી સાથે ખેડૂતોએ દાંતીવાડામાં સભા યોજ્યા બાદ પાલનપુરમાં રેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. પાણી નહીં મળે તો વોટ પણ નહીંના બેનરો સાથે કલેકટર કચેરીએ પહોંચેલા ખેડૂતોએ ડુંગળી-રોટલો ખાઇને પણ પાણી માટે લડવાનો લલકાર કર્યો હતો....
  April 27, 01:08 AM
 • આ મહિલા ફૂટબોલ ટીમમાં છે એક જ સ્કૂલની વિદ્યાર્થીનીઓ, 11 ખેલાડી એક જ કુટુંબના
  પાલનપુર: આમ તો નારી શક્તિ ધારે તે કરી શકે, તેવું જ ઉદાહરણ પાટણ જિલ્લાના મહાદેવપુરા (સાપરા) ગામની એક જ કોમની અને એક જ શાળાની વિદ્યાર્થીનીઓએ કરી બતાવ્યું છે. આ વિદ્યાર્થીનીઓએ ફુટબોલમાં અનેક સિદ્ધિઓ મેળવી છે. જેમાં ખેલો ઇન્ડીયા અંતર્ગત 8 બ્રોન્ઝ મેડલ મેળવી ગામનું નામ સમગ્ર રાજ્ય અને દેશમાં ગુંજતું કર્યું છે. પાલનપુર ખાતે 14 થી 16 એપ્રિલ મહિલા ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ડે-નાઇટ ફુટબોલ ટુર્નામેન્ટ યોજાઇ હતી. ત્યારે પાટણની ટીમ પાલનપુર રમવા આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરું પાડનાર સ્કૂલ...
  April 26, 10:23 AM
 • પાલનપુરના છાત્રોએ રાણકી વાવ, કિર્તી તોરણના ચિત્રો કંડાર્યા
  પાલનપુર: પાલનપુર એમ.એ.પરીખ ફાઇન આર્ટસ કોલેજના ચિત્ર વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ત્રી-દિવસીય વાર્ષિક ચિત્ર પ્રદર્શન યોજાયું હતુ.જેમાં કોલેજના પ્રિન્સિપાલ ડો.રમેશ પટેલ,પ્રો.નરેન્દ્ર પટેલ અને બૈશાખી પટેલના માર્ગદર્શન હેઠળ સોનલ અશોકભાઇ ઠાકોર,સલોની માધવલાલ સુથાર,હસનઅબ્બાસ ગુલામભાઇ સેલીયા,પુનમ રમેશભાઇ પાંડે,સઇક ઇકબાલભાઇ મનસૂરી અને નરેશ મોહનભાઇ છનિયાણિયા દ્વારા ભારતીય સંસ્કૃતિના વારસાના નાઇફ વર્કના ચિત્રો,જીવન શૈલી,ઐતિહાસિક ઇમારતો,બજારના માહોલ સહિતના જુદા જુદા વિષયો ઉપર ચિત્રો તૈયાર...
  April 26, 01:08 AM
 • ડીસાના શોરૂમના કર્મચારીને મારમારી લૂંટનારી ગેંગ ઝબ્બે
  પાલનપુર: ડીસાના એક શો રૂમમા નોકરી કરતો કર્મચારી રવિવારે રાત્રે બાઇક ઉપર મહાદેવીયા તેના ઘરે જઇ રહ્યા હતો.જેને મારમારીને મોટરસાયકલ, મોબાઇલ તેમજ રોકડ મળીને રૂ. 30,000 ની લૂંટ ચલાવી હતી. જેમાં પોલીસે ત્રણ ટીમો બનાવીને તપાસ હાથ ધરતા મંગળવારે છ શખસોને ડીસા આખોલ પાસેથી ઝડપી લીધા હતા. ડીસાના ભગવતી શો-રૂમમાં નોકરી કરતા પરેશ કાળુજી પરમાર(માળી) રવિવારે રાત્રે બાઇક નં.જીજે.8એ.એસ.-1159 ઉપર ઘરે મહાદેવીયા જઇ રહ્યો હતો. ત્યારે મહાદેવીયાના નાળા ઉપરજ છ થી સાત વ્યકિતઓએ હોકી અને તલવાર વડે હૂમલો કરી રોકડ રૂ.8000, સેમસંગ...
  April 26, 01:03 AM
 • છાપીમાં ભરબપોરે આંગડીયા પેઢી પર રિવોલ્વરની અણીએ લૂંટનો પ્રયાસ
  પાલનપુર, છાપી: વડગામના છાપી હાઇ-વે ઉપર આવેલા એક શોપીંગ સેન્ટરમાં આવેલી આંગડીયા પેઢીમાં મંગળવારે બપોરે સાડા ત્રણ વાગ્યાના સુમારે લૂંટના ઇરાદે ત્રણ લુટારા બાઇક ઉપર રિવોલ્વર લઇને આવ્યા હતા. જોકે પેઢીના માલિકે સામનો કરતાં અને ઝપાઝપી થતાં દેકારો મચી ગયો હતો. જેમાં લોકોના ટોળા એકઠા થતા લુટારાઓએ હવામાં ફાયરીંગ કરીને બાઇક ઉપર નાસી છુટ્યા હતા. ઘટનાના પગલે પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી છે. ટીપટોપ શોપીંગ સેન્ટરના પહેલા માળે જયંતિલાલ સોમાલાલ પટેલની આંગડીયા પેઢી આવેલી છે. જ્યાં બપોરે સાડા ત્રણેક...
  April 26, 12:59 AM
 • થરાદની ન્યુ શિવશક્તિ સોસાયટીના ચાર મકાનોમાંથી 4.29 લાખની ચોરી
  થરાદ: થરાદની બે સોસાયટીનાં બે મકાનોમાં શનિવારે તસ્કરો ત્રાટક્યા બાદ ન્યુ શિવશક્તિ સોસાયટીમાં રવિવારની રાતે ચાર મકાનોમાંથી 4.29 લાખની મત્તાની ચોરી કરી જતાં ફફડાટની લાગણી ફેલાવા પામી છે. શનિવારની રાતે શહેરની શ્રી જી નગર સોસાયટીમાં બે બંધ મકાનોને નિશાને લીધા બાદ રવિવારની રાતે તસ્કરોએ ન્યુ શિવશક્તિ સોસાયટીમાં પણ એક સાથે ચાર મકાનોને નિશાન બનાવ્યાં હતા.જેમાં જમડાના નરેશકુમાર રતિલાલ દવે પોતાના મકાનને તાળાં મારીને જમડા ગયા હતા.દરમ્યાન રાત્રિના સુમારે તસ્કરોએ તેમના મકાનનું તાળું તોડી...
  April 25, 02:25 AM
 • વાતાવરણમાં પલટો : થરાદમાં મોડી સાંજે વરસાદી ઝાપટું
  પાલનપુર/થરાદ: છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને કારણે સોમવારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. થરાદપંથકમાં સાંજે 7-45 કલાકના સુમારે એકાએક ગાજવીજ સાથે વાદળો વરસી પડ્યા હતા. અને ભારે વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જો કે, વરસાદના પગલે થરાદપંથકમાં વીજળી ગૂલ થઇ ગઇ હતી. જેથી અંધારપટ છવાઇ ગયો હતો. આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે અત્યારે બાજરી, મગફળી જેવા પાકોની વાવણી છે. આ પાકોને કોઇ નુકસાનની શક્યતા નથી.
  April 25, 12:04 AM
 • GCMMFની દૂધ પછી શાકભાજી અને ફળની ખરીદી કરવા વિચારણા
  પાલનપુર: ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દૂધની ખરીદી બાદ હવે શાકભાજી અને ફળની ખરીદી કરવાની તૈયારીઓ દર્શાવી છે.આ માટે બોર્ડ મિટિંગ સોમવારે સવારે પાલનપુરની બનાસડેરી ખાતે યોજાઇ હતી. જેમાં રાજ્યના દૂધ ઉત્પાદક સંઘોના ચેરમેનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં દૂધના વેલ્યુએડીશનના પ્રોજેકટ, વિસ્તરણ તેમજ શાકભાજી અને ફળની ખરીદી કરીને માર્કેટીંગ કરવાની યોજના ઘડવાનો વિચાર કરવામાં આવ્યો હતો. રાજ્યના 17 દૂધ ઉત્પાદક સંઘ ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન સાથે જોડાયેલા છે. જેમાં અગાઉ બોર્ડ મીટીંગ આણંદ ખાતે...
  April 24, 11:47 PM
 • થરાદ તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખનો મંદિરમાં ગળા ફાંસો ખાઈને રહસ્યમય આપઘાત
  થરાદ: થરાદના બુઢણપુર ગામના યુવક અને તાલુકા કૉંગ્રેસ સમિતીના ઉપપ્રમુખે શનિવારની રાતના સુમારે ગોગ મહારાજના મંદિરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરીને જીવનલીલા સંકેલી લેતાં ચકચાર મચી જવા પામી હતી.તેમના પાસેથી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી.આ બનાવને લઇને અનેક તર્કવિતર્કો પણ ચર્ચાસ્પદ બન્યા છે.જોકે આ બનાવની પોલીસ દફતરે કોઇ નોંધ થઇ નથી. થરાદ તાલુકાના બુઢણપુર ગામમાં રહેતા અને તાલુકા કૉગ્રેસ સમિતીના ઉપપ્રમુખ કરશનભાઇ રબારીએ શનિવારની રાતે થરાદના મોટા દેરાસર પાછળ આવેલા ગોગમહારાજના મંદિરે ગળા ફાંસો ખાઈ...
  April 24, 10:12 AM
 • ખાણોદર પાસે જીપડાલા ઉપર બાવળનું ડાળુ પડતાં 12 ઘવાયા
  દિયોદર: દિયોદર તાલુકાના ખાણોદર ગામ પાસે રવિવારે સાંજના સુમારે એક પીકઅપ ડાલા પર આકસ્મિક રીતે બાવળનું ડાળુ પડતાં જીપડાલુ પલટી ખાતા મુસાફરી કરી રહેલા 12 મુસાફરોને ઇજા થતા સારવાર અર્થે દિયોદર રેફરલ અને પાટણ ખાતે ખસેડાયા હતા. દિયોદર તાલુકાના મોજરુ ગામના ઠાકોર પરિવાર રવિવારે બાધા-માનતા પૂર્ણ કરવા કાકોશી તાલુકાના નેકારીયા ગામે ગયો હતો. ત્યાંથી પરત ફરતા સાંજના સુમારે દિયોદરના ખાણોદર ગામ પાસે માર્ગમાં અાકસ્મિક રીતે બાવળનું ડાળુ પડતા જીપડાલા નં.જીજે.8.ઝેડ-6551 ના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ...
  April 24, 02:48 AM
 • દાંતાના મહુડામાં ગૌવંશની હત્યામાં વધુ એક શખસની અટકાયત કરાઈ
  અંબાજી: દાંતા તાલુકાના મહુડા (જ્વારા) ગામની સીમમાં શનિવારે હડાદ પોલીસે ગૌવંશની હત્યા કરી રહેલા સાત શખસો પૈકી એક નરાધમને રંગેહાથ ઝડપી લીધો હતો. અને અન્ય શખસો ફરાર થઇ ગયા હતા. જ્યાં પોલીસે મોડી રાત્રીએ વધુ એક શખસને ઝડપી લઇ જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે. હડાદ પોલીસ મથકના મહુડા (જ્વારા) ગામની સીમમાં બાવળની ઝાડીમાં ગૌવંશ (બળદ) ની હત્યા કરી તેના માંસને કટીંગ કરતા સાત શખસો પૈકી એક શખસ રંગેહાથ ઝડપાઇ જવા પામ્યો હતો. ઘટનાને પગલે પોલીસ પણ હરકતમાં આવી ગઇ હતી. અને ગૂનામાં સંડોવાયેલા છ શખસોને ઝડપી લેવા...
  April 24, 02:04 AM
 • પાલનપુરમાં વેપાર મામલે સગા ભાઇઓ બાખડ્યા: નવ ઇજાગ્રસ્ત
  પાલનપુર: પાલનપુર સિમલાગેટ વિસ્તાર શનિવારે બે સગા ભાઇઓ વચ્ચે વેપારના મુદ્દે મારામારી થઇ હતી. જ્યાં બંને પક્ષના વ્યકિતઓ વચ્ચે લાકડીઓ ઉડતાં નવ વ્યક્તિઓને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફડા તફડી મચી ગઇ હતી.આ અંગે પોલીસે ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા, પોલીસે નિવેદન લીધા પાલનપુર જનતાનગર વિસ્તારમાં રહેતા રાયમલભાઇ ચકરાભાઇ પટણી અને ત્રણબત્તી થુંમડા વિસ્તારમાં રહેતા કિશોરભાઇ ચકરાભાઇ...
  April 23, 04:44 AM
 • દાંતાના મહુડા ગામમાં ગૌહત્યાથી આક્રોશ: 1ની ધરપકડ, અન્ય ફરાર
  પાલનપુર: દાંતા તાલુકાના મહુડા ગામે શનિવારે બપોરના સુમારે ગાયનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો.આ અંગેની જાણ થતાં જ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી. અને ગાયની હત્યા કરનારા શખસને ગણતરીના કલાકોમાં જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો. બીજી તરફ ગામમાં અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઘટનામાં નાસી છુટેલા અન્ય શખસોને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. નાસી છુટેલા અન્ય શખસોને ઝડપી લેવાના ચક્રોગતીમાન દાંતા તાલુકાના મહુડા ગામની સીમમાં...
  April 23, 04:13 AM
 • પાલનપુર: લગ્નના વરઘોડામાં ઘોડો ભડકયો ‘ને વરરાજા પટકાયા, મહિલાને ઈજા
  પાલનપુર:દાંતા તાલુકાના પેથાપુર ગામે રાત્રે વરઘોડા દરમિયાન અચાનક ભડકેલો ઘોડો નાસ્યો હતો. જેણે વરરાજાને નીચે પાડી મહિલાને અડફેટે લીધી હતી. જેને પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનાને પગલે ગામમાં ભારે અફરા- તફરી મચી જવા પામી હતી. પેથાપુર ગામમાં રાત્રે અચાનક ઘોડો ભડકતાં દોડધામ દાંતા તાલુકાના પેથાપુર ગામે ગામે બનેલી ઘટનાની વિગતો આપતાં ઇજાગ્રસ્ત લીલાબેન કાંતીજી ઠાકોર (ઉ.વ.40)એ જણાવ્યું હતુ કે, ગામમાં બુધવારે રાત્રે 11.00 કલાકે એક સમાજના લગ્ન...
  April 23, 03:52 AM
 • અમીરગઢ: ટ્રકના તળિયામાં સંતાડી દારૂની બોટલો, 10 લાખનો મુદ્દામાલ જપ્ત
  અમીરગઢ: અમીરગઢ પોલીસે શુક્રવારના બપોરે વાહન ચેકિંગ દરમિયાન આયસર ટ્રકની બોડીમાં સંતાડીને ગુજરાતમાં લઇ જવાતી વિદેશી દારૂની 560 બોટલ સાથે એક શખસને ઝડપી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 10,24,500ના મુદ્દામાલ સાથે એક ઝબ્બે અમીરગઢ પીએસઆઇ કે.વાય.વ્યાસ પોતાના સ્ટાફ સાથે શુક્રવારના બપોરે ચેકપોસ્ટ ખાતે આવતા-જતા વાહનોની ચકાસણી કરી રહ્યા હતા. તે સમયે રાજસ્થાન તરફથી પૂરઝડપે આવતા આયસર ટ્રક નંબર ડીએલ-1-એલટી-7443 ને રોકવી ખાલી દેખાતા વાહનની પોલીસે ઝીણવટ ભરી તપાસ કરતા અને ટ્રકની બોડી (તળીયા) ના પતરાંના બોલ્ટ ખોલી...
  April 22, 02:43 AM