Home >>Topics >>Sports >>Cheteshwar Pujara
Cheteshwar Pujara

Cheteshwar Pujara

DOB:1988-01-25

Cheteshwar Arvind Pujara (ચેતેશ્વર પુજારા) is an Indian cricketer. He is a right-handed batsman who plays for Saurashtra in domestic cricket. Pujara made his first-class debut for Saurashtra in December 2005 and made his Test debut.. (Wiki)


  • બે ગુજરાતીઓના પ્રદર્શનની મદદથી ભારત શ્રેણી જીત્યું, આ ખેલાડી પણ છવાયા
    સ્પોર્ટ્સ ડેસ્ક:ભારતે ઓસ્ટ્રેલિયાને ચોથી ટેસ્ટ મેચમાં 8 વિકેટે હરાવી શ્રેણીને 2-1થી જીતી લીધી હતી. આ સિરીઝમાં ચેતેશ્વર પૂજારા સૌથી વધુ રન ફટકારનાર ભારતીય બેટ્સમેન રહ્યો હતો જ્યારે રવિન્દ્ર જાડેજાએ સિરીઝમાં સૌથી વધુ વિકેટ ઝડપી હતી. આ બન્ને ગુજરાતીઓના પ્રદર્શનને કારણે ભારત ઓસ્ટ્રેલિયા સામે ચાર વર્ષ પછી શ્રેણી જીતવામાં સફળ રહ્યું હતું. રવિન્દ્ર જાડેજાને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. રવિન્દ્ર જાડેજાનું ઓલ રાઉન્ડ પ્રદર્શન - રવિન્દ્ર જાડેજાએ બોલની સાથે સાથે...
    April 1, 12:06 PM
  • કોઇ ઇન્વર્ટર તો કોઇ ટુલ્લૂ-પંપ, ક્રિકેટર્સને મળ્યા સેહવાગના ઘરેલુ Awards
    સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 2-1થી ભારતે ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ ટ્વિટર કિંગ વિરેન્દ્ર સેહવાગે વીરૂના ઘરેલૂ એવોર્ડ્સની જાહેરાત કરી દીધી છે. અહી સેહવાગે દરેક ખેલાડીને તેની ખાસિયત અને હરકતોના હિસાબથી એવોર્ડ્સથી નવાજ્યા હતા. સેહવાગે કોઇને ચારણી એવોર્ડ તો કોઇને ટુલ્લૂ પંપનો એવોર્ડ આપ્યો હતો. સેહવાગના આ એવોર્ડ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા છે. આગળની સ્લાઇડમાં જુઓ, જીત બાદ આ ક્રિકેટર્સને મળ્યા એવોર્ડ્સ....
    March 29, 12:38 PM
  • રાહુલે સૌની સામે એવુ તો શું કહ્યું, જેને સાંભળી હસવા લાગી પૂજારાની પત્ની
    સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ચોથી ટેસ્ટ મેચ જીત્યા બાદ ભારતીય પ્લેયર્સ એક તરફ ઉજવણી કરી રહ્યાં હતા. બીજી તરફ ચેતેશ્વર પૂજારા અને લોકેશ રાહુલ રવિ શાસ્ત્રીના સવાલોના જવાબ આપી રહ્યાં હતા. આ દરમિયાન એક ફની ઇન્સીડેન્ટ જોવા મળ્યો હતો. જેને સાંભળી ત્યા હાજર લોકોની સાથે સાથે પેવેલિયનમાં બેઠેલી પૂજારાની પત્ની પણ હસવા લાગી હતી. દરેક કામ પત્નીને પૂછીને કરે છે લોકેશ - ચેતેશ્વર પૂજારા સાથે વાતચીત દરમિયાન રવિ શાસ્ત્રીએ તેને પૂછ્યુ, 2 હજારથી વધુ ફર્સ્ટ ક્લાસ રન બનાવ્યા બાદ શું તમને એક...
    March 28, 02:52 PM
  • ભારતીય ક્રિકેટર્સને બાંગ્લાદેશથી 20 ગણા વધુ રૂપિયા મળે છે, જાણો કમાણી
    સ્પોર્ટ્સ ડેસ્ક: બીસીસીઆઇના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના એ ગ્રેડમાં 7 ક્રિકેટર્સ શામેલ છે. જેમાં વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પૂજારા, રવિન્દ્ર જાડેજા, આર.અશ્વિન અને મુરલી વિજય શામેલ છે. પહેલા આ ગ્રેડમાં માત્ર 4 ખેલાડી હતા. બીજી તરફ બી ગ્રેડના ખેલાડીને 50 લાખની જગ્યાએ 1 કરોડ રૂપિયા મળે છે. નોંધ: તમામ આંકડાને રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવ્યા છે આગળની સ્લાઇડમાં વાંચો, ક્યા દેશના ખેલાડીઓની કેટલી છે રિટેનર ફી....
    March 25, 09:25 AM
  • શનિવારથી IND VS AUS ચોથી ટેસ્ટ:વિરાટે કહ્યું- 100% ફિટ હોઇશ તો જ રમીશ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ શનિવારથી રમાશે. ધરમશાળામાં પ્રથમ વખત કોઇ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ ફાઇનલની જેમ હશે. કારણ કે રાંચી ટેસ્ટ ડ્રો થયા બાદ બંને ટીમ 1-1ની બરાબરી પર છે. પૂણે, બેંગલુરૂ અને રાંચીમાં સ્પિનર્સની બોલબાલા રહી છે, બીજી તરફ ધરમશાળામાં ફાસ્ટ બોલર્સને મદદ મળશે. ટીમ ઇન્ડિયામાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની વાપસી નક્કી છે. વિરાટ કોહલી તેના સંકેત આપી ચુક્યો છે. વિરાટ કોહલીના અંતિમ ટેસ્ટ મેચ રમવા પર સસ્પેન્સ છે. વિરાટે મેચ પહેલા પ્રેસ...
    March 24, 06:12 PM
  • IPLમાં આ વખતે નહી જોવા મળે આ 10 ખેલાડીની ધમાલ, જાણો કોણ છે શામેલ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ડિયન પ્રીમિયર લીગની-10મી સિઝનનો 5 એપ્રિલથી પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં બેન સ્ટોક્સ જેવા સ્ટાર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે એવા કેટલાક ચોકાવનારા નામ પણ છે જેમનો આઇપીએલની આ સિઝનમાં સમાવેશ કરાયો નથી. ભારતના ઇરફાન પઠાણ, ઇશાંત શર્મા તેમજ વિદેશી ખેલાડીમાં રોસ ટેલર સહિતનાનો સમાવેશ કરાયો નથી. ઇમરાન તાહિરને રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સે મિશેલ માર્શ ઇન્જર્ડ થતા તેના સ્થાને ટીમમાં સમાવ્યો છે. દરમિયાન divyabhaskar.com તમને આવા ખેલાડીઓ વિશે જણાવી રહ્યું છે જેમની ધમાલ નહી જોવા મળે....
    March 24, 09:43 AM
  • જાડેજા અને પૂજારાને મળશે વાર્ષિક 2 કરોડ, ખેલાડીઓના પગારમાં વધારો
    સ્પોર્ટ્સ ડેસ્ક:બીસીસીઆઇની એડમિનિસ્ટ્રેટર્સ કમિટીએ ભારતીય ક્રિકેટર્સ માટે નવો કોન્ટ્રાક્ટ જારી કર્યો છે. જેમાં ખેલાડીઓને આપવામાં આવતી ફીમાં વધારો કરવામાં આવ્યો છે. નવા કોન્ટ્રાક્ટ અનુસાર ગ્રેડ એમાં શામેલ ક્રિકેટર્સને બે કરોડ, ગ્રેડ બીમાં શામેલ ક્રિકેટર્સને એક કરોડ અને ગ્રેડ સીના ક્રિકેટર્સને 50 લાખ રૂપિયા એન્યુઅલી રિટેનિંગ ફી આપવામાં આવશે. આ સિવાય દરેક ટેસ્ટ મેચ માટે ખેલાડીને 15 લાખ રૂપિયા, વન ડે માટે 6 લાખ રૂપિયા અને ટી-20 માટે 3 લાખ રૂપિયા આપવામાં આવશે. ગ્રેડ-Aમાં રહેલા ખેલાડીઓને 2...
    March 23, 09:22 AM
  • સંયોગઃ બે ગુજરાતી રેન્કિંગમાં ટોચ પર, જાડેજા નં-1 બોલર, પૂજારા નં-2 બેટ્સમેન
    સ્પોર્ટ્સ ડેસ્ક:ICCની તાજેતરની રેન્કિંગમાં ભારતની ટેસ્ટ ટીમમાં રમતા સૌરાષ્ટ્રના બે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને ચેતેશ્વર પૂજારા ટોપ રેન્ક પર પહોચ્યા છે. રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટમાં 9 વિકેટ ઝડપતા તેને ફાયદો થયો હતો અને બોલરના સર્વશ્રેષ્ઠ નંબર-1 રેન્ક પર પહોચ્યો છે. જ્યારે ચેતેશ્વર પૂજારાએ બેવડી સદી ફટકારતા તે બેટ્સમેનના રેન્કમાં નંબર-2 પર પહોચ્યો છે. મહત્વપૂર્ણ છે કે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલા આવુ ક્યારેય બન્યુ નથી જ્યારે બે ગુજરાતી ICCના ટોચના ક્રમે...
    March 21, 04:26 PM
  • IND-AUS ત્રીજી ટેસ્ટમાં પૂજારા-જાડેજા સહિત આ 6 પ્લેયર્સે બતાવ્યો દમ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો થઇ હતી. ભારત માટે મેચના શરૂઆતના બે દિવસ સારા રહ્યાં નહતા. પહેલા વિરાટ ઇજાગ્રસ્ત થયો અને પછી ઓસ્ટ્રેલિયાની બેટિંગથી ટીમ ઇન્ડિયા બેકફુટ પર નજરે પડી હતી પરંતુ ત્રીજો અને ચોથો દિવસ ભારતીય ખેલાડીઓના નામે રહ્યો હતો. જેમાં સૌથી વધુ ઇમ્પ્રેસ સૌરાષ્ટ્રના રવિન્દ્ર જાડેજા અને ચેતેશ્વર પૂજારાએ કર્યા હતા. તમને જણાવી દઇએ કે ચાર ટેસ્ટ મેચની શ્રેણી 1-1ની બરાબરી પર છે. ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ 25 માર્ચથી ધરમશાળામાં રમાશે....
    March 21, 10:09 AM
  • ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ ડ્રો, પૂજારાની બેવડી સદી, જાડેજાની 9 વિકેટ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં રમાયેલ ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો થઇ હતી. ભારતને મેચ જીતવા માટે અંતિમ દિવસે 8 વિકેટની જરૂર હતી પરંતુ શોન માર્શ અને પીટર હેન્ડ્સકોમ્બે મળીને ટીમની હારને ટાળી હતી. અંતિમ દિવસે સ્ટમ્પ સુધી ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે 204 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 9 વિકેટ જ્યારે ચેતેશ્વર પૂજારાએ બેવડી સદી ફટકારી હતી. ચેતેશ્વર પૂજારાને આ ઇનિંગ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ પહેલા ભારતે પ્રથમ ઇનિંગ 603/9 રને ડિકલેર કરી 152 રનની લીડ મેળવી...
    March 21, 07:49 AM
  • આ છે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બેવડી સદી ફટકારનાર પૂજારા, આવી છે પર્સનલ લાઇફ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ શાનદાર બેવડી સદી ફટકારનાર ચેતેશ્વર પૂજારા ચર્ચામાં છે, તેને ટીમ માટે એવા સમયે આ ઇનિંગ રમી જ્યારે લાગી રહ્યું હતું કે ભારત ઓસ્ટ્રેલિયાના સ્કોરની બરાબરી પણ નહી કરી શકે. પૂજારાએ બેવડી સદી ફટકારી ટીમને મજબૂત સ્કોર સુધી પહોચાડ્યુ હતું. દરમિયાન divyabhaskar.com તમને પૂજારાની લાઇફના UnKnown અને રસપ્રદ ફેક્ટ વિશે જણાવી રહ્યું છે. મેચ રમવા ગયો હતો ત્યારે થયુ માતાનું મોત - પૂજારાની કારકિર્દીમાં તેની માતા રીનાનું મોટુ યોગદાન રહ્યું પરંતુ તે પૂજારાની સફળતા જોઇ શકી...
    March 20, 01:13 PM
  • IND Vs AUS: ચેતેશ્વર પૂજારાના 202 રન, ઓસ્ટ્રેલિયા બીજી ઇનિંગમાં 23/2
    રાંચી: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં 2 વિકેટે 23 રન બનાવી લીધા છે. રેન શો (7) રને અણનમ રહ્યો હતો. ડેવિડ વોર્નર (14) અને નાથન લાયન (2) રને રવિન્દ્ર જાડેજાની ઓવરમાં બોલ્ડ આઉટ થયા હતા. આ પહેલા ભારતે પ્રથમ ઇનિંગ 9 વિકેટે 603 રને ડિકલેર કરી હતી. ચેતેશ્વર પૂજારાએ 202 રન બનાવ્યા હતા. આ તેની કારકિર્દીની ત્રીજી બેવડી સદી હતી. જ્યારે રિદ્ધિમાન સહાએ કારકિર્દીની ત્રીજી સદી ફટકારતા 117 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ 451 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. જેને કારણે...
    March 19, 04:49 PM
  • ચેતેશ્વર પૂજારાએ ફટકારી 3rd બેવડી સદી, મેચમાં બન્યા આ  રેકોર્ડ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલ ત્રીજી ટેસ્ટ મેચમાં અનેક રેકોર્ડ બન્યા હતા. આ મેચમાં ચેતેશ્વર પૂજારાએ 202 રનની ઇનિંગ રમી હતી. પૂજારાએ ટેસ્ટ કારકિર્દીની ત્રીજી બેવડી સદી ફટકારી હતી. સૌથી વધુ બોલ રમનાર ભારતીય બન્યો પૂજારા - ચેતેશ્વર પૂજારાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 202 રનની ઇનિંગ રમી હતી. - આ દરમિયાન તેને 525 બોલનો સામનો કર્યો હતો અને 21 બાઉન્ડ્રી ફટકારી હતી. - આ પહેલા રાહુલ દ્રવિડે પાકિસ્તાન વિરૂદ્ધ 2004માં 495 બોલ રમી 270 રન બનાવ્યા હતા. - પૂજારાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બીજી બેવડી...
    March 19, 03:17 PM
  • ઓસ્ટ્રેલિયન બોલરે  બોલી ગાળ, પૂજારા-સહાએ આપ્યો જોરદાર જવાબ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝમાં બન્ને ટીમના ખેલાડીઓ વચ્ચે ઝઘડો ચાલુ જ છે. રાંચીમાં રમાઇ રહેલ ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે પણ ઓસ્ટ્રેલિયન ખેલાડી પોતાની જીભ પર કાબુ રાખી શક્યા નહતા. પૂજારા અને સહાની લાંબી પાર્ટનરશિપથી બોખલાયેલા ઓસ્ટ્રેલિયન બોલર જોશ હેઝલવુડે સહાને અપશબ્દ કહ્યાં હતા. જેનો ચેતેશ્વર પૂજારાએ પણ જોરદાર જવાબ આપ્યો હતો. આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત ઘટનાની વધુ તસવીરો...
    March 19, 12:41 PM
  • IND Vs AUS: ચેતેશ્વર પૂજારાના 130* રન, ભારત AUSથી 91 રન પાછળ
    રાંચી: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે પ્રથમ ઇનિંગમાં ત્રીજા દિવસના અંતે 6 વિકેટે 360 રન બનાવી લીધા છે. ચેતેશ્વર પૂજારા (130) અને રિદ્ધિમાન સહા (18) રને અણનમ રહ્યાં હતા. ભારત તરફથી પૂજારાએ સદી ફટકારી હતી. આ સિરીઝમાં ભારત તરફથી આ પ્રથમ સદી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગમાં 451 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારત હજુ ઓસ્ટ્રેલિયાથી 91 રન પાછળ છે અને તેની 4 વિકેટ બાકી છે. કમિન્સની 4 વિકેટ - ભારતને પ્રથમ ફટકો લોકેશ રાહુલના રૂપમાં લાગ્યો હતો. - લોકેશ રાહુલ 67 રન બનાવી કમિન્સની ઓવરમાં વેડને કેચ આપી...
    March 19, 01:59 AM
  • બીજી ટેસ્ટમાં લોકેશ રાહુલ મેન ઓફ ધ મેચ, ભારતે 75 રને ઓસિઝને હરાવ્યું, શ્રેણી 1-1થી સરભર
    બેંગલુરૂ:લોકેશ રાહુલની જોરદાર બેટિંગ અને અશ્વિનની જોરદાર બોલિંગની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાને બીજી ટેસ્ટ મેચમાં 75 રને હરાવ્યું હતું. ભારતે આપેલા 188 રનના પડકારનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા બીજી ઇનિંગમાં 112 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું. બીજી ટેસ્ટ મેચમાં અશ્વિને 8 જ્યારે જાડેજાએ 7 વિકેટ ઝડપી હતી. બન્ને ઇનિંગમાં અડધી સદી ફટકારનાર લોકેશ રાહુલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે જ 4 ટેસ્ટ મેચની સિરીઝ 1-1થી બરાબર થઇ ગઇ છે. હવે ત્રીજી ટેસ્ટ મેચ 16 માર્ચથી રાંચીમાં રમાશે. અશ્વિનનો તરખાટ - અશ્વિને 6...
    March 7, 07:05 PM
  • IND Vs AUS: ત્રીજા દિવસના અંતે ભારતના 213/4, મેળવી 126 રનની લીડ
    બેંગલુરૂ:ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસના અંતે ભારતે બીજી ઇનિંગમાં 4 વિકેટે 213 રન બનાવી લીધા છે. ચેતેશ્વર પૂજારા (79) અને અજિંક્ય રહાણે (40) રને અણનમ રહ્યાં હતા. ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ઇનિંગમાં 276 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 189 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારતે 126 રનની લીડ મેળવી લીધી છે. હેઝલવુડની 3 વિકેટ - ભારતને પ્રથમ ફટકો અભિનવ મુકુંદના રૂપમાં લાગ્યો હતો. અભિનવ 16 રને હેઝલવુડની ઓવરમાં બોલ્ડ થયો હતો. - ત્યારબાદ લોકેશ રાહુલ 51 રને ઓ કીફની ઓવરમાં સ્મિથને કેચ આપી...
    March 7, 02:36 AM
  • ભારત 189માં ઓલ આઉટ, પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાના 40 રન
    બેંગલુરૂ: ભારત વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંતે પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ વિના વિકેટે 40 રન બનાવી લીધા છે. ડેવિડ વોર્નર (23) અને મેટ રેન શો (15) રને અણનમ રહ્યાં હતા. આ પહેલા ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 189 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયા હજુ ભારતથી 149 રન પાછળ છે અને તેની તમામ 10 વિકેટ બાકી છે. ભારત 189 રનમાં ઓલ આઉટ - ભારત પ્રથમ ઇનિંગમાં 189 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું - ભારત તરફથી લોકેશ રાહુલે સૌથી વધુ 90 રન બનાવ્યા હતા. - જ્યારે કરૂણ નાયરે 26 રનની ઇનિંગ રમી હતી. નાથન લિયોનનો તરખાટ - નાથન લિયોને...
    March 4, 04:35 PM
  • પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાના 256/9 રન, ઉમેશ યાદવની 4 વિકેટ
    પૂણે:ભારત વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે 256 રન બનાવ્યા હતા. મિશેલ સ્ટાર્ક (57) અને જોશ હેઝલવુડ (1) રને અણનમ રહ્યાં હતા. ભારત તરફથી ઉમેશ યાદવે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજા અને અશ્વિને 2-2 વિકેટ ઝડપી હતી. એક સમયે ઓસ્ટ્રેલિયાની 205 રને 9 વિકેટ પડી ગઇ હતી. મિશેલ સ્ટાર્કે આક્રમક રમત રમતા પોતાની ઇનિંગમાં 3 સિક્સર અને 5 ફોર ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાની આ રીતે પડી વિકેટ - ઓસ્ટ્રેલિયાને પ્રથમ ફટકો ડેવિડ વોર્નરના રૂપમાં લાગ્યો હતો. - વોર્નર 38 રને ઉમેશ...
    February 23, 05:08 PM
  • IPL-10: ઇરફાન પઠાણ-તાહિર સહિતના મોટા નામ, જેમને કોઇએ ન ખરીદ્યા
    સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ડિયન પ્રીમિયર લીગ-10ની બેંગલુરૂમાં હરાજી યોજાઇ હતી. જેમાં કેટલાક નવોદિત પ્લેયર્સ કરોડો રૂપિયામાં વેચાયા હતા જ્યારે અનુભવી પ્લેયર્સનું કોઇ લેવાલ નહતું નીકળ્યું. ભારતમાંથી ઇશાંત શર્મા તેમજ ઇરફાન પઠાણ સહિતના ખેલાડીઓને કોઇએ ખરીદ્યા નહતા. ઇમરાન તાહિર- ટેલરને કોઇએ ન ખરીદ્યા - દક્ષિણ આફ્રિકાના સ્પિનર ઇમરાન તાહિર તેમજ ન્યૂઝીલેન્ડના બેટ્સમેન રોસ ટેલરને પણ કોઇ ખરીદદાર મળ્યુ નહતું - મહત્વપૂર્ણ છે કે ઇમરાન તાહિર અત્યારે ICC રેન્કિંગ પ્રમાણે વન ડે અને ટી-20માં નંબર વન બોલર...
    February 20, 08:06 PM