Advertisement

Aishwarya Rai Bachchan

ઐશ્વર્યા રાય બચ્ચનનો જન્મ 1 નવેમ્બર, 1973ના રોજ મેંગ્લોર, કર્ણાટકમાં થયો હતો. ઐશ્વર્યાના પિતાનું નામ કૃષ્ણરાજ રાય છે, જે વ્યવસાયે મરીન એન્જિનિયર છે. માતાનું નામ વૃંદારાય છે, જે એક લેખક છે. ઐશ્વર્યા રાયને એક મોટો ભાઇ છે, જેનું નામ આદિત્ય રાય છે. ઐશ્વર્યા રાયની માતૃભાષા તેલુગુ છે. આ ઉપરાંત તેને કન્નડ, હિંદી, મરા ી, અંગ્રેજી અને તમિલ ભાષાનું પણ જ્ઞાન છે. ઐશ્વર્યા રાયે પ્રાથમિક શિક્ષણ હૈદરાબાદમાં મેળવ્યું હતું. પછી તેનો પરિવાર મુંબઇ આવીને વસી ગયો હતો. મુંબઇમાં ઐશ્વર્યાએ શાંતક્રૂઝ સ્થિત આર્ય વિદ્યા મંદિર અને બાદમાં ડી જે રૂપારેલ કોલેજ, માટૂંગામાં શિક્ષણ મેળવ્યું. સ્ટડી સાથે સાથે તેણે મોડેલિંગ ક્ષેત્રે પણ ઝંપલાવ્યું હતું. 1994માં મિસ વર્લ્ડ બન્યા બાદ ઐશ્વર્યાની ચર્ચા ચારેય બાજુ થવા લાગી અને તેને ઘણી ફિલ્મો પણ ઓફર થવા લાગી. પ્રથમ ફિલ્મ ઇરુવર તમિલમાં બની, જેનું મણિરત્નમે ડાયરેક્શન કર્યું હતું. 2000માં રાજીવ મેનન દ્વારા બનાવાયેલી એક ફિલ્મ કંડુકોંડિન ખૂબ વખણાઇ હતી. હિન્દીમાં તેની પ્રથમ ફિલ્મ ઔર પ્યાર હો ગયા હતી. બોલિવૂડમાં ઐશ્વર્યા સંજય લીલા ભણસાલીની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમથી લાઇમ લાઇટમાં આવી હતી. બાદમાં હિન્દી ફિલ્મ જગતમાં ઐશ્વર્યાએ એક પછી એક ઘણી સફળ ફિલ્મો આપી પોતાનું આગવું સ્થાન બનાવ્યું. ઐશ્વર્યાએ અમિતાભ બચ્ચનના પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા અને હાલમાં જ તેણે એક પુત્રીને જન્મ આપ્યો છે.

Email 
 

Advertisement

Advertisement