Home >>Topics >>Sports >>India Vs Australia
India vs Australia

India vs Australia

DOB:

Get all the our coverage of the Test between India and Australia.


  • શનિવારથી IND VS AUS ચોથી ટેસ્ટ:વિરાટે કહ્યું- 100% ફિટ હોઇશ તો જ રમીશ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ શનિવારથી રમાશે. ધરમશાળામાં પ્રથમ વખત કોઇ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ ફાઇનલની જેમ હશે. કારણ કે રાંચી ટેસ્ટ ડ્રો થયા બાદ બંને ટીમ 1-1ની બરાબરી પર છે. પૂણે, બેંગલુરૂ અને રાંચીમાં સ્પિનર્સની બોલબાલા રહી છે, બીજી તરફ ધરમશાળામાં ફાસ્ટ બોલર્સને મદદ મળશે. ટીમ ઇન્ડિયામાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની વાપસી નક્કી છે. વિરાટ કોહલી તેના સંકેત આપી ચુક્યો છે. વિરાટ કોહલીના અંતિમ ટેસ્ટ મેચ રમવા પર સસ્પેન્સ છે. વિરાટે મેચ પહેલા પ્રેસ...
    March 24, 06:12 PM
  • વિદેશી પણ છે આ સ્ટેડિયમની સુંદરતાના દિવાના, અંદરનો આવો છે નજારો
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ 25 માર્ચથી હિમાચલ પ્રદેશના ધરમશાળામાં રમાશે. HPCA સ્ટેડિયમમાં પ્રથમ વખત ટેસ્ટ મેચ રમાશે. આ પહેલા અત્યાર સુધી અહી માત્ર વન ડે અને ટી-20 મેચ જ રમાઇ છે. ધરમશાળાનું આ સ્ટેડિયમ પોતાની સુંદરતા માટે વિશ્વભરમાં જાણીતું છે. અહી આવનારા ખેલાડી અને ફેન્સ આ સ્ટેડિયમની સુંદરતાથી ઇમ્પ્રેસ થયા વિના નથી રહી શકતા. તાજેતરમાં કેટલાક ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ પણ સોશિયલ મીડિયા પર આ સ્ટેડિયમની તસવીરો શેર કરતા પ્રશંસા કરી ચુક્યા છે. આગળની...
    March 24, 02:39 PM
  • ટીમ સાથે જોડાયો મોહમ્મદ શમી, 5 બોલર સાથે ઉતરી શકે છે ભારત
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 25 માર્ચથી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ રમાશે. આ ટેસ્ટ મેચ માટે મોહમ્મદ શમી ભારતીય ટીમ સાથે જોડાઇ ગયો છે. વિરાટ કોહલીએ રાંચી ટેસ્ટ પછી મોહમ્મદ શમીના ચોથી ટેસ્ટ મેચમાં રમવાના સંકેત આપ્યા હતા. બન્ને ટીમ 4 ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-1ની બરાબરી પર છે. શમી ધરમશાળા પહોચ્યો - ભારતનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ધરમશાળા પહોચી ગયો છે. - શમીએ ધરમશાળાની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. - ગત મેચમાં વિરાટ કોહલીએ સંકેત આપ્યા હતા કે ટીમ ઇન્ડિયા ચોથી ટેસ્ટ મેચમાં 5 બોલર...
    March 23, 01:00 PM
  • ઓસી. મીડિયાએ કોહલીને ટ્રમ્પ સાથે સરખાવ્યો, વિરાટના સપોર્ટમાં  BIG B
    નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયન મીડિયાએ વિરાટ કોહલીની તુલના ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરતા અમિતાભ બચ્ચન ભારતીય કેપ્ટનના સપોર્ટમાં આવ્યા છે. અમિતાભે લખ્યુ, ઓસ્ટ્રેલિયન મીડિયા વિરાટને રમતની દુનિયાનો ટ્રમ્પ કહી રહી છે, તેને વિનર અને પ્રેસિડેન્ટ માનવા માટે આભાર. શું લખ્યુ હતું ઓસ્ટ્રેલિયન મીડિયાએ - ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલ ટેસ્ટ શ્રેણી દરમિયાન ઓસ્ટ્રેલિયન મીડિયા વિરાટ પર સતત નિશાન સાધી રહી છે. - તાજેતરમાં જ સિરીઝની ત્રીજી ટેસ્ટ પૂર્ણ થઇ છે. તે બાદ ઓસ્ટ્રેલિયન અખબાર ડેલી ટેલીગ્રાફે એક...
    March 22, 11:07 AM
  • પત્ની સાથે ધરમશાળા પહોચ્યો પૂજારા, અન્ય ક્રિકેટર્સ પણ થયા સ્પોટ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 25 માર્ચથી ધરમશાળામાં ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ રમાશે. અહી પ્રથમ વખત ટેસ્ટ મેચ રમાશે. આ પહેલા આ મેદાન પર માત્ર વન ડે અને ટી-20 મેચ જ રમાતી હતી. આ મેચ માટે ભારતીય ટીમ પહોચી ગઇ છે. ભારતનો સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા પત્ની પૂજા સાથે જોવા મળ્યો હતો. ઉમેશ યાદવ પણ પત્ની તાન્યા સાથે પહોચ્યો હતો. જ્યારે વિરાટ કોહલીએ રવિન્દ્ર જાડેજા સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ધરમશાળા પોતાની કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. બન્ને ટીમ 4 મેચની ટેસ્ટ સિરીઝમાં 1-1ની...
    March 22, 12:08 AM
  • IND-AUS ત્રીજી ટેસ્ટમાં પૂજારા-જાડેજા સહિત આ 6 પ્લેયર્સે બતાવ્યો દમ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો થઇ હતી. ભારત માટે મેચના શરૂઆતના બે દિવસ સારા રહ્યાં નહતા. પહેલા વિરાટ ઇજાગ્રસ્ત થયો અને પછી ઓસ્ટ્રેલિયાની બેટિંગથી ટીમ ઇન્ડિયા બેકફુટ પર નજરે પડી હતી પરંતુ ત્રીજો અને ચોથો દિવસ ભારતીય ખેલાડીઓના નામે રહ્યો હતો. જેમાં સૌથી વધુ ઇમ્પ્રેસ સૌરાષ્ટ્રના રવિન્દ્ર જાડેજા અને ચેતેશ્વર પૂજારાએ કર્યા હતા. તમને જણાવી દઇએ કે ચાર ટેસ્ટ મેચની શ્રેણી 1-1ની બરાબરી પર છે. ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ 25 માર્ચથી ધરમશાળામાં રમાશે....
    March 21, 10:09 AM
  • ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ ડ્રો, પૂજારાની બેવડી સદી, જાડેજાની 9 વિકેટ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં રમાયેલ ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો થઇ હતી. ભારતને મેચ જીતવા માટે અંતિમ દિવસે 8 વિકેટની જરૂર હતી પરંતુ શોન માર્શ અને પીટર હેન્ડ્સકોમ્બે મળીને ટીમની હારને ટાળી હતી. અંતિમ દિવસે સ્ટમ્પ સુધી ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે 204 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 9 વિકેટ જ્યારે ચેતેશ્વર પૂજારાએ બેવડી સદી ફટકારી હતી. ચેતેશ્વર પૂજારાને આ ઇનિંગ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ પહેલા ભારતે પ્રથમ ઇનિંગ 603/9 રને ડિકલેર કરી 152 રનની લીડ મેળવી...
    March 21, 07:49 AM
  • ધોનીએ મેદાનમાં રહી ઉત્સાહ વધાર્યો, સ્ટેડિયમમાં લાગ્યા માહીના નારા
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ધોનીના ઘર આંગણે ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ મેચને જોવા માટે મહેન્દ્રસિંહ ધોની પહોચ્યો હતો. ધોની વિજય હઝારે ટ્રોફી રમવામાં વ્યસ્ત હતો એટલા માટે આટલા દિવસ સુધી તે મેચ જોવા આવી શક્યો નહતો. ધોનીને કેમેરામાં જોઇ દર્શક પણ ઉત્સાહ વધારવા લાગ્યા હતા. ધોનીએ આ દરમિયાન ભારતીય ટીમનો ઉત્સાહ વધાર્યો હતો.બીસીસીઆઇએ પોતાના સોશિયલ મીડિયા પેજ પર ધોનીની તસવીર શેર કરતા લખ્યુ કે જુઓ મેચ જોવા કોણ આવ્યુ? આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...
    March 20, 04:54 PM
  • ફરી ભડક્યો ઇશાંત શર્મા ,બેટ્સમેન ખસી જતા તેની તરફ ફેક્યો બોલ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં રમાઇ રહેલ ત્રીજી ટેસ્ટ મેચમાં ઇશાંત શર્મા ફરી ભડકી ગયો હતો. આ ઘટના ઓસ્ટ્રેલિયાની ઇનિંગ દરમિયાન 29મી ઓવરમાં બની હતી. આ ઓવરનો પ્રથમ બોલ ફેકવા માટે જ્યારે ઇશાંત રનઅપ લઇ રહ્યો હતો ત્યારે અચાનક રેન શો વિકેટ સામેથી ખસી ગયો હતો. થોડી વાર રોકાઇ મેચ - જ્યારે રેન શો વિકેટ સામેથી ખસી ગયો તો આ વાતથી નારાજ ઇશાંતે તે સમયે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. - તેને રનઅપ પૂરો કરતા જ ગુસ્સામાં બોલને વિકેટ કીપર તરફ ફેક્યો હતો, તે બાદ પાછળ ફર્યો અને અમ્પાયર...
    March 20, 01:46 PM
  • આ છે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બેવડી સદી ફટકારનાર પૂજારા, આવી છે પર્સનલ લાઇફ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ શાનદાર બેવડી સદી ફટકારનાર ચેતેશ્વર પૂજારા ચર્ચામાં છે, તેને ટીમ માટે એવા સમયે આ ઇનિંગ રમી જ્યારે લાગી રહ્યું હતું કે ભારત ઓસ્ટ્રેલિયાના સ્કોરની બરાબરી પણ નહી કરી શકે. પૂજારાએ બેવડી સદી ફટકારી ટીમને મજબૂત સ્કોર સુધી પહોચાડ્યુ હતું. દરમિયાન divyabhaskar.com તમને પૂજારાની લાઇફના UnKnown અને રસપ્રદ ફેક્ટ વિશે જણાવી રહ્યું છે. મેચ રમવા ગયો હતો ત્યારે થયુ માતાનું મોત - પૂજારાની કારકિર્દીમાં તેની માતા રીનાનું મોટુ યોગદાન રહ્યું પરંતુ તે પૂજારાની સફળતા જોઇ શકી...
    March 20, 01:13 PM
  • વિરાટે સ્મિથ-મેક્સવેલને આપ્યો જવાબ, કોહલીની ઇજાની ઉડાવી હતી મજાક
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ દરમિયાન ભારતના બે ખેલાડીઓએ કેપ્ટન્સી કરી હતી. વિરાટ કોહલી ઇન્જર્ડ થતા અજિંક્ય રહાણેએ ટીમની કમાન સંભાળી હતી. વિરાટ કોહલી જ્યારે પ્રથમ ઇનિંગમાં 6 રને આઉટ થયો ત્યારે સ્મિથ અને મેક્સવેલે તેમના ખભે હાથ મુકી તે ઇન્જર્ડ હોવાનો ઇશારો કર્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલીએ તેમને જોરદાર જવાબ આપ્યો હતો. શું હતો મામલો - ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં 2 વિકેટ સસ્તામાં પડતા જ તે દબાણમાં આવી ગયુ હતું. - વિરાટ કોહલીએ ડેવિડ વોર્નર આઉટ...
    March 20, 10:11 AM
  • IND Vs AUS: ચેતેશ્વર પૂજારાના 202 રન, ઓસ્ટ્રેલિયા બીજી ઇનિંગમાં 23/2
    રાંચી: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં 2 વિકેટે 23 રન બનાવી લીધા છે. રેન શો (7) રને અણનમ રહ્યો હતો. ડેવિડ વોર્નર (14) અને નાથન લાયન (2) રને રવિન્દ્ર જાડેજાની ઓવરમાં બોલ્ડ આઉટ થયા હતા. આ પહેલા ભારતે પ્રથમ ઇનિંગ 9 વિકેટે 603 રને ડિકલેર કરી હતી. ચેતેશ્વર પૂજારાએ 202 રન બનાવ્યા હતા. આ તેની કારકિર્દીની ત્રીજી બેવડી સદી હતી. જ્યારે રિદ્ધિમાન સહાએ કારકિર્દીની ત્રીજી સદી ફટકારતા 117 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ 451 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. જેને કારણે...
    March 19, 04:49 PM
  • ચેતેશ્વર પૂજારાએ ફટકારી 3rd બેવડી સદી, મેચમાં બન્યા આ  રેકોર્ડ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલ ત્રીજી ટેસ્ટ મેચમાં અનેક રેકોર્ડ બન્યા હતા. આ મેચમાં ચેતેશ્વર પૂજારાએ 202 રનની ઇનિંગ રમી હતી. પૂજારાએ ટેસ્ટ કારકિર્દીની ત્રીજી બેવડી સદી ફટકારી હતી. સૌથી વધુ બોલ રમનાર ભારતીય બન્યો પૂજારા - ચેતેશ્વર પૂજારાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 202 રનની ઇનિંગ રમી હતી. - આ દરમિયાન તેને 525 બોલનો સામનો કર્યો હતો અને 21 બાઉન્ડ્રી ફટકારી હતી. - આ પહેલા રાહુલ દ્રવિડે પાકિસ્તાન વિરૂદ્ધ 2004માં 495 બોલ રમી 270 રન બનાવ્યા હતા. - પૂજારાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બીજી બેવડી...
    March 19, 03:17 PM
  • ઓસ્ટ્રેલિયન બોલરે  બોલી ગાળ, પૂજારા-સહાએ આપ્યો જોરદાર જવાબ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝમાં બન્ને ટીમના ખેલાડીઓ વચ્ચે ઝઘડો ચાલુ જ છે. રાંચીમાં રમાઇ રહેલ ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે પણ ઓસ્ટ્રેલિયન ખેલાડી પોતાની જીભ પર કાબુ રાખી શક્યા નહતા. પૂજારા અને સહાની લાંબી પાર્ટનરશિપથી બોખલાયેલા ઓસ્ટ્રેલિયન બોલર જોશ હેઝલવુડે સહાને અપશબ્દ કહ્યાં હતા. જેનો ચેતેશ્વર પૂજારાએ પણ જોરદાર જવાબ આપ્યો હતો. આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત ઘટનાની વધુ તસવીરો...
    March 19, 12:41 PM
  • IND Vs AUS: ચેતેશ્વર પૂજારાના 130* રન, ભારત AUSથી 91 રન પાછળ
    રાંચી: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે પ્રથમ ઇનિંગમાં ત્રીજા દિવસના અંતે 6 વિકેટે 360 રન બનાવી લીધા છે. ચેતેશ્વર પૂજારા (130) અને રિદ્ધિમાન સહા (18) રને અણનમ રહ્યાં હતા. ભારત તરફથી પૂજારાએ સદી ફટકારી હતી. આ સિરીઝમાં ભારત તરફથી આ પ્રથમ સદી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગમાં 451 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારત હજુ ઓસ્ટ્રેલિયાથી 91 રન પાછળ છે અને તેની 4 વિકેટ બાકી છે. કમિન્સની 4 વિકેટ - ભારતને પ્રથમ ફટકો લોકેશ રાહુલના રૂપમાં લાગ્યો હતો. - લોકેશ રાહુલ 67 રન બનાવી કમિન્સની ઓવરમાં વેડને કેચ આપી...
    March 19, 01:59 AM
  • જાડેજાએ અપાવી ધોનીની યાદ, આ રીતે કર્યો જોરદાર રન આઉટ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં રમાઇ રહેલ ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ જોરદાર રન આઉટ કર્યો હતો. જેને જોઇ મહેન્દ્રસિંહ ધોનીની યાદ આવી ગઇ હતી. રવિન્દ્ર જાડેજાએ અપાવી ધોનીની યાદ - ધોનીના ગઢ રાંચીમાં રમાઇ રહેલ ટેસ્ટ મેચ દરમિયાન મેચની 138મી ઓવર જાડેજા નાખી રહ્યો હતો. - આ ઓવરના ત્રીજા બોલને સ્મિથે ફટકાર્યો હતો અને બીજો રન લેવા માટે દોડ્યો હતો. - આ દરમિયાન લોકેશ રાહુલે જાડેજા તરફ બોલ ફેક્યો હતો. જેને જાડેજાએ પકડીને પાછળ સ્ટમ્પ તરફ ફેક્યો હતો. - બોલ સ્ટમ્પને...
    March 17, 05:00 PM
  • બીજા દિવસના અંતે ભારતના 1/ 120 રન, ઓસ્ટ્રેલિયાથી 331 રન પાછળ
    રાંચી:ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસના અંતે ભારતે 1 વિકેટે 120 રન બનાવી લીધા છે. મુરલી વિજય (42) અને ચેતેશ્વર પૂજારા (10) રને અણનમ રહ્યાં હતા. આ પહેલા ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગમાં 451 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું. ભારત હજુ ઓસ્ટ્રેલિયાથી 331 રન પાછળ છે અને તેની 9 વિકેટ બાકી છે. ભારતની એકમાત્ર વિકેટ લોકેશ રાહુલના રૂપમાં પડી હતી. રાહુલ 67 રન બનાવી આઉટ થયો હતો. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે 178* અને ગ્લેન મેક્સવેલે 104 રનની ઇનિંગ રમી હતી....
    March 17, 04:37 PM
  • ઉમેશ યાદવે ફેક્યો એવો બોલ, મેક્સવેલના બેટના થયા બે કટકા
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ દરમિયાન મેચના બીજા દિવસે ઉમેશ યાદવની ઓવરમાં પ્રથમ બોલ પર જ ગ્લેન મેક્સવેલનું બેટ તૂટી ગયુ હતું. આ જોઇને ખુદ મેક્સવેલ સહિત તમામ હસી પડ્યા હતા. મહત્વપૂર્ણ છે કે મેક્સવેલે કારકિર્દીની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. મેક્સવેલ 104 રન બનાવી આઉટ થયો હતો. આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...
    March 17, 02:31 PM
  • મારા ખભા પર જવાબદારી: 10 દિવસ આરામની સલાહ અંગે બોલ્યો વિરાટ
    રાંચી: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ફિલ્ડિંગ સમયે વિરાટ કોહલીના ખભામાં ઇજા થઇ હતી. મેચ બાદ કોહલીએ એમઆરઆઇ કરાવ્યુ હતું. રિપોર્ટ આવ્યા બાદ ડોક્ટરોએ તેને 10 દિવસ આરામ કરવાની સલાહ આપી છે. તેમ છતા વિરાટ રમવાની જીદ કરી રહ્યો છે. તેને કહ્યું, મારા ખભા પર મેચની જવાબદારી છે, માટે મારૂ રમવુ જરૂરી છે. શોલ્ડરમાં ગ્રેડ-વન ઇન્જરી - ઓસ્ટ્રેલિયાની ઇનિંગની 40મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાના બોલ પર જ્યારે પીટર હેન્ડ્સકોમ્બે શોટ ફટકાર્યો ત્યારે વિરાટે બાઉન્ડ્રી પાસે ડાઇવ મારી હતી, ત્યારે...
    March 17, 11:05 AM
  • સહાએ સ્મિથને પગ પકડીને પાડ્યો નીચે, અમ્પાયર પણ હસી પડ્યા
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ મેચ દરમિયાન એક ફની મોમેન્ટ જોવા મળી હતી. જેમાં વિકેટ કીપર રિદ્ધિમાન સહાએ સ્મિથને બોલ પકડવા જતા તેને પગ પકડીને નીચે પાડ્યો હતો. આ ઘટના બાદ અમ્પાયર સહિત ખેલાડી હસી પડ્યા હતા. કઇ રીતે બની ઘટના - મેચની 80મી ઓવર રવિન્દ્ર જાડેજા નાખી રહ્યો હતો. આ ઓવરનો ત્રીજો બોલ સ્મિથને અડીને તેના પેડમાં જતો રહ્યો હતો. - દરમિયાન વિકેટ કીપર સહાએ કેચ પકડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે બોલને પકડી સ્મિથના પગને અડ્યો હતો. જેને કારણે...
    March 17, 10:25 AM