Home >>Topics >>Politics >>Narendra Modi
Narendra Modi

Narendra Modi

DOB:1950-09-17

Narendra Damodardas Modi is an Indian politician who is the 14th and current Prime Minister of India, in office since 26 May 2014. Modi, a leader of the Bharatiya Janata Party (BJP), was the Chief Minister of Gujarat from 2001 to 2014.


 • કલાકારોએ દોરેલી વડનગરની ‘હટકે’ પેઈન્ટિંગ્સ જોઈને મોદી થયા અભિભૂત
  મહેસાણા: વડનગર ખાતે યોજાયેલ 11મી રાષ્ટ્રીય કલાશિબિરમા 106 કલાકારોના હસ્તે 662 કલાકૃતિઓ તૈયાર કરવામા આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મભૂમિની યાદગીરી માટે પી. એમ.ઓફિસમાં શ્રેષ્ઠ 25 કલાસર્જનો આપવા માટે ગુજરાત કલાપ્રતિષ્ઠાન દ્રારા પત્રથી રજૂઆત કરવામા આવી હતી. ખૂબ ઝડપથી આમંત્રણ મળતાં સવારે 11.30 કલાકે પી.એમ.ઓફિસમાં સંસ્થાના મહામંત્રી રમણીક ઝાપડિયા, ચિત્રકાર સી.ટી.પ્રજાપતિ. અજીત ભંડેરી, હિતેષ સુરતી, વડનગર પાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ પ્રજાપતિ, સુરતના સાસંદ દર્શનાબેન જરદોશના સબળ...
  March 24, 04:46 PM
 • મોદીની ગુજરાતના સાંસદો સાથે ચાય પે ચર્ચા, કોંગ્રેસનો સફાયો કરવા આદેશ
  અમદાવાદ: ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીની રણનીતિ ઘડવા માટે મોદીએ આજે(શુક્રવાર) સવારે ગુજરાતના સાંસદો સાથે ચાય પે ચર્ચા કરી હતી. આ દરમિયાન મોદીએ તમામ સાંસદોને આગામી વિધાનસભાની ચૂંટણીમાં લોકસભાની જેમ કોંગ્રેસનો સફાયો કરવાની સૂચના આપી હતી. ખાસ કરીને સાંસદોને પોતાની ક્ષેત્રમાં આવતી વિધાનસભાની તમામ બેઠકો પર ધ્યાન કેન્દ્રીત કરી ભાજપને વિજય અપાવવા માટે કામે લાગી જવા હાકલ કરી હતી. લોકસભાનું પુનરાર્તન કરવા સૂચના ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત ભાજપની સાથે...
  March 24, 02:51 PM
 • UPમાં ખેડૂતોની લોન માફીઃ મોદીના વચન સામે જેટલીએ હાથ ખંખેર્યા
  નવી દિલ્હી/મુંબઈ: ઉત્તર પ્રદેશની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદીએ ખેડૂતોને લોન માફીનું વચન આપ્યું હતું અને કહ્યું હતું કે હું વચનનું પાલન થાય તેના પર ધ્યાન રાખીશ. તે પછી કેન્દ્રીય કૃષિ પ્રધાન રાધામોહન સિંહે કહ્યું હતું કે લોન માફીનો ભાર કેન્દ્ર સરકાર વહન કરશે. લોન માફીની ચર્ચા દેશભરમાં ચાલી રહી હતી. હવે યુપીમાં 325 બેઠકો જીત્યા પછી નાણા મંત્રી અરૂણ જેટલીએ સ્પષ્ટ કહી દીધું છે કે લોન માફીનો કોઈપણ ભાર કેન્દ્ર વહન નહીં કરે. જો માફ કરવું હોય તો રાજ્ય સરકારને પૈસા ભોગવવા પડશે. કેન્દ્ર સરકાર...
  March 24, 08:24 AM
 • મોદીની UPના સાંસદો સાથે બ્રેકફાસ્ટ મિટિંગઃ કહ્યું, પોલીસ પર દબાણ ન કરો
  નવી દિલ્હી: ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક જીતને લઈને નરેન્દ્ર મોદીએ રાજ્યના બીજેપી સાંસદોને ગુરુવાર સવારે નાસ્તા પર બોલાવ્યા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પીએમ આવાસ પર તમામ સાંસદોનું સન્માન કરવામાં આવ્યું. આ દરમિયાન મોદીએ સાંસદોને કહ્યું કે તેઓ કોઈપણ મામલામાં (એન્ટી રોમિયો સ્ક્વોડ સહિત) પોલીસ પર કારણ વગરનું દબાણ ન કરે. મોદીએ સાંસદોને ટ્રાન્સફર અને પોસ્ટિંગથી પણ દૂર રહેવા કહ્યું. સાથોસાથ અથાગ મહેનત કામ કરવાની સલાહ આપી છે. અમિત શાહ, રાજનાથ પણ રહ્યા ઉપસ્થિત - મોદીએ સાંસદો...
  March 23, 11:38 AM
 • હવે હીરાબાએ કાન પકડ્યો મોદીનો, જબરજસ્ત Viral છે Facebookમાં
  સોશિયલ મીડિયામાં તો જાત-જાતની મજાક મસ્તી ચાલતી જ રહે છે. ક્યાંક ફોટો પર આખી સ્ટોરી ઘડી કાડવામાં આવે છે તો ક્યાંક ફોટોનું ઓપરેશન જ કરી દેવામાં અવે છે. આવી જ મજાની ક્રિએટિવિટીનું કલેક્શન લાવ્યા છીએ અમે અહીં. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવા જ ફની વધુ ફોટોઝ...
  March 23, 10:51 AM
 • રાહુલથી એક વર્ષ નાનો, અખિલેશથી વર્ષ મોટો છું, જોડીની વચ્ચે આવી ગયોઃ યોગી
  નવી દિલ્હીઃ યુપીના સીએમ બન્યા બાદ યોગી આદિત્યનાથે મંગળવારે લોકસભામાં જણાવ્યું હતું કે તેઓ યુપીને રમખાણ-ભ્રષ્ટાચાર મુક્ત કરવા ભાર મુકશે. સાથે કહ્યું કે રાહુલ મારાથી એક વર્ષ મોટા અને અખિલેશ એક વર્ષ નાના. તેમની વચ્ચે હું આવ્યો તેથી તેમનો ચૂંટણીમાં પરાજય થયો. યોગી આદિત્યનાથે પીએમ નરેન્દ્ર મોદીની ભરપૂર પ્રશંસા કરી હતી. યોગીએ કહ્યું હતું કે તેઓ ઉત્તરપ્રદેશને પીએમનાં સ્વપ્નોનુંરાજ્ય બનાવશે. યોગીએ એક તરફ પીએમ મોદીની લોકકલ્યાણની યોજનાઓનો ઉલ્લેખ કર્યો,તો બીજી બાજુ પોતાની, રાહુલ અને...
  March 22, 12:35 AM
 • સન્યાસી બન્યા ત્યારે આવો હતો યોગીનો લુક, 22 વર્ષની ઉંમરે છોડ્યું હતું ઘર
  ગોરખપુરઃ કેન્દ્રની રાજનીતિ યુપીથી થઇને જાય છે. યોગી આદિત્યનાથ યુપીના 31માં સીએમ તરીકે પસંદગી પામ્યા છે. તેઓએ 22 વર્ષની ઉંમરે જ ઘર છોડી દીધું હતું. divyabhaskar.com રીડર્સ માટે લઇને આવ્યું છે યુપીના નવા સીએમના જીવન સાથે જોડાયેલી અમુક તસવીરી ઝલક... યોગીએ 22 વર્ષી ઉંમરે જ ઘર છોડી દીધું હતું - આદિત્યનાથે 22 વર્ષની ઉંમરે જ પરિવાર છોડી દીધો હતો અને ગોરખપુર આવી ગયા હતા. - તેઓએ સાંસારિક જીવન ત્યાગીને સન્યાસ ગ્રહણ કરી લીધો હતો. - 1994 ફેબ્રુઆરીમાં નાથપંથના વિશ્વ પ્રસિદ્ધમઠ ગોરક્ષનાથ મંદિર ગોરખપુરમાં મહંત અવૈધનાથે...
  March 21, 03:10 PM
 • ગુજરાતમાં UP પેટર્નથી લડાશે ચૂંટણી, 151નાં લક્ષ્યાંક માટે બે ફોર્મ્યુલા
  અમદાવાદ: ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી યુપી પેટર્નથી લડવા માટેની ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ મુખ્યમંત્રીના ઉમેદવાર અગાઉથી જાહેર કરવામાં નહીં આવે. 1995 એટલે કે 22 વર્ષ બાદ ગુજરાતમાં પ્રથમ વખત ભાજપ મુખ્યમંત્રી જાહેર કર્યા વિના ચૂંટણીમાં જંપલાવશે. આ ઉપરાંત ગુજરાતમાં ફરી એકવાર ડેપ્યુટી સીએમ પદ પણ આપવામાં આવશે. આંતરિક જૂથબંધીથી બચવા UP પેટર્ન 2014માં નરેન્દ્ર મોદીની ગુજરાતમાંથી વિદાય બાદ ભાજપમાં આંતરિક વિવાદ અને નેતૃત્વના ડખા શરૂ થઇ ગયા હતા. ખાસ કરીને...
  March 21, 09:25 AM
 • રાજકોટ: મોદી-શાહના પોસ્ટર પર કોઈએ કાળી શાહી લગાવી દેતા ઉતારી લેવાયું
  રાજકોટ: શહેરના કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે આગામી 23 માર્ચ શહીદ દિનને અનુલક્ષીને બીજેપી દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે. આ બેનર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની તસવીરો છે. જેના પર કોઈ અજાણ્યા વ્યક્તિએ કાળી શાહી લગાવી દીધી છે. જેને લઈને લોકોમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. કોઈ ટીખળખોરનું કૃત્ય છે કે જાણી જોઈને કોઈએ શાહી લગાવી છે તે તપાસનો વિષય છે. શહીદ દિનની ઉજવણીને લઈને પોસ્ટર લગાવાયા છે કાલાવડ રોડ...
  March 20, 04:41 PM
 • CM બનતા જ યોગીએ બનાવ્યો રેકોર્ડ, અટલની લીગમાં થયા સામેલ
  લખનઉઃ યોગી આદિત્યનાથ યુપીના 21માં CM બની ગયા છે. આ પદ પર આવવાની સાથે જ યોગીએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેઓ યુપીના પ્રથમ મેલ બેચલર CM છે. જાણો શું છે આ રેકોર્ડ... - યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના પ્રથમ એવા પુરૂષ સીએમ છે, જે બેચલર છે - આ પહેલાં માયાવતી પણ બેચલર સીએમ હતી, પરંતુ યોગી પ્રથમ બેચલર પુરૂષ છે - યોગીએ માત્ર 22 વર્ષની ઉંમરે જ સંન્યાસી બનવાનો નિર્ણય કર્યો હતો. - તેઓએ કોઇ સ્વાર્થ વગર જ આજીવન બેચલર રહેવાનો નિર્ણય કર્યો હતો - ભારતીય ઇતિહાસમાં અનેક એવા દિગ્ગજ નેતા છે જેઓએ ક્યારેય લગ્ન...
  March 20, 04:41 PM
 • પાનખરના હૈયામાં ટહુકે વસંત: કવિ નરેન્દ્ર મોદી
  ભાવનગર: અટલબિહારી બાજપાઈના વડાપ્રધાન કાર્યકાળ દરમિયાન જે રીતે તેઓ એક કવિ તરીકે પણ જાણીતા થયા હતા તેવું જ નરેન્દ્ર મોદીના સમયમાં પણ બની રહ્યું છે. વસંત અને પાનખરના સમયગાળા વચ્ચે નરેન્દ્રભાઈએ લખેલી પાનખરના હૈયામાં ટહુકે વસંત કવિતા હાલ સોશિયલ મીડિયા દ્વારા જાણીતી થઈ છે. મૂળ ભાવનગરના અને હાલ બોલિવુડના પાર્શ્વગાયક તરીકે જાણીતા બનેલા પાર્થિવ ગોહિલે આ કાવ્યને કંઠ આપતા તે યુ-ટ્યુબના માધ્યમથી લોકોમાં ગુંજી રહી છે. કવિતાના શબ્દોમાં પણ જાણે પ્રકૃતિ સાથે રાજકારણનો ચિતાર મળતો હોય તેમ નરેન્દ્ર...
  March 18, 04:53 AM
 • સો લંગડા મળીને પણ પહેલવાન ન બની શકે- મહાગઠબંધન પર બોલ્યા પાસવાન
  નવી દિલ્હી. ચાર રાજ્યો (ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા)ની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ મહાગઠબંધન રચવાના આસાર ફરી જોવા મળી રહ્યા છે. મોદી લહેરને જોતા તેના માટે કોંગ્રેસ સહિત અન્ય પક્ષો સક્રિય થઈ ગયા છે. કોંગ્રેસે કહ્યું છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં મોદી અને બીજેપીને હરાવવા માટે તેઓ તમામ વિકલ્પો શોધશે જેમાં મહાગઠબંધન પણ સામેલ છે. જેડીયૂ અને આરજેડીએ તેના માટે કોંગ્રેસનો સપોર્ટ કર્યો છે. બિહારમાં આ ત્રણેય પાર્ટીઓની ગઠબંધનવાળી સરકાર છે.કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને...
  March 17, 04:00 PM
 • RSમાં મોદીઃ કોંગ્રેસ-જુઓ-જુઓ કોણ આવ્યું; BJPનો જવાબ- સિંહ આવ્યો
  નવી દિલ્હી. નરેન્દ્ર મોદી ગુરુવારે માત્ર 15 મિનિટ માટે રાજ્યસભામાં પ્રશ્ન કાળ દરમિયાન પહોંચ્યા હતા. મોદી જ્યારે પહોંચ્યા તો ટ્રેઝરી બેન્ચના સભ્યો ઊભા થઈ ગયા. આ દરમિયાન વિરોધ પક્ષના કેટલાક સભ્યોએ કહ્યું, જુઓ-જુઓ કોણ આવ્યું? તેની પર બીજેપીના સભ્યોએ જવાબ આપ્યો, હિન્દુસ્તાનનો સિંહ આવ્યો છે. ઉત્તર પ્રદેશ ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર રાજ્યસભા પહોંચ્યા - યુપીની ચૂંટણી જીત્યા બાદ મોદી પહેલીવાર રાજ્યસભા પહોંચ્યા હતા. 12.10 વાગ્યે મોદી અપર હાઉસ પહોંચ્યા અને 12.25 વાગ્યે ત્યાંથી ચાલ્યા ગયા. - આ...
  March 17, 09:55 AM
 • નવી આરોગ્ય નીતિ: દર્દીઓ માટે ટ્રિબ્યુનલ શરૂ થશે, ખોટી સારવાર થશે તો ફરિયાદ કરી શકાશે
  નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ગુરુવારે નવી રાષ્ટ્રીય આરોગ્ય નીતિ જાહેર કરી હતી. તેના હેઠળ તમામ નાગરિકો ખાસ કરીને વંચિત વર્ગને સસ્તા દરે સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવાશે. નવી નીતિમાં ટ્રિબ્યુનલોની સ્થાપના સાથે તેમાં અધિકાર આપવાની વ્યવસ્થા છે. નાખુશ દર્દીઓ ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરી શકશે. સાથે જ આરોગ્ય ખર્ચને સમયબદ્ધ રીતે વધારીને જીડીપીનો 2.5 ટકા કરાશે. તે રકમ લગભગ 3.75 લાખ કરોડ રૂપિયા થાય છે. હાલ તે જીડીપીનો 2% છે. સ્કૂલો અને કાર્યસ્થળોમાં યોગ વધારે વ્યાપક રીતે લાગુ કરાશે. કેન્દ્રીય આરોગ્ય...
  March 16, 11:15 PM
 • હું ખાલી બેસીશ પણ નહી અને કોઇને ખાલી બેસવા પણ નહી દઉં: મોદી
  લખનઉ/નવી દિલ્હી:ગુરુવારે બીજેપીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટી લીડર્સને સંબોધતા કહ્યું હતું કે હું ખાલી બેસીશ પણ નહી અને કોઇને બેસવા પણ નહી દઉં. તેમણે પાર્ટી લીડર્સને યુવાનો સુધી પહોંચ વધારવા કહ્યું હતું. મોદીએ કહ્યું કે, દેશનું યુથ માહિતી માટે ન્યુઝપેપર્સ અને ટીવી ચેનલો કરતા મોબાઇલ ફોન પર વધુ આધારિત છે, એટલે તે 12મા ધોરણમાં હોય ત્યારથી જ તેનો કોન્ટેક્ટ કરવો શરૂ કરી દો. મોદીએ કહ્યું- સતત કામ કરતો રહીશ - બેઠકમાં ઉપસ્થિત એક બીજેપી નેતાએ...
  March 16, 04:28 PM
 • હાર બાદ માયાવતી ગુસ્સામાં, કાર્યકરોએ આપ્યું આવું રિએક્શન
  લખનઉઃ યુપી ચૂંટણીના પરિણામો બાદ બસપા ચીફ માયાવતીએ બુધવારના રોજ રાજધાનીમાં ઓર્ડિનેટર્સની મીટિંગ બોલાવી હતી. મીટિંગમાં વોટિંગ મશીનમાં ગોટાળા બંધ કરો, હેરાફેરી કરનારા શરમ કરોની નારેબાજી કરી હતી. જો કે, હાસ્યાસ્પદ વાત એ હતી કે મીટિંગમાં જ્યાં માયાવતી અંધારામાં જોવા મળ્યા, ત્યાં નેતા અને કાર્યકરો ઉંઘતા ઝડપાયા હતા. કાશીરામ જયંતી પર માયાવતીએ કહ્યું કે, બીજેપી જેવી માનસિકતાવાળાઓએ દલિતોને ગરીબ અને પછાત રાખવા માટે જ ચૂંટણીમાં છેતરપિંડી કરાવી છે. બીજેપી સરકાર ગેરરીતિ આચરીને સત્તામાં આવી છે ....
  March 16, 01:09 PM
 • દેશના પ્રથમ IIT-ian સીએમ, સાદગી જોઇને દરવાને નહોતી આપી હોટેલમાં એન્ટ્રી
  પણજીઃ રક્ષામંત્રીના પદથી રાજીનામું આપીને મનોહર પારિકરે મંગળવારે ગોવાના મુખ્યમંત્રી પદના શપથ લીધા. પારિકરે ચોથીવાર ગોવાની કમાન સંભાળી છે. તેઓ દેશના પ્રથમ આઇઆઇટી પાસ આઉટ સીએમ છે. તેઓ મુખ્યમંત્રી પદે રહીને સ્કૂટરથી મીટિંગ માટે ફાઇવ સ્ટાર હોટલ જતા હતા. તેઓના સાદા કપડાં જોઇને દરવાને તેઓને હોટલમાં અંદર જવાની મનાઇ કરી દીધી હતી. સાદગી માટે પ્રખ્યાત છે પારિકર... - પારિકર ગોવાના સીએમ તરીકે ઘણીવાર ક્ષેત્રની મુલાકાત અથવા અન્ય પ્રોગ્રામ્સ માટે સ્કૂટર ઉપર જ જતા હતા - જ્યારે તેઓ કોઇ કાર્યક્રમમાં...
  March 16, 01:04 PM
 • રાહુલ ગાંધીના ઘરની તલાશીમાં એવું કઈંક મળ્યું કે નહીં કરી શકો વિશ્વાસ!
  યૂપી અને ઉત્તરાખંડમાં ધોબીપછાડ હાર અને ગોવા અને મણિપૂરમાં બીજેપી કરતાં વધુ સીટો મળવા છતાં સત્તા હાથમાંજતાં, રાહુલ ગાંધી હવે મોદી પર રિસર્ચ કરવા બેઠા છે. રાહુલ ગાંધી શોધી રહ્યા છે કે, મોદીમાં એવું તો શું છે કે, કોઇપણ રીતે હાથમાં આવેલ બટકું પણ છીનવી જવામાં સફળ થઈ જાય છે! બસ એટલે જ અત્યારે તેઓ ઘરમાં સતત આ બાબતનું સતત રિસર્ચ કરી રહ્યા છે. અમે તાજેતરમાં જ તેમના ઘરની તલાશી લેતાં કેટલાક જબરજસ્ત પૂરાવા પણ મળ્યા છે. નોંધ: આ સિરિઝ માત્ર મનોરંજન માટે બનાવવામાં આવી છે. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને...
  March 16, 12:05 AM
 • 'જય શ્રી રામ'ના નારા સાથે મોદીનું સંસદમાં સ્વાગત, ગૃહમાં ભાજપના સાંસદોએ PMને વધાવ્યા
  નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં ભાજપ સાંસદોએ બુધવારે લોકસભામાં જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. ઉત્તરપ્રદેશમાં ઐતિહાસિક જીત બાદ મોદી પહેલીવાર લોકસભા પહોંચ્યા હતા. સ્પીકર સુમિત્રા મહાજને પૂર્વ સભ્ય બીવીએન રેડ્ડીનાં નિધન પર શોક વ્યક્ત કર્યા બાગ પ્રશ્નકાળ શરૂ કર્યો હતો. તે દરમિયાન સંસદીય કાર્યમંત્રી અનંતકુમાર અને ભાજપના મુખ્ય સચેતક રાકેશસિંહ સાથે મોદી ગૃહમાં પહોંચ્યા હતા. તેઓ ગૃહમાં દાખલ થતાં જ ભાજપના સાંસદોએ તેમનું ભવ્ય સ્વાગત કરતાં સૂત્રો...
  March 15, 11:59 PM
 • વિધાનસભા ચૂંટણીઓમાં વિજય પર સંસદમાં PM મોદીને સ્ટેન્ડિંગ ઓવેશન
  નવી દિલ્હી. બજેટ સેશન દરમિયાન બુધવારે નરેન્દ્ર મોદી અને સુષમા સ્વરાજને લોકસભામાં સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું. મૂળે, સુષમા ડિસેમ્બરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ પહેલીવાર સંસદમાં આવ્યા હતા. બીજી તરફ, મોદી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, અને ગોવા-મણિપુરમાં બીજેપીના જ્વલંત વિજય બાદ લોકસભામાં આવ્યા હતા. ગૃહની કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ વિદેશ મંત્રીનું સ્વાગત કર્યું અને તેમને લાંબી ઉંમરની શુભેચ્છઓ પાઠવી. સ્પીકર સુમિત્રા મહાજને પણ કહ્યું કે, લાંબા સમય બાદ તમારો દમદાર અવાજ...
  March 15, 04:06 PM