Home >>Topics >>Politics >>Nitish Kumar
Nitish Kumar

Nitish Kumar

DOB:1951-03-01

Nitish Kumar (નીતિશ કુમાર) is an Indian politician who has been Chief Minister of Bihar since February 2015. Previously he served as the Chief Minister of Bihar from 2005 to 2014 and served as a minister in the Union Government of India. (Wikipedia)


 • 2019 માટે હું PM પદનો દાવેદાર નથી, પ્રણવ ફરી રાષ્ટ્રપતિ બનાવો: નીતિશ
  પટણા. બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાનપદની દોડમાં નથી. સોમવારે તેમણે કહ્યું કે હું રાજકીય યથાર્થને સમજું તેટલો બેવકૂફ નથી. અમારો પક્ષ નાનો પક્ષ છે અને અમે વાસ્તવિકતાને સમજીએ છીએ. મારામાં વડાપ્રધાનપદની ક્ષમતાઓ નથી. મારી રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાઓ પણ નથી. નીતીશે એમ પણ જણાવ્યું કે જે નેતામાં પક્ષ કે ગઠબંધનનું નેતૃત્વ કરવાની ક્ષમતા હશે અને જે દેશની જનતાની અપેક્ષાઓ પૂરી કરી શકે તે વડાપ્રધાન બની શકે છે. 5 વર્ષ અગાઉ...
  May 16, 10:00 AM
 • નીતીશકુમાર ક્યાં સુધી લાલુને પકડી રાખશે ?
  (લાલુ પ્રસાદ યાદવ) રાજકારણમાં વિચિત્ર શૈય્યાસાથીઓ જોવા મળતા હોય છે, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ બિહારમાં જોવા મળતું નીતીશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવનું ફેવિકોલ જેવું જોડાણ છે. નીતીશ કુમાર સજ્જન છે, શાલિન છે અને સ્વચ્છ પ્રતિભા ધરાવે છે. લાલુ પ્રસાદ યાદવ દુર્જન છે, ગમાર છે અને ભ્રષ્ટાચારના કેસમાં ગુનેગાર પુરવાર થઇ ચૂક્યા છે. તેમ છતાં નીતીશ કુમારની મજબૂરી છે કે તેમને મુખ્ય પ્રધાનની ગાદી પર ટકી રહેવા માટે લાલુ પ્રસાદનો ટેકો લેવો પડે છે. લાલુ પ્રસાદ યાદવ પર ચારા કૌભાંડમાં એક વધુ ખટલો ચલાવવાનો...
  May 9, 03:03 AM
 • નીતિશના કાફલા માટે રોકવામાં આવી શહીદોની ગાડી- BJPના મંત્રીનો આરોપ
  પટના. બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી રામકૃપાલ યાદવે આરોપ લગાવ્યો છે કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના કાફલાના કારણે શહીદોના શબને લઈ જઈ રહેલી ટ્રકને અટકાવવામાં આવી. આ ઘટના મંગળવાર સાંજની છે. છત્તીસગઢના સુકમામાં નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોના શબને પટના એરપોર્ટ લાવવામાં આવ્યા હતા. શબને લઈને સેનાના ટ્રક જ્યારે પટેલ ચોક પહોંચ્યા તે જ સમયે નીતીશ કાફલાની સાથે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. સીએમના કાફલાને કારણે શહીદના શબને લગભગ 15 મિનિટ સુધી રોકવામાં આવ્યા. નીતીશને શ્રદ્ધાંજલિ...
  April 26, 03:20 PM
 • માટી કૌભાંડના આરોપી બિહારના મંત્રી તેજપ્રતાપ વિરુદ્ધ તપાસના આદેશ
  પટણા: લાલુપ્રસાદ યાદવના મંત્રી દીકરા તેજપ્રતાપ યાદવ પર માટી કૌભાંડના આરોપ લાગ્યા પછી નીતિશ સરકારે તપાસના આદે આપી દીધા છે. બિહારના ચીફ સેક્રેટરીએ ગુરુવારે આ આદેશ જાહેર કર્યો અને 7 દિવસમાં રિપોર્ટ માંગ્યો છે. લાલુના દીકરા પર આરોપ લાગ્યા પછી બીજેપીએ આ મામલેની તપાસ માટે માંગ કરી હતી. લાલુના દીકરા પર 90 લાખ રૂપિયાના કૌભાંડનો આરોપ છે. બીજેપીની માંગ- તેજપ્રતાપને બરતરફ કરે નીતિશકુમાર - બિહારમાં બીજેપીના સિનિયર નેતા સુશીલ મોદીએ તેજપ્રતાપ પર માટી કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. મોદીએ મંગળવારે...
  April 7, 10:16 AM
 • ખેતીની હાલત એટલી ખરાબ કે પટેલ- મરાઠા અનામત માગે છે
  પટણાઃ બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે કેન્દ્ર સરકારને પડકારી છે. તેમણે કહ્યું છે કે જો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પ્રતિ શ્રદ્ધા અને સન્માન રાખો છો તો સમગ્ર દેશમાં દારૂબંધી કરો અને જો સમગ્રદેશમાં લાગુ ન કરી શકો તો બીજેપીનાશાસનવાળા દરેકરાજ્યોમાં દારૂબંધી કરવાની હિંમતબતાવો. નીતીશનું કહેવું છે કે એક તેયોજનાબદ્ધ કાવતરા અંતર્ગત આ પ્રકારના મુદ્દા ઉઠાવવામાં આવે છે. જેમાં લોકો ફસાઇ રહ્યા છે. રોજગાર અથવા કૃષિક્ષેત્રમાં જે ભયાનક સ્થિતિ પેદા થઇ છે તેના પર કોઇચર્ચા કરતું નથી કારણકે રોજગાર પર...
  April 4, 02:25 AM
 • કોઈ IIT એન્જિનિયર તો કોઈ છે 10મું પાસ, આટલા ભણેલા છે દેશના 29 CM
  લખનઉઃ યુપીના સીએમ બનવાની સાથે યોગી આદિત્યનાથ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યા છે. તેમના પ્રારંભિક નિર્ણયોની પ્રશંસાની સાથે ટીકા પણ થઈ રહી છે. યોગી આદિત્યનાથે ગઢવાલ યુનિ.થી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. તેમણે 1992માં મેથ્સ સાથે બીએસસીની ડિગ્રી મેળવી હતી. ભાસ્કર.કોમ દેશના સૌથીવધુ ભણેલા સીએમથી લઈ 10મી પાસ સુધીના તમામ રાજ્યોની સીએમના એજ્યુકેશન વિશે અહીં જણાવી રહ્યું છે. (આગળની સ્લાઈડ્સમાં જુઓ દેશના અન્ય રાજ્યોના CM કેટલું ભણેલા છે....)
  March 29, 10:57 AM
 • 'બિહારમાં નહીં અને બહાર પણ નહીં,' અધિકારીઓ માટે દારૂબંધીનો કડક નિયમ
  પટણા. લગભગ એક વર્ષ પહેલા દારૂબંધી લાગુ થયા બાદ હવે બિહાર રાજ્યના અધિકારી રાજ્ય કે દેશની બહાર જઈને પણ દારૂ નહીં પી શકે. મુખ્યમંત્રી નીતીશ કુમારના નેતૃત્વવાળા મંત્રીમંડળે રાજ્ય દારૂબંદી કાયદામાં આ અઠવાડિયે સંશોધનને મંજૂરી આપી દીધી છે. જે મુજબ દેશ કે દુનિયાના કોઈપણ ખૂણામાં દારૂ પીતા મળ્યા તો રાજ્યના સરકારી કર્મચારીઓ, જજો તથા મેજિસ્ટ્રેટોને દંડ કરવામાં આવશે. દારૂ પીતા પકડાયા તો નોકરી ગુમાવવી સુધીની થશે સજા - સજા તરીકે આ અધિકારીઓના પગારમાં કાપ કરી શકાય છે, તેમને સસ્પેન્ડ કરી શકાય છે...
  February 17, 12:07 PM
 • સોનમ ગુપ્તા બાદ હવે 'નિતિશ બેવફા હૈ' Twitter-FBમાં ઊડી રહી છે મજાક
  પીએમ મોદી અને નિતિશ કુમારના સંબંધો આજકાલ સુધરી રહ્યા છે અને તેમના સંબંધોમાં આવેલ આ મિઠાશ આજકાલ ચર્ચામાં છે. તાજેતરમાં જ એક સમારંભમાં બંન્ને જણા એકબીજાનાં ભરપૂર વખાણ કરતા જોવા મળ્યા. સોશિયલ મીડિયામાં બેઠેલા લોકો આવો મોકો કેવી રીતે છોડી શકે. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ સોશિયલ મીડિયામાં શું-શું ચાલી રહ્યું છે...
  January 7, 12:05 AM
 • PMOના કહેવા પર 3 કેન્દ્રીય મંત્રીઓને મળ્યું મંચ પર સ્થાન, લાલુ બેઠા નીચે
  પટણા. 350માં પ્રકાશોત્સવમાં ત્રણ કેન્દ્રીય મંત્રીઓને પીએમઓના કહેવા પર નરેન્દ્ર મોદી સાથે મંચ પર સ્થાન મળ્યું હતું. જોકે, કાર્યક્રમમાં લાલુ યાદવ પોતાના બંને મંત્રી દીકરાઓ સાથે આવ્યા હતા. પરંતુ તેમને મંચ પર ન બેસવા દેવામાં આવ્યા. લાલુ યાદવ આ મુદ્દે નીતિશ કુમારને ફરિયાદ કરશે. પીએમઓમાં કરી હતી ફરિયાદ - સૂત્રોના કહેવા મુજબ મુખ્ય કાર્યક્રમમાં પીએમના મંચ પર કેન્દ્રીય મંત્રીઓને સ્થાન મળ્યું હતું, જે બાદ તેમણે પીએમઓમાં ફરિયાદ કરી હતી. - કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, રામવિલાસ પાસવાન અને...
  January 5, 04:01 PM
 • CM રૂપિયા આપીને સભામાં મહિલાઓ બોલાવે છેઃ પપ્પુ યાદવની નીતિશ પર કોમેન્ટ
  પટના. જનાધિકાર પાર્ટીના અધ્યક્ષ અને સાંસદ પપ્પુ યાદવે નીતિશ કુમાર પર કોમેન્ટ કરી છે. પપ્પુ યાદવે મઘેપુરામાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે સીએમ નીતિશ કુમાર નયનસુખિયા-મનસુખિયા છે. તેમણે કહ્યું કે સીએમની સભામાં રૂપિયા આપીને મહિલાઓ બોલાવવામાં આવે છે. દરેક ગલીમાં વેચાઈ રહ્યો છે દારૂ - પપ્પુ યાદવે દારૂબંધીની યોજનાને નિષ્ફળ જણાવતાં કહ્યું કે, બંધી બાદ પણ દરેક ગલીમાં દારૂ વેચાઈ રહ્યો છે. - દલાલો અને પદાધિકારીઓ માટે દારૂ ઘેર મોકલવામાં આવી રહ્યો છે. તેઓ બીજી કોઈ પાર્ટીના નેતા,...
  December 20, 03:35 PM
 • નીતીશ-હાર્દિકની જોડી! શું પાટીદારોના જોરે મોદીના ગઢમાં જંગ લડશે બિહારના CM?
  અમદાવાદઃ પાટીદાર નેતા હાર્દિક પટેલ અને બિહારના મુખ્યમંત્રી અને જેડીયુ નેતા નીતીશકુમારની મુલાકાતે રાજકારણમાં નવી ચર્ચાએ જોર પકડ્યું છે. શું હાર્દિક પટેલે નીતીશકુમાર સાથે હાથ મીલાવ્યો છે?, શું નીતીશકુમાર હાર્દિક અને પાટીદારોના જોરે મોદીના ગઢ મનાતા ગુજરાતમાં જંગ લડશે?. જો નીતીશ-હાર્દિકની જોડી ગુજરાતમાં લડશે તો ભાજપ-કોંગ્રેસને તેની શું અસર થશ?. ઉલ્લેખનિય છે કે, નીતીશ કુમારે પહેલાંથી જ હાર્દિક પટેલને ખુલ્લુ સમર્થન કરતા આવ્યા છે અને તેમા બંને બંનેની મુલાકાત થતા હાર્દિક સમર્થકો ગેલમાં આવી...
  December 14, 12:50 PM
 • 28 જાન્યુ.એ નીતીશકુમાર સૌરાષ્ટ્રમાં ખેડૂત સંમેલન સંબોધશે; હાર્દિક સાથે કરી મુલાકાત
  ગાંધીનગર: પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક હાર્દિક પટેલે મંગળવારે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારને મળી 28મી જાન્યુઆરીએ સૌરાષ્ટ્રમાં યોજાનારા ખેડૂત સંમેલનમાં હાજર રહેવાનું આમંત્રણ આપ્યું છે. જેને નીતિશે સ્વીકાર્યું છે. હાર્દિકને ગુજરાત બહાર રહેવાના કોર્ટના આદેશનો સમયગાળો આગામી 17 જાન્યુઆરીએ પુરો થાય છે. તે દિવસે રાજસ્થાન-ગુજરાત બોર્ડેર પર આવલા રતનપૂર ખાતે હાર્દિક પટેલની ગુજરાત વાપસી અનુસંધાને સ્વાગત સભાનું આયોજન કરાયું છે. નીતિશકુમારે આ સભામાં ઉપસ્થિત રહેવાનું સ્વીકાર્યું...
  December 14, 01:50 AM