Home >> Uttar Gujarat >> Himmatnagar District >> Modasa
 • મોડાસા| મોડાસાતાલુકાના સરડોઇ ગામમાં 26 માર્ચના રોજ એ.એમ.શાહ હાઇસ્કૂલ સરડોઇ ખાતે મફતનેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવશે. શશીકાન્તભાઇ ન્હાલચંદદાસ શાહ તથા સરપંચ અનીલસિંહ રહેવરના જણાવ્યાનુસાર લાભાર્થીઓને મફત નેત્રમણી સાથે મોતીયાનુ ઓપરેશન અંધજન મંડળ અમદાવાદ સંચાલિત નવલભાઇ અને હિરાબા આંખની હોસ્પિટલ બારેજા ખાતે કરી આપવામાં આવશે. તમામ કાર્યક્રમની તૈયારીઓ સરડોઇ કેળવળી મંડળના પ્રમુખ એચ.જે પુવારના અધ્યક્ષ સ્થાને કરી આપવામાં આવશે
  07:20 AM
 • જિલ્લાનામેઘરજ તાલુકામાં શરૂ કરાયેલા 8 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પૈકી બાંઠીવાડા, કસાણા અને કુડોલ ખાતેના કેન્દ્રો જરૂરી તબીબ ના અભાવે બીમાર હાલતમાં મૂકાયા છે. અરવલ્લી જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગ દ્વારા મેઘરજ તાલુકાના બાંઠીવાડા, કસાણા, કુડોલ, પટેલઢુંઢા, રામગઢી, રેલ્લાવાડા, શણગાલ અને વાઘપુર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો શરૂ કરાયા હતા. પંથકની પ્રજાની આરોગ્ય વિષયક સેવાઓ માટે મસમોટી જાહેરાતો કરી શરૂ કરાયેલા આરોગ્ય કેન્દ્રો પૈકી બાઠીવાડા, કસાણા અને કુડોલ પીએચસીમાં મેડીકલ ઓફીસરની...
  07:20 AM
 • મોડાસાનામાલવણ (કેશાપુર) ગામના એક ખેતરમાં પૈસાની ઉધરાણીના બાબતે યુવકને માથાના ભાગે લોખંડનો સળીયો ઝિંકી દેતા યુવક ગંભીર હદે ધવાતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.આ મામલે મોડાસા રૂરલ પોલીસ મથકે બે વીરુધ્ધ ફરીયાદ નોંધાવાઇ હતી. મળતી માહીતી અનુસાર મોડાસાના માલવણ (કેશાપુરના પ્રવીણસિંહ જેઠુસિંહ મકવાણા અને પ્રતાપસિંહ જેઠુભા મકવાણા ખેતરમાં કામ કરી રહ્યા હતા દરમ્યાન ગામનાજ બાબુસિંહ ફતેસિંહ મકવાણા તથા કાળુસિંહ ફતેસિંહ મકવાણા ખેતરમાં આવી તમે વારંવાર પૈસાની ઉધરાણી કેમ કરો છો તેમ કહી...
  07:20 AM
 • બાયડનાવાટંડા ગામે રહેતા વિજયભાઇ પટેલના લગ્ન મોડાસાના શોભનાબેન પટેલ સાથે થયા હતા લગ્નના થોડાક દિવસ બંન્નેની ગૃહસ્થિ સારી ચાલી હતી બાદમાં પતિ વિજયે તેની પત્નીને અવાર નવાર શારીરીક માનસીક ત્રાસ આપતો હતો. જો કે પત્ની દ્વારા સમજાવવા છતા તે નહી માની બેફામ બની પત્નીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા અંતે કંટાળેલી પરણિતાને કાયદાનો આશરો લેવાની ફરજ પડી હતી અને અંતે પરણીતાએ પતિ વિરુધ્ધ ગુનો નોધાવ્યો હતો.
  07:20 AM
 • મોડાસાખાતે દારૂની મહેફીલ માણીને છાટકા બનેલા બે ઇસમોની મોડાસા પોલીસે પ્રેટ્રોલીંગ દરમ્યાન ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોડાસા ટાઉન પોલીસ મથકનો સ્ટાફ પ્રેટ્રોલીંગમાં હતો દરમ્યાન સર્વોદય નગરના ડુગરી વિસ્તારમાં દારૂપીને બિભત્સ લવારી કરતા હોવાની બાતમીના આધારે રાજુભાઇ સોમાભાઇ ડામોર તથા સુરજભાઇ બાબુલાલ મારવાડીને ઝડપી લઇ તેમની વિરુધ્ધ પ્રોહીબીશન એકટ અન્વયે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
  07:20 AM
 • નજીવી બાબતે શખ્સને માર માર્યો : ચાર વિરુદ્ધ ફરિયાદ મોડાસાતાલુકાના દધાલીયા ગામે બાઇક તથા ટ્રેકટર ચાલક દ્રારા રસ્તો ક્રોસ કરવા જેવી નજીવી બાબતે તકરાર સર્જોઇ હતી બાદમાં મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા યુવકને મુઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચાર વિરુધ્ધ ફરીયાદ નોંધાવા પામી હતી. મોડાસા તાલુકાના 20 વર્ષિય ઋતુરાજસિંહ સિસોદીયા બાઇક લઇને જઇ રહ્યા હતા ત્યારે ગામના રાવળવાસ પાસેના માર્ગેથી દીનેશભાઇ પટેલ ટ્રેકટર લઇને પસાર થઇ રહ્યા હતા દરમ્યાન બન્ને વચ્ચે પ્રથમ રસ્તો ક્રોસ કરવા બાબતે...
  07:20 AM
 • મોડાસાતાલુકાના મેઢાસણ વાયા સરડોઇ ગડાધર રોડ પહોળો કરવા રાજ્ય સરકારે રૂ.8.50 કરોડ ફાળવી રોડ પહોળો કરવા મંજુરી અપાતા સ્થાનીકો તથા ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર છવાઇ હતી. રાજ્ય સરકારના નીર્ણયને સ્થાનીકો તથા કાર્યકરોએ આતશબાજી કરી આનંદોત્સવ સાથે મનાવ્યો હતો. મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગના બીસ્માર હાલત હોવાથી સ્થાનીકોને અવર જવર માટે વ્યાપક પ્રમાણમાં મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે માર્ગના નવિનીકરણ માટે સ્થાનીકો દ્રારા તંત્રમાં લેખીત તેમજ મૌખીક રજુઆત કરવામાં આવે છે.ત્યારે...
  07:20 AM
 • સુપરવાઇઝરને શંકા જતાં રસીદ તપાસાતાં ભાંડો ફૂટયો ધોરણ-10ના સંસ્કૃત વિષયની બોર્ડ પરીક્ષા શનીવારે યોજાઇ હતી. ઓપન સ્કૂલ વિદ્યાર્થીઓના પરીક્ષા કેન્દ્ર એવા મોડાસા ખાતેના મદની હાઇસ્કૂલ કેન્દ્રમાં અન્ય પરીક્ષાર્થીની જગાએ પરીક્ષા આપતો ડમી વિદ્યાર્થી સંવાહક દ્વારા ઝડપી પડાતાં આવી ગેરરીતી આચરનાર બંને વિદ્યાર્થીઓ સામે ટાઉન પોલીસમાં ફરીયાદ નોંધાવાતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. શનિવારના રોજ યોજાયેલી ધોરણ-10 ની સંસ્કૃત વિષયની પરીક્ષા વેળાએ બ્લોક નં.90 ના સુપરવાઇઝરને રશીદ તપાસતાં પરીક્ષા...
  07:20 AM
 • ચોઇલા ગામમાં થોડા સમય પહેલા ગામના દેવનકુમાર પટેલ તથા જયશ્રીબેન રાજપુરોહીત વચ્ચે પ્રેમ સબંધ બંધાતા બન્નેએ ઘરેથી ભાગી જઇ પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારે બન્ને પ્રેમીપંખીડા થોડા દિવસ પહેલા ગામમાં રહેવા આવી ગયા હતા. ત્યાં શુક્રવારના રાત્રીએ ગામમાં લગ્નને લઇ બે જૂથ વચ્ચે તોફાન ફાટી નિકળ્યા હતા.જેમાં મારામારી થતાં 10 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતા મોડાસા બાદ અમદાવાદ ખસેડ્યા હતા. તોફાનમાં બન્ને પક્ષે સામસામે ફરીયાદ નોધાવી હતી. જેમાં સીમાબેન પુરોહીત દ્વારા નોધાવેલી ફરીયાદ મુજબ ગામના 23 વ્યક્તિ તથા...
  07:20 AM
 • ખાનગી વાહનોનું ગેકાયદેસર પાર્કીંગ બંધ કરાવો : નગરજનો જિલ્લાટ્રાફીક સલાહકાર સમિતિમાં લેવાયેલ નિર્ણય બાદ મોડાસા ચાર રસ્તા નજીક એસ.ટી.સ્ટોપેજ બંધ કરાતાં વૃધ્ધ, અશ્કત અને વિદ્યાર્થી મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. જયારે ચાર રસ્તા નજીક ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરી મુસાફરો ખેંચી જતા ખાનગી વાહનોને દુર કરવા અને એસ.ટી.સ્ટોપેજ ચાર રસ્તા નજીક શરૂ કરવા મુસાફરોમાં માંગ ઉઠી હતી. જિલ્લામાં જરૂરી ટ્રાફીક નિયમન માટે અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને ટ્રાફિક સંબંધી જરૂરી ચર્ચા...
  March 25, 03:50 AM
 • શ્રીનગર સોસા.નુ બાંધકામ હટાવો મોડાસાનગરના માલપુર રોડ ઉપર આવેલ શ્રીનગર સોસાયટીમાં નાનાભાઇ પ્રજાપતીના ઇસમ રજા ચિઠી વિરૂદ્વ બીજા મજલે 133.70 ચો.મી. બાંધકામ ગેરકાદેસર રીતે કરતાં પાલીકા વર્ષ 2015 માં નોટીસ ફટકરી હતી. બાંધકામ ઇમ્પેકટ એકટ હેઠળ કાયદેસર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. અને પાલિકા આવા પરવાનગી વિરૂદ્વના બાંધકામ સત્વરે દુર કરે અને કાયદાનો ભંગ કરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરે તેવી જાગૃત નાગરિકોએ માંગ ઉઠાવી હતી.
  March 25, 03:50 AM
 • મોડાસા | જિલ્લાઆરોગ્ય વિભાગ દ્વારા ટીબી દિવસે મેઘરજ ખાતે વર્કશોપ યોજાઇ હતી. જેમાં જનજાગૃતી અને સુરક્ષાના મુદે જરૂરી ચર્ચાઓ હાથ ધરી લોકોમાં જાગૃતી લાવવા રેલી સહીતના કાર્યક્રમો યોજાયા હતા. જિલ્લા ટીબી અધિકારી ર્ડા.અશ્વિન રાઠોડના જણાવ્યા મુજબ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વર્ષ 2016 માં 12037 શંકાસ્પદ લોકોને તપાસી ટીબીનું પરીક્ષણ હાથ ધરાયું હતું. જેમાં 2053 લોકો ટીબીગ્રસ્ત માલુમ પડતાં તમામ દર્દીઓને જરૂરી સારવાર વિભાગ દ્વારા પુરી પડાઇ હતી.
  March 25, 03:50 AM
 • અરવલ્લીજિલ્લામાં યોજાનાર 10 ગ્રામ પંચાયતોની સામાન્ય ચુટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દીવસે સરપંચ માટે 26 જ્યારે વોર્ડ સદસ્ય માટે 87 ઉમેદવારી ફોર્મ નોધાયા હતા. જિલ્લામાં ચૂટણી યોજાનારી 10 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદે 26 અને વોર્ડ સભ્ય પદે 87 ઉમેદવારોદે ઉમેદવારી નોંધાવી ચૂંટણી જંગમાં જંપલાવ્યુ હતુ. જિલ્લા ચૂંટણી વિભાગના નાયબ મામલતદાર આનંદ નાયકના જણાવ્યા મુજબ મોડાસા તાલુકાની 7 પંચાયતો માટે સરપંચ પદે 16 અને વોર્ડ સભ્ય પદે 06 અને વોર્ડ સભ્ય પદે 12 ઉમેદવાર જ્યારે ધનસુરા તાલુકાની બે ગ્રામ...
  March 25, 03:50 AM
 • જાહેર માર્ગ ઉપરના સીટી સર્વે નંબર 9/26 અને 9/27 ના બાંધકામ સામે મોડાસા નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી
  મોડાસાનાચાર રસ્તાથી ડીપ વિસ્તારના જાહેરમાર્ગ ઉપર આવેલ સીટી સર્વે નંબર 9/26 તથા 9/27 માં મંજુર કરાયેલ બીલ્ડીંગ પ્લાન વિરૂદ્વ સ્થળ ઉપર બાંધકામ કરાતાં નગરપાલિકાએ મનાઇ હુકમ ફરમાવ્યો હતો. જયારે નગરમાં વકરેલા ગેરકાયદેસર દબાણો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માંગ ઉઠી હતી. નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલની સુચના બાદ પાલિકાના ઇજનેર અને ટાઉન પ્લાનર સહીતની ટીમે જાહેર માર્ગની એક બીલ્ડીંગના ત્રીજા માળનું બાંધકામ સાઇડની તપાસણી હાથ ધરી હતી. સીટી સર્વે નંબર 9/26 અને 9/27 માં આવેલ બીલ્ડીંગ ના માલીક...
  March 25, 03:50 AM
 • ભાસ્કર ન્યુઝ | મોડાસા મોડાસાનાજુના વડવાસા અને નવા વડવાસા ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન સર્વાનુમતે સરપંચ સહિત વોર્ડ સભ્યો માટે બેઠક જેટલા ઉમેદવારી ફોર્મ ભરાવતાં બંને ગ્રામ પંચાયતો સમરસ બની હતી. ગઢા ગ્રામ પંચાયતમાંથી વિભાજીત કરાયેલ જુના વડવાસા અને નવા વડવાસા ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં આવતા ક્ષત્રીય ઠાકોર જ્ઞાતીની બહુમતી ધરાવતા ગામના ગ્રામજનોએ પહેલીવાર યોજાઇ રહેલી સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણી સમરસ બનાવવાનો નિર્ણય કર્યો હતો. ખોટી હરીફાઇ સર્જાય અને ગામોમાં કાયમી...
  March 25, 03:45 AM
 • મોડાસા | મોડાસાનગરમાં ભાવસાર સમાજની કુળદેવી શ્રી હિંગળાજ માતાજીની જન્મ જયંતિ નિમિત્તે 26-3-17 રવિવારના રોજ ભાવસાર સમાજ સંચાલિત ઓધારી મંદિરમાં આનંદન ગરબો, સમૂહ મહાઆરતી તથા મહાપ્રસાદના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા મોડાસા પ્રદેશ ભાવસાર સમાજ ઓધારી મંદિર વહીવટી સમિતિ, હિંગળાજ ક્રેડીટ કો.ઓ.સોસાયટી તથા હિંગળાજ ભાવસાર મહિલા મંડળની બહેનો સહિત સંયુકત રીતે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
  March 25, 03:45 AM
 • મોડાસાવિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટના મોડાસા વિભાગના સભાસદોનું સંમેલન સંસ્કૃત પાઠશાળા ખાતે યોજાયું હતું. અમદાવાદના કૌશિકભાઇ પંડયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સંમેલનમાં સમાજના તેજસ્વી તારલાઓ અને દાતાઓનું સન્માન કરાયું હતું. જયારે અન્યક્ષેત્રે સેવા આપતા પાલિકા સદસ્યો, બેન્કના ડીરેકટરો અને પંચાયતના સભ્યોને પણ સંમેલનમાં સન્માનીત કરાયા હતા. વર્ષ 2017-18 ના ટ્રસ્ટ હોદેદારોની વરણી હાથ ધરાતાં મહામંત્રી પદે સેવારત ભરતભાઇ જી.જોષીની સમાજપયોગી શ્રેષ્ઠ કામગીરીને ધ્યાને લઇ તેઓની પુન:...
  March 25, 03:45 AM
 • મોડાસા| મોડાસાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરો વસૂલવા હાથ ધરાયેલ કડક કાર્યવાહીના ભાગરૂપે વધુ ટેક્ષ બાકી પડતો હોય એવા સહારાનગર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા બંધ કરી દેવાઇ હતી. જયારે છેલ્લા 15 દિવસની સખ્ત કાર્યવાહીમાં બાકીદારોની 10 મિલકતોને સીલીંગ કરાઇ હતી. જયારે 40 જેટલા નળ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા. નગરપાલિકાના ટેક્ષ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષથી રૂપિયા 13 લાખથી વધુ રકમનો ટેક્ષ બાકી પડતો હોય એવા નગરના ત્રણ વિસ્તારોમાં સુવિધા બંધ કરવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ...
  March 24, 03:55 AM
 • મોડાસાનામાર્કેટયાર્ડમાં છેલ્લા ધણા સમયથી બિલ્ડીંગ બ્લોકની સીડી પાસેના પાર્કીંગ એરીયામાં ગેરકાયદેસર દુકાનો બનાવી દેતા માર્કેટયાર્ડના વેપારીઓમાં રોષ ભભુકી ઉઠ્યો છે. નિયમોને નેવે મુકી આડેધડ કરાયેલ ગેરકાયદેસર દબાણો દુર કરવા વેપારીઓએ લેખીત રજુઆત કરી છે. મોડાસાના માર્કેટયાર્ડ વેપારીઓના જણાવ્યાનુસાર મોડાસાના એપીએમસી માર્કેટયાર્ડમાં છેલ્લા ધણા સમયથી આડેધડ દુકાનો બનાઇ દેવામાં આવી છે નિયમનુસાર માર્કેટયાર્ડની જરૂરીયાત અને વીકાસ માટે દુકાનો બનાવ્યા બાદ જે તે જગ્યાએ દુકાનોનુ ટેન્ડર...
  March 24, 03:50 AM
 • મોડાસાનાસગરવાડા પાસે એક હડકાયેલી ગાયે બેન્કના કેશીયરને અડફેટે લેતા કેશીયર ધવાયા હતા જેઓને સારવાર માટે ખાનગી હોસ્પીટલ ખાતે ખસેવામાં આવ્યા હતા. મોડાસા સ્ટેટ બેન્કમાં કેશીયર તરીકે ફરજ બજાવતા આઇ.કે.ત્રિવેદી હિ઼મતનગરથી અપડાઉન કરે છે ત્યારે ગતરોજ કેશીયર નોકરીના સમયે ડીપ વિસ્તામાં ઉતરી સગરવાડામાં આવેલા મંદીર પાસે દર્શન કરી બેન્ક તરફ પરત ફરી રહ્યા હતા દરમ્યાન માર્ગે હડકાયેલી થયેલી એક ગાયએ તેમને અડફેટે લેતા તેઓ ધવાયા હતા બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડતા. બેન્કના સ્ટાફ પદમાંબેન ધટના...
  March 24, 03:50 AM