Home >>Topics >>Technology >>Idea Cellular Limited
Idea Cellular Limited

Idea Cellular Limited

EST:1994-01-03

Idea Cellular (આઈડિયા) is an Indian mobile network operator based in Mumbai, Maharashtra. Idea is a pan-India integrated GSM operator offering 2G,3G and 4G mobile services. (Wikipedia)


 • ભારતના સૌથી સસ્તાં 2GB રેમવાળા આ ફોન સાથે મળી રહ્યો છે 28GB 4G ડેટા
  ગેજેટ ડેસ્કઃ ચીની કંપની શ્યાઓમીએ તાજેતરમાં જ ભારતમાં નવો સ્માર્ટફોન Redmi 4A લૉન્ચ કર્યો છે, ઓછા બજેટવાળા આ ફોનમાં કંપનીએ શાનદાર ફિચર્સ આપ્યા છે, આની કિંમત 5,999 રૂપિયા છે. જો તમે શ્યાઓમીનો આ સ્માર્ટફોનને ખરીદવાની વિચારી લીધું હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. આ ફોનની સાથે તમને 28GB ડેટા મળશે. 2GB રેમવાળો આ ભારતનો સૌથી સસ્તો સ્માર્ટફોન છે. * ડેટા મેળવવા આ છે શરત.... અમેઝોન ઇન્ડિયા પરથી Xiaomi Redmi 4A ખરીદનારા આઇડિયા પ્રીપેડ કસ્ટમર્સને 343 રૂપિયાના રિચાર્જ પર 28GB 4G ડેટા મળશે. ગ્રાહક આ પેક પર દરરોજ સર્વાધિક 1GB ડેટા...
  March 24, 03:40 PM
 • અબજપતિની Wifeએ લંગરમાં શેકી હતી રોટલી, 42 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
  ચંદીગઢ. આઈડિયાના કુમાર મંગલમ અને વોડાફોન સીઈઓ વિટોરિયો કોલાએ વચ્ચે બંને કંપનીઓના મર્જરની જાહેરાત થઈ ગઈ છે. કુમાર મંગલમ નવી કંપનીના ચેરમેન હશે. નવી કંપનીમાં 26 ટકા હિસ્સો આઈડિયા, 45 ટકા વોડાફોનનો અને 29 ટકા પબ્લિકનો હિસ્સો હશે. અમે તમને કુમાર મંગલમની પત્ની નીરજા અંગે જણાવવા જઈ રહ્યા છીએ. તેઓ બિરલા ટ્રસ્ટની વાઈસ ચેરપર્સન પણ છે. નીરજા ધાર્મિક પ્રવૃત્તિની મહિલા છે. ગોલ્ડન ટેમ્પલના લંગરમાં શેકી હતી રોટલી - નીરજા ધાર્મિક પ્રકૃતિની મહિલા છે. તે અમૃતસરમાં મંદિર સાહિબ આવીને ગુરુઘરમાં સેવા કરી...
  March 23, 11:34 AM
 • આ બંગલા માટે થઈ હતી ભારતમાં સૌથી મોંઘી ડીલ, જુઓ તસવીરો
  મુંબઈઃ અબજોપતિ કુમાર મંગલમ બિડલાની ટેલિકોમ કંપની આઈડિયાના દેશની નંબર 2 કંપની વોડાફોન સાથે મર્જર થયું છે. જે પછી કુમાર દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીનો ભાગ બની ગયા છે. અંદાજે 3 લાખ કરોડ રૂપિયાના આદિત્ય બિડલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિડલા મુંબઈના સૌથી મોંધા જાટિયા હાઉસમાં રહે છે. આ બંગલાને તેમણે સપ્ટેમ્બર 2015માં 425 કરોડમાં ખરીદ્યો હતો, જે તે સમયે ભારતની સૌથી મોંઘી ડીલ બની હતી. 5 બીડર્સને રાખ્યા... - બિડલાએ 5 બીડર્સને પાછળ રાખી બોલી લગાવી બંગલો ખરીદ્યો હતો. - અહીં શિફ્ટ થતા પહેલા કુમાર મંગલમ...
  March 22, 12:03 AM
 • ફોનમાં કરો આ 10 સેટિંગ્સ નહીં તો જલ્દી પુરું થઇ જશે તમારું Data Pack
  ગેજેટ ડેસ્કઃ અત્યારે દરેક સ્માર્ટફોન યૂઝર્સ કોઇને કોઇ કંપનીનું ડેટા પેક લઇ એક્ટિવ રહે છે, પછી ભલે તે 3GB કે 4GB ઇન્ટરનેટ ડેટા પેક હોય. જોકે આ બધાની વચ્ચે યૂઝર્સની એક કૉમન કમ્પલેઇન રહે છે કે નેટપેક જલ્દી પુરુ થઇ જાય છે. આ કમ્પલેઇને ધ્યાનમાં રાખી અહીં 10 કારણો સેટિંગ્સ બતાવવામાં આવ્યા છે જે એન્ડ્રોઇડ યૂઝર્સને વધુ ડેટા કન્ઝ્યૂમ કરવા જવાબદાર બની શકે છે. આગળની સ્લાઇડ્સમાં જાણો ડેટા પેક જલ્દી પુરુ થવાના કારણો અને સૉલ્વ કરવાની રીતો...
  March 18, 11:05 AM
 • idea, 6 મહિના સુધી આપશે Free ડેટા, પણ આ છે શરત
  ગેજેટ ડેસ્કઃ ચીનની સ્માર્ટફોન મેકર કંપની આઇટેલ મોબાઇલે 15 માર્ચથી ભારતીય મોબાઇલ ઓપરેટર આઇડિયા સેલ્યૂલરની સાથે પાર્ટનરશિપ કરી છે. આમાં આઇટેલ સ્માર્ટફોનના સિલેક્ટેડ મૉડલો પર 6 મહિના સુધી 1 GB ડેટા દર મહિને ફ્રી આપવાની જાહેરાત કરાઇ છે. * આ સ્માર્ટફોન પર ખરીદવાથી મળશે ફ્રી ડેટા... આ ઓફર જે સ્માર્ટફોન્સ પર લાગુ હશે, તેમાં Wish સીરિઝના it1409, it1407, it1508, it1508+ અને Power Pro seriesનો it1516+ સામેલ છે. આગળની સ્લાઇડ્સમાં જાણો free ડેટા મેળવવાની શું છે પ્રૉસેસ...
  March 17, 11:48 AM
 • સ્વચ્છ ભારતનો વિચાર કેમ કરીને સાર્થક થશે?
  (તસવીર પ્રતિકાત્મક) થોડા દિવસ પહેલાં જાપાન ગયેલો એક ભારતીય ત્યાંની લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. તેની સામેની સીટ ખાલી હતી, માટે તેણે પોતાના બંને પગ તેના પર રાખી દીધા, જે આપણા અહીંની સામાન્ય વાત છે. એક જાપાની વડીલે દૂરથી એ જોયું. તેઓ એક પણ શબ્દ બોલ્યા વિના તેની સામે બેસી ગયા. ભારતીય મુસાફરે પોતાના પગ તેમનાથી થોડા દૂર કર્યા, જેથી તે વ્યક્તિ આરામથી બેસી શકે. પછી વડીલે મુસાફરના બંને પગ ઉપાડ્યા અને પોતાના ખોળામાં મૂકી દીધા. એ વ્યક્તિને સમજાયું અને ઘણું ખરાબ પણ લાગ્યું. તેણે તરત પોતાના પગ...
  March 17, 05:10 AM
 • Jioથી Airtel સુધી, દરરોજ 1GB 4G ડેટા આપનારા પ્લાનની આ છે પુરી સચ્ચાઇ
  ગેજેટ ડેસ્કઃ ભારતમાં 4G ડેટાને જે સફર રિલાયન્સ જિઓએ શરૂ કર્યો હતો, હવે તે રસ્તે લગભગ બધી ટેલિકૉમ કંપનીઓ ચાલવા માંડી છે. ડેટા વૉરની વચ્ચે એકબીજાના પડકારો આપવા બધાએ લગભગ એકસરખી પ્રાઇસમાં 4G ડેટા પ્લાન રજૂ કરી દીધા છે. ફરક માત્ર એટલો છે કોઇ પૈસા વધારે લઇ રહ્યું છે તો કોઇ ડેટા વધારે આપી રહ્યું છે. આ બધા કારણોથી સૌથી વધારે યૂઝર્સ વાળી કંપની રિલાયન્સ જિઓ, એરટેલ, આઇડિયા અને વૉડાફોન પોતાના યૂઝર્સને વધારે બેનિફિટ આપવા પ્રયાસ કરી રહી છે. દરેક પોતાના યૂઝર્સને પ્રતિ દિવસ 1GB 4G ડેટાની સાથે ફ્રી કૉલિંગ પણ...
  March 16, 12:03 AM
 • ખેતરમાં પાકને બચાવવા ગુજરાતી ખેડૂતે અજમાવ્યો અનોખો તુક્કો, જાણો શું છો
  ભરૂચ: પઠાર ગામના પાટીદાર ખેડૂતને ત્યાં તેના ખેતરમાં આવેલ ઘર આગળથી પાળેલું મોટું ગ્રેટડેન કૂતરું દીપડો ખેંચી જતાં ચિંતિત હતા. તે અરસામાં તેના એક માણસ સાથે ઘણું મનોમંથન કર્યું કે આની સામે આપણે રક્ષણ કેમ મેળવવું ત્યારે પહેલા ડબ્બામાં પત્થર બાંધી દોરીથી પાક તૈયાર થાય ત્યારે પક્ષીથી બચવા અવાજ કરતો હતો. તેના પરથી વિદેશી દારૂની બોટલને દોરી વડે ઝાડ પર લટકાવી તેના પર નટ અને પૂઠું લટકાવી તુક્કો અજમાવ્યો જે ગતકડું કારગર નિવડ્યું હતું. સરકારે નોટબંધી બાદ દારૂબંધી પણ કડક પણે પાલન કરાવતા પઠાર...
  March 10, 04:54 PM
 • ‘ભાજપનો મંત્રી છું, મારા ઓળખીતા છે છોડી મૂકો’ ભુજમાં વોટબેંક એકત્ર માટે નવો નુસખો
  ભુજ: ભુજમાં સોમવારે સરપટનાકા બહારના વિસ્તારમાંથી ગૌવંશ લઇ જતા શખ્સો પકડાઇ ગયા, ત્યારે હાલ વોર્ડ નંબર 2ની ચૂંટણી યોજાવાના એંધાણ છે, તે વચ્ચે વોટબેંક એકત્ર કરવા માટે પકડાયેલા શખ્સોની ભલામણ માટે લઘુમતી સમાજના અને ભાજપના મંત્રી ધસી ગયા હતા. આંતરિક સૂત્રોમાંથી બિનસત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ, ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગૌવંશ સાથે પકડાયેલા શખ્સોને લવાયા ત્યારે વોર્ડ નંબર 2ના વિસ્તારમાં રહેતા ભાજપના એક નેતા અને હાલ પેટા ચુંટણીમાં માટે જેમનું નામ ખૂબ ચર્ચામાં છે, તેવા નેતાએ ત્યાં જઇ અને...
  March 7, 11:47 PM
 • આપ પાર્ટી સકારાત્મક વિચારની રાજનિતી કરે છે : ગોપાલ રાયજી
  (ગોપાલ રાયજીની ફાઇલ તસવીર) અમરેલી:આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત હોદ્દેદાર પ્રશિક્ષણ શિબિર રાજકોટ ખાતે ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢના પ્રભારી તથા દિલ્હી સરકારના શ્રમ અને રોજગાર મંત્રી ગોપાલ રાયજીની અધ્યક્ષતામાં સંપન્ન થઇ હતી. જેમાં સકારાત્મક વિચારની રાજનીતિ, સ્વરાજ, સમગ્ર સમાજનો વિકાસ જેવા મુદ્દા પર બોલતા જણાવ્યું કે આમ આદમી પાર્ટી સકારાત્મક વિચારની રાજનીતિ કરે છે. કિસાન ભલે ખેતી-મજુરી કરે તેને પણ પોષણક્ષમ ભાવ મળે જેમાં દરેકને પોતાના વિચારો રજુ કરવાની આઝાદી મળે, આમ આદમી પણ...
  March 7, 03:12 AM
 • Jio પ્રાઇમને ટક્કર આપવા Airtel, Vodafone અને Idea લાવ્યું આ ધાસૂ પ્લાન
  ગેજેટ ડેસ્કઃ જિઓની પ્રાઇમ મેમ્બરશિપ પ્લાને ટેલિકૉમ કંપનીઓ ઉંઘ ઉડાડી દીધી છે, એરટેલ, વૉડાફોન અને આઇડિયા જિઓને કાઉન્ટર કરવાની તૈયારીમાં લાગેલી છે. દર ત્રીજા દિવસે કોઇને કોઇ પ્લાન લૉન્ચ કરી રહી છે. free ડેટાની સાથે અનલિમિટેડ કૉલિંગ માટે ઘણાબધા પ્લાન શરૂ થયા છે. અહીં અમે તમને બતાવીએ છીએ ટેલિકૉમ કંપનીઓના આવા ધાસૂ પ્લાન વિશે... * જિઓ પ્રાઇમ જિઓએ 99 રૂપિયાનો મેમ્બરશિપ પ્લાન લૉન્ચ કર્યો છે, આનાથી યૂઝર 1 વર્ષ માટે મેમ્બરશિપ પ્લાન લઇ શકે છે, ત્યારપછી તે પોતાની મરજીથી રિચાર્જ કરાવીને ફ્રી કૉલિંગ અને...
  March 6, 12:17 PM
 • પાલનપુરના યુવકનો ગરીબોને મદદ કરવાનો અનોખો આઇડીયા, કર્યું કંઇક આવું
  પાલનપુર: પાલનપુર ખાતે કોલેજ પાસે પાલનપુરના યુવકે માનવતાની દીવાલ બનાવી છે. જ્યાં ઘરમાં જે વસ્તુની જરૂર નથી અથવા તો જૂનીવસ્તુઓ પાલનપુરના શહેરીજનો ત્યાં મુકી શકશે. અને આ વસ્તુઓ જે ગરીબો લાચાર છે અને માંગી નથી શકતા તેવા તથા અન્ય ગરીબ લોકો લઇ શકશે. ગરીબોને મદદ કરવાનો એક અનોખો આઇડીયા પાલનપુરના જીમ ટ્રેનર નદીમભાઇ પઠાણે ગરીબોને મદદ કરવાનો એક અનોખો આઇડીયા શોધી કાઢ્યો છે. જેમાં તેને હાઇવે ઉપર આવેલી કોલેજ પાસે માનવતાની દીવાલ બનાવી છે. આ અંગે નદીમભાઇ પઠાણે જણાવ્યું હતું કે, બે માસ પહેલાં હું...
  February 27, 10:20 PM
 • સુરતઃ પરિવારે લગ્નમાં શરૂ કરી નવી પરંપરા, ચાંદલાની રકમનું સીધું જ દાન
  સુરતઃ સામાજિક સંદેશા સાથેના ઉમદા લગ્નની અનોખી પરંપરા શરૂ થઈ છે. જેમાં ભેટ સોગાદની જગ્યાએ પુસ્તકો સ્વિકારવા કે વરઘોડામાં સાયકલ. કંઈક નોખો અનોખો ચીલા સાથે લગ્નો થઈ રહ્યાં છે. ત્યારે પવાસીયા પરિવારના દીકરા-દીકરીના લગ્નમાં ભેટ સોગાદ કે, ચાંદલો સીધો જ માનસેવામાં વપરાય તે હેતુથી ચાંદલાના કાઉન્ટરની જગ્યાએ માનવસેવાનું કાઉન્ટર રાખવામાં આવ્યું હતું. અને અંદાજે 50 હજારથી વધુની એકઠી થયેલી રકમ સીધી જ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ સ્વિકારી મહેમાનોને પાવતી આપી હતી. બીજી તરફ લગ્નમાં આવેલા મહેનાઓએ પણ નવા...
  February 22, 08:59 AM
 • સુરતઃ અનોખી નોંધ સાથેની કંકોત્રી બાદ લગ્નમાં થયો પુસ્તકોનો ઢગલો
  સુરતઃ શહેરના પાટીદારો પહેલાંથી જ કંઈક નવી પહેલ કરવા માટે જાણીતા છે. તેમાં પણ લગ્નમાં પાટીદારો સમાજને નવી રાહ ચિંધતા આવ્યાં છે. ત્યારે વઘાસિયા પરિવારમાં યોજાયેલા લગ્નમાં રોકડ-ભેટ સોગાદની જગ્યાએ પુસ્તકો સ્વિકારમાં આવ્યાં હતાં. લગ્નની કંકોત્રીમાં જ પુસ્તક અંગેની નોંધ લખાઈ હોવાથી સગા સંબંધીઓએ પણ હોંશે હોશે પુસ્તકો ભેટમાં આપ્યા હતાં. જેથી લગ્નમાં પુસ્તકોનો ઢગલો થઈ ગયો હતો. 1500 જેટલા પુસ્તકો ગીફ્ટમાં આવ્યાં વરાછા વિસ્તારમાં રહેતા મનસુખભાઈ નાથાભાઈ વઘાસિયાના બે દીકરાઓ રાજેશ અને હિતેશનાં...
  February 18, 12:07 PM
 • Jioથી આગળ નિકળી Airtel, આ સર્વિસ આપી રહી છે સૌથી જબરદસ્ત
  ગેજેટ ડેસ્કઃ ફ્રી ઓફરને લઇને ભલે જિઓની દરેક જગ્યાએ બોલબાલા વધી ગઇ છે, પણ એક જગ્યાએ એરટેલે જિઓને પાછળ પાડી દીધું છે. રિલાયન્સ જિઓ ભલે ફ્રી 4G ડેટા આપી રહ્યું હોય પણ 4Gની સૌથી બેસ્ટ સ્પીડ માત્ર એરટેલ જ આપી રહ્યું છે. તાજેતરમાં જ આવેલા ટ્રાઇના રિપોર્ટ અનુસાર, એરટેલની 4G ડાઉનલૉડ સ્પીડ 11.862 Mbps, idea Cellularની સ્પીડ 10.562 Mbps, Vodafone Indiaની 10.301 Mbps અને Jioની સ્પીડ 8.345 Mbps છે. * ડિસેમ્બરમાં ટૉપ પર હતી કંપની... ખરેખરમાં ડિસેમ્બર 2016માં જિઓ ટૉપ પર હતી, જિઓની 4G ડાઉનલૉડ સ્પીડ 18.146 Mbps, Vodafoneની (9.666 Mbps), Ideaની (5.943 Mbps), Airtelની (4.747 Mbps) અને Reliance Communicationની સ્પીડ (2.686 Mbps)...
  February 17, 04:53 PM
 • V'Day: 500 રૂ.થી પણ ઓછી કિંમતમાં ખરીદો આ 6 વેલેન્ટાઇન GIFTS
  ગેજેટ ડેસ્કઃ વેલેન્ટાઇન ડે નિમીતે ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડ એકબીજાને ગિફ્ટ આપે છે, જો તમે પણ ગિફ્ટ આપવાનું વિચારી રહ્યાં હોય તો અહી બેસ્ટ 7 ગિફ્ટ બતાવવામાં આવી છે જે તમારી બેસ્ટ ચૉઇસ બની શકે છે. અહીં બતાવેલા દરેક ડિવાઇસ માત્ર 500 રૂપિયાથી ઓછી કિંમતમાં માર્કેટમાં અવેલેબલ છે. આગળની સ્લાઇડ્સમાં વાંચો કયા-કયા ગેજેટ્સ 500 રૂ.થી ઓછી કિંમતમાં મળી શકે છે...
  February 13, 03:46 PM
 • બહેનના મેરેજને યાદગાર બનાવવા ભાઈએ આપ્યો આ આઈડિયા: જાણો શું છે ખાસ?
  અંકલેશ્વર: ગુજરાતમાં લગ્નની મૌસમ ખીલી ઉઠી છે. ત્યારે આ વખત ગુજરાતમાં થઈ રહેલા લગ્ન પ્રસંગમાં પણ કંઈક નવું જોવા મળી રહ્યું છે. જેમ કે કંકોત્રી કંઈક અલગ જોવા મળતી હોય છે જ્યારે લગ્નમાં કંઈક હટકે કર્યા હોય જેવી રીતે લોકો પોતાના લગ્ન યાદગાર બનાવતા હોય છે. તો આવી જ રીતે અંકલેશ્વરમાં રહેતા બિઝનેસમેન એવા મોદી પરિવારે અનોખી મેરેજ ઈન્વિટેશન કાર્ડ બનાવ્યું છે. આ કાચની બોટલમાં બનાવેલી કંકોત્રીને જોઈને લાગતું નથી કે આ કંકોત્રી છે. જોતાની સાથે જ લોકો વિચારમાં પડી જાય છે કે આ શું છે? બહેનના મેરેજને...
  February 13, 01:00 PM
 • છોકરાએ ગર્લફ્રેન્ડને આપી વિચિત્ર ગિફ્ટ, જોઈને શૉક્ થઈ ગઈ છોકરી
  અજબ-ગજબ ડેસ્ક: વેલેન્ટાઈન ડે પર કપલ એકબીજાને સરસ ગિફ્ટ આપવાનું ચોક્કસ વિચારતા હશે. પરંતુ ફિલીપાઈન્સમાં એક પ્રેમીએ પોતાની પ્રેમિકાને વેલેન્ટાઈન પહેલા જ એવી ગિફ્ટ આપીને જેને જોઈને છોકરી શૉક્ડ રહી ગઈ. ગિફ્ટમાં આપ્યું ચિકન તમે ફૂલ, ચોકલેટ્સ, ટેડી બીયર જેવી વસ્તુઓ ગર્લફ્રેન્ડને ભેટમાં આપવાની વાત સાંભળી હશે પણ Rico Villanuevaએ પોતાની પ્રેમિકા Annika Aguinaldo ને ચિકન નગેટ્સની બકેટ ગિફ્ટ કરી. છોકરી તો ગિફ્ટ જોઈને ચોંકી ગઈ. જો કે પછી એ બૉયફ્રેન્ડના માસૂમ અંદાજથી બહુ ખુશ પણ થઈ ગઈ. એનિકાએ આ ફોટો પોતાના ટ્વીટર...
  February 12, 06:00 AM
 • Jio યૂઝર્સ માટે મોટી ખુશખબરી, હવે નહીં થાય આવું
  ગેજેટ ડેસ્ક : જિયો યૂઝર્સની ઉપર એવું જોખમ તોળાઈ રહ્યું હતું કે એમની ફ્રી ઓફર ક્યાંક વચ્ચે જ બંધ ના થઈ જાય. એરટેલ અને આઈડિયાએ ટ્રાઈમાં જિયોની ફ્રી ઓફરને લઈને ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે એવું માનવામાં આવતું હતું કે જિયોની ફ્રી ઓફર વચ્ચે જ બંધ થઈ શકે છે, પરંતુ એવું નહીં થાય. આવી ગયો ચુકાદો દૂરસંચાર નિયામક ટ્રાઈએ કહ્યું કે રિલાયન્સ જિઓની ઓફર્સ અને ટેરિફ ટ્રાઈના નિયમોનુસાર જ છે. આ અંગે થોડા વખતમાં ટ્રાઈ એરટેલ અને આઈડિયાને જાણકારી આપશે. આ કંપનીઓએ રિલાયન્સ જિઓની બધી ફ્રી સર્વિસિસને 90 દિવસ પછી...
  February 4, 06:49 PM
 • ગાંધીનગર: અરિહંત કોલેજમાં સ્ટાર્ટ અપ આઇડીયા લેબનો શિક્ષણ મંત્રીના હસ્તે પ્રારંભ
  ગાંધીનગર: સિટીની અરીહંત સ્કૂલ ઓફ ફાર્મસી એન્ડ બાયો રિસર્ચ ઇન્સ્ટિટ્યુટમાં પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર, સ્ટાર્ટ અપ આઇડીયા લેબ અને સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટરનો શિક્ષણ અને મહેસુલ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસ્માના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ટ્રસ્ટ દ્વારા નવા ચૂંટાયેલા સરપંચોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સમારંભમાં અરિહંત કોલેજના ચેરમેન રીષભ જૈન, ડિરેક્ટર ડૉ. દિપક ગોંડલીયા અને રિસર્ચ ડાયરેક્ટર ડૉ. ડી એમ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. શિક્ષણ અને મહેસુલ...
  February 4, 01:55 AM