Home >> Uttar Gujarat >> Himmatnagar District >> Khedbrahma
 • ખેડબ્રહ્મા| ખેડબ્રહ્માતાલુકાનું કરુન્ડા ગ્રામ પંચાયત વણઝારા સમાજની બહુમતી ધરાવતું ગામ છે. જે પંચાયતમાં ખોટી હરીફાઇ થાય અને ગામમાં કાયમ માટે ભાગ પડે તેવું થાય તે આશયથી ગામના વિકાસ માટે ચુંટણી સમરસ થાય તેવા પ્રયત્નો થતાં સરપંચ માટે એક અને વોર્ડ માટે પણ એક એક ફોર્મ ભરવામાં આવ્યા હતા જે અંતર્ગત શનિવારે ફોર્મ પરત ખેંચવાના દિવસે ચુંટણી અધિકારી એ.એસ.ગઢવી તથા નાયબ મામલતદાર જી.પી.નાઇ દ્વારા કરુન્ડા ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી હતી.
  07:15 AM
 • પોશીના | સાબરકાંઠાનાપોશીના તાલુકાના ગુણભાંખરી ખાતે આકુખ વાકુખ અને સાબરમતીના ત્રિવેણી સંગમ ભરાતો વનવાસી પ્રજાને બે દિવસીય મહામેળાનો આજે રવિવારથી પ્રારંભ થશે. બનાસકાંઠા, સાબરકાંઠા તથા રાજસ્થાનના સિરોહી, ઉદેપુર જિલ્લામાં વસતા વનવાસી પ્રજા માટે મેળાનું ખાસ મહત્વ હોય છે. જેની વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ પુર્ણ કરવામાં આવી છે. જેમાં મેળા માટે ખેડબ્રહ્મા ડેપો દ્વારા લાંબડીયા- ગુણભાંખરી-પોશીના-ગુણભાંખરી-કોટડા-ગુણભાંખરી-રૂટો ઉપર (35) બસો ફાળવવામાં આવી છે.
  07:15 AM
 • ખેડબ્રહ્મા| ખેડબ્રહ્માના પેટ્રોલપંપ પાસેથી યુવકનું અપહરણ અંગે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ હતી. જેથી અંબાજી પોલીસે તેને ગબ્બર પાસેથી દુકાન પાછળ સંતાયેલી હાલતમાં શોધી ખેડબ્રહ્મા પોલીસને સોંપ્યો હતો. તેમાં પોલીસે તપાસ કરતા જશુભાઇએ જણાવ્યું કે, થોડા સમય પહેલા દિકરા-દીકરીના લગ્નમાં મોટો ખર્ચ થયો અને સિઝનની ખેતી નિષ્ફળ જતાં લગ્નમાં ખર્ચ કરેલા અને પૈસા માટે વેપારીઓ ઉઘરાણી કરતા હતા. જેથી શુક્રવારે પેટ્રોલપંપથી જીપમાં બેસી બસ સ્ટેશન ગયો હતો. ત્યાંથી જીપમાં હડાદ ગયો અને ત્યાંથી...
  07:15 AM
 • ખેડબ્રહ્માખાતે વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે એક રેલી યોજવામાં આવી હતી. જે શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. ત્યારબાદ નગરપાલિકાના સ્વામી વિવેકાનંદ કોમ્પ્યુનીટી હોલમાં મીટીંગ કરવામાં આવી હતી. જેમાં અધ્યક્ષ સ્થાને અશ્વિનભાઇ કોટવાલ ઉપસ્થિત રહ્યા હતા. અશ્વિનભાઇ કોટવાલ દ્વારા વર્ષમાં શ્રેષ્ઠ કામ કરનાર આશા બહેનો, મ.પ.હે.વ., હિ.કે.વ. સ્ટાફ નર્સ વગેરેને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કર્યા હતા. પ્રસંગે કર્મચારીઓએ તેમના ટ્રાયબલ એલાઉન્સ ઘરભાડુ વગેરે પ્રશ્નો રજૂ કર્યા હતા. પ્રસંગે નગરપાલિકા પ્રમુખ સાગર પટેલ...
  March 25, 03:45 AM
 • ખેડબ્રહ્મા| ખેડબ્રહ્માશહેરમાં શનિવાર સવારે બેન્ક ખુલ્યા બાદ અચાનક નેટ કનેકટીવીટી તી રહેતા બેન્કમાં આવતા વેપારીઓ અટવાઇ પડયા હતા. એપીએમસી વાઇસ ચેરમેન અનિલભાઇ ઠાકરના જણાવ્યા અનુસાર બેન્કમાં કનેકટીવીટી હોવાના કારણે શહેરના નાનાથી મોટા વેપારીઓ અટવાઇ પડયા છે. મોટાભાગના વેપારીઓના ખાતા એસ.બી.આઇ.માં હોવાથી લાખ્ખો રૂપિયાના કલીયરન્સ ખોટવાઇ ગયા હતા. વેપારીઓએ બેન્કમાં વારંવાર ધક્કા ખાઇ પાછા ફર્યા હતા. વેપારીઓના જણાવ્યા અનુસાર આગામી શનિવાર-રવિવાર રજા આવે છે અને મંગળવારે પતેતીની રજા આવતી હોવાથી...
  March 25, 03:45 AM
 • ખેડબ્રહ્માનાપેટ્રોલપંપ પાસેથી ગોતાકંપાના એક યુવકનું પેટ્રોલપંપ ત્રણ રસ્તા નજીકથી અપહરણ થયુ હોવા અંગે પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ ગણતરીના કલાકોમાં કથિત અપહ્યત યુવકને અંબાજી પોલીસે ગબ્બર નજીકથી દુકાનો પાછળ સંતાયેલો શોધી કાઢતા પરીવારે હાશકારો અનુભવ્યો હતો. ગોતાકંપાના રહીશ જસુભાઇ પટેલ ખેડબ્રહ્મા આવ્યા હતા. દરમિયાન પેટ્રોલપંપ ત્રણ રસ્તા પાસેથી કોઇ અજાણ્યા ઇસમો ફીચોડ ગાડીમાં જસુભાઇનું અપહરણ કરી ઉપાડી ગયા હતા. જસુભાઇએ તેમના કાકા હરીભાઇને ફોન ઉપર અપહરણ થયાનું અને ગાડી અમદાવાદ તરફ...
  March 25, 03:45 AM
 • ખેડબ્રહ્મા | ખેડબ્રહ્માનીપ્રાયોજના વહીવટદાર કચેરી ખાતે ગુરૂવારે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન-ગાંધીનગરની રોજગારી યોજના હેઠળ મંજૂર કરેલ ધીરાણના ચેક તથા સાધન સહાયનો વિતરણ કાર્યક્રમ કોર્પોરેશનના અધ્યક્ષા રમીલાબેન બારાના પ્રમુખ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 73 લાભાર્થીઓને રૂા.1.64 લાખના ધીરાણના ચેક તથા સાધન સહાયનું વિતરણ કરાયુ હતું.
  March 24, 03:50 AM
 • 6 વ્ય.કમીટી તથા અન્ય સભ્યોનો ચેરમેન-સેક્રેટરી પર લેખિતમાં આક્ષેપો ખેડબ્રહ્મા તાલુકાની દેરોલ (વા) દૂધ ઉત્પાદક સહ. મંડળી તેના ગેરવહીવટના કારણે છેલ્લા બે વર્ષથી વિવાદમાં રહી છે. મંડળીને તાળાબંધી અને સભાસદો દ્વારા દૂધ બીજી મંડળીમાં ભરાવા જવા સુધીના બનાવોની શાહી સૂકાઇ નથી ત્યાં મંડળીના ગેરવહીવટ અંગે બૂમ ઉઠવા પામી છે. મંડળીનો વહીવટ સુધારવાને બદલે બગડતા ગામમાં હોબાળો ઉભો થવા પામ્યો છે. દેરોલ (વા) દૂધ મંડળીના વ્ય.કમીટી સભ્યો શંકરાનંદ દક્ષા, ઇસ્માઇલભાઇ મનસુરી, જીવાભાઇ પંચાલ, ભવાનસિંહ સોલંકી,...
  March 24, 03:50 AM
 • ખેડબ્રહ્મા| ખેડબ્રહ્માનીડી.ડી.ઠાકર આર્ટસ અને કે.જે.પટેલ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થી પરિષદ-સમિતિના ઉપક્રમે પારિતોષિક વિતરણ, વાર્ષિકોત્સવ અને વિદાય સમારંભનું આયોજન કરાયુ હતું. કચ્છના દેવીશ્રી ચંદુબાની ઉપસ્થિતિમાં તથા હેમ.ઉ.ગુ.યુનિ.ના કુલપતિ ર્ડા.બી.એ.પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. ગ્રંથપાલ એચ.એચ.ચૌહાણ તથા ર્ડા.એમ.બી.પરમારના સંચાલન હેઠળ શિલ્ડ, પારિતોષિક, પ્રમાણપત્રનું વિતરણ કરાયુ હતું.
  March 23, 03:20 AM
 • ખેડબ્રહ્માનીદેના ગુજરાત ગ્રામીણ બેંકમાંથી દંત્રાલ પ્રાથમિક આરોગ્યમાં ફાઇનાન્સ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ કેન્દ્રના બેંક ખાતામાંથી અધિકૃત વ્યકિતઓની જાલી સહીઓ કરી 47 હજાર કરતા વધુ રકમ ઉપાડી લીધી હતી. જે પાછળથી જાહેર થતા રકમ બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવી હતી. કર્મચારી વિરૂધ્ધ કોઇ કાનૂની કાર્યવાહી કરી ભીનુ સંકેલી લેતા બંને તાલુકામાં આશ્ચર્ય ફેલાયુ છે. દંત્રાલના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું બેંક એકાઉન્ટ ખેડબ્રહ્માની દેના ગુજરાત ગ્રામીણ બેંકમાં છે અને ખાતામાંથી ઉપાડ...
  March 23, 03:20 AM
 • ખેડબ્રહ્મા| ખેડબ્રહ્મા તાલુકા પંચાયત દ્વારા 2011-12ના વર્ષમાં 16 જેટલા ગામોમાં રાજીવ ગાંધી ભવન બનાવવામાં આવ્યા હતા. 16 ભવનોના બીલ પેટે મામુલી રકમ ચૂકવ્યા પછી છ-છ વર્ષના સમયગાળા પછી પણ લાખો રૂપિયાના બીલની રકમ ચૂકવવામાં તંત્ર દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવે છે. જેથી રાજીવ ગાંધી ભવન બનાવનારા કોન્ટ્રાકટરોની દશા દયનીય બનવા પામી છે. અંગે વિરોધપક્ષના નેતાએ સક્ષમ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી છે.
  March 22, 03:45 AM
 • ખેડબ્રહ્મા તાલુકામાં આગીયા, મટોડા, ગુંદેલ, ગઢડા શામળાજી તથા હીંગટીયા સહિતના 16 ગામોમાં 2011-12ના વર્ષમાં રાજીવ ગાંધી ભવન બનાવવામાં આવ્યા હતા. એક ભવનનો રૂા.16 લાખનો ખર્ચ અંદાજી ગ્રામ પંચાયત દ્વારા કોન્ટ્રાકટરોને કામ આપવામાં આવ્યુ હતું. ભવનો તૈયાર થયા પછી રાજયના મંત્રી ગણપતભાઇ વસાવાના વરદ હસ્તે ઉદઘાટન પણ કરવામાં આવ્યુ હતું. અંગે ટી.ડી.ઓ.ને લેખિત તથા મૌખિક વારંવાર રજૂઆતો કરવામાં આવી છે પણ સિમેન્ટ, ઇંટો, મજૂરી સહિતના લાખો રૂપિયાનું ખર્ચ ચૂકવવામાં આવતુ નથી. વિરોધપક્ષના નેતા શિવાભાઇ પરમારે જણાવ્યુ...
  March 22, 03:45 AM
 • ખેડબ્રહ્મામાં મહિલાએ હોટલના કાચ તોડ્યા
  ખેડબ્રહ્માશહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં એક વિક્ષુબ્ધ મહિલાએ પથ્થરમારો કરતા અફડાતફડી મચી જવા પામી હતી. પથ્થરમારામાં એક હોટલના કાચ તૂટી ગયા હતા. શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ પથ્થરમારાનો ભોગ બન્યા હતા. કોઇને ઇજા પહોંચી હતી. ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ વિસ્તારમાં સોમવારે સાડા વાગ્યાના સુમારે એક વિક્ષુબ્ધ મહિલાએ આતંક મચાવ્યો હતો અને છૂટાહાથે પથ્થરમારો કરતા કોલેજ-શાળાએ જતા વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. વિક્ષુબ્ધ મહિલાએ ગોપી ડાઇનીંગ હોલ ઉપર પથ્થરમારો કરતા હોટલનો કાચ તૂટી ગયો હતો. જેથી...
  March 21, 02:55 AM
 • ખેડબ્રહ્માતાલુકાના ચિત્રોડી ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનનો ગેસ સીલીન્ડર અચાનક ફાટતા અફરાતફરી મચી જવા પામી હતી. બે વ્યકિતઓ સામાન્ય દાઝી ગયા હતા. ખેડબ્રહ્મા તાલુકાના ચિત્રોડી ગામની વર્ગ પ્રાથમિક શાળામાં સોમવારે સવારે મધ્યાહન ભોજન બનાવવાની શરૂઆત કરવા ગેસ ચૂલો ચાલુ કર્યો હતો. અચાનક ગેસ સીલીન્ડર ફાટતા અફરાતફરી મચી જવા પામી હતી. ખેડબ્રહ્મા મામલતદાર અસારી તથા નાયબ મામલતદાર હર્ષ પરમાર ઘટના સ્થળે ફાયર ફાઇટર સાથે દોડી ગયા હતા અને આગને કાબૂમાં કરી હતી. ઘટનામાં ચંદુભાઇ બારીયા તથા...
  March 21, 02:55 AM
 • ખેડબ્રહ્મા | ખેડબ્રહ્માતાલુકાને બે ભાગમાં વહેંચતી હરણાવ નદી પર શનિવારના રોજ પુલનું ખાતમુર્હૂત કરવામાં આવ્યુ હતું.ખેડબ્રહ્માના અંતરીયાળ વિસ્તારમાં રૂદ્રમાળાથી વાસણા ગામ વચ્ચે હરણાવ નદી ઉપર શનિવારે રમીલાબેન બારા દ્વારા રૂા.2.99 કરોડના ખર્ચે તૈયાર થનાર પુલનું ખાતમુર્હૂત કરવામાં આવ્યુ હતું. પુલ બનવાથી ખેડબ્રહ્મા તથા વડાલી તાલુકાના અંદરના 22 ગામોને સીધો લાભ મળશે અને હાઇવે પર ભારણ ઘટશે.
  March 20, 04:10 AM
 • મામલતદાર કચેરીની અન્ય ખાલી પડેલી આઠ જગ્યાઓ ભરવા માંગ ખેડબ્રહ્મામામલતદારની જગ્યા ઘણા સમયથી ચાર્જમાં ચાલે છે. મામલતદારની જગ્યા ખાલી હોવાથી લોકોના કામ ખોરંભે પડે છે. લોકોના મામલતદાર કચેરીના ધક્કા વધી જવાથી લોકોની પરેશાનીમાં વધારો થવા પામ્યો છે. તાલુકાના મુખ્ય અધિકારી એવા મામલતદારની ખાલી જગ્યા સત્વરે ભરવામાં આવે તેવી લોકોની માગણી છે. તાલુકાના અને શહેરી વિસ્તારના તમામ કાર્યક્રમ નાયબ મામલતદાર દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી કામ પણ નાયબ મામલતદાર...
  March 20, 04:10 AM
 • દાનપેટીમાંના 2 થી 3 હજારની ચોરી શ્યામનગરખાતે વડાલી સત્તાવીસ સુથાર સમાજ સંચાલિત વિશ્વકર્મા ભગવાન, ચામુંડા માતાજી, શનિદેવના મંદિરમાં તથા બાજુમાં આવેલા સભાખંડ અને ટીફીન સેવા અને ફ્લોર ફેક્ટરીના તાળા તૂટ્યા હતા. મંદિરમાં આવતા ઝાળીના તાળા તૂટેલા હતા અને અંદરનો દરવાજો પણ ખૂલ્લો હતો. અંદર જોતા ભગવાનના વસ્ત્રો ફેદી નાખેલા હતા અને દાનપેટી મંદિરમાં હોવાથી પુજારીને ચોરી થયાનું જણાતા તેમણે મંદિરના પ્રમુખને ફોન કરતા તેઓએ આવી તપાસ કરતા મંદિર પાછળ રેલ્વે લાઇન ઉપર તૂટેલી હાલતમાં દાનપેટી મળી આવી...
  March 18, 03:30 AM
 • ખેડબ્રહ્મા | ખેડબ્રહ્માનીતાલુકા પંચાયતમાં અગિયાર માસના કરાર ઉપર નોકરી કરતા કર્મચારીઓએ ગુરૂવારે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યુ હતું. સરકારના તમામ વિભાગોમાં કરાર ઉપર નોકરી કરતા કર્મચારીઓને સમાન કામ, સમાન વેતન અને નોકરીની સુરક્ષાની માગણી સંતોષાય ત્યાં સુધી સરકારી કામકાજનો બહિષ્કાર કરવામાં આવશે. ગુજરાત સરકારમાં કામ કરી રહેલા અગિયાર માસના કરારવાળા આઉટસોર્સ તથા રોજમદાર તેમની માગણીઓ માટે અગાઉ 10 ફેબ્રુઆરીએ આવેદનપત્ર આપેલ પરંતુ કોઇ કાર્યવાહી થતાં જેથી તમામ તાલુકા મથક પર...
  March 18, 03:30 AM
 • લાંબડીયા-કોટડામાર્ગ પર બે વર્ષ અગાઉ ફોર્ડફીગો અને ફ્રન્ટી કાર વચ્ચે થયેલા અકસ્માતની ઘટનામાં પોશીના કોર્ટે એક શખ્સને કસુરવાર ઠરાવી શુક્રવારે 6 માસની સાદી કેદ સાથે રૂા.1 હજારનો દંડ ફટકારી સજાનો હુકમ કર્યો છે. ખેડબ્રહ્માના ઉંચીધનાલ ખાતે રહેતા હિતેષકુમાર પટેલની ફોર્ડફીગો ગાડી તેમજ પોશીના તાલુકાના નાડા ગામના રહીશ ધર્મેન્દ્રભાઇ જોરાભાઇ સોલંકીની ફ્રન્ટી કાર વચ્ચે બે વર્ષ અગાઉ અકસ્માત સર્જાયો હતો અને તે અંગે ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જે અકસ્માતની ઘટના અંગેનો કેસ પોશીનાના...
  March 18, 03:30 AM
 • ખેડબ્રહ્માનગરપાલિકા દ્વારા મિલકત વેરા બાકીદારો સામે લાલ આંખ કરતા ખેડબ્રહ્મા સ્ટેશન વિસ્તારમાં બે દુકાનોને સીલ લગાડવામાં આવ્યા હતા. જેથી વેરા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે. ખેડબ્રહ્મા પાલિકા દ્વારા સાબર ટ્રોલીની બે દુકાનોના રૂા.19000 જેટલો મિલકત વેરો બાકી હતો. જેથી શુક્રવારના રોજ પાલિકાની વેરા વસુલાત ટીમે સાબર ટ્રોલીની બે દુકાનો સીલ લગાવ્યા બાદ મિલકતદારે રૂા.11000નો બાકી વેરો પાલિકામાં જમા કરાવતા પાલિકાએ એક દુકાનનું સીલ ખોલી આપ્યુ હતું. જેથી ખેડબ્રહ્મા પાલિકા મિલકત વેરા બાકીદારોમાં ફફડાટ...
  March 18, 03:30 AM