૧૦ વર્ષથીઅંધારપટ :વીજબીલના નાણાં સમયસર ન ભરાતાં ઉપસ્થિત થયેલો પ્રશ્ન
ભાસ્કર ન્યૂઝ.મેઘરજ
મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામમાં છેલ્લા ૧૦ વર્ષ ઉપરાંતથી સ્ટ્રીટ લાઈટના થાંભલા પર વીજળીનો બલ્બ પણ પ્રકાશ માટે ન લગાવાતાં ઉભા કરાયેલા વીજ થાંભલા શોભાના ગાંિઠયા સમાન બન્યા છે.
રેલ્લાવાડા ગામના ૪૦૦ ઉપરાંત મકાનોમાં વિવિધ કોમના લોકો વસવાટ કરે છે.ગામની ગલીઓ અને શેરીઓમાં સ્ટ્રીટલાઈટ માટે ઉભા કરાયેલા વીજ થાંભલા પર છેલ્લા ૧૦ વર્ષ ઉપરાંતથી વીજળીનો બલ્બ સુધ્ધા ચાલુ કરાયો નથી. સમી સાંજ પછી રેલ્લાવાડા બસ...
ભાસ્કર ન્યૂઝ.મોડાસા
મોડાસામાં ટ્રાફીકની સમસ્યા હલ કરવા ટોઈંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે શહેરના બજાર વિસ્તાર તેમજ માલપુર રોડ, મેઘરજ રોડ ઉપરથી ટોઈંગ એજન્સી દ્વારા વાહન જપ્ત કરવામાં આવે છે. ત્યાં તંત્ર દ્વારા નો પાર્કિંગ ઝોનના બોર્ડ મુકવામાં આવ્યા નથી. સાથે િદ્વચક્રી વાહન મુકવા માટે સફેદ પટ્ટા પણ દોરવામાં આવ્યા નથી ત્યારે ગામડાઓમાંથી...
ભાસ્કર ન્યૂઝ.માલપુર
માલપુર પાસે ત્રણ અલગ અલગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. જેમાં એક છ વર્ષની બાળકીને ગંભીર ઈજા થતાં તેને મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મેઘરજ તાલુકાના પંચાલ ગામના રહીશ અનિલભાઇ વાલજીભાઇ ખાંટ મંગળવારના રોજ તાલુકાના અણિયોરથી સાતરડા તરફ પોતાની બાઈક લઈ આવતા સાતરડાની...
ભાસ્કર ન્યૂઝ.તલોદ
તલોદ અને આસપાસના ગામડાઓના ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાતા અને ૨૮ એકર જમીનમાં પથરાયેલા તલોદના તળાવને ભરવાની તાલુકાના સરપંચોએ માંગ કરી છે. જોકે તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલન કરાશે.
આ અંગે નગરવિકાસ સમિતિના પ્રમુખ ફતાભાઇ પટેલના જણાવ્યા અનુસાર તાલુકામાં છેલ્લા કેટલાક વર્ષોથી થતાં ઓછા વરસાદને કારણે જમીનમાં...
ભાસ્કર ન્યૂઝ.મોડાસા
શહેરમાં પ્રવેશતા માર્ગ પર છેલ્લા દોઢ વર્ષથી પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેના કારણે લોકોને અવર જવર માટે ખુબ જ હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત ટૂંકા માર્ગને બદલે ફરીને શહેરમાં આવવું જવું પડતું હોય લોકોનો સમય પણ બગડી રહ્યો છે.
નાના વાહનોની અવર જવર માટે સાર્વજનિક હોસ્પિટલનો માર્ગ પસંદ કરાયો છે. પરંતુ ખુબ જ સાંકડા માર્ગને...