Home >>Topics >>Politics >>Yogi Adityanath
Yogi Adityanath

Yogi Adityanath

DOB:5 June 1972

Mahant Yogi Adityanath is an Indian priest and politician with a "firebrand Hindutva" image. A star campaigner for the Bharatiya Janata Party in the state of Uttar Pradesh, he is the current Chief Minister of the state. Wikipedia


 • UP એસિડ અટેક: યોગીની મુલાકાત બાદ પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ
  લખનઉ (યુપી): રાયબરેલીના ઊંચાહારથી લખનઉ માટે પેસેન્જર ટ્રેનથી આવી રહેલી બળાત્કારની એક પીડિતાના ચહેરા પર એસિડ ફેંકવામાં આવ્યો હતો. આ ઘટનાને લઇને સીએમ યોગી આદિત્યનાથે એડીજી રેલવે ગોપાલ ગુપ્તાને જાણ કરી. આ મામલે RPF ના હેડ કોન્સટેબલ સહિત ચાર જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાને મળવા CM યોગી હોસ્પિટલ ગયા હતા - પીડિતા પર એસિડ ફેંકાવાના મામલે યુપીમાં યોગી સરકાર કાર્યરત થઇ ગઇ છે. - પોલીસે આ બાબતે સઘન કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે RPF ના હેડ કોન્સ્ટેબલ...
  March 24, 05:15 PM
 • આ કોણ છે દીપિકા સાથે, સોશિયલ મીડિયામાં ઊડી રહી છે ખૂબ મજાક!
  યૂપીમાં જ્યારથી સીએમ યોગી આદિત્યનાથ બન્યા છે ત્યારથી તેઓ સતત ચર્ચામાં જ રહ્યા છે. સોશિયલ સાઇટ્સ પર સતત તેમના પર વિવિધ જોક્સ અને ફની ફોટોઝ શેર થતા જ રહે છે. આવા જ કેટલાક ફની ફોટોઝ સાથે જોક્સનું એક કલેક્શન લાવ્યા છીએ અમે પણ. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ ફની જોક્સ સાથે ફોટોઝ.....
  March 24, 03:24 PM
 • આ IPSના મોં પર રોમિયોએ છોડ્યો સિગરેટનો ધુમાડો, જાણો પછી શું થયું
  બરેલી. યુપીના બરેલી જિલ્લામાં એક લેડી આઈપીએસ સાથે ગેરવર્તનનો મામલો સામે આવ્યો છે. એન્ટિ રોમિયો સ્કવોડને લીડ કરી રહેલી ટ્રેની આઈપીએસ રવીના ત્યાગી જ્યારે બરેલીમાં કોલેજ બહાર ઉભેલા છોકરાની પૂછપરછ કરવા ગઈ ત્યારે સિગરેટ પી રહેલા છોકરાઓ રૂઆબ દર્શાવવા માટે તેના મોં પર સિગરેટનો ધુમાડો છોડ્યો. જે બાદ યુવક સહિત 4 રોમિયોની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે યુપીમાં રોમિયોગિરી અટકાવવા એન્ટી રોમિયો સ્કવોડની ટીમ બનાવવામાં આવી છે. જાણો શું થયું - આઈપીએસ રવીના ત્યાગીએ જણાવ્યું કે, હું ટીમ સાથે...
  March 24, 11:42 AM
 • યોગી CM બન્યા બાદ 100થી વધુ પોલીસ સસ્પેન્ડ; અપર્ણા-પ્રતીક યોગીને મળ્યાં
  લખનઉઃ યુપીમાં કાયદાની કથળેલી સ્થિતિને સુધારવા અને પોતાની ફરજમાં બેદરકારી દાખવતાં પોલીસ કર્મચારીઓ પર કાર્યવાહી કરીને યોગી આદિત્યનાથ સરકારે અત્યાર સુધીમાં 100 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્ડ થયેલા મોટાભાગના કર્મચારીઓ ગાઝિયાબાદ, મેરઠ, નોઈડાના છે. આ ઉપરાંત લખનઉમાં પણ સાત ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ પોલીસ કર્મચારી સામે લેવાશે પગલાં પોલીસ કર્મચારીઓમાં દાગીની ઓળખ કરવા માટે થોડા દિવસો પહેલા ડીજીપી જાવેદ અહમદે સૂચના આપી હતી. યુપી પોલીસના PRO...
  March 24, 10:40 AM
 • 5crની કાર સાથે નીકળ્યો મુલાયમસિંહનો પુત્ર, પોલીસે કહ્યું- આગળ નો એન્ટ્રી
  લખનઉઃ મુલાયમ સિંહ યાદવના પુત્ર પ્રતિક યાદવ પોતાની 5 કરોડની લેમ્બોર્ગિની કારને કારણે ચૂંટણી સમયે ઘણા ચર્ચામાં રહ્યાં હતા. તેઓ ઘણીવાર સીએમ હાઉસ સામે પોતાની કાર સાથે જોવા મળતા હતા. જોકે હવે યોગી આદિત્યનાથના નવા સીએમ બન્યા બાદ તેઓ સીએમ હાઉસ તરફ આવ્યા તો પોલીસે આગળ નો એન્ટ્રી હોવાનું કહી તેમને પરત મોકલી દીધા હતા. અગાઉ ઠાઠથી ફરતા, હવે નો એન્ટ્રી - સોમવારના લખનઉ સ્થિત સીએમ હાઉસ પર પૂજા પાઠનું કામકાજ ચાલી રહ્યું હતું. સીએમ યોગીના અહીં શિફ્ટ થવા પહેલા ત્યાં શુદ્ધિકરણની પ્રક્રિયા કરવામાં આવી....
  March 24, 10:22 AM
 • UP: યોગી આદિત્યનાથે તોડી નાખ્યા તમામ રેકોર્ડ, 5 દિવસમાં લીધા 15 નિર્ણય!
  નેશનલ ડેસ્ક. એવું લાગી રહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથે સત્તામાં આવતાની સાથે જ લોકોની સામે પાર્ટી અને સરકારનો એજન્ડા રજૂ કર્યો છે. યોગી સરકારે સત્તા સંભાળ્યા બાદ પાંચ દિવસમાં જે નિર્ણય લીધા છે તેનાથી એવા જ સંકેત મળી રહ્યા છે. ઓપરેશન રોમિયોની વાત હોય કે પછી ગેરકાયદેસર કતલખાના પર બેન મૂકવાની વાત હોય. 19 માર્ચના રોજ શપથ ગ્રહણ કર્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એવા પગલા ભર્યા છે જેમાંથી કેટલાક રાજકીય રીતે સંવેદનશીલ માનવામાં આવે છે. યોગી ઈન એક્શન - 5 દિવસની અંદર જ લીધા 15 મોટા...
  March 24, 09:24 AM
 • યોગી આદિત્યનાથ અને નારીવિમર્શ
  ઉત્તર પ્રદેશમાં લોકોએ ભાજપને જંગી બહુમતીથી જીતાડીને શાસક પક્ષ વિરુદ્ધ સ્પષ્ટ આદેશ આપ્યો છે. સૌનો સાથ અને સૌનો વિકાસની અપીલ કોને ન ગમે? ગુજરાત જેવા ચાર લેનવાળા સીધાસપાટ રસ્તા અને 24 કલાક મળતી વીજળીની સુવિધા દરેક રાજ્યને પહોંચવી જોઈએ, એવી અપેક્ષાની નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા પાછળ ભૂમિકા ખરી. ઉત્તર પ્રદેશમાં નરેન્દ્ર મોદી સ્ટાર પ્રચારક બનીને આવ્યા અને એ જ અપેક્ષાએ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પણ પોતાનો ભાગ ભજવ્યો. યોગી આદિત્યનાથની મુખ્યમંત્રી તરીકે વરણી થતાં ઘણાને આઘાત લાગ્યો એ...
  March 24, 04:15 AM
 • એક્શનમાં યોગીઃ અચાનક લીધી પોલીસ સ્ટેશનની મુલાકાત, મંત્રી બન્યા સ્વીપર!
  લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ યોગી આદિત્યનાથ એક્શનમાં નજરે પડી રહ્યા છે. આજે (ગુરુવાર) યોગી આદિત્યનાથ અચાનક જ લખનઉના હઝરતગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું અને પોલીસ અધિકારીઓ સાથે વાત કરી. યોગીએ પોલીસ સ્ટેશનમાં સ્વચ્છતાનું પણ નિરીક્ષણ કર્યું. જે બાદ તેણે મહિલા પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી. યોગીએ કહ્યું કે અહીંયા ફરિયાદી આવે તો તેમને કેવી સુવિધાઓ મળે છે તેનું નિરીક્ષણ કરવા આવ્યો છું. દરમિયાન યોગી આદિત્યનાથના...
  March 23, 03:29 PM
 • ક્યારેક આવા દેખાતા હતા CM યોગી, પહેલીવારમાં ઓળખી નહી શકાય
  ગોરખપુર: યોગી આદિત્યનાથ યુપીના 32મા સીએમ તરીકે ચૂંટાયા. તેમણે 22 વર્ષની ઉંમરમાં જ ઘર છોડી દીધું હતું. બુધવારે સોશિયલ મીડિયા પર યોગીના સ્કૂલ સમયનો એક ફોટો શેર કરવામાં આવ્યો, જેમાં તેમને ઓળખવા મુશ્કેલ છે. યોગી તેમના સ્કૂલના મિત્રો સાથે બ્રાઉન રંગના પેન્ટ અને બ્લુ શર્ટમાં જોવા મળી રહ્યાં છે. આગળની સ્લાઇડ્સમાં જુઓ સીએમ યોગી આદિત્યનાથના રેર ફોટાઓ...
  March 23, 12:03 PM
 • દબંગોથી પરેશાન પરિવારે માંગી યોગીની મદદ, ઈન્સ્પેક્ટર-કોન્સ્ટેબલ સસ્પેન્ડ
  કાનપુરઃ દબંગોની છેડાછાડ અને ધમકીઓથી પરેશાન એક ફેમિલીએ યુપીના નવા સીએમ યોગી આદિત્યનાથને ટ્વિટ કરીને મદદ માંગી. તેની અસર એ થઈ કે મામલામાં પહેલા બેદરકારી દાખવતી પોલીસ સક્રિય થઈ અને બુધવારે આરોપીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી. આરોપી પોલીસવાળાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઝઘડો કર્યો, પત્નીને મારી થપ્પડ -કાનપુરના કલ્યાણપુર વિસ્તારમાં રહેતા બુદ્ધ રતન ગૌતમે જણાવ્યું કે, મારા મહોલ્લામાં સજીત ગૌતમ નામનો એક વ્યક્તિ રહે છે. ગત વર્ષે 15 ઓક્ટોબરે મોડી સાંજે દારૂના નશામાં ચકચૂર સુજીતે અમારા...
  March 23, 11:05 AM
 • યોગી આદિત્યનાથે સરકારી ઓફિસોમાં પાન-મસાલા ખાવા પર મૂક્યો પ્રતિબંધ
  લખનઉ: સચિવાલયની દિવાલો પાન-મસાલાની પિચકારીઓ જોઈને નારાજ થયેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સરકારી ઓફિસોમાં પાન-મસાલા ખાવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તેમણે રાજ્યભરમાં કતલખાના બંધ કરવાનો એક્શન પ્લાન રચવા નિર્દેશ પણ આપ્યો હતો. યુપીના સીએમ યોગી આદિત્યનાથે સરકારી કચેરીઓમાં અધિકારીઓ-કર્મચારીઓ પર પાન, પાનમસાલા અને ગુટખા વગેરે ખાવા સામે પ્રતિબંધ લાદી દીધો છે. સાથે જ અધિકારીઓને રાજ્યભરમાં કતલખાના બંધ કરવા માટે એક્શન પ્લાન તૈયાર કરવા માટે નિર્દેશ આપ્યા છે. બુધવારે રાજ્ય...
  March 22, 11:50 PM
 • યુપીના CM યોગીને ISISની ધમકી, 24 માર્ચે પૂર્વાંચલમાં મચાવશે તબાહી
  લખનઉઃ વડાપ્રધાન મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીના મિર્ઝામુરાદ બજારમાં બુધવારે સવારે આતંકી સંગઠન આઈએસઆઈએસના નામે ધમકી ભર્યો પત્ર ફેંકવામાં આવ્યો. સાદા કાગળ પર લખવામાં આવેલા પત્રમાં આઈએસઆઈએસ અને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લખવામાં આવ્યા હતા. ઉપરાંત આગામી 24 માર્ચે પૂર્વાંચલમાં તબાહી મચાવવાની વાત કરવામાં આવી છે. પોલીસ લાગી તપાસમાં -પત્રના માધ્યમથી યોગી સરકારને તબાહીથી બચાવી શકો તો બચાવી લેવાની ચેલેન્જ કરવામાં આવી છે. - ધમકી ભર્યો પત્ર મળતાં જ મિર્ઝામુરાદ પોલીસ તપાસમાં લાગી ગઈ છે....
  March 22, 01:39 PM
 • રાહુલથી એક વર્ષ નાનો, અખિલેશથી વર્ષ મોટો છું, જોડીની વચ્ચે આવી ગયોઃ યોગી
  નવી દિલ્હીઃ યુપીના સીએમ બન્યા બાદ યોગી આદિત્યનાથે મંગળવારે લોકસભામાં જણાવ્યું હતું કે તેઓ યુપીને રમખાણ-ભ્રષ્ટાચાર મુક્ત કરવા ભાર મુકશે. સાથે કહ્યું કે રાહુલ મારાથી એક વર્ષ મોટા અને અખિલેશ એક વર્ષ નાના. તેમની વચ્ચે હું આવ્યો તેથી તેમનો ચૂંટણીમાં પરાજય થયો. યોગી આદિત્યનાથે પીએમ નરેન્દ્ર મોદીની ભરપૂર પ્રશંસા કરી હતી. યોગીએ કહ્યું હતું કે તેઓ ઉત્તરપ્રદેશને પીએમનાં સ્વપ્નોનુંરાજ્ય બનાવશે. યોગીએ એક તરફ પીએમ મોદીની લોકકલ્યાણની યોજનાઓનો ઉલ્લેખ કર્યો,તો બીજી બાજુ પોતાની, રાહુલ અને...
  March 22, 12:35 AM
 • સન્યાસી બન્યા ત્યારે આવો હતો યોગીનો લુક, 22 વર્ષની ઉંમરે છોડ્યું હતું ઘર
  ગોરખપુરઃ કેન્દ્રની રાજનીતિ યુપીથી થઇને જાય છે. યોગી આદિત્યનાથ યુપીના 31માં સીએમ તરીકે પસંદગી પામ્યા છે. તેઓએ 22 વર્ષની ઉંમરે જ ઘર છોડી દીધું હતું. divyabhaskar.com રીડર્સ માટે લઇને આવ્યું છે યુપીના નવા સીએમના જીવન સાથે જોડાયેલી અમુક તસવીરી ઝલક... યોગીએ 22 વર્ષી ઉંમરે જ ઘર છોડી દીધું હતું - આદિત્યનાથે 22 વર્ષની ઉંમરે જ પરિવાર છોડી દીધો હતો અને ગોરખપુર આવી ગયા હતા. - તેઓએ સાંસારિક જીવન ત્યાગીને સન્યાસ ગ્રહણ કરી લીધો હતો. - 1994 ફેબ્રુઆરીમાં નાથપંથના વિશ્વ પ્રસિદ્ધમઠ ગોરક્ષનાથ મંદિર ગોરખપુરમાં મહંત અવૈધનાથે...
  March 21, 03:10 PM
 • યોગીના CM બનતા જ પાકિસ્તાન ગભરાયું, જાણો શું કહ્યું પાક. મીડિયાએ
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ બીજેપી નેતા યોગી આદિત્યનાથ ને રવિવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પદની શપથ લીધી. યોગી યુપીના એવા ચર્ચિત અને વિવાદાસ્પદ નેતા છે કે વર્લ્ડ મીડિયામાં યુપીના નવા સીએમને કવરેજ મળ્યું. મોટાભાગના અખબારોએ તેમની કટ્ટક હિંદુત્વની છબિ અંગે લખ્યું. જ્યારે પાકિસ્તાની મીડિયાની વાત કરીએ તો લગભગ દરેક અખબરા યોગી પર બરાબરનો એટેક કર્યો. પાકિસ્તાનના જાણીતા અખબાર ધ ડૉન એ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે, ભારતના સૌથી વધુ વસ્તીવાળા રાજ્યના સીએમ તરીકે એક મુસ્લિમ વિરોધી વ્યક્તિને પસંદ કરવામાં...
  March 20, 07:47 PM
 • મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી રાખશે યુપી સરકારના કામકાજ પર નજર
  લખનઉઃ મોદી ખુદ યુપી સરકારના કામકાજ પર નજર રાખશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોદીએ પોતાના પ્રિન્સિપલ સેક્રેટરી નૃપેન્દ્ર મિશ્રાને યુપી સરકાર પર દેખરેખ રાખવાની જવાબદારી સોંપી છે. મિશ્રા બે દિવસથી લખનઉમાં જ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ કેન્દ્ર સરકાર અને યુપી સરકાર વચ્ચે મધ્યસ્થીનું કામ કરશે. નૃપેન્દ્ર મિશ્રાએ રવિવારે યુપીના નવા સીએમ યોગી સાથે 45 મિનિટ સુધી વાતચીત કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે રાજ્યમાં વિવિધ યોજનાએ લાગૂ કરવાને લઈને ચર્ચા થઈ હતી. કેન્દ્ર સરકાર...
  March 20, 06:30 PM
 • CM યોગી આદિત્યનાથની ટીમમાં છે આ 5 મહિલાઓ, જાણો તેઓના વિશે
  લખનઉઃ યોગી આદિત્યનાથે રવિવારને યુપીના 32માં સીએમ પદના શપથ લીધા. તેની સાથે કેશવ પ્રસાદ મોર્ય અને દિનેશ શર્માએ ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા. આ સિવાય 44 અન્ય નેતાઓને પણ મંત્રી બનાવ્યા હતા. તેમાં 5 મહિલાઓએ પણ મંત્રી પદની શપથ લીધા. આ પ્રસંગે લખનઉના કાંશીરામ સ્મૃતિ ઉપવનમાં થયેલા સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને લાલકૃષ્ણ અડવાણી સહિત અનેક મોટાં નેતાઓએ હાજરી આપી હતી. સેરેમનીમાં 9 રાજ્યોએ સીએમ પણ મોજૂદ રહ્યા. મુલાયમ-અખિલેશ યાદવ પણ શપથ ગ્રહણમાં પહોંચ્યા. આ મહિલાઓને બનાવ્યા મંત્રી... સ્વાતિ...
  March 20, 04:53 PM
 • CM બનતા જ યોગીએ બનાવ્યો રેકોર્ડ, અટલની લીગમાં થયા સામેલ
  લખનઉઃ યોગી આદિત્યનાથ યુપીના 21માં CM બની ગયા છે. આ પદ પર આવવાની સાથે જ યોગીએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેઓ યુપીના પ્રથમ મેલ બેચલર CM છે. જાણો શું છે આ રેકોર્ડ... - યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના પ્રથમ એવા પુરૂષ સીએમ છે, જે બેચલર છે - આ પહેલાં માયાવતી પણ બેચલર સીએમ હતી, પરંતુ યોગી પ્રથમ બેચલર પુરૂષ છે - યોગીએ માત્ર 22 વર્ષની ઉંમરે જ સંન્યાસી બનવાનો નિર્ણય કર્યો હતો. - તેઓએ કોઇ સ્વાર્થ વગર જ આજીવન બેચલર રહેવાનો નિર્ણય કર્યો હતો - ભારતીય ઇતિહાસમાં અનેક એવા દિગ્ગજ નેતા છે જેઓએ ક્યારેય લગ્ન...
  March 20, 04:41 PM
 • યુપી: આદિત્યનાથે પદભાર સંભાળ્યાના 12 કલાકમાં બે હાઈ-પ્રોફાઈલ હત્યા
  અલ્લાહબાદ: યુપીમાં યોગી આદિત્યનાથે પદભાર સંભાળ્યો તેના બાર કલાકની અંદર જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પડકાર તેમના સામે આવી ઊભો રહ્યો હતો. રવિવારે મોડી રાત્રે બહુજન સમાજ પક્ષના નેતા મોહમ્મદ શમીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ અંગે શમીના સમર્થકોને માહિતી મળતા તેમણે અલ્લાહબાદ-પ્રતાપગઢ હાઈવેને બ્લોક કરી દીધો અને પોલીસ વિરૂદ્ધ નારેબાજી કરી હતી. પોલીસને આશંકા છે કે, જૂની અદાવતને કારણે હત્યા થઈ હશે. કારણ કે, શમી સપાની ટિકિટ પર કુંડાના બાહુબલિ નેતા રાજા ભૈયા સામે શમીએ ચૂંટણી લડી હતી....
  March 20, 04:36 PM
 • વિચારોમાં મુલાયમ, મોબાઇલમાં બિઝી અખિલેશ, યોગીના મંચ પર આવો અંદાઝ
  લખનઉ: યોગી આદિત્યનાથે રવિવારે યુપીના 32મા સીએમ તરીકે શપથ લીધા. કેશવપ્રસાદ મૌર્ય અને દિનેશ શર્માએ ડેપ્યુટી સીએમ પદના, સાથે જ કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા. આ દરમિયાન મુલાયમ અને અખિલેશ યાદવ પણ યોગીની તાજપોશીના સાક્ષી બન્યા. આ દરમિયાન જ્યાં મંચ પર યુપીના ભૂતપૂર્વ સીએમ અખિલેશ, નીતિન ગડકરી મોબાઇલમાં બિઝી જોવા મળ્યા. ત્યાં જ મુલાયમસિંહ યાદવ કોઇ ઊંડા વિચારમાં દેખાયા. કેટલાક નેતાઓ અંદરોઅંદર ગણગણાટ કરતા પણ જોવા મળ્યા. divysbhaskar.com તમને આવા જ કેટલાંક ફોટાઓ બતાવી રહ્યું છે. આગળની સ્લાઇડ્સમાં જુઓ ફોટાઓ...
  March 20, 01:50 PM