Home >>Topics >>Politics >>Smriti Irani
Smriti Irani

Smriti Irani

DOB:1976-03-23

Smriti Zubin Irani (ઇસ્મરીતી ઈરાની) is an Indian politician, former model, television actress and producer. Irani is a Member of Parliament, being nominated to the Rajya Sabha from the state of Gujarat. (Wikipedia)


 • માર્કેજ કંપનીએ સ્કૂલની જમીન ખરીદી નથી, ઝુબિન ઇરાની માત્ર શેર હોલ્ડર છે
  ભોપાલઃ ઉમરિયા જિલ્લાના માનપુર તાલુકાના ગામ કુચવાહીમાં જમીન ખરીદીને લઇને માર્કજ હોસ્પિટાલિટી પ્રા.લિ.એ સ્પષ્ટ કર્યું છેકે આ મામલે કેન્દ્રિય કાપડ મંત્રી સ્મૃતિ ઇરાનીના પતિ ઝુબિન ઇરાનીને કોઇ લેવા-દેવા નથી. તે ફર્મના માત્ર શૅર હોલ્ડર છે, ડાયરેક્ટર નથી. ફર્મના ડાયરેક્ટર અમ્યત કુમારે મીડિયાને આપેલા નિવેદનમાં આ વાત કહી છે. તેમણે જણાવ્યું કે, આ પ્રકારે સ્કૂલની કોઇ જમીન ન તો ખરીદવામાં આવી છે અને ન તો કોઇ ભાગ પર કબજો કરવામાં આવ્યો છે. આ જમીન મે 2016માં રાકેશ શુક્લા અને રાજેશ શુક્લા નામની વ્યક્તિ...
  May 5, 01:07 AM
 • PMને બંગડીઓ અપાવવા માટે પૂર્વ ખેલાડીએ મોકલ્યા રૂ. એક હજાર
  નવી દિલ્હી/લખનઉ: માઓવાદીઓ દ્વારા CRPFના જવાનો પર હુમલાની શાહી સૂકાઈ નથી, ત્યાં કુપવાડામાં સૈન્ય છાવણી પર હુમલો થયો હતો. જેમાં ત્રણ જવાન શહીદ થઈ ગયા. આ અંગે દેશવાસીઓમાં આક્રોશ પ્રવર્તે છે, ત્યારે એક પૂર્વ ખેલાડીએ કેન્દ્રીય કાપડપ્રધાન સ્મૃતિ ઈરાનીને રૂ. એક હજાર મોકલાવ્યાં છે. જેમાંથી વડાપ્રધાન માટે બંગડીઓ ખરીદવા કહ્યું છે. વડાપ્રધાન કે સરકારનો વિરોધ નથી લખનઉમાં રહેતા પૂર્વ દોડવીર અજીત વર્માએ કેન્દ્રીય કાપડપ્રધાન સ્મૃતિ ઈરાનીને રૂ. 1000નો ચેક મોકલ્યો છે. સાથે જ એક પત્ર પણ મોકલ્યો છે....
  April 30, 01:38 PM
 • MCD ચૂંટણીઃ અમિત શાહ બીમાર પડતા સ્મૃતિએ કર્યો દિલ્હીમાં પ્રચાર
  નવી દિલ્હી. રવિવારે યોજાનારી એમસીડી ચૂંટણીને ધ્યાને લઈ બીજેપી પ્રચારના અંતિમ ગાળામાં પોતાની સમગ્ર તાકાત લગાવી રહી છે. આ કડીમાં કેન્દ્રીય મંત્રીઓ રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, ઉમાર ભારતી અને વિજય ગોયલને ગુરુવારે અલગ-અલગ વિસ્તારમાં પ્રચાર કર્યો. ગુરુવારે દ્વારકામાં બીજેપી અધ્યક્ષ અમિત શાહનો પણ ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ હતો અને તેમનું ભાષણ સાંભળવા હજારો બીજેપી કાર્યકર્તા ઉપસ્થિત હતા. ચારે તરફ દેશભક્તિના ગીતો ગૂંજી રહ્યા હતા પરંતુ અંતિમ ઘડીએ સૂત્રો મુજબ સ્વાસ્થ્ય કારણોથી શાહની...
  April 21, 10:18 AM
 • 'ક્યોંકી સાસ ભી કભી' પરનો ભાંગડા ડાન્સ જોઈ સ્મૃતિ ઈરાનીને પણ કરવુ પડ્યું ટ્વિટ
  અજબ-ગજબઃજો તમારા કાનોમાં ક્યોંકી સાસ ભી કભી બહુ થીનું ટાઈટલ સોંગ સંભળાય તો તમારી સામે તેની લીડ એક્ટ્રેસ તુલસીની છબી જરૂર આવી જશે, પછી તે બા હોય કે સાસુ કે પછી બહુના ચરિત્રમાં. હાલમાં જ બે પંજાબી યુવકોએ ક્યોંકી સાસ ભી કભી બહુ થીના ટાઈટલ સોંગ પર બિન્દાસ ભાંગડા ડાન્સ કર્યો છે. ડાન્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર એટલો વાયરલ થયો કે તેને જોઈને ખુદ સ્મૃતિ ઈરાનીએ પણ ટ્વિટ કરવું પડ્યું હતુ.
  April 18, 02:11 PM
 • 'તુલસી'એ એક સમયે હોટલમાં કર્યાં હતાં કચરાં-પોતા, હવે જીવે છે બાદશાહી જીવન
  મુંબઈઃ નાના પડદે તુલસીના નામથી જાણીતી સ્મૃતિ ઇરાની 41 વર્ષની થઇ ગઇ છે. 23 માર્ચ, 1976ના રોજ તેનો જન્મ નવી દિલ્હીમાં થયો હતો. એક સમયે હોટલમાં કચરાપોતા કરનારી સ્મૃતિ ઈરાની હાલમાં 9.32 કરોડની સંપત્તિની માલિક છે. સ્મૃતિ પાસે છે લક્ઝરી બોટઃ સ્મૃતિ ઈરાની 2003થી ભાજપ સાથે જોડાયેલી છે. 28 વર્ષની ઉંમરે સ્મૃતિ દિલ્હીના ચાંદની ચોકથી ભાજપ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડી હતી.તે સમયે તેની સંપત્તિ માત્ર 27 લાખ રૂપિયા હતા. સ્મૃતિએ 2001માં ઝુબિન ઈરાની સાથે લગ્ન કર્યાં હતાં. ત્યારે તે 2.7 લાખ રૂપિયાના ફ્લેટમાં રહેતી...
  March 24, 01:15 PM
 • ‘પાકને ભારે પડનારી વીરાંગનાઓની ભૂમિ પર આવી છું’: સ્મૃતિ ઇરાની
  ભુજ: ભુજમાં શનિવારે ટેક્સટાઇલ્સ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીના હસ્તે નવનિયુક્ત મહિલા સરપંચોના સન્માન અને હસ્તકલા કારીગર ઓળખપત્ર વિતરણ સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં તેમણે પ્રારંભિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, મારું સૌભાગ્ય છે કે, હું એ ધરતી પર આવી છું, જેની બહેનોએ 1971ના યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા થતા બોમ્બમારા વચ્ચે માત્ર 2 દિવસમાં એરપોર્ટને પુન: ધબકતું કરી પાકિસ્તાનના મનસૂબા ઉપર પાણી ફેરવી દીધું હતું અને વીરાંગનાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કચ્છની ટેક્સટાઇલ કંપની દેશની સૌથી...
  March 19, 01:22 PM
 • ‘કચ્છનો ઝડપી ઔદ્યોગિક વિકાસ PM મોદીના કારણે શક્ય બન્યો’: સ્મૃતિ ઇરાની
  અંજાર: કચ્છ જેવો પ્રાંત આજે ઔદ્યોગિક રીતે આટલો ઝડપી વિકાસ પામશે તેવું થોડા સમય પહેલાં કોઇએ વિચાર્યું ન હતું, પરંતુ નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને દુરંદેશીને કારણે આજે શક્ય બન્યું છે, તેવું કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઇરાનીએ અંજાર પાસે આવેલી વેલસ્પન કંપનીમાં શરૂ થનારા એડવાન્સ ટેક્સટાઇલ પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું. ઇરાનીના હસ્તે એડવાન્સ ટેક્સટાઇલ યુનિટનું ઉદઘાટન 250 કરોડના રોકાણ સાથે શરૂ કરવામાં આવનારા એડવાન્સ ટેક્સટાઇલ પ્લાન્ટના ઉદઘાટન બાદ તેમણે આપેલા વકતવ્યમાં...
  March 19, 12:53 AM
 • ‘જે કંઈ પણ છું તે સોમનાથ મહાદેવની કૃપાથી છું’: સ્મૃતિ ઈરાનીએ કર્યા દર્શન
  સોમનાથ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને અડવાણી બાદ હવે ભાજપના મહિલા નેતા અને સ્મૃતિ ઈરાની સોમનાથ મહાદેવની મુલાકાતે આવી પહોંચ્યા હતાં. જ્યાં સોમનાથ મહાદેવને દર્શન કરીને આરતીમાં જોડાયા હતાં. સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, સોમનાથ મહાદેવના દર્શન કરવાથી બેડો પર થાય છે અને આજે હું જે કઈ પણ છું તે સોમનાથ મહાદેવની કૃપાથી છું. સ્મૃતી ઈરાની દર વર્ષ સોમનાથ મહાદેવને શીશ જુકાવવા આવે છે, ત્યારે આ વર્ષ પણ પતિ ઝુબિન ઈરાની સાથે સોમનાથ મહાદેવને શીશ જુકાવી આરતીમાં જોડાયા અને સોમનાથ મહાદેવને...
  March 17, 02:25 AM
 • 'તુલસી' પહેલાં રહેતી'તી 2.5 લાખના ફ્લેટમાં, હવે કરોડપતિ ને રાખે લક્ઝરી બોટ
  મુંબઈઃ હાલમાં તમામની નજર યુપી ઈલેક્શન પર છે. અહીંયા તમામ પાર્ટી પોતે જીતે તે માટે તનતોડ પ્રયાસ કરી રહી છે. ટીવી એક્ટ્રેસ સ્મૃતિ ઈરાની પણ ક્યારેક સોશ્યિલ મીડિયામાં તો ક્યારેય સભામાં દેખાતી હોય છે. એક સમયે સ્મૃતિ ઈરાની અઢી લાખના ફ્લેટમાં રહેતી હતી, હવે તેની પાસે કરોડોની મિલકતા છે. ક્યૂંકી સાસ ભી કભી બહૂ થીમાં સ્મૃતિ ઈરાની તુલસીના રોલથી લોકપ્રિય થઈ હતી. સ્મૃતિ પાસે છે લક્ઝરી બોટઃ - સ્મૃતિ ઈરાની 2003થી ભાજપ સાથે જોડાયેલી છે. - 28 વર્ષની ઉંમરે સ્મૃતિ દિલ્હીના ચાંદની ચોકથી ભાજપ ઉમેદવાર તરીકે...
  February 8, 01:54 PM
 • લૂમ, યાર્ન, ધાગા હવે ઘેર બેઠા પહોંચતા કરાશે: કાપડમંત્રી સ્મૃતિની જાહેરાત
  સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં વણાટક્ષેત્ર ટાંગલીયા સમાજની ગરમ શાલ, સાડીનું કામ વખણાયા છે. ત્યારે કેન્દ્રીય કાપડ મંત્રીએ વઢવાણ અને દેદાદરામાં કલાકારી જોઇને પ્રભાવિત થયા હતા. આ પ્રસંગે તેઓ એ હજારો ટાંગલીયા પરિવારો માટે સોસાયટી બનાવીને લૂમ અને યાર્ન અને ધાગાની વ્યવસ્થા ઘેર બેઠા કરવાની જાહેરાત કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ હજારથી વધુ ટાંગલીયા કારીગરો કલા અને સંસ્કૃતિને જાળવવા કાર્યરત છે. આ કારીગરોને કલાને જાળવવામાટે કેન્દ્રીય ટેક્ષટાઇમંત્રી સ્મૃતી ઇરાની વઢવાણ પંથકની મુલાકાતે...
  January 19, 11:00 PM
 • મારી શૈક્ષણિક લાયકાત કોઇને ન દેખાડશો : સ્મૃતિ ઇરાની
  નવી દિલ્હી: કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઇરાનીનો ડિગ્રી વિવાદ ફરી ગરમાયો છે. સ્મૃતિએ દિલ્હી યુનિવર્સિટી (ડીયુ)ને કહ્યું છે કે તેમની શૈક્ષણિક યોગ્યતા સાથે સંબંધિત માહિતી કોઇને ન આપે. સ્મૃતિના આ વલણની માહિતી ડીયુના સ્કૂલ ઓફ ઓપન લર્નિંગ (એસઓએલ)એ કેન્દ્રીય માહિતી પંચને આપી છે. આ બાબતે પંચે સ્મૃતિની શૈક્ષણિક લાયકાત સાથે સંબંધિત સંપૂર્ણ રેકોર્ડ માગ્યો છે. હવે માહિતી કમિશનર શ્રીધર આચાર્યુલુ તેની ચકાસણી કરશે. RTI હેઠળ માહિતી નહીં આપવા બદલ પંચે ડીયુના માહિતી અધિકારીને ફરી નોટિસ જારી કરી છે....
  January 19, 02:04 AM
 • વાઇબ્રન્ટ: બુલેટ ટ્રેન માટે 67,000 Crના MoU, રાજકોટમાં બનશે કન્ટેનર યાર્ડ
  અમદાવાદ : વાઇબ્રન્ટ ગુજરાતના સેમિનારમાં વિજય રૂપાણીએ કહ્યું હતું કે હાઇ સ્પીડ બુલેટ ટ્રેનના કેટલાક ભાગોનું ઉત્પાદન ગુજરાતમાં થશે. રેલવે સાથે આ માટે રૂપિયા 67 હજાર કરોડના એમઓયુ કરવામાં આવ્યા છે. રાજકોટમાં કંટેનર યાર્ડ માટે રૂપિયા 100 કરોડના એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે. જ્યારે વડોદરાને દેશની પહેલી મેડિકલ ડિવાઇસ લેબોરેટરી મળશે તેવી જાહેરાત મનસુખ માંડવીયાએ કરી હતી. વાઇબ્રન્ટ ગુજરાતમાં આજે વિવિધ સબ્જેક્ટ પર સેમિનાર યોજાયા હતા. જેમાં કેન્દ્રીય મંત્રીઓએ પણ હાજરી આપી હતી. કેન્દ્રીય...
  January 12, 05:47 PM