Home >> Uttar Gujarat
 • વિજયનગર | આંતરસુંબાવણજ પંથકમાં ગુરુવારે સાંજે વાવાઝોડા સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. જેન લીધે અસહ્ય ગરમી અને ઉકળાટથી ત્રસ્ત લોકોએ રાહત અનુભવી હતી. જ્યારે ઘઉંનું હુંસલ અને મગની મગફળીની ખેતીને વરસાદી ઝાપટાના કારણે નુકશાન થયું હતું. જ્યારે લગ્ન પ્રસંગે બાંધવામાં આવેલા શામિયાણાને વાવાઝોડાના કારણે નુકશાન થયુ હતું.
  04:05 AM
 • તલોદ| તલોદનામહિયલના મુકેશભાઇ પંચાલ ઘરેથી પચાસ હજાર રૂપિયાની રકમ લઇ થેલીમાં મુકી બાઇકનાં હુક ઉપર ભરાવી બજારમાં આંગડીયાને આપવા જઇ રહ્યા હતા. જે દરમિયાન કોલેજ રોડ ઉપરના નવા પોલીસ સ્ટેશન પાસે થેલી હુકમાંથી નિકળી જતાં પડી ગઇ હતી. બંનેએ નજીકના લોકોને મળેલી થેલી મુદ્દે જાણ કરી કોઇ વ્યક્તિ નાંણાની થેલી શોધતા શોધતા આવે તો સંપર્ક કરવા જણાવ્યું હતું. તેમને જાણ થતાં બંને વ્યક્તિઓઓનો સંપર્ક કર્યો હતો. જેમને નાંણા ભરેલી મળેલી થેલી મુદ્દે ચોક્કસ ખાત્રી કરી મહિયલનાં મુકેશભાઇ પંચાલને તેમના નાંણા પરત...
  03:40 AM
 • બુધવારેરાત્રે રાધનપુર હાઇવે પર સમી નજીક પસાર થઇ રહેલા પટેલ પરીવારની ગાડીને પંકચર થતાં ટાયર બદલાવીને ગાડીમાં બેસવા તૈયારી કરતા હતા તે વખતે ટ્રેઇલરે પાછળ ઉભેલા બે વ્યકતીને ટકકર મારતાં તેઓ રોડપર પટકાતા યુવકનું ઘટના સ્થળે મોત થયુ હતું. અને નાના બાળકને ગંભીર ઇજાઓ થઇ હતી. દેત્રોજતાલુકાના નદીશાળાના વતની અને હાલમાં સાંતલપુર ખાતે રહેતા નીલેશભાઇ અમૃતલાલ પટેલ તેમની પત્ની ,પુત્ર ધુવ્ર અને મોટા ભાઇ દિનેશભાઇ વતન જઇ પર આવતા હતા બુધવારે રાત્રે સમી નજીક રાધનપુર હાઇવે પર જીજે 24 એએ 0424ને પંચર પડતા રોડની...
  03:30 AM
 • રાધનપુર |રાધનપુર માવૈશાખ વદ અમાસ ના દીવસે ભગવાન શનિદેવની જન્મજંયતિ ઉજવણી કરવામા આવી હતી. મહેસાણા રોડ ઉપર આઇ.ઓ.સી ના કવાર્ટર પાછળ આવેલ શનિદેવ ના મંદીરે ભકતજનો ની ભારે ભીડજોવામળી હતી. ભકતોદ્રારા શનિદેવને તેલ કાળાતલ અને અડદ ચઠાવીને પુજન અર્ચન કરવામા આવ્યુ હતુ. શનિદેવ ને ઝુલાવવામા આવ્યા હતા.
  03:30 AM
 • રાધનપુરતાલુકાના જેતલપુર ગામે રહેતા પરમાર સવિતાબેન રત્નાભાઇ ના દિકરાની વહુને તેડવા ગુરૂવારે આણુ આવેલ હતું તે પ્રસંગે ડીજે વગાડતાં ઉત્સાહભેર ગામના ગોંદરે મુકી પરત મહોલ્લાના નાકા પાસે આવતા હતા તે વખતે સવિતાબેન,રત્નાભાઇ, ઝબીબેન, ભાવેશભાઇને ચાર શખ્સોએ પથ્થર ધારીયુ લાકડી તલવાર સહિતના હથિયારોથી માર માર્યો ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘવાયેલ જબીબેનને અમદાવદ ખસેડાયા હતા જ્યારે સવિતાબેનને માથામાં ઇજાઓ થઇ હતી. અંગે પરમાર સવિતાબેનએ રાધનપુર પોલીસ મથકે ગામના શખ્સ ઠાકોર દિલીપજી...
  03:30 AM
 • પાટણ | રાધનપુરતાલુકાનાલોટીયાગામે રહેતા રમેશગીરી હેમગીરી ગૌસ્વામી ને ગોસ્વામી કમલેશપુરી અંબાપુરીએ કહેલ કે તમો મારા બાપને ઉપાડી લાવ્યા છો મારા બાપા કયાં છે. જેથી રમેશગીરીએ કહેલ કે અમો તમારા બાપાને ઓળખતા નથી અને અમોએ ઉપાડી લાવેલ નથી તેમ કહેતા ચાર શખ્સો ઉશ્કેરાઇ જઇ ગડાદાપાટુનો માર મારી ઇજાઓ કરી વચ્ચે છોડાવા પડેલ સંતાકબેન ને ઘસેડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
  03:25 AM
 • પાટણમાંઆવેલ ભગવાન જગન્નાથ મંદિર દ્વારા આગામી અષાઢી બીજને 25 જુને ભગવાન જગન્નાથજીની 135મી રથયાત્રાનું આયોજનની સમિતિમાં મેનેજીંગ ટ્રસ્ટી તરીકે પૂર્વ પ્રમુખ પીયુષભાઇ આચાર્યની નિયુકતી કરાઇ હતી. અન્ય હોદ્દેદારોમાં પ્રમુખ અચીન દેસાઇ, ઉપપ્રમુખ કિશોરભાઇ રાવલ, મહામંત્રી ભરતભાઇ પટેલ, મંત્રી અમૃતભાઇ મહેતા, સહમંત્રી ગીરીશકુમાર પ્રજાપતી, ખજાનચી રાજેશ રાવલ, સહ ખજાનચી પાર્થ બારોટની વરણી કરાઇ હતી. ટ્રસ્ટી મંડળમાં હર્ષદભાઇ રાવલ, પ્રવિણભાઇ બારોટ, કમલેશકુમાર શુકલ પૂજારી તેમજ અન્યોનો સમાવેશ કરાયો છે.
  03:25 AM
 • ચાણસ્માતાલુકાના મણિયારી ગામમાં માસ અગાઉ દિવાળીના ફટાફકડા ફોડવાની બાબતે દલિત અને પટેલ સમાજ વચ્ચે થયેલી મારામારીની ધટના બાદ મણીયારી ગામના લોકોએ દલિત પરીવારો સાથે તમામ પ્રકારના વ્યવહાર બંધ કરી તેઓનો બહિષ્કાર કરતા દલિત પરીવારો હાલમાં સગા સબંધીઓનો ત્યા આસરો લઇ રહ્યા છે. ત્યારે દલિત પરીવારોને સરકાર તરફથી પુન : વસન સહિતની સુવિધાઓ આપવાની માંગ સાથે શુક્રવારના રોજ નાયબ જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવેલ હતુ. માસ પહેલા દિવાળીના સમયે મણીયારીગામે ફટાકડા ફોડવાની નજીવી બાબતને લઇ પટેલ અને...
  03:25 AM
 • સરસ્વતીતાલુકાના સાંપ્રા ગામે પ્રાથમિક શાળામાં જિલ્લા કલેકટર આનંદ પટેલની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પદાધિકારીઓ, સબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકારની અનેકવિધ યોજનાઓ, પ્રવૃત્તિઓ તથા વહીવટ પરત્વે પ્રજાના પ્રશ્નોનો ન્યાયિક, ચોક્કસ તથા ઝડપી ઉકેલ આવે માટે યોજાયેલા કાર્યક્રમમાં સાંપ્રા, ઉંદરા, સરીયદ, કોટાવડ, લોધી, ઓઢવા, વારેડા, ગોલીવાડા અને બેપાદર ગામોના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, આવક, જાતિ, ક્રીમીલીયર,...
  03:25 AM
 • પાટણજિલ્લામાં આગામી 1થી 15 જુન સુધી યોજાનાર ગ્રામસભાઓ તેમજ 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. કાર્યક્રમોમાં મહત્તમ લોકો ભાગ લ્યે તે માટે તંત્રને કામે લગાડવામાં આવ્યું છે. અત્રે જિલ્લામાં કલેકટર કચેરીના સ્વણર્ણિમ હોલ ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં સાંસદ લીલાધરભાઇ વાઘેલા, જિલ્લા કલેકટર આનંદ પટેલ, જિલ્લા પોલીસ અધિકારી અશ્વિન ચૌહાણ ,નિવાસી અધિક કલેકટર બી.જી.પ્રજાપતિ વગરે ઉપસ્થિિત રહ્યા હતા. સંસદસભ્યએ પ્રજાના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ કરવામાં પાટણ જિલ્લાને...
  03:25 AM
 • યોગ્ય નિર્ણય નહીં લેવાયતો ઉગ્ર આંદોલનની ચિમકી ગામમાં અેક પણ બેંક નથી, બેંક કામ માટે કાકોશી જવું પડે છે સાંસદે દત્તક લીધેલા કલ્યાણામાં રસ્તા, લાઇટો અપાવી, હજુ કેટલાક કામો બાકી નવસારીની ફોરેસ્ટ્રી મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓની માંગણીને લઇ આવેદન સિદ્વપુરતાલુકાના કલ્યાણા ગામને સાંસદ દિલીપભાઇ પંડ્યાઅે દત્તક લેતા ગામમાં રોડ રસ્તા સ્ટ્રીટલાઇટ જેવા કાર્યો થવા પામ્યા હતા. તો કેટલાક કામ કરવાના બાકી હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યુ હતું. અંગે ગામના રહિશ મુકેશભાઇ પટેલ જણાવ્યુ હતું કે ગામમાં 17...
  03:25 AM
 • ઉત્તરગુજરાતમાં શુક્રવારનો દિવસ ગરમીમાં સૌથી હોટ રહ્યો, પાટણ જિલ્લો સૌથી વધુ 44.3 ડિગ્રી, તાપમાન નોંધાયું હતું.અને ગરમીના કારણે સમીના ગાજદિનપુરા ગામની મહિલા મોત નીપજ્યૂ હતુ. હિટવેવની અસર વર્તાતા શુક્રવારે સમગ્ર ઉત્તર ગુજરાત રીતરસનું સેકાયું હતું. દિવસભર ફૂંકાયેલા ગરમ પવનોને કારણે ઉત્તર ગુજરાતવાસીઓને ચામડી બળતી હોય તેવો અહેસાસ થયો હતો. જેમાં પાટણ જિલ્લામાં 44.3 ડિગ્રી તાપમાન નોંધાતા ઉત્તર ગુજરાતનો સૌથી હોટ જિલ્લો બન્યો હતો.દિવસની દેહદઝાડતી ગરમીથી સાંજે માંડ છુટકારો મળે ત્યાં તો રાત્રીના...
  03:25 AM
 • શંખેશ્વરતાલુકાના પાડલા ગામે રહેતા ભટ્ટી હિરબાઇ આજમખાન મછુમિયા ના રસ્તામાં તેમના ગામના પઠાણ જોરાવરખાન નસીબખાને દિવાલ ચણતા હતા તેઓને બુધવારે ભટ્ટી હિરબાઇ સહિતનાએ ઠપકો આપવા જતા ઉશ્કેરાઇ જઇ પાંચ શખ્સોએ પાવડા લાકડાથી માર મારી ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંગે ભટ્ટી હિરબાઇએ શંખેશ્વર પોલીસ મથકે પાંચ શખ્સો પઠાણ જોરાવરખાન નસીબખાન, રીઝવાન કેશખાન પઠાણ, હનીફાબેન ગનીભાઇ પઠાણ, હસિનાબેન મુસ્તફાબેન પઠાણ સામે ફરિયાદ નોંધાવી હતી.
  03:25 AM
 • સાંતલપુરતાલુકાના વારાહી ખાતેથી ફાંગલી ગામના આયર કમાભાઇ જીવાભાઇને એસડીએમ રાધનપુરના હુકમથી પાટણ, મહેસાણા, બનાસકાંઠા જિલ્લાની હદમાંથી બે વર્ષ માટે તડીપાર કરાયો હતો છતા કોઇ પણ સક્ષમ અધિકારીની પુર્વ મંજુરી સીવાય પાટણ જિલ્લાની હદમા પ્રવેશ કરી એસડીએમના હુકમનો ભંગ કરતા પકડાઇ ગયો હતો. અંગે વારાહી પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો.
  03:25 AM
 • દિયોદરમાં પાંજરાપોળ પાસે જીપ ડિવાઇડર સાથે અથડાતાં પલટી: ચાલકનું મોત,1ને ઇજા
  દિયોદરખોડાઢોર પાંજરાપોળ પાસે ગુરુવારે રાત્રે જીપ ડીવાઇડર સાથે અથડાઇને પલટી ખાઇ ગઇ હતી. જેમાં ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. દિયોદર ખોડાઢોર પાંજરાપોળ પાસે ગુરુવારે રાત્રે જીપ જીપ (જીજે 5-સીડી 4389)ના ચાલકે કાબુ ગુમાવતાં જીપ ડીવાઇડર સાથે અથડાઇ ફંગોળાઇને પલટી ખાઇ ગઇ હતી. જેમાં ભાભરના મેરા ગામના ચાલક પીરાભાઇ ઉકાજી ઠાકોરને માથાના ભાગે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે જીપમાં સવાર એક મુસાફરને ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે...
  03:20 AM
 • 13 યાત્રિકોને ખોરાકી ઝેરની અસર થતાં પાલનપુર સિવિલમાં લવાયા
  ભૂજનાસર્જન સૃષ્ટિ યાત્રા સંઘની લકઝરી બસ ગુરુવારે રાત્રે પાલનપુર એરોમા સર્કલ નજીક સ્વસ્તિક હાઇસ્કૂલ પાસે બસ બગડી હતી. તે સમયે એક યાત્રિકે 108ને ફોન કરતાં ખોરાકી ઝેરની અસરવાળાં 13 યાત્રિકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયાં હતાં. આયોજક સવારનું સાંજે અને સાંજનુ સવારે ભોજન અાપતો હોવાનું યાત્રિકોએ જણાવ્યું હતું. ભૂજ સર્જન સૃષ્ટિ યાત્રા સંઘ દ્વારા આયોજિત 30 શહેરોની યાત્રામાં 40 યાત્રાળુઓ જોડાયા હતા. જેઓ પરત ઘરે જતાં છેલ્લા 3 દિવસથી ઝાડા-ઉલટી થઇ હતી. જોકે, આયોજકે બહારનું ખાવાના કારણે તેમજ તડકે...
  03:20 AM
 • પાલનપુરમાં દૂષિત પાણીથી 100ને પીળિયો થયો
  પાલનપુરકોટ અંદરના વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી દૂષિત પાણી પીવાથી રોગચાળો ફેલાયો છે. જેમાં 100થી વધુ વ્યક્તિને પીળિયાની અસર થતાં હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયા હતા. હરકતમાં આવેલા આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઇ છે. પાલનપુરમાં દિલ્હીગેટ કોટવાળી શેરી, સિન્ધી કોલોની, ખારાવાસ, મીઠીવાવ, વિરબાઇ ગેટ સહિતના 7 વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી દૂષિત પાણી પીવાથી રોગચાળો ફેલાયો છે. જેથી લોકોને પેટમાં દુ:ખાવો, ઉલટી, ઉબકાં અને શરીરમાં અશક્તિ આવી ગઇ હતી. આવા 100થી વધુ લોકોને પીળિયાની અસર જણાતાં...
  03:20 AM
 • પાલનપુર | ડીસાનામાવજીભાઇ ડાહ્યાભાઇ પ્રજાપતિની દિકરીના લગ્ન આણંદ મુકામે રહેતા મેહુલ નરેશભાઇ પ્રજાપતિ સાથે થયા હતા. પરંતુ મેહુલ નરેશભાઇ પ્રજાપતિ, મણીબેન નરેશભાઇ પ્રજાપતિ, વેજીબેન રૂપાભાઇ પ્રજાપતિ, પીનલબેન પ્રજાપતિ, નરેશભાઇ રૂપાભાઇ પ્રજાપતિ, ટ્વીન્કલબેન ઉમેશભાઇ પટેલ અવાર-નવાર નિશાબેનને મારઝૂડ કરી અપશબ્દો બોલી મેણા-ટોણાં મારી શારીરિક-માનસિક ત્રાસ આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ નિશાબેનના ઘરે આવી છૂટાછેડા આપવાની ધમકીઓ આપી હતી. જેથી નિશાબેનએ 6 વ્યક્તિ સામે મહિલા પોલીસ...
  03:20 AM
 • રિટેલ સુપર માર્કેટ, ફૂડપ્લાઝાની સુવિધા હશે
  પાલનપુરમાં હાઇવે પર 113 કરોડના ખર્ચે નવું એસટી બસ સ્ટેશન બંધાશે એસટીનિગમ મહેસાણા બાદ હવે પાલનપુરમાં પણ આઇકોનિક બસ સ્ટેશન બાંધવા જઇ રહ્યું છે. શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાના કારણે અેરોમા સર્કલ નજીક હાઇવે પર આવેલી કોલેજની સામે હયાત બસ ટર્મિનલના સ્થાને રૂ.113.62 કરોડના ખર્ચે બસ ટર્મિનલ, વિભાગીય કચેરી, સ્ટાફ ક્વાર્ટસ તેમજ પ્લેટફોર્મની સુવિધા ઊભી કરવામાં આવશે. એસટી નિગમ અને એમ.વી. ઓમ્ની પ્રોજેક્ટ (ઇન્ડીયા) લી. દ્વારા પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી)ના ધોરણે નિર્માણ પામનારા 25 પ્લેટફોર્મની...
  03:20 AM
 • પાલનપુરમાંરહેતા એક યુવકના પત્નીના દસ્તાવેજ મૂલ્યાંકન બાબતે વર્ષ અગાઉ રૂ. 8 હજારની છટકામાં સ્ટેમ્પ ઇન્સ્પેક્ટર ઝડપાયા હતા. જે કેસ એસીબીના કોર્ટમાં શુક્રવારે ચાલી જતાં કોર્ટે સાત વર્ષની કેદની સજા કરી હતી અને રૂ. 50,000 નો દંડ તેમજ દંડ ભરે તો વધુ માસની સજા ફટકારી હતી. પાલનપુરમાં રહેતા સુનિલભાઇ રામકિરણ ગોહિલની પત્નીના દસ્તાવેજ મૂલ્યાંકન બાબતે 3 જાન્યુઆરી-2011 ના રોજ સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન કચેરી પાલનપુરના સ્ટેમ્પ ઇન્સ્પેક્ટર સનતકુમાર ચીનુપ્રસાદ યાજ્ઞિકે પાસે ગયા હતા. જેમને દસ્તાવેજ...
  03:20 AM