Home >>Topics >>Politics >>Suresh Prabhu
Suresh Prabhu

Suresh Prabhu

DOB:1953-07-11

Suresh Prabhakar Prabhu (સુરેશ પ્રભુએ) is an Indian politician and the current Railway Minister of India, under the Narendra Modi government. He is a Chartered Accountant by profession and a member of the Institute of Chartered Accountants of India.


 • સુરતઃ ટપકતાં ગરનાળા નીચે મોદી અને રેલવે પ્રધાન પ્રભુના લાગ્યા બેનર
  સુરતઃ- કેન્દ્રીય રેલવે પ્રધાન સુરેશ પ્રભુ ગત રવિવારે સુરતની મુલાકાતે આવ્યાં હતાં. પ્રભુની મુલાકાત રાજકીય રીતે ભારે વિવાદીત રહી હતી. ત્યારે પ્રભુની મુલાકાતના બે દિવસ બાદ સહારા દરવાજા નજીક આવેલા ટપકતાં ખુલ્લા ગરનાળા નીચે કોઈકે બેનર લગાવી દીધા હતાં. જેમાં રેલવે પ્રધાન સુરેશ પ્રભુ અને નરેન્દ્ર મોદીના ફોટો લગાવવામાં આવ્યાં છે. ભક્તે કરી પ્રભુને પ્રાર્થના ટપકતાં ખુલ્લા ગરનાળા નીચે નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રેલવે પ્રધાન સુરેશ પ્રભુનો ફોટો લગાવવામાં આવ્યો છે. જેની નીચે એક લાઈન...
  February 7, 02:27 PM
 • અમને પણ કોંગ્રેસની જેમ વર્તતા આવડે છે: જીતુ વાઘાણી
  ગાંધીનગર: સુરત ખાતે રેલવે મંત્રી સુરેશ પ્રભૂનો કાળો ખેસ પહેરાવીને કોંગ્રેસના કાર્યકરોએ હતાશાનું વરવું પ્રદર્શન કર્યું હોવાનો ભાજપે આક્ષેપ કર્યો છે. પક્ષના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસને ચીમકી આપી છે કે, કોંગ્રેસ લોકશાહીની ઢબે મર્યાદામાં રહીને વિરોધ કરે. નહીંતર ભાજપને પણ કોંગ્રેસની ભાષામાં જવાબ આપતા આવડે છે. પરંતુ સંસ્કારો અને ગૂજરાતનું હિત એમ કરતા રોકે છે. સુરેશ પ્રભૂ એ અભ્યાસુ, વિવેકી અને કેન્દ્રિય રેલવે મંત્રી છે. તેમની સાથે કોંગ્રેસના કાર્યકરોએ કરેલી વર્તણુંક અત્યંત...
  February 7, 01:12 AM
 • સુરેશ પ્રભુને ખેસ પહેરાવી લોલીપોપ પકડાવાતાં સીપીના તપાસના આદેશ
  સુરત: રવિવારે સુરત આવેલા રેલવે મંત્રી સુરેશ પ્રભુના ગળામાં કોંગ્રેસીઓએ કાળો ખેસ પહેરાવી લોલીપોપ આપી હતી. સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનરે વાત ગંભીરતાથી લઇને ડીસીપી ઝોન-4ને તપાસના હુકમો કર્યા છે. કયા પોલીસની શું બેદરકારી છે તેની તપાસ કરવામાં આવશે. પોલીસ બંદોબસ્તમાં ક્યાં કમી રહી અને કોની બેદરકારી હતી તેની તપાસ ડીસીપી ઝોન-4 કરીને પોલીસ કમિશનરને સોંપશે રેલવે મંત્રી સુરેશ પ્રભુ રવિવારે ચેમ્બર ઓફ કોમર્સમાં કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ત્યાં કોંગ્રેસના કેટલાક...
  February 6, 11:55 PM
 • સુરત: રેલવેમંત્રીના ખિસ્સામાં કોંગ્રેસીઓએ લોલીપોપ મૂકી, કાળો ખેસ પહેરાવ્યો
  સુરતઃ કેશલેસ ઇકોનોમી અને ડિજિટલ પેમેન્ટ અંગે લોક જાગૃતિ માટે ડિજી ધનમેલાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાજરી આપવા કેન્દ્રીય રેલવે મંત્રી સુરેશ પ્રભુ સુરત પહોંચ્યા હતા. દરમિયાન કોંગ્રેસેના કાર્યકર્તાઓએ તેમના ખિસ્સામાં લોલીપોપ મૂકી કાળો ખેસ પહેરાવી વિરોધ નોંધવતા હોબાળો મચી ગયો હતો. અને પોલીસે કોંગ્રેસના 15 જેટલા કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી કોંગ્રેસના 15 જેટલા કાર્યકર્તાઓની અટકાયત નીતિ આયોગ, રાજ્ય-સરકાર અને જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે આજે સુરતના લિંબાયતના નીલગીરી મેદાન...
  February 6, 09:55 AM
 • રેલવેએ કમાણી પર ભાર આપ્યો: ત્રણ વર્ષનો વિઝન પ્લાન તૈયાર કર્યો
  જોધપુર: આ વખતે રેલવેનું અલગ બજેટ નહીં આવે. કેન્દ્ર સરકાર 1લી ફેબ્રુઆરીએ સામાન્ય બજેટની સાથે જ તે રજૂ કરશે. રેલવેમંત્રી કોઈ જાહેરાત કરી નહીં શકે, તેથી રેલવે મંત્રાલયે બજેટના બે દિવસ પહેલાં 3 વર્ષ માટે વિઝન પ્લાન જાહેર કરી દીધો છે. તેમાં રેલવેએ કમાણી વધારવા પર સૌથી વધુ ભાર મૂક્યો છે. સાથે જ નવા પ્રકારની ટ્રેન, નવી સુવિધાઓ, અકસ્માત રોકવા અને ટ્રેનોમાં વિલંબની માહિતી જેવા કામોની યોજનાઓ પણ રજૂ કરાઈ છે. આ બધી જ વાતો સામાન્ય રીતે રેલવે બજેટ દરમિયાન પહેલા પણ કરાય છે. સાથે જ કહેવાયું છે કે મુખ્ય ટ્રેનો...
  February 1, 09:16 AM
 • મોદી રાજ: રેલ દુર્ઘટનાઓમાં 271નાં મોત, સુરક્ષાને લગતા 1.3 લાખ પદ ખાલી!
  નેશનલ ડેસ્ક. હિરાખંડ એક્સપ્રેસ ટ્રેન ખડી પડતા 39 પેસેન્જર્સના મોત થયા જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. છેલ્લા થોડાક મહિનામાં ટ્રેન પાટા પરથી ખડી પડવાના એકસરખા ચાર અકસ્માતો નોંધાયા છે. દુર્ઘટનાઓના કારણો તપાસવામાં આવી રહ્યા છે તો બીજી તરફ રેલવેમાં સુરક્ષા સાથે સંકળાયેલા 1.3 લાખ ખાલી પદોનો આંકડો પણ ચોંકાવનારો છે. મોદી સરકાર અસ્તિત્વમાં આવ્યા બાદ નોંધાયેલા મોટા રેલ અકસ્માતોનો આંકડો હવે 5 સુધી પહોંચ્યો છે જેમાં 271 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 592થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યાં અકસ્માત થયો ત્યાં...
  January 24, 08:02 AM
 • સુરેશ પ્રભુએ કર્યુ ફાસ્ટ ટ્રેનના સ્ટોપેજનું ઉદઘાટન,વાઇફાઇનો શુભારંભ
  મુંબઈઃ રેલ મંત્રી સુરેશ પ્રભુએ રવિવારે બાંદરા ટર્મિનસ પર આયોજિત કાર્યક્રમમાં પશ્ચિમ અને મધ્ય રેલવેના મુંબઈ સ્થિતિ વિભિન્ન સ્ટેશનો પર હાઈ સ્પીડ વાઈ-ફાઈ સેવા સહિત વિવિધ યાત્રી સુવિધાઓનું ઉદઘાટન અને લોકાર્પણ કર્યું. બાંદરા ટર્મિનસથી ગોરખપુર માટે નવી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી. દાદર સ્ટેશનનાં નવનિર્મિતી પ્લેટફોર્મ 7 અને મધ્ય રેલવેના દીવા સ્ટેશન પર ફાસ્ટ ટ્રેનના સ્ટોપેજનું પણ ઉદઘાટન કર્યું. ઉપરાંત પશ્ચિમ રેલવેનાં દાદર, ભાયંદર અને વસઈમાં નવસ્થાપિત એસ્કેલેટરો,...
  December 19, 03:41 AM