Home >> Uttar Gujarat >> Himmatnagar District >> Bhiloda
 • ભિલોડા| ભિલોડાનાનવાભવનાથ માર્ગ પર મહાદેવનું મંદિર આવેલુ છે. મંદિરે દર્શનાર્થીઓની અવરજવર તથા સરકારી કચેરી અને કોર્ટ આવેલી છે. જયાં અરજદારોની અવરજવર પણ વધુ રહે છે. માર્ગ પર ધૂમ બાઇક સવારો પૂરઝડપે દોડે છે. માર્ગ પર ચાલતા લોકોને બાઇક સવારો હડફેટે લેતો અકસ્માતનો ભય સતાવે છે. જેથી માર્ગ પર બમ્પ બનાવવા તેવી માંગ અરજદારો તથા લોકોએ ઉઠાવી છે.
  03:45 AM
 • ભિલોડા | મઉછાપરાથી મઉ જવાના માર્ગ પર ખાડા પડી ગયા છે અને રસ્તો તૂટી ગયેલ છે. ઉબડખાબડ રસ્તાના લીધે વાહનચાલકો અને રાહદારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. રસ્તો એટલો ભંગાર બની ગયો છે કે 4 કિ.મી. અંતર કાપવા માટે સમય પણ વધુ લાગી રહ્યો છે. જેના લીધે આર્થિક ખર્ચ અને વાહનોનું મેઇન્ટેનન્સ પણ વધુ આવે છે. વાહનોનું બેલેન્સીંગ પણ વારંવાર કરાવવુ પડે છે. રસ્તાનું પેવર કામ તંત્ર દ્વારા કરાય તેવી માંગ ગ્રામજનોમાં ઉઠવા પામી છે.
  03:45 AM
 • ભિલોડાતાલુકાની પ્રજાને આર્શીવાદરૂપ બનેલી કોટેજ હોસ્પિટલમાં રેડીયોલોજીસ્ટ અને ઓર્થોપેડીક ડોકટરોની ખાલી જગ્યાના કારણે દર્દીઓની સ્થિતિ દિન-પ્રતિદિન કફોડી બનતી જાય છે. અકસ્માતે હાથ-પગ તૂટી જતા ખાનગી હોસ્પિટલમાં જવુ પડે છે. જેના કારણે ગરીબ દર્દીઓને આર્થિક ખર્ચ પણ વધુ રહે છે. રૂા.20 લાખના ખર્ચે નવીન સોનોગ્રાફી મશીનની ગ્રાન્ટ પણ મંજૂર થયેલ છે તથા એકસ-રે મશીન ડીજીટલાઇઝેશન કરાવાય અને તંત્ર દ્વારા ખાલી જગ્યાઓ ભરાય તેવી માંગ ઉઠવા પામી છે. અંતરીયાળ અને પછાત વિસ્તારના ગરીબ દર્દીઓ માટે બનેલી...
  03:45 AM
 • ભિલોડા| કમઠાડીયા ખાતે વર્ષ 2012માં મિલ્કેશભાઇ જીતેન્દ્રભાઇ મોથલીયા સાથે પરણાવેલી જીગીશાબે નું લગ્નજીવન સારૂ ચાલતુ હતું. પરંતુ પતિ અને પત્નિ વચ્ચે બોલાચાલી થતા જેમાં પતિ મિલ્કેશભાઇએ પત્નિ જીગીશાબેનને તારી પાસે મોબાઇલ કયાંથી આવ્યો તે બાબતે પૂછતા તેમને લાગી આવ્યુ હતું. તે સમયે જીગીશાબેને શરીરે કેરોસીન છાંટયુ હતું પરંતુ મિલ્કેશભાઇ અને તેમના માતાએ મળીને કૃત્ય નહી કરવા સમજાવ્યુ હતું. ત્યારબાદ બધુ શાંત પડી પછી સૌ આંગણામાં વાતચીત કરતા હતા તેવા સમયે જીગીશાબેને ઘરની બહાર નીકળી નદી કિનારે આવેલ...
  03:45 AM
 • ભિલોડા| ભિલોડાતરફથી કપચી ભરી આવતી ટ્રકને ઉભી રખાવી ચાલક પાસે પાસ પરમીટ માગતા પરમીટ કરતા પાંચ ટન જેટલો કપચીનો જથ્થો વધુ જણાતા સ્થળ પર ચાલક પાંડોર સુશાલ ભૂરજીભાઇ પાસે પંચનામુ કરી ટ્રકને મામલતદાર કચેરી મૂકી દેવાઇ હતી. ધોલવાણી ત્રણ રસ્તા પાસેથી પસાર થતી રેતી ભરેલ ટ્રક ના ચાલક રીતેષ રમેશભાઇ ગોસ્વામીની પાસે પરમીટ માગતા પરમીટ કરતા બાર ટન રેતીનો જથ્થો વધુ જણાતા ચાલક સામે પંચનામુ કરી ટ્રક લાવી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.
  03:45 AM
 • ભિલોડાના લાઠી બજારથી ધોલાવણી ત્રણ રસ્તા સુધીનો માર્ગ બિસ્માર બની ગયો છે. રસ્તા પરનો ડામર ઉખડી જવાથી ખાડા પડી ગયા છે. ઉબડખાબડ રસ્તાના લીધે વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવે છે. કોન્ટ્રાકટર દ્વારા બનાવાયેલા રસ્તાની કામગીરી પર અનેક ચર્ચાઓ થઇ રહી છે. વાહનચાલકો અને રાહદારીઓ દ્વારા ભિલોડાની માર્ગ અને મકાન વિભાગને વારંવાર રજૂઆતો કરવા છતાં ઘોર નિંદ્રામાં પોઢેલુ તંત્ર રસ્તાનું રીપેરીંગ કામ કરી શકતી નથી. રસ્તો એટલો ઉબડખાબડ બની ગયો છે કે તાજેતરમાં એક વાહન ઉંધુ પડી જવા પામ્યુ હતું. કમનસીબે કોઇને ઇજા...
  March 23, 02:50 AM
 • ભિલોડાથી ધોલવાણી ત્રણ રસ્તા સુધીનો માર્ગ બિસ્માર
  March 23, 02:50 AM
 • ભિલોડા | ભિલોડાતાલુકા નિવૃત પ્રાથમિક શિક્ષક સંઘના નવીન કાર્યાલયમાં 75 વર્ષના નિવૃત પ્રાથમિક શિક્ષકોના સન્માનનો કાર્યક્રમ જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિમાં યોજાયો હતો. અંગેની વિગત આપતા નિવૃત પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કમજીભાઇ બરંડા, ધૂળાભાઇ પ્રજાપતિ અને વાલજીભાઇ પરમારે જણાવ્યુ હતું કે, ભિલોડા તાલુકા નિવૃત પ્રાથમિક શિક્ષક સંઘનું નવીન કાર્યાલય તથા 75 વર્ષના નિવૃત કર્મચારીઓનો સન્માન સમારંભ અરવલ્લી જિલ્લા નિવૃત પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ગૌરીશંકર ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
  March 23, 02:50 AM
 • ઇડર તાલુકાના મુડેટી નજીક આવેલા જોડકંપામાં આધેડ પશુપાલક કમજીભાઇ કટારા બે દિવસ અગાઉ દૂધ લઇને જઇ રહ્યા હતા તે દરમિયાન અચાનક રીંછ તેમની ઉપર તૂટી પડયુ હતું અને જીવલેણ હુમલો કર્યો હતો. તેમને છાતીના, માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા પહેલા ભિલોડા કોટેજ હોસ્પિટલ અને ત્યારબાદ અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. રીંછના એકાએક હુમલા અને ઇજાઓને કારણે તેઓ બેભાન થઇ ગયા હતા. બે દિવસની સારવાર બાદ મંગળવારે ઘેર પરત ફર્યા હતા. રીંછના હુમલાની ઘટનાને પગલે વન તંત્ર હરકતમાં આવી ગયુ છે અને જોડકંપામાં રીંછના વસવાટની...
  March 22, 03:35 AM
 • માંકરોડા શાળા આગળ તંત્ર દ્વારા ઝીબ્રા ક્રોસીંગ મૂકાયા
  ભિલોડા-ઇડરરોડ પર આવેલા માંકરોડાની હાઇસ્કુલ અને શાળા આગળથી રસ્તો પસાર થાય છે. માર્ગ પર રેતીના ડમ્પરો અને ભારે વાહનોની અવરજવર મોટા પ્રમાણમાં રહે છે અને વાહનો પૂરઝડપે દોડતા હોવાથી શાળામાંથી જતા-આવતા નાના બાળકોને કયારેક અકસ્માતનો ભય સતાવી રહેતો હોવાથી શાળા મંડળ દ્વારા ભિલોડાની માર્ગ અને મકાન વિભાગની કચેરીને રજૂઆત કરાતા ઝીબ્રા ક્રોસીંગ મૂકાતા રાહત અનુભવાઇ છે. ભિલોડા-ઇડર રોડ પર આવેલી સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ અને પ્રા. શાળાના બાળકો અભ્યાસ કરે છે અને માર્ગ પરથી રસ્તો પસાર થાય છે અને રસ્તા...
  March 22, 03:35 AM
 • ભિલોડાતાલુકાના વેજપુર ગામના રહીશ સાથે કોઇ અજાણ્યા ગઠીયાએ બેંક એટીએમનો પીન નંબર જાણી ખાતામાંથી ઓનલાઇન રૂા.59,498ઉપાડી લેતા ઘટના અંગે ભોગ બનનારે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર તા.16 માર્ચના રોજ ભિલોડા તાલુકાના વેજપુર ગામના રહીશ ખીમજીભાઇ રામજીભાઇ નિનામા ઉપર મોબાઇલ નં.9534935640 પરથી કોઇક અજાણ્યા ગઠીયાએ ફોન કરી ખીમજીભાઇ સાથે વિશ્વાસ કેળવી ભિલોડાની દેનાબેંકના ખાતાના એટીએમ કાર્ડનો ગુપ્ત નંબર જાણી લીધો હતો. ત્યારબાદ ગઠીયાએ ખીમજીભાઇના ખાતામાંથી...
  March 22, 03:35 AM
 • 400થી વધુ મોબાઇલ ધારકોને સંપર્ક થતા હાલાકી ભિલોડાનામઉ 200 કુંટુંબોના અંદાજે 400 મોબાઇલધારકો છે. ગામમાં બી.એસ.એન.એલ. સિવાય અન્ય કંપનીઓના ટાવરો છે. ટાવરના અભાવે બી.એસ.એન.એલ.ના મોબાઇલધારકોને તેમના સગાસબંધી સાથે સંપર્ક થઇ શકતો નથી તથા ઇન્ટરનેટ અને વોટસઅપ સહિતની સુવિધાથી વંચિત રહેવુ પડે છે. બી.એસ.એન.એલ.ના ટાવરના અભાવે આજના 21મી સદીના કોમ્પ્યુટરાઇઝેશન યુગમાં ગામને કોઇ ફેસીલીટી મળતી નથી. બાબતે મઉના સરપંચ ભરતસિંહ ચંપાવતે ભિલોડાની બી.એસ.એન.એલ. કચેરીને લેખિત જાણ કરી ટાવરનું કામકાજ હાથ ધરાય તેવી માંગ કરી...
  March 21, 02:40 AM
 • વિજયનગરનાઇટાવડી, કણાદર, ભિલોડા રસ્તા પર ગરનાળાની કામગીરી નબળી થતી હોવા અંગે બૂમ ઉભી થઇ છે. તંત્રની રહેમ નજર હેઠળ ઊંડાણના વિસ્તારમાં થતા કામ વ્યવસ્થિત થાય તેવી લોક માંગ ઉઠી છે. વિજયનગર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા ઇટાવડીથી સરદારનગર, બાવળીયા, ચુનાખાણ થઇ ભિલોડા માર્કેટયાર્ડ નજીક ઇડર ભિલોડા હાઇવેને જોડાતા અપ્રોચ રોડનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જે વિસ્તાર અતિ ઊંડાણ વાળો હોઈ ત્યાં કોઈ જોનાર નથી, જેનો લાભ લઇને કામ કરનારા કોન્ટ્રાકટર દ્વારા નબળુ કામ થતું હોવાનું સ્થાનિક લોકોએ સરપંચ...
  March 21, 02:40 AM
 • ભિલોડા| ભિલોડાતાલુકાના ઘાંટી ગામના કલ્પેશકુમાર ચંદુભાઇ મોથલીયા (ઉ.વ.25) કૂવાની નજીકથી પસાર થતા પગદંડી રસ્તા પર નીકળતા કોઇપણ કારણોસર કૂવામાં પડી ગયા હતા. જયાં પાણી પી જતા તેનું મોત નિપજયુ હતું. મૃતક યુવાનને ગ્રામજનો અને ભિલોડા પોલીસની મદદથી કૂવામાંથી બહાર કાઢી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે ઘાંટીના પ્રતાપભાઇ ખીમજીભાઇ નિનામાએ ભિલોડા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
  March 21, 02:40 AM
 • ભિલોડા| ભિલોડાતાલુકાની ટોરડા પ્રાથમિક શાળામાં શનિવારે શાળા બંધ કરી શિક્ષકો ઘરે ગયા હતા ત્યારે કોઇ ચોર ઇસમોએ કોમ્પ્યુટર લેબનું તાળુ તોડી એચ.સી.એલ. કંપનીના એલઇડી મોનીટર નંગ-6 રૂા.12,000 તથા એલ.જી. કંપનીનું એલઇડી નંગ-1 કિંમત રૂા.10,000 મળી કુલ રૂા.22 હજાર મત્તાની ચોરી કરી લઇ ગયા હતા. બનાવ અંગે શાળાના રાજેશભાઇ જયંતિભાઇ પટેલે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
  March 20, 03:35 AM
 • સરકારદ્વારા વિવિધ ખાતાઓમાં ભરતી પ્રક્રિયા શરૂ કરાઇ રહી છે ત્યારે એસ.ટી. વિભાગમાં કંડકટરની નોકરી મેળવવા માટે પોલીસ ખાતાનો દાખલો ફરજીયાત બનાવાયો છે ત્યારે ભિલોડા તાલુકાના અંતરીયાળ વિસ્તારમાંથી દાખલો લેવા માટે આવતા યુવક-યુવતીઓને ભિલોડા પોલીસ સ્ટેશનમાં દાખલો મેળવવા માટે ધરમધક્કા ખાવા પડતા હોઇ સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજયના મહામંત્રીએ ભિલોડા પી.એસ.આઇ.ને લેખિત રજૂઆત કરી અરજદારોને ઝડપી દાખલો મળે તે માટેની વ્યવસ્થા ગોઠવવા જણાવ્યુ છે. વિવિધ ખાતાઓમાં નોકરી મેળવવા માટે સક્ષમ અધિકારીઓના...
  March 18, 02:55 AM
 • આરોગ્ય તપાસ માટે આવતી સગર્ભા મહિલાઓને ભારે હાલાકી અરવલ્લીજીલ્લાના ભિલોડાના નવાભવનાથ ખાતે આવેલુ આરોગ્ય ખાતાનું સબ સેન્ટરની આસપાસ ગંદકી ખદબદી રહી છે. લોકો સબ સેન્ટરની પાસે ખૂલ્લામાં કુદરતી હાજતે જાય છે. સબ સેન્ટરની આસપાસ ગંદકની ઢગ ખદબદી રહ્યા છે. છતાં તંત્રને ગંદકી સાફ કરાવવામાં સમય મળતો નથી. સગર્ભા મહિલાઓ તથા આરોગ્યની તપાસ માટે આવતા લોકોને સબ સેન્ટરમાં જવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. નવાભવનાથના ભાવેશ રાવલ તથા લોકોએ જણાવ્યુ હતું કે, આરોગ્યની સુખાકારી માટે લોકોને લાંબા અંતરે ના જવુ...
  March 17, 03:45 AM
 • ગ્રેનાઇટ કવોરીની લીઝ પૂરી થતાં ખોદકામ અટકાવાયું
  ભિલોડા તાલુકાના ખલવાડ ગ્રામ પંચાયતની સીમમાં આવેલ ગ્રેનાઇટ કવોરીની લીઝની મુદ્ત પૂર્ણ થઇ ગયા બાદ પણ માલિકો દ્વારા બિનઅધિકૃત રીતે ખોદકામ કરાતા મામલતદારે સ્થળ પર પહોંચી કવોરીનું પંચનામુ કરી બિનઅધિકૃત કામગીરીનો અહેવાલ અરવલ્લી જિલ્લા કલેકટરને મોકલી આપ્યો છે. તસ્વીર- કૌશિક સોની
  March 16, 03:35 AM
 • ભિલોડા કોટેજ હોસ્પિટલના નવા મકાનમાં તિરાડો, પાણી ટપકે છે
  રૂ.1.72 કરોડના ખર્ચે ઓપીડીનું નવું મકાન બનાવાયું ભિલોડાકોટેજ હોસ્પિટલમાં રૂ.1.72 કરોડના ખર્ચે ઓપીડીના નવા મકાનનું કામ 7 જાન્યુઆરી, 2016ના રોજ પૂર્ણ થયું હતું. જેને હજુ માંડ એક વર્ષ થયું છે, ત્યાં મકાનમાં તિરાડો અને પાણી ટપકવાનું શરૂ થયું છે. ભિલોડા ધારાસભ્યએ મકાનમાં નબળી ગુણવત્તાનો સામાન વાપર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. મકાનની કામગીરી કરનારા કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરવા માંગ કરાઇ છે. અંતરીયાળ વિસ્તારના ગરીબ દર્દીઓને ઝડપી અને સારી સારવાર મળી રહે તે માટે કોટેજ હોસ્પિટલને અદ્યતન બનાવાઇ રહી છે....
  March 16, 03:35 AM
 • અરવલ્લીજિલ્લાના ભિલોડા તાલુકાના રીંટોડા ગામે પાનના ગલ્લા પાસે માનસિક અસ્વસ્થ મહિલા બે દિવસથી એકલી અટૂલી બેસી રહી હતી. જેથી ગામના એક રહીશે 181 અભયમને જાણ કરી હતી. જેના પગલે અભયમ ટીમે ગામે આવી મહિલાની પૂછપરછ કરતાં તે રાજસ્થાનની હોવાનું જણાતાં પરિવારજનોની ભાળ મળતાં તેણીને પરિવારને સોંપી હતી. રીંટોડા ગામે પાનના ગલ્લા પાસે બેસેલી મહિલા ગ્રામજનોએ પૂછપરછ કરતાં તે કંઇ બોલવા માગતી હતી. જેથી ગામના એક રહીશે અરવલ્લી જિલ્લા 181 અભયમ ટીમનો ટેલિફોનીક સંપર્ક કર્યો હતો અને વિગતે જણાવ્યુ હતું. 181 અભયમ ટીમના...
  March 16, 03:35 AM