મૂળી પોલીસ મથકમાં છેલ્લા ઘણા સમયથી જમા થયેલો ભંગાર માલ કામે ન આવતા લોકો અને અધિકારીઓને ડગલે-પગલે નડી રહ્યો છે. આ ઉપરાંત માલ સામાન જગ્યા રોકે છે. આથી નકામો માલ દૂર કરવામાં આવે તેવી અધિકારીઓ અને કામ અર્થે આવતા લોકોની માગ છે.
મૂળી પોલીસ મથકમાં ચોરીમાં પકડાયેલો સામાન અને અન્ય વસ્તુઓ જમા થયેલી છે. આથી પોલીસ સ્ટેશનમાં આ માલ નડતરરૂપ બની રહ્યો છે. જેમાં કાર્બોસેલ, મોટરગાડી, સ્કૂટર અને અન્ય વસ્તુઓ જોવા
મળે છે.
પોલીસ સ્ટેશનમાં માલ સામાન વધુ જગ્યા રોકતો હોવાથી આ નકામો માલ દૂર કરવામાં આવે તેવી માંગ છે. આ...
ભાસ્કર ન્યૂઝ.ધનસુરા
ધનસુરામાં નકલી ચાંદી વેચવા આવેલ બે ગિઠયાને બુધવારના રોજ ઝડપી લેવાયા હતા. ચાંદી જેવી જ ધાતુમાંથી બનાવેલ ૧૦ તોલાની બે પાંચી વેચવા આવેલ ગિઠયાઓને વેપારીએ પોલીસને હવાલે કરી દેતાં ચકચાર મચી છે. આ શખ્શો પાસેથી અનેક વિગતો બહાર આવે તેવી પોલીસ આશા સેવી રહી છે.
ધનસુરાના જવાહરચોકમાં આવેલ ચામુંડા જવેલર્સમાં બે શખ્શો ચાંદીની પાંચીઓ...
ભાદરણ કોલેજમાં યોગ શિબિર યોજાઈ
ભાદરણ : અત્રેનાં પ્રગતિ મંડળ સંચાલિત આર્ટસ,સાયન્સ અને કોમર્સ કોલેજમાં બેઝીક આર્ટ ઓફ લિવીંગનો યોગ શિબિર જવલંત દેસાઇનાં સાનિધ્યમાં યોજાયો હતો. આ શિબિરમાં પ્રાણાયામ, ધ્યાન, એકાગ્રતા જેવી વિવિધ ક્રિયાઓ શીખવવામાં આવી હતી. આ શિબિરમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
બોરીઆવી કોલેજમાં વિવિધ ડે ઉજવાયા...
ભાસ્કર ન્યૂઝ.ધનસુરા
ધનસુરા તાલુકાના ઉજળેશ્ર્વર ગામે મંગળવાર મોડી સાંજનાસુમારે એક વેગનઆર કાર અચાનક જ સળગી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. મોડાસા-કપડવંજ મુખ્ય હાઇવે ઉપર બનેલ આ બનાવને લઇ ચક્કાજામ થઇ ગયો હતો.
ઉજળેશ્ર્વર સ્ટેન્ડ આગળ મંગળવાર સાંજના સુમારે એક વેગનઆર કારમાં અગમ્ય કારણોસર આગ ફાટી નિકળતા ગણતરીના કલાકમાંજ કાર બળીને ખાખ થઇ ગઇ હતી. જો કે...
ભાસ્કર ન્યૂઝ. હિઁમતનગર
સાબરકાંઠા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા છેલ્લા છ માસમાં રસ્તાના રીપેરિંગ પાછળ રૂ.૧.૩૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ડી-ટેન્ડરો દ્વારા રસ્તા રીપેરિંગના કામો કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
જિલ્લા પંચાયતના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ચોમાસામાં વરસાદના કારણે જિલ્લાના આંતરિક રસ્તાઓ તૂટી...