Home >> Uttar Gujarat >> Himmatnagar District >> Prantij
 • પ્રાંતિજતાલુકાના મજરા ખાતે એક સગીરાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લેતા અરેરાટી વ્યાપી છે. પ્રાંતિજ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, પ્રાંતિજ તાલુકાના મજરા ખાતે સેજલબેન કિરીટભાઇ પરીખ (ઉ.વ.18) કે સવારના 10 કલાકે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લઈને પોતાની જીવનલીલાનો અંત આણ્યો હતો. જ્યારે મૃતક યુવતીનો મૃતદેહ પ્રાંતિજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ. અર્થે લઈ જવામાં આવ્યો હતો અને પ્રાંતિજ પોલીસને જાણ થતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
  12:20 PM
 • પ્રાંતિજતાલુકાના એસપીજી પ્રમુખ સહિત 35 સદસ્યોની સમગ્ર કારોબારીએ રવિવારે પ્રાંતિજ ખાતે યોજાયેલ તાલુકા ભાજપના પેજ સંમેલનમાં ભાજપને સમર્થન આપી કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. ઉપરાંત કોંગ્રેસના કેટલાક કાર્યકરો પણ ભાજપમાં જોડાતા તાલુકાના રાજકીય હવામાનમાં ગરમાવો આવી ગયો છે. પ્રાંતિજ તાલુકા એસપીજી પ્રમુખ વિજયભાઇ પટેલ સહિત 35 સદસ્યોની તાલુકા કારોબારીએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી ભાજપને સમર્થન આપ્યુ છે. સાબરકાંઠા જિલ્લા શ્રી સરદાર પટેલ સેવા દળ (એસપીજી) પ્રમુખ ઉર્વેશ પટેલે એસપીજીની પ્રાંતિજ...
  12:20 PM
 • પ્રાંતિજતાલુકા ભાજપ દ્વારા પ્રાંતિજ ખાતે રવિવારે પ્રદેશ મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રભારી અશોક ભાવસાર, સાંસદ દિપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં પેજ પ્રમુખ સંમેલન યોજાયુ હતું. પેજ સંમેલનને સંબોધતા પ્રદેશ મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાએ જણાવ્યુ હતું કે, કાર્યકરોએ બુથથી લઇ મતદાન પ્રક્રિયા સુધી પોતાની ભૂમિકા ભજવવી પડશે. પ્રસંગે પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, જયેન્દ્રસિંહ રાઠોડ, પ્રદીપસિંહ રાઠોડ, બળવંત પટેલ અને એન.કે.રાઠોડ સહિત ઉપસ્થિત રહ્યા હતા.
  March 27, 04:15 AM
 • પ્રાંતિજમાં પાલિકાએ ગેરકાયદેસર બાંધકામ અંતર્ગત નોટિસો ફટકારી
  પાલિકાએ વ્હાલા દવલાની નીતિ અખત્યાર કરી હોવાનો સીધો આક્ષેપ પ્રાંતિજનગરપાલિકા દ્વારા તાજેતરમાં ગેરકાયદેસર બાંધકામ અંગે થોકબંધ નોટીસો આપવામાં આવ્યા બાદ કેટલાક વગવાળા ઇસમો બાકાત રહેવાની બીના પ્રાંતિજ નગરમાં ચર્ચાનો વિષય બની છે અને પાલિકાએ વ્હાલા દવલાની નીતિ અખત્યાર કરી હોવાનો સીધો આક્ષેપ થઇ રહ્યો છે. પ્રાંતિજ બજાર અને એપ્રોચ રોડ ઉપર ગેરકાયદેસર બાંધકામ અંતર્ગત દુકાનધારકોને પ્રાંતિજ પાલિકા તંત્ર દ્વારા નોટીસો પાઠવવામાં આવી છે અને વધારાનું બાંધકામ દુર કરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યુ...
  March 25, 03:55 AM
 • મહિલા સરપંચ અને યુવા નેતા બંને પાટીદાર સમુદાયના પ્રાંતિજતાલુકાની મજરા ગ્રામ પંચાયતમાં યોજાનાર સરપંચની ચૂંટણીમાં બે ફોર્મ ભરાતા પંચાયતને સમરસ બનાવવા પ્રયત્નશીલ ગ્રામજનો રાત-દિવસ એક કરી રહ્યા છે. બંને ઉમેદવાર પાટીદાર સમાજના છે. ગ્રામ પંચાયત ચૂંટણી પ્રક્રિયા શરૂ થઇ જતાં ગરમાવો આવી ગયો છે. મજરા ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ તરીકે સેવાઓ આપનાર નીતાબેન પટેલની કામગીરી અંગે ગામના અગ્રણી બાબુજી મકવાણા, ગાંડાભાઇ, ઉર્વેશ પટેલે જણાવ્યુ હતું કે, તેમના કાર્યકાળ દરમિયાન રસ્તા, સહકારી સંસ્થાઓ,...
  March 25, 03:55 AM
 • પ્રાંતિજ ખાતે શહીદ દિનની ઉજવણી
  પ્રાંતિજખાતે શિવ મ્યુઝીક શોપથી રાંદલ મહાકાલી મંદિર સુધી દેશ માટે શહીદ થયેલ ભગતસિંહ, સુખદેવજી, રાજગુરૂ ત્રણેય વીર શહીદોને શ્રધ્ધાંજલી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકા પ્રમુખ નિરવભાઇ પરીખ, ર્ડા.એન.કે.ડેરીયા, વિજયભાઇ પટેલ, મુકુન્દભાઇ સહિત જાયન્ટસ કાર્યકરો, નગરપાલિકા કોર્પોરેટરો, આગેવાનો સહિત લોકો મોટી સંખ્યામાં લોકો જોડાઇને શહીદોને યાદ કરી મૌન પાળ્યુ હતું.
  March 25, 03:55 AM
 • પ્રાંતિજ | સાદોલીયાપાસે આવેલ ચેક ડેમમાં એક મહિલાએ અગમ્ય કારણોસર પાણીમાં પડતું મુકી જીવન લીલા સંકેલી લેતા અરેરાટી વ્યાપી છે. ફાયર બ્રિગેડને જાણ થતા ટીમે ઘટના સ્થળે પહોંચી મહિલાની લાશ બહાર કાઢી હતી.પ્રાંતિજ તાલુકાના સાદોલિયા પાસે આવેલ સાબરમતી નદી પર બંધાયેલ ચેકડેમમાં અંદાજે 27 વર્ષની મહિલાએ કોઇ કારણોસર પડતું મુક્યુ હતું અને ત્યાંથી પ્રસાર થતાં રાહદારીની નજર પડતાં તેણે બુમાબુમ કરતાં આજુબાજુના લોકો દોડી આવ્યાં હતાં અને પુલ ઉપરથી અવર જવર કરતાં વાહન ચાલકો પણ વાહનો થોભાવી દોડી આવ્યાં હતાં.
  March 24, 04:00 AM
 • પ્રાંતિજમાંરહેતા વિદ્યાર્થીએ પિતાનું મંગળવારે અવસાન થતાં બુધવારે સવારે અંતિમક્રિયા દરમિયાન પિતાના મૃતદેહને અગ્નિદાહનું કર્મ પતાવ્યા બાદ વિદ્યાર્થી પુત્રએ ધોરણ-10ની સામાજીક વિજ્ઞાનની પરીક્ષાનું ચોથુ પેપર આપ્યુ હતું. પુત્રએ પરીવાર માથે આવી પડેલી આફત સામે મજબૂત મનોબળ દાખવી પિતાના નિધન સમયે કર્મનું કાર્ય પૂર્ણ કરી ફરજ નિભાવી હતી. પ્રાંતિજમાં રહેતા રાકેશભાઇ સોનીનું ગત મંગળવારની રાત્રિએ તેમની ઉપર હ્ય્દયરોગનો હુમલો થતા અને અચાનક તબિયત નાજૂક બની ગયા બાદ નિધન થયુ હતું. તેમનો એક પુત્ર...
  March 23, 03:40 AM
 • પ્રાંતિજનાભાંખરીયા બસ સ્ટેન્ડ પાસે આવેલ પાલિકા હસ્તકના સ્વામી વિવેકાનંદ શોપીંગ સેન્ટર ખાતે દુકાનદારોએ પાલિકાની પૂર્વ મંજૂરી લીધા વિના દુકાન બાંધકામમાં ફેરફાર કરતા પાંચ દુકાનદારોને પાલિકાએ નોટીસ ફટકારી સુધારો કરી મૂળ સ્થિતિમાં લાવવાની ચીમકી આપી છે. સ્વામી વિવેકાનંદ શોપીંગ સેન્ટરમાં આવેલ દુકાનો દુકાનદારોએ પાલિકાની પૂર્વ મંજૂરી લીધા વિના બહારની સાઇડે સુધારા-વધારાનું કામ ચાલુ કરી કરારખતનો ભંગ કરતા પાલિકા તંત્ર દ્વારા પાંચ દુકાનદારોને નોટીસ ફટકારાઇ છે. જેમાં દિનેશ સુખડીયા, જયેશ...
  March 23, 03:40 AM
 • સાંપડ પાસેથી ગાયો ભરેલુ પીકઅપ ડાલુ ઝડપાયુ
  પ્રાંતિજતાલુકાના સાંપડ પાસેથી પીકઅપ ડાલામાં ભરી ત્રણ ગાયોને કતલખાને લઇ જવાતા ગૌરક્ષકો સાથે ગ્રામજનોએ વાહનનો પીછો કરી ઝડપી લઇ પોલીસ હવાલે કરતા પોલીસે પીકઅપ ડાલા ચાલક સહિત ત્રણ જણા વિરૂધ્ધ ગુનો નોંધી રૂા.2.71 લાખનો મુદા્માલ કબજે કર્યો છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર, સાંપડ પાસેથી રાત્રિના સમયે પસાર થતા પીકઅપ ડાલા નં.જીજે.09.એવી.5353માં ત્રણ ગાયો ભરી કતલખાને લઇ જવાતી હોવાની જાણ ગૌરક્ષકોને થતા ગૌરક્ષકો સાથે ગ્રામજનોએ વાહનનો પીછો કર્યો હતો. તે દરમિયાન વાહનચાલક પોતાનુ વાહન મૂકીને...
  March 22, 03:55 AM
 • આરોગ્ય વિભાગ દ્વારા બનાવેલ નવીન મકાનમાં પણ ડોટકરોની નહિવત હાજરીથી દર્દીઓને ધક્કા પ્રાંતિજતાલુકાના ઘડકણ ગામના રતનબા આરોગ્ય કેન્દ્ર ખંડેર બની જતા ખંભાતી તાળા લાગ્યા, જયારે આરોગ્ય વિભાગ દ્વારા બાલીસણા બીટમાં સબ સેન્ટર બનાવાયુ છે. બનાવેલા સબ સેન્ટરમાં પણ ડોકટરોની નહિવત હાજરીને કારણે દર્દીઓને સારવાર માટે બહાર તેમજ ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે. સબ સેન્ટર પર દર્દીઓ સારવાર માટે જાય ત્યારે ડોકટર હોવાને કારણે ધરમ ધક્કા પડતા ગ્રામજનોમાં ભારોભાર અસંતોષ વ્યાપ્યો છે. રાત્રિના સમયે...
  March 22, 03:55 AM
 • પ્રાંતિજ| ઘડકણગામનું પશુ દવાખાનુ ખંડેર હાલતમાં બની ગંદકીથી ખદબદી રહ્યુ છે. જેના કારણે ગામના પશુપાલકોને ભારે હાલાકી અનુભવવી પડે છે. 5 હજારની વસ્તી ધરાવતા ઘડકણ ગામના ગ્રામજનોનો મોટો આધાર પશુપાલન વ્યવસાય છે ત્યારે ખંડેર બની ગયેલા અને ગંદકીગ્રસ્ત પશુ દવાખાનાને સુધારી કાયમી ધોરણે કાર્યરત કરાય તેવી ગામના પશુપાલકોએ માગણી કરી છે. ગામના પશુપાલકોને પશુઓ બિમાર પડે કે બીજદાન કરાવાનુ થાય ત્યારે ખાનગી ડોકટર સાથે સાબરડેરીના વેટરનરી ડોકટરોની વિઝીટ કરી બોલાવવા પડે છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા...
  March 22, 03:55 AM
 • પ્રાંતિજખાતે જીલ્લા અધિકારી ર્ડા.મનીષ ફેન્સી દ્વારા તથા તાલુકા હેલ્થ ઓફિસર ર્ડા.ગૌત્તમ નાયકના માર્ગદર્શન હેઠળ તા.20/3/2017ને સોમવારે દશામાના હોલ ખાતે આશા સંમેલન યોજાયું હતું. જેમાં બેટી બચાવો, બેટી પઢાવોના સંદેશ સાથે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી એચ.વી.જોટાણીયા દ્વારા ભૃણ પરીક્ષણના કાયદા તથા દિકરીના જન્મને વધાવવા બાબતની વિસ્તૃત માહિતી આપી હતી. પ્રસંગે મંહત સુનિલદાસજી મહારાજ, નગરપાલિકા પ્રમુખ નિરવભાઇ પરીખ, પૂર્વ પ્રમુખ નિત્યાનંદભાઇ, તાલુકા હેલ્થ ઓફિસર ર્ડા.ગૌત્તમ નાયક,...
  March 21, 03:15 AM
 • પ્રાંતિજ | પ્રાંતિજનાબોરિયા સીતવાડા ખાતે આવેલી બોરિયા સીતવાડા આદર્શ પ્રાથમિક શાળામાં છેલ્લાં 20 વર્ષથી શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા પ્રજાપતિ કાંન્તિભાઇ કે. જેવો સરકારી ધારા ધોરણ મુજબ વર્ય મર્યાદાને કારણે નિવૃત થતાં તેવોનો શાળા પરિવાર તથા ગામજનો દ્વારા વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સંગાસબંધીઓ તથા તાલુકામાં આવેલ શાળાના શિક્ષકો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
  March 19, 03:45 AM
 • પ્રાંતિજ |પ્રાંતિજમાં વર્ષોથીચાલી આવતી પરંપરા આજે પણ યંત્ર યુગમાં યથાવત છે અને હોળી ધુળેટીના ત્રીજા દિવસે બંબાવાસ ખાતે આવેલ જોગણી માતાના મંદિર ખાતે દર વર્ષે ધાર્મિક - સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે માતાજીની જાતર થાય છે. જયારે વર્ષોથી ચાલી આવતી પરંપરામાં પહેલાના જમાનામાં માતાજીની જાતરની સાથે ભવાઈ સહિતના કાર્યક્રમો યોજાતા હતાં. જયારે અત્યારે સમય બદલાતા હાલ ધાર્મિક પ્રોગ્રામોની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત માતાજીની આરતી જાતર યોજાય છે.
  March 17, 04:00 AM
 • પ્રાંતિજ |તાલુકાની બોરીયાપ્રાથમિક શાળાના આંગણવાડી કેન્દ્રમાં મજરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
  પ્રાંતિજ |તાલુકાની બોરીયાપ્રાથમિક શાળાના આંગણવાડી કેન્દ્રમાં મજરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મહિલાઓને શારીરિક સ્વચ્છતા તેમજ જાહેર સ્વચ્છતા અંગે માર્ગદર્શન અપાયુ હતું. આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ર્ડા.વ્યાસ, ર્ડા.ડિમ્પલ તેમજ ટીમે 100થી વધુ મહિલાઓને આરોગ્ય અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપી શૌચાલયોનો ઉપયોગ કરી ગામને સ્વચ્છ બનાવવા આહવાન કર્યુ હતું. બોરીયા ગામમાં મહિલાઓને સ્વચ્છતા અંગે માર્ગદર્શન
  March 16, 04:00 AM
 • પ્રાંતિજ | પ્રાંતિજતાલુકાના ગલતેશ્વર રોડ પર આવેલી અંબર્ટો સિરામિકસ કંપનીના સૌજન્યથી ક્રિકેટ મેચ યોજાઇ હતી. જેમાં ટોસ જીતી ટીમ બીએ બેટિંગ લઇ 129 રન બનાવ્યા હતાં. જવાબમાં ટીમ એએ 130 રન બનાવી મેચ જીતી લીધી હતી. પ્રસંગે સાંસદ દિપસિંહ રાઠોડ, ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, પ્રાંતિજ પાલિકા પ્રમુખ નિરવભાઇ પરીખ, ભાજપ શહેર પ્રમુખ વિજયભાઇ પટેલ તથા કંપનીના ડાયરેક્ટર સુનીલ કે.મલેશા દ્વારા વિજેતા ટીમને ટોફી એનાયત કરાઇ હતી. મેચનું આયોજન આર.કે.દાસ એચઆર તથા વિશ્વેશ્વર ગોસ્વામીએ કર્યું હતું. ગલતેશ્વરમાં...
  March 15, 04:15 AM
 • પ્રાંતિજમાંકાર્યરત અર્બુદા ક્રેડિટ સોસાયટીમાં છેલ્લા ત્રણેક વર્ષ દરમિયાન સભાસદ, ખાતેદારો અને થાપણદારો સાથે નાણાકીય લેવડદેવડ થઇ હતી. સમયગાળા દરમિયાન સભાસદ ખાતેદારો થાપણદારોના રૂ. 25 લાખ 89 હજાર રોકડા અર્બુદાની પ્રાંતિજ બ્રાન્ચ દ્વારા લેવામાં આવ્યા હતા અને નાણાં અર્બુદાની માઉન્ટ આબુ સ્થિત હેડ ઓફીસના બેંક ખાતામાં જમા કરવાયા હતા. અર્બુદા ક્રેડીટ સોસાયટીના સંચાલકો આશાબેન અગ્રવાલ, રાકેશકુમાર અગ્રવાલ, નિશાબેન અગ્રવાલ, મેહરસિંહ પ્રબલસિંહ ઠાકોર, યોગેન્દ્રસિંહ ટાંક, અશોક દેવીશર્મા અને...
  March 13, 04:45 AM
 • પ્રાંતિજ | પ્રાંતિજતાલુકાના તાજપુર ગામની સાર્વજનિક હાઇસ્કુલમાં ધો-10 અને 12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સાથે પ્રાયમરી વિભાગના શિક્ષક કાન્તીભ પટેલ વય નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો હતો. પ્રસંગે એ.આઇ. સ્મિતાબેન પટેલ, સંઘના મહામંત્રી ભોગીલાલ પટેલ, પી.એમ.પટેલ, કામેશ્વરપ્રસાદ, સંસ્થાના પ્રમુખ જયેશ પટેલ, આચાર્ય વિક્રમ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તાજપુર સ્કુલમાં વિદાય સાથે શુભેચ્છા સમારોહ યોજાયો
  March 10, 03:05 AM
 • પ્રાંતિજ નજીક આયશર અને ટ્રક ગરનાળામાં ખાબકતાં 2ને ઇજા
  પ્રાંતિજનજીક મંગળવારે વહેલી સવારે નેશનલ હાઇવે નં.8 ઉપર આયશર પાછળ ધડાકાભેર ટ્રક અથડાતાં બંને વાહનો ગરનાળાની નીચે પટકાયા હતા. જેમાં 2 જણાને ઇજા થઇ હતી. મંગળવારે વહેલી સવારે રાજસ્થાનથી અમદાવાદ તરફ જઇ રહેલ આયશર (જીજે.3. એએકસ.8024) અને પાછળ આવી રહેલ ટ્રક (એચઆર. 55.યુ. 6952) પ્રાંતિજ નજીક ગરનાળા પરથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન આયશરના ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળ આવી રહેલ ટ્રક ધડાકાભેર અથડાઇ હતી અને બંને વાહનો નીચે ફંગોળાયા હતા. જેમાં ગાઝીયાબાદના રવીન્દ્રકુમાર (35) તેમજ અન્ય અકે શખસને ઇજા પહોંચતાં સારવાર...
  March 8, 03:05 AM