Home >> Uttar Gujarat >> Himmatnagar District >> Talod
 • તલોદનામહીયલ ખાતે રહેતી અને પ્રાંતિજમાં પરણાવેલી પરિણીતા પાસે પતિ સહિત ચાર સાસરીયા દહેજની માગણી કરી દોઢેક વર્ષથી શારીરિક-માનસિક ત્રાસ ગુજારી માર મારવાની ઘટના સંદર્ભે તલોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસે પરિણીતાના પતિ સહિત ચારેય સાસરીયા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર તલોદના મહીયલ ખાતે રહેતા જયંતિભાઇ પુંજાભાઇ સોલંકીની દીકરી કિંજલબેનના પ્રાંતિજની વૃંદાવન સોસાયટીમાં રહેતા પવનકુમાર ગૌતમભાઇ સોલંકી સાથે લગ્ન થયા હતા. છેલ્લા દોઢેક વર્ષથી પતિ...
  March 22, 04:20 AM
 • તલોદસી.ડી.પટેલ મંડળના મહત્વના હોદા માટે વહીવટદાર દ્વારા બપોરે બોલાવેલી કારોબારી સભામાં મત આપવાની પ્રક્રિયાને લઇ હોબાળો થતાં ચૂંટણી મુલત્વી રાખવી પડી હતી. હાઇકોર્ટ દ્વારા ચુંટણી પ્રક્રિયા કરવા આદેશ થતાં તા. 17 માર્ચના રોજ વહીવટદારે કોલેજ કેમ્પસમાં ચૂંટણી પ્રક્રિયા યોજી હતી. ચુંટણી પ્રક્રિયામાં વહીવટદારે આંગળી ઊંચી કરી મત આપવાના છો તેવી જાહેરાત કરતા મિટિંગમાં હોબાળો થયો હતો. હોબાળો વધી જતાં પહેલેથી બોલાવેલી પોલીસે મામલો થાળે પાડ્યો હતો.
  March 19, 04:00 AM
 • સીમલીયા માર્ગ પર બટાકા ભરેલુ ટ્રેકટરે પલ્ટી મારી
  તલોદનાસીમલીયા રોડ પર બટાકા ભરેલુ ટ્રેકટર માર્ગ પર ચાલતા પેવર રોડના પૂરાણ કામને પગલે પલ્ટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો. જોકે ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની ઘટનાને પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. સીમલીયા ગામના વતની જયદીપકુમાર પટેલ પોતાના ટ્રેકટરમાં બટાકા ભરી શુક્રવારે જઇ રહ્યા હતા ત્યારે માર્ગ પર પેવર કામ બાદ સાઇડોનું પૂરાણ કરવા માટીના ઢગલા રોડ પર પડયા હોવાને કારણે ટ્રેકટર સાઇડમાં દબાવી ચાલક કાઢવા જતા પલ્ટી ખાઇ ગયુ હતું. જોકે ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો હતો....
  March 18, 04:15 AM
 • તલોદતાલુકા પંચાયતના વર્ષ 2017-18ના બજેટ માટે ગુરૂવારે સામાન્ય સભા પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં બજેટને સર્વાનુમતે મંજૂર કરાયુ હતું. તલોદ તાલુકા પંચાયતના વર્ષ 2017-18ના બજેટ માટે ગુરૂવારે તાલુકા પંચાયત પ્રમુખ વિજયાબા અમરસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને અને તાલુકા વિકાસ અધિકારી કે.કે.ચૌધરીની ઉપસ્થિતિમાં સામાન્ય સભા મળી હતી. જેમાં વર્ષ 2016-17નું સુધારેલ તથા વર્ષ 2017-18નું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરાયુ હતું.
  March 17, 04:15 AM
 • તલોદતાલુકાના ભદ્રોડાનો ધોરણ-10નો વિદ્યાર્થી બુધવારે પરીક્ષા આપવા જવા રોડ ઉપર ઉભો હતો. વાલાભાઇ ભરવાડને વાહન મળતા વલીયમપુરાથી દહેગામ બાઇક ઉપર જઇ રહેલા દિપકભાઇ પટેલને હાથ કરી ઉભા રાખ્યા હતા અને પોતાની સમસ્યા કહી હતી તથા ભાડુ આપવા પણ કહ્યુ હતું. દિપકએ વિદ્યાર્થીને રખિયાલની પ્રકાશ હાઇસ્કુલમાં સમયસર પહોંચાડી વર્ષ બગડતુ બચાવી લીધુ હતું અને પરીક્ષા ચાલે ત્યાં સુધી દરરોજ લઇ જવાનું આશ્વાસન આપ્યુ હતું.
  March 17, 04:15 AM
 • તલોદતાલુકાના વજાપુર ગામની યુવતીને દહેગામ તાલુકાના લવાડ ગામમાં પરણાવ્યા બાદ 27મી ફેબ્રુઆરીએ તેનું શંકાસ્પદ મોત નિપજવા છતાં દહેગામ પોલીસે ફરિયાદ સુધ્ધા નોંધતાં મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો અને હાઇકોર્ટે દહેગામ પી.આઇ.ને ફરિયાદ દાખલ કરવા હૂકમ કરતા પોલીસ બેડામાં હડકમ્પ મચી જવા પામ્યો હતો. વજાપુરના વતની અગરસિંહ ઝાલાની સૌથી મોટી પુત્રી જયોત્સનાબા દહેગામના લવાડ ગામના વતની ધુળસિંહ ચૌહાણના દીકરા ધનપાલસિંહ સાથે લગ્ન કરવામાં આવ્યા હતા. અચાનક તા.27 ફેબ્રુઆરી 2017 ના રોજ મોત થતા જયોત્સનાબેનના...
  March 10, 03:15 AM
 • પ્રાંતિજમાંછેલ્લાં કેટલાક સમયથી મામલતદારની જગ્યા ખાલી પડી છે અને મહત્વની જગ્યા ભરાતા પ્રાંતિજ સહિત તાલુકાના લોકોને કચેરીને લગતી કામગીરીમાં ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે. જેથી તાલુકાની પ્રજાએ પ્રજાના હિતમાં સત્વરે મામલતદારની જગ્યા ભરવા માગણી કરી છે. પ્રાંતિજમાં મામલતદાર કચેરી ખાતે કેટલાય મહિનાંઓથી મામલતદારની જગ્યા ખાલી પડી છે. જગ્યા માત્ર ચાર્જ ઉપર ચાલે છે અને અત્યારે હાલ જેમના શિરે પ્રાંતિજ મામલતદારનો ચાર્જ છે તેઓ તલોદ મામલતદાર તરીકે ફરજ બજાવે છે ત્યારે ચાર્જમાં રહેલ મામલતદાર...
  March 7, 04:25 AM
 • તલોદ| તલોદસાબરડેરી રોડ ઉપર આવેલા અંબાવાડાની હાઇસ્કુલમાં હાઇસ્કુલમાં આવેલ આઠ રૂમના કુલ નવ દરવાજાના તાળા તોડી તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. હાઇસ્કુલના આચાર્ય સુનિલભાઈ પટેલના જણાવ્યા અનુસાર રાત્રે બધા રૂમના તાળા તોડી નાખ્યા છે અને પ્રિન્ટર પાછળના ખેતરમાં મૂકીને જતા રહ્યા છે. બીજું કશું ગયું નથી તેની જાણ પોલીસને કરી દીધી છે.
  March 7, 04:25 AM
 • તલોદના ખારાદેવિયાથી અંબાસર જવાનો માર્ગ બિસ્માર હાલતમાં
  હાલાકીના પગલે સત્વરે રોડનું કામ કરવા માંગ પુંસરી| સાબરકાંઠાજિલ્લાના તલોદ તાલુકાના ખારાદેવિયા ગામથી અંબાસર જવાનો માર્ગ બિસ્માર હાલતમાં છે. જેથી ગામ લોકોના કહેવા મુજબ આઝાદી પછી રોડ આજ દિન સુધી બન્યો નથી. જેથી ગામ લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડેછે. ગામલોકોની માંગણી મુજબ અહીંયા સત્વરે રોડનું કામ થાય તેવી છે.
  March 6, 07:00 AM
 • બેન્ક વેરિફિકેેશનના નામે ગઠિયાએ ફોન કરી એટીએ નંબર-ઓટીપી નંબર માગ્યો, ચાર વખત અોટીપી નંબર મેળવી રૂપિયા ઉપાડ્યાં તલોદયુ.જી.વી.સી.એલમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા અધિકારીના બેન્ક એકાઉન્ટમાંથી કોઇ ગઠીયો શુક્રવારે બેન્ક વેરિફિકેશન માટે એટીએમની વિગતો માંગી ખાતામાંથી રૂા.50,000 ઉપાડી લેતા છેતરપિંડીની ઘટના સંદર્ભે તેમણે તલોદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અંગે પ્રાપ્ત વિગત અનુસાર, તલોદ યુ.જી.વી.સી.એલમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા યુસુફભાઈ શેખ શુક્રવારે...
  March 6, 07:00 AM
 • તલોદ| તલોદસાબરડેરી રોડ ઉપર આવેલા મહાદેવપુરા ગામના વતની ભાવેશભાઇ પટેલ કરેલી લેખીત ફરિયાદ મુજબ તેમનું બીલ 8 ફેબ્રુઆરી 2017ના રોજ ભરી દીધું હતું. અને તેમની પહોંચ પણ તેમની પાસે છે. તેમ છતાં વીજ તેમનું કનેક્શન કાપી નાખ્યું હતું. ઘરે આવીને ભાવેશભાઇએ લાઇટ હોવાથી તપાસ કરતાં તેમનું લાઇટ કનેક્શન કાપી નાખ્યું છે. જો બીલ ભરાઇ ગયું હશે તો બે ત્રણ દિવસમાં ચાલુ થઇ જશે. આગળ ફરિયાદ કરશો તો તમારી ઉપર પોલીસ કેશ કરી દઇશું. પણ બે દિવસ સુધી આખુ કુટુંબ લાઇટ વગર રહ્યું. વીજબીલ ભર્યુ હોવા છતાં ગામના એક રહીશનું વીજ...
  March 5, 04:50 AM
 • તલોદનાહરસોલ ગામની ગિરધરનગર સોસાયટીમાં રહેતા છોટાભાઈ મગનભાઈ પટેલ શનિવારે સવારે તેમના ઘરેથી તેમનું બાઈક નંબર GJ 9 CK 8370 લઇને હરસોલથી પ્રાંતિજ રોડ ઉપર જઇ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે પાછળથી ટક્કર મારી હતી. ટક્કર વાગવાથી મોટરસાયકલ ઉપરથી પડી ગયા હતા અને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી નાસી છૂટ્યો હતો. અકસ્માત થતા લોકો દોડી આવ્યા હતા લોકોએ 108 બોલાવી દવાખાને લઈ ગયા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.આ અંગે તલોદ પોલીસ સ્ટેશનમાં મૃતકના ભાઈ જયંતીભાઈ મગનભાઈ...
  March 5, 04:50 AM
 • તલોદ| તલોદનારાયણીયા ગામના દલીતવાસમાં થતી પાણીની લાઈનોનું ખોદકામ દેવુસિંહ ચાવડા નામના ઇસમે બંધ કરાવી દીધું હતું. બાબતે જસવંતભાઈ પરમારે તેમણે પૂછતાં ઉશ્કેરાઈ ગયેલા દેવુંસિંહે જાતિ વિષયક અપમાનજનક ઉચ્ચારણો કરી લોકોને બીભત્સ ગાળો બોલી હતી અને વિષ્ણુસિંહના હાથે ઈંટ મારી હતી. આરોપી સાથે કાળુંસિંહ ચાવડા, પ્રહલાદસિંહ ચાવડા, રમેશસિંહ ચાવડાએ એકબીજાની મદદગારી કરીને લોકોને ઈજાઓ પહોચાડીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ત્યારે ઈજાઓ સિવિલમાં ખસેડાયા હતા. ત્યારે તલોદ પોલીસ ફરિયાદ નોધી વધુ...
  March 4, 02:50 AM
 • શિક્ષકોએ વિપક્ષી નેતા શંકરસિંહ વાધેલા સમક્ષ રજુઆતો કરી તાલુકાપ્રાથમિક શિક્ષક સંધના અગ્રણીઓએ વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાધેલા તેમજ પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાને વિધાસહાયકોને સિનિયોરીટી, બઢતી અને ઉચ્ચ પગાર ધોરણના લાભ મુળ તારીખથી મળે તે અંગે આવેદન પત્ર આપી રજુઆતો કરી હતી. ગુજરાત રાજ્ય પ્રાથમિક સંઘના આદેશ અનુસાર રાજ્યના તમામ તાલુકામાં 25 ફેબ્રુઆરીએ ધારાસભ્યોને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ નિધારીત થયો છે. તે અનુસાર તલોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બિપિન...
  February 27, 04:05 AM
 • દેશમાંખાનગી પ્રાથમિક શાળામાં RTE એક્ટ અંતર્ગત 25 ટકા મફત પ્રવેશ આપવાની જોગવાઈ બનાવામાં આવી છે. જે વાલીની આવક ઉપર પ્રવેશ આપવામાં આવે છે. શહેરી વિસ્તારમાં 68000 અને ગ્રામ્ય વિસ્તાર 47000 આવક હોય તેવા તમામ વાલીના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને જાગૃતિ અંગે ઝૂંબેશ શરૂ કરાઇ છે. તલોદ બજારમાં પણ પ્રચાર માટે બેનરો લગાવ્યા અને તેનાથી પણ વિષેશ બી.આર.સી. ભવનમાં કામ કરતા આર.પી. બી.આર.પી, એમ.આઇ.એસ. અને બી.આર.સી/ સી.આર.સી. દ્વારા ગરીબ વાલીઓના ઘરે ઘરે જઇ તેમને કેવી રીતે ફોર્મ ભરવું અને ક્યાં આપવું...
  February 27, 04:05 AM
 • તલોદ | બ્રહ્મકુમારીઈશ્વરીય વિદ્યાલય કેન્દ્ર દ્વારા રણાસણમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે લોકો અને સમાજમાં સામાજિક અને આધ્યાત્મિક જાગૃતિ આવે તે માટે 25 ફેબ્રુ.થી 6 માર્ચ સુધી શિબિરનું આયોજન કરાયું છે. શિબિરમાં બેટી બચાવો બેટી વધાઓ,સ્વચ્છ રણાસણ,વ્યસનમુક્તિ જેવા કાર્યક્રમો યોજી લોકોમાં જાગૃતિ આવે તેવા સમાજસુધારા વિષે બ્રહ્મકુમારીની બહેનો દ્વારા જ્ઞાન લોકોને આપવામાં આવશે.
  February 26, 03:40 AM
 • તલોદ |તાલુકાની અહમદપુરા સરકારી પ્રા.શાળામાં 23 ફેબ્રુ.ના દિવસે ધો. 6 થી 8ના બાળકો વચ્ચે ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરાયું હતું . શાળાના શિક્ષક દ્વારા પ્રશ્નો પૂછવામાં આવતા અને ટાઈમ લિમિટ તેના જવાબ ટીમો દ્વારા આપવામાં આવે તેને પોઇન્ટ આપવામાં આવતા હતા. કાર્યક્રમનું સમગ્ર સંચાલન શાળાના નિકુલભાઈ પટેલ, આચાર્ય, સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું
  February 26, 03:40 AM
 • પ્રાંતિજસહિત ગુજરાતમાં 1997- 1998 થી પ્રાથમિક શિક્ષણશ્રેત્રે ફિકસ પગારમાં શિક્ષકોની વિધાસહાયક તરીકે ભરતી કરવામાં આવી હતી અને પાંચ વર્ષની નોકરીને સિનિયોરીટી બઢતી કે ઉચ્ચત પગાર ધોરણમાં લેવામાં નહી આવતાં 2006 પહેલાં ભરતી થયેલા વિધાસહાયકો શિક્ષકોને અન્યાય થતાં તેવાં શિક્ષકોને પણ સિનિયોરીટી પ્રમાણે ગણવામાં આવે તે માટે પ્રાંતિજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંધના પ્રમુખ અરવિંદભાઇ પટેલ મહામંત્રી કલ્પેશભાઇ પટેલ સહિત શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રાંતિજ- તલોદના ધારાસભ્ય મહેન્દ્રસિંહ...
  February 26, 03:40 AM
 • તલોદ | લાયન્સકલબ ઓફ તલોદ દ્વારા આયોજીત શ્રી એન.આર.ગાંધી રેફરલ હોસ્પિટલ તલોદ તેમજ ગંગોત્રી ઇન ઓર્ગેનીક પ્રા.લી.ના સહયોગથી સિવિલ હોસ્પિટલ અમદાવાદના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા તા.26 ફેબ્રુઆરીને રવિવારે તલોદ ખાતે ફ્રી મેઘા મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયુ છે. તલોદની એન.આર.ગાંધી રેફરલ હોસ્પિટલમાં સવારે 9 થી 2 દરમિયાન કેમ્પ યોજાશે. જેમાં વિનામૂલ્યે રોગ નિદાન સાથે દવાઓ પણ અપાશે.
  February 25, 04:20 AM
 • તલોદ| તલોદકોલેજ ગ્રાઉન્ડ પર મંગળવારે યોજાયેલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ. પાટણ ક્રિકેટની મેચોમાં કુલ 18 ટીમોએ બી ગૃપમાં ભાગ લીધો હતો. જેમાંથી ફાઇનલ મેચ શ્રીમતી એસ.એમ.પંચાલ સાયન્સ કોલેજ, તલોદ અને શેઠ એચ.પી.આર્ટસ એન્ડ ટી.એસ.એમ.કોમર્સ કોલેજ તલોદ વચ્ચે યોજાઇ હતી. જેમાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજે ટોસ જીતીને પ્રથમ બેટીંગ લીધી હતી અને 9 વિકેટ, 236 રનનો સ્કોર કર્યો હતો. જયારે તલોદની સાયન્સ કોલેજની ટીમ 104 રનનો સ્કરો બનાવી ઓલ આઉટ થઇ હતી. કોલેજના આચાર્ય તથા કોલેજ પરિવારે પ્રા.રંગુસિંહ.બી.સોલંકી તેમજ...
  February 25, 04:20 AM