Home >> Uttar Gujarat >> Himmatnagar District >> Bayad
 • બાયડ | સાંઇએજ્યુકેશન ટ્રસ્ટ બાયડ સંચાલિત શ્રધ્ધા એમ.એસ.ડબલ્યું સેમ.2 નું પરીણામ જાહેર થતાં કોલેજનો વિદ્યાર્થી પરમાર જયેશકુમાર પી કોલેજમાં પ્રથમ સ્થાને આવી કોલેજનું ગૌરવ વધાર્યું હતું. જ્યારે પટેલ રસિકભાઇ પી. કોલેજમાં બીજા સ્થાને અને સોલંકી જલ્પેશકુમાર.જે ત્રીજા સ્થાને આવીને કોલેજનું ગૌરવ વધારતા તેજસ્વી તારલાઓ અને કોલેજ સ્ટાફને હરેશભાઇ વી.બ્રહ્મભટ્ટે અંતરના ઉમળકાથી હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
  May 21, 02:40 AM
 • બાયડમાંહરીપાર્ક સોસાયટીના મકાનમાં શુક્રવાર મોડી રાત્રીના સુમારે તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી કરયાણું ઉઠાવી ગયા હતા. બયાડની હરીપાર્ક સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઇ જગદિશભાઇ પટેલ લગ્ન પ્રસંગે બહાર ગામ ગયા હોવાથી તસ્કરોએ મકાનના તાળા તોડી ઘરમાંથી સ્ટીલના ડબ્બા, ચોખા, ખાંડ, તેલ, કપડા વગેરે ઉઠાવી ગયા હતા. તસ્કરોએ કરાયાણું ઉઠાવતા સોસાયટીમાં ચર્ચાઓ વેગમાન બની હતી.
  May 21, 02:40 AM
 • બાયડનાગાબટ રોડ નજીક આવેલા એક મકાનમાં શુક્રવાર બપોરના સુમારે મહિલાએ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. અંગે પોલીસને જાણ કરાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બાયડના ગાબટ રોડ નજીક આવેલા એક મકાનમાં એસ.કે.ફાઇનાન્સના આ.સી મેનેજરના પત્ની મમતાબેન જયપાલસિંહ રાઠોડે (ઉ.વ 26) વારંવાર શિક્ષકની પરીક્ષા આપી છતાં પરીક્ષામાં ફેલ થતાં લાગી આવ્યું હતું અને બાદમાં પંખાની હુક ઉપર દુપટ્ટો નાખી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. વાતની જાણ બાયડ પોલીસ સ્ટેશનમાં થતાં પોલીસે ઘટના સ્થળ ઉપર આવી આગળ ની...
  May 20, 02:35 AM
 • બાયડતાલુકાના ચોઇલા ગામ નજીક બુધવાર રાત્રીના સુમારે રિક્ષા તથા ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતાં એકનું મોત નિપજ્યું હતું. જ્યારે રિક્ષાને ટક્કર મારી ટ્રેક્ટર ચાલક ફરાર થઇ ગયો હતો. અંગે બાયડ પોલીસે ફરિયાદ નોંધી ચાલકને પકડી પાડવા તપાસ હાથ ધરી છે. બાયડ તાલુકાના ચોઇલા ગામ નજીક ટ્રેક્ટર તથા રિક્ષા વચ્ચે બુધવાર રાત્રીના સુમારે ધડાકાભેર અકસ્માત થતાં અનિતાબેન કિરણભાઇ ઝાલા (ઉ.વ 30)ને શરીરે તથા માથાના ભાગે ઇજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે રિક્ષામાં બેઠેલા જસ્મીનકુમાર દિનેશભાઇ(ઉ.વ 7)ને ઇજાઓ...
  May 19, 02:45 AM
 • બાયડપોલીસ સ્ટેશનમાં વારંવાર ટેલિફોન કરી પોલીસને ગઠીયાએ હેરાન પરેશાન કરી મુકી છે. લેન્ડ લાઇન ઉપર ફોન આવેને પોલીસ દોડધામ કરી મુકે છે. બનાવનછ વિગત મુજબ, બાયડ પોલીસ સ્ટેશનના લેન્ડલાઇન નંબર ઉપર દિવસ તથા રાત્રી દરમિયાન કોઇ ગઠીયો પોલીસને હેરાન પરેશાન કરી મુકી છે. છેલ્લા એક સપ્તાહમાં 150 થી ઉપરાંત વખત કર્યો છે. ફોન રણકે કે, તુરંત બાયડ પોલીસ દોડધામ કરી મુકે છે. પોલીસે હાલમાં ફોનની તમામ ડીટેઇલ પણ કાઢી છે. પરંતુ તમામ ડીટેઇલમાં નંબરો અન્ય સ્થળના બોલતા પોલીસ ગુચવણમાં મુકાઇ ગઇ છે. છેવટે પોલીસે હવે કોલર...
  May 18, 03:35 AM
 • બાયડતાલુકાના અલવા નજીક સોમવાર સાંજના સુમારે કાર તથા ટ્રક વચ્ચે અકસ્માત થતાં એકનું મોત નિપજ્યું હતું. જ્યારે બેને ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. બાયડ તાલુકાના અલવા નજીક સોમવારના રોજ અમદાવાદથી આવતી કાર તથા ટ્રક વચ્ચે અકસ્માત થતાં એકનું ઘટના સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. જ્યારે બેને ઇજાઓ પહોંચતા સારવાર માટે વાત્રક ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કારને ટક્કર મારી ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક નું નામ >ભાવનાબેન રાઠોડ
  May 16, 02:35 AM
 • બાયડ ગાબટ ગામે આવેલા નીલકંઠ મહાદેવના મંદિર પાસે આવેલા કેશાભાઇ પંડ્યાનાં મકાનમાં રવિવાર રાત્રીના સુમારે અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ગામના અગ્રણી કાળાભાઇ રાઠોડે જણાવ્યું કે, ગામમાં આગ લાગતા આગ ઓલવવા માટે સમગ્ર ગામ દોડી પોહોંચી પાણીઁનો છંટકાવ કર્યો હતો. કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી શકાયો હતો. આગ લાગવાને લલ માલ સામાન બળીને ખાક ગઇ ગયો હતો. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટર્સકીટથી આગ લાગી હોવાનું બહાર આવ્યું છે.
  May 16, 02:35 AM
 • બાયડ| બાયડતાલુકાની તેનપુર આર પટેલ વિદ્યા વિહાર હાઇસ્કૂલમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 94.87 આવતા શાળામાં આનંદ છવાયો હતો. જમાં પ્રથમ નંબરે ગૌરવ ડાહ્યાભાઇ પટેલ (પી.આર 98.77) દ્વિતીય નંબરે વિજય જ્યંતિભાઇ પટેલ (પી.આર 98.83) તૃતીય નંબરે ભૌમિક મુકેશભાઇ વાળંદ (પી.આર 96.63) તારલાઓએ તેનપુર હાઇસ્કૂલનું ગૌરવ વધારતાં કેળવણી મંડળના પ્રમુખ બી.એન.પટેલ, શાળાના આચાર્ય બાબુભાઇ પટેલ તથા શાળા પરિવારે આવકારી અભિનંદન પાઠવ્યાં હતાં.
  May 14, 03:40 AM
 • બાયળડ | બાયડસ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરીણામ 88.18 આવતા બાયડ તાલુકામાં આનંદ છવાયું હતું. જેમાં પ્રથમ નંબરે વિદીત શૈલેષકુમાર શાહ પી.આર 99.97, દ્વિતીય નંબરે કલરાજ ધર્મેન્દ્રકુમાર પટેલ પી.આર 99.26 તથા તૃતીય નંબરે મનસ્વીબેન ઉમેશભાઇ જયસ્વાલ પી.આર 99.15 આવતા શાળાના ટ્રષ્ટી અતુલભાઇ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર તપનભાઇ પટેલ તથા શાળા પરીવાર દ્વારા આવકારી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
  May 13, 03:35 AM
 • બાયડતાલુકાના સાઠંબા ગામ પાસે આવેલા પટેલના મુવાડા ગામે રહેતા નટવરભાઇ હિરાભાઇ પરમાર(એસ.ટી ડ્રાઇવર)ને અચાનક ખેંચ આવતા તેમનું મોત નિપજ્યું હતું. એસ.ટી. ડ્રાયવરના મૃત્યુથી એસ.ટી.સ્ટાફ, તેમના પરિવારજનોમાં અને ગામ લોકોમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
  May 11, 02:35 AM
 • બાયડ | બાયડતાલુકાના ડેમાઇ હાઇસ્કૂલના મદદનીશ શિક્ષક વિનોદભાઇ.એમ.પટેલ(અરવલ્લી જિલ્લા માધ્યમિક શિક્ષક સંધના મંત્રી)નો નિવૃતી વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં શાળાના આર્ચાય સુરેશભાઇ પટેલ દ્વારા શાલ, શ્રીફળ અને સન્માપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. પ્રસંગે મંડળના પ્રમુખ, શાળા સ્ટાફ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડેમાઇ હાઇસ્કૂલના શિક્ષકનો નિવૃતી વિદાય સમારંભ
  May 11, 02:35 AM
 • બાયડપ્રાંત ઓફિસ દ્વારા દર વર્ષે ત્રણ તાલુકાના સ્ટેમ્પ વેન્ડરના લાયસન્સ રિન્યુઅલ કરવામાં આવે છે. જે 31 માર્ચ બાદ એક અઠવાડિયું કે 15 દિવસમાં રિન્યુઅલ થઇ જતા હતા. પરંતુ વર્ષે હજુ સુધી રિન્યુ નહીં થતાં સ્ટેમ્પની અછત ઊભી થઇ છે, જેનો ભોગ આખરે આમજનતા બની રહી છે. ચાલુ વર્ષે બાયડ પ્રાંત અધિકારી દ્રારા ધનસુરા, બાયડ તેમજ માલપુરના સ્ટેમ્પ વેન્ડરના લાયસન્સ રિન્યુઅલ કરાયા નથી. જેને લઇને સ્ટેમ્પ વેન્ડરને લાયસન્સ વગર ટ્રેઝરી ઓફીસ દ્રારા સ્ટેમ્પ ઇસ્યુ કરવામાં આવતા નથી. જેથી 50 અને 100 રૂપિયાના સ્ટેમ્પની અછત...
  May 10, 02:05 AM
 • બાયડ તાલુકાની શાળાઓમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
  રાજસ્થાની ગેંગના 3 આરોપી ઝડપાયા બાયડતાલુકાની ત્રણ શાળાઓમાં થયેલી કોમ્પ્યુટર અને એલ.સી.ડી સહિતની વસ્તુઓની ચોરઓની ફરિયાદ બાદ પોલીસે ચોરીમાં સંડોવાયેલા ત્રણ શખસોને ઝડપી પડ્યાં હતા. ઝડપાયેલા ત્રણેય શખસોએ ચોરીની કબુલાત કરતા ત્રણેય ચોરોને જેલ ભેગા કર્યા હતા. બાયડ પી.એસ.આઇ ના જણાવ્યા મુજબ, અરવલ્લી જિલ્લા પોલીસે રાજસ્થાનમાં રહેતા ગેંગના ત્રણ શખ્સોને ઝડપી પાડી ત્રણ શખસોએ બાયડ તાલુકામાં થયેલી વાસણીરેલ પ્રથામિક શાળા, બોરોલ હાઇસ્કૂલ તથા ચોઇલા હાઇસ્કૂલમાં થયેલી કોમ્પ્યુટર તથા એલ.સી.ડી ટી.વી...
  May 5, 02:35 AM
 • બાયડના દિપેશ્વરી માતાજીના પ્રાગટ્ય દિને શ્રદ્ધાળુઅો ઊમટ્યા
  માઇમંદિરે 52 ગજની ધજા ચઢાવવામાં આવી બાયડતાલુકાની પશ્વિમે આવેલા યાત્રાધામ દિપેશ્વર માતાજીના મંદિરે માતાજીના પ્રાગટ્ય દિવસની ઊજવણી કરાઇ હતી. પ્રસંગે રાજ્યભરમાંથી હજારો શ્રધ્ધાળુઓ મૈયાના દર્શન કરી ધન્ય બન્યા હતા. દિપેશ્વરી મંદિરના પ્રમુખ નવીનચંદ્ર પંડ્યા, રાજુભાઇ પટેલે જણાવ્યું કે, 1લી મેના રોજ દર વર્ષની જેમ મા દિપશ્વરીના પ્રાગટ્ય દિવસની ધૂમધામપૂર્વક ઊજવણી કરાઇ હતી. જેમાં મંદિરમાં શ્રધ્ધાળુઓ ધ્વારા 52 ગજની ધજા ચઢાવવામાં આવી હતી. દિવસે સમગ્ર રાજ્યમાંથી હજારો શ્રધ્ધાળુઓ દર્શન માટે...
  May 3, 02:40 AM
 • બાયડ | તાલુકાનીસાઠંબા હાઇસ્કૂલના શિક્ષક કનુભાઇ પુંજાભાઇ પટેલ વય મર્યાદાને
  બાયડ | તાલુકાનીસાઠંબા હાઇસ્કૂલના શિક્ષક કનુભાઇ પુંજાભાઇ પટેલ વય મર્યાદાને લઇ નિવૃત થતાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં શાળાના આચાર્ય દ્રારા શિસ્તના ચુસ્ત આગ્રહી વ્યાયામ શિક્ષક કનુભાઇને સન્માનપત્ર આપી બહુમાન કર્યુ હતું. પ્રસંગે શાળા સ્ટાફ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાઠંબા હાઇ.ના શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો
  May 3, 02:40 AM
 • સાઠંબા ગાબટના રસ્તાની બન્ને સાઈડ ગાંડા બાવળ દૂર કરવા રજૂઆત
  બાયડનાસાઠંબાથી ગાબટ રસ્તાની બન્ને સાઈડ પર ગાંડા બાવળનુ સામ્રાજ્ય વધી ગયુ છે. જેને લઇ ગાંડા બાવળ દૂર કરવા માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બાયડ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ઉગ્ર રજૂઆત એવી પણ કરવામાં આવી હતી કે, મામલે ઘટતી કાયવાહી નહી થાય તો આગામી દિવસોમાં રસ્તા રોકો આંદોલન કરવાની ચિમકી ધવલસિંહ ઝાલા દ્વારા આવી ઉચ્ચારી હતી.
  May 2, 02:15 AM
 • તેનપુરગામે 11 વર્ષની બાળકી ગામની સીમમાં એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઇ ગામના રણજીતભાઇ રયજીભાઇ ઠાકોર બળાત્કાર ગુજાર્યું હોવાની ફરીયાદ નોધાઇ હતી.પોલીસે આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી. બાયડના તેનપુરની સીમમાં 11 વર્ષની બાળકીની એકલતાનો લાભ લઇ ગામના રહેવાસી રણજીતભાઇ રયજીભાઇ ઠાકારે બાળકીનું મોટું દબાવી ખેતરમાં લઇ જઇ સગીરા ઉપર બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. ઘટનાની ચર્ચા સમગ્ર પંથકમાં થતાં પોલીસ પણ સ્તબ્ધ બની ગઇ હતી. નરાધમ સામે જન આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઘટનાની જાણ આંબલીયારા...
  May 2, 02:10 AM
 • બાયડમાંટ્યુશન જતાં વિદ્યાર્થીને ટ્રકે હડફેટે લેતા વિદ્યાર્થીને પગ અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. અંગે મળતી માહિતી મુજબ, શુક્રવાર સાંજના સુમારે 12 સાયન્સના ટ્યુશનમાં જતો તથા શિક્ષક ભાનુપ્રસાદ ડબગરનો પુત્ર દિપેનને ટ્રક ચાલકે હડફેટે લેતા દિપેનના બન્ને પગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોચી હતી. અકસ્માત થતાં સમગ્ર શહેરમાં મત લાલચું નેતાઓ સામે આક્રોશ ફાટ્યો છે. ત્યારે વિદ્યાર્થી દિપેનની હાલત ગંભીર હોવાથી સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો.
  April 29, 02:45 AM
 • બાયડ સહકારી અગેવાને દૂધ મંડળીમાંથી લાખો ઉપાડ્યા હોવાની ચર્ચા બાયડતાલુકાના સહકારી આગેવાને દૂધ મંડળીમાંથી લાખોની રકમ ઉઠાવીને મોટુ કૌભાંડ આર્ચયાની ચર્ચાઓ પંથકમાં જોર પકડ્યું છે. સંસ્થાના લાખ્ખો રૂપિયા બારોબાર ઉઠાવી લીધાનું તાલુકા ભરમાં ચર્ચાઇ રહ્યું છે.આ આગેવાને ગરીબ પ્રજાના રૂપિયા ઉઠાવતા પ્રજામાં પણ વિરોધ ઉઠવા પામ્યો છે. વારંવાર ઉઠામણું કરવા ટેવાયેલા નેતા એક માસ અગાઉ લાખ્ખો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું. હાલમાં મામલો બહાર આવતા નેતાના મળતીયાઓએ સમગ્ર મામલો દબાવવા માટે હવાતીયા...
  April 29, 02:45 AM
 • બાયડ| બાયડનાવાત્રકગઢના જુથમંત્રી નરેન્દ્ર પટેલનો વય મર્યાદાને લઇ નિવૃતિનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્ય શિક્ષક સંધના મંત્રી સતિષભાઇ પટેલ, બાયડ ટી.પી.ઓ વસંતભાઇ.બી.ચૌહાણ, ધનસુરા ટી.પી.ઓ રણછોડભ દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગઢકંપા શાળામાં વર્ષો સુધી મુખ્ય શિક્ષકની ફરજ બજાવાને લઇ ગઢકંપાના લોકો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં હાજર રહીને મુખ્ય શિક્ષકની કામગીરી બિરદાવામાં આવી હતા.
  April 27, 02:10 AM