Home >>Topics >>Politics >>Hardik Patel
Hardik Patel

Hardik Patel

DOB:20 July 1993

Hardik Patel is an Indian social and political activist who participated in the Patidar reservation agitation, the agitation for the inclusion of the Patidar caste in the Other Backward Class (OBC) category. (Wikipedia)


  • હું કંઈ નલિયાકાંડનો આરોપી નથી કે વોન્ટેડ જાહેર કરવો પડે: હાર્દિક પટેલ
    સુરતઃ પાસ નેતા હાર્દિક પટેલ હાઈકોર્ટના આદેશ મુજબ નવમાં ગુરૂવારે ક્રાઈમ બ્રાંન્ચ ઓફિસ પહોંચ્યો હતો. ક્રાઈમ બ્રાંચમાં હાજરી નોંધાવ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતાં હાર્દિકે જણાવ્યું હતું કે, હું કોઈ નલિયાકાંડનો આરોપી નથી કે મને અમદાવાદ વસ્ત્રાલ કોર્પોરેટરના ઘરમાં તોડફોડના આરોપમાં વોન્ટેડ જાહેર કરવો પડે. સાથે જ ભાજપ સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, આંદોલનને તોડવા વર્ગવિગ્રહ માટે ભાડુતિ ગુંડાઓ દ્વારા પ્રયાસ થઈ રહ્યાં હોવાની સાથે જ ભગતસિંહને ખોટા ચિતરાયા હોવાનું જણાવ્યું હતું....
    March 23, 03:49 PM
  • મેવાણી અંગ્રેજીમાં વાતો કરે છે: પોલીસ માટે માથાનો દુ:ખાવો, માણસ મૂકાયો
    અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનના નેતાઓ શું કરી રહ્યા હતા અને શું વાત કરી રહ્યા હતા? તેના પર રાજ્યની ટોચની તપાસ એજન્સીઓએ વોચ રાખી રહી હતી. જેમાં તપાસ એજન્સીઓએ હાર્દિક સહિતના નેતાઓની વાતચીત રેકોર્ડ કરી હતી. જેના આધારે બાદમાં હાર્દિક સામે રાજદ્રોહ દાખલ કરવામાં આવ્યો હતો. આવી જ રીતે હજી પણ કેટલીક એજન્સીઓ દ્વારા આંદોલનના નેતાઓની વાતચીત પર નજર રાખવામાં આવી રહી છે. પરંતુ જિજ્ઞેશ મેવાણી અન્ય રાજ્યના લોકો સાથે ઘણી વખત અંગ્રેજીમાં વાત કરતો હોવાથી તેના માટે ખાસ અંગ્રેજી જાણી શકે તેવા માણસને...
    March 21, 11:34 AM
  • અમદાવાદઃ હાર્દિક પટેલ સહિત 60 સામે રાયોટિંગનો ગુનો નોંધાયો, 10ની ધરપકડ
    અમદાવાદઃ હાર્દિક પટેલ સહિત 60 જેટલા લોકો સામે રામોલ પોલીસમાં રાયોટિંગનો ગુનો નોંધાયો છે. વસ્ત્રાલના કોર્પોરેટર પરેશ પટેલની ફરિયાદના આધારે રામોલ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. પોલીસે અત્યાર સુધી 10 જેટલા લોકોની ધરપકડ કરી લીધી છે. શું છે મામલો ? કોર્પોરેટર પરેશ પટેલના ફેસબુક પર વસ્ત્રાલ વિસ્તારના કેટલાક લોકોએ પાટીદાર આંદોલનને લઈને કોમેન્ટ કરી હતી. કોમેન્ટ મુદ્દે પરેશ પટેલ ફરિયાદ કરતાં પોલીસે કેટલાક યુવકોની અટકાયત કરી હતી. જે મુદ્દે હાર્દિક પટેલ તથા અન્ય યુવકો...
    March 20, 12:55 PM
  • સુરતઃ હાર્દિકની સભાને મંજૂરી નહીં મળતાં પોલીસ પર પથ્થરમારો
    સુરત: પાટીદારોના ગઢ ગણાતા વરાછા વિસ્તારમાં યોગીચોક ખાતે પેટ્રોલિંગમાં તૈનાત પોલીસ તથા સિટી બસ પર ટોળાએ પથ્થરમારો કરતાં મામલો તંગ બન્યો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી. ભયના કારણે દુકાનો પણ બંધ કરી દેવામાં આવી હતી. હાર્દિકની સભાને મંજૂરી ન આપતાં લોકો વિફર્યા! વરાછા યોગીચોક ખાતે આજે હાર્દિકની જાહેરસભાની થવાની હતી. જો કે પોલીસે મજૂંરી ન આપતા જાહેરસભા પાટીદારોએ મુલતવી કરી રાખી હતી. બીજી તરફ ચપ્પુ મારવાની ઉપરાછાપરી ઘટનાઓને કારણે શહેર પોલીસ કમિશનરે...
    March 20, 12:30 PM
  • હાર્દિકે કહ્યું'તું, સાલાને ખાધા-પીધા વગર માર મારો: નટુ બુટાણીનો આક્ષેપ
    જેતપુર: જેતપુર ખાતે 21 ફેબ્રુઆરીએ દેવકી ગાલોળ જતાં હાર્દિક પટેલનો કાફલો રોકનાર જેતપુરના નટુ બુટાણીનું પાસના આગેવાનો અપહરણ કરી ગયા હોવાની નટુની પત્નીએ પોલીસને અરજી કર્યા બાદ અપહરણકારોના ચુંગાલમાથી છટકીને નટુએ જેતપુર આવી પાસના 4 આગેવાનો સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. તેણે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, મને ગોંડલના વાછરા ગામના મહેશ ખુંટની વાડીએ બાંધીને રાખવામાં આવ્યો હતો. તેણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હાર્દિક એકવાર આવ્યો હતો અને કહ્યું હતું કે, સાલાને ખાધા-પીધા વગર માર...
    March 17, 04:17 PM
  • સુરતમાં હાર્દિકે EVM પર ઉઠાવ્યા સવાલ કહ્યું, બેલેટ પેપર થવી જોઈએ ચૂંટણી
    સુરતઃપાસ નેતા હાર્દિક પટેલ હાઈકોર્ટના આદેશ મુજબ આઠમા ગુરૂવારે ક્રાઈમ બ્રાંન્ચ ઓફિસ પહોંચ્યો હતો. ક્રાઈમ બ્રાંચમાં હાજરી નોંધાવ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતાં હાર્દિકે ઈવીએમ પર યોજાતી ચૂંટણી પર સવાલ ઉઠાવતાં જણાવ્યું હતું કે, ઈવીએમ કરતાં બેલેટ પેપર પર ચૂંટણી યોજવી જોઈએ. સાથે જ હાર્દિક પટેલની આગામી 19મીના રોજ યોગી ચોક ખાતે સભાનું આયોજન હોવાનું પણ જણાવ્યું હતું. જનતા પણ સતા પરિવર્તન માટે તત્પર હાર્દિકે જણાવ્યું હતું કે, દરેક પ્રદેશમાં સતા વિરુદ્ધના પરિણામો આવ્યા છે. જેનું સમર્થન જનતા...
    March 16, 07:06 PM
  • હાર્દિકની મુલાકાતના પગલે બગસરામાં ઘર્ષણ, કાફલા પર ટામેટા ફેંકી વિરોધ
    બગસરાઃ બગસરામાં હાર્દિક પટેલનો કાર્યક્રમ બપોરના બે વાગ્યાનો હતો. પરંતુ હામાપુરના રસ્તેથી પાંચ વાગ્યે તેનું આગમન થયુ હતું. અહિં ભાજપના કાર્યકરો એ.વી. રીબડીયા, રમેશભાઇ સતાસીયા વિગેરે બાયપાસ પર જ કાળા વાવટા લઇ ઉભા રહ્યા હતાં અને હાર્દિક પટેલનો કાફલો આવતા જ તે લેઉવા પટેલનો દુશ્મન હોવાના સુત્રોચ્ચાર કર્યા હતાં. કેટલાક શખ્સોએ હાર્દિક પટેલના કાફલા પર ટમેટા પણ ફેંક્યા હતાં. બગસરામાં પાસ અને પાટીદાર શક્તિ ગૃપ દ્વારા આ સભાનું આયોજન કરાયુ હતું. સૌ પ્રથમ પટેલ વાડી પાસે સરદાર પટેલની પ્રતિમાને...
    March 15, 12:38 PM
  • હાર્દિક પટેલ કચ્છમાં આઠ જાહેરસભાને સંબોધશે
    ભુજ: અનામત આપવાની માગ સાથે લડત ચલાવી રહેલા પાટીદાર આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ ચાલુ માસના અંતિમ સપ્તાહમાં કચ્છની બે દિવસીય મુલાકાતે આવશે. આ પ્રવાસ દરમિયાન તે આઠ જાહેરસભાને સંબોધશે. પાટીદારોને અનામત આપવાની માંગ બુલંદ બનાવવા માટે તા. 26 અને 27/3ના કચ્છનો પ્રવાસ કરનારા પાસના કન્વીનર ભુજ, અંજાર, માંડવી અને નખત્રાણા તાલુકામાં સભામાં વક્તવ્ય આપશે. રાજ્યના દરેક જિલ્લાના કન્વીનરો પણ હાજરી આપશે. આયોજનને આખરી ઓપ આપવા પટેલ ચોવીસીના ગામોમાં ખાટલા બેઠક અને મીટિંગોનો દોર શરૂ થયો છે, તેમ...
    March 15, 04:01 AM
  • હાર્દિક પટેલની શીખ: ભાજપ સરકાર હવે રામમંદિર નિર્માણ કાર્યમાં આગળ વધે
    રાજકોટ: પાટીદાર અનામત આંદોલનને વેગ આપવા માટે હાર્દિક પટેલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. ત્યારે યુપી અને અન્ય રાજ્યનાં પરિણામો અંગે તેમણે કહ્યું કે, ગુજરાતમાં અન્ય રાજ્યના પરિણામોની કોઇ અસર નહીં થાય. ઉત્તરપ્રદેશમાં ભાજપને બહુમતી મળી છે, તો પંજાબ, ગોવા, મણિપુરમાં કોંગ્રેસ મજબૂત બની છે. હાર્દિકે ભાજપને શીખ આપતા કહ્યું કે, ભાજપ સરકારે હવે રામમંદિર નિમાર્ણ કાર્યમાં આગળ વધવું જોઇએ. ગુજરાત સરકારને વહેમ હોય તો તે કાઢી નાખે ધ્રોલમાં રવિવારે જાહેરસભામાં ભાગ લે તે પહેલા રાજકોટમાં હાર્દિક પટેલે...
    March 13, 08:03 AM
  • હાર્દિક તુ સમાજ ને ગેરમાર્ગે દોરવા નું બંધ કર: ધ્રોલમાં હાર્દિકના વિરોધ દર્શાવતા બેનરો
    (ધ્રોલમાં હાર્દિકના વિરોધ દર્શાવતા બેનરો) ધ્રોલ:ધ્રોલ માં પાટીદાર અનામત આંદોલન નાં કન્વીનર હાર્દિક પટેલ ની સભા પૂર્વે તેનો વિરોધ દર્શાવતા પટીદારો નાં ફોટાવાળા ઠેરઠેર બેનરો લગાડવા માં આવતા વાતાવરણ ગરમાયું હતું. ધ્રોલમાં પાટીદાર આંદોલનનાં કન્વીનર હાર્દિક પટેલ ધ્રોલ નાં પૂર્વ ધારાસભ્ય ભાણજીભાઇ ભીમજીભાઇ પટેલ દ્વારા સ્થાપિત ગુજરાતનાં પ્રથમ પટેલ સમાજ એટલે પટેલ વિદ્યાર્થિ આશ્રમનાં ગોલ્ડન જ્યુબીલી મહોત્સવમાં માં ઉમિયા અને માં ખોડલ ની મૂર્તિ સ્થાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સભા...
    March 13, 12:38 AM
  • નવા સંગઠન દ્વારા હાર્દિક સામે છોટે હાર્દિકનો મોરચો, 14 શહીદના કુટુંબીઓ ટ્રસ્ટી
    રાજકોટ: હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનને કારણે દેશભરમાં જાણીતો થયો છે. ત્યારે તેની વિરૂધ્ધ જેતપુરમાં ગઈકાલે જ એકતા ચેરિટેબલ ટ્રસ્ટનો નવો મોરચો મંડાયો છે. આ મોરચાની કમાન હાર્દિક પટેલના આંદોલનની રણનીતિ ઘડનાર અને છોટે હાર્દિક પટેલના નામથી જાણીતા એવા વિરમગામના જ યુવાનના હાથમાં છે. પત્રકાર પરિષદ યોજીને તેણે ગુજરાતભરમાં પાટીદારો ટ્રસ્ટ અંતર્ગત 9મી એપ્રિલે જાહેર સભા કરશે તેવું જાહેર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે નવા ટ્રસ્ટના 14 ટ્રસ્ટીઓ પાટીદાર અનામત આંદોલન વખતે શહીદ થયેલા યુવાનોના...
    March 12, 01:11 PM
  • યુપીમાં ભાજપની જીતની અસર ગુજરાતમાં જોવા નહીં મળે: હાર્દિક પટેલ
    ગોંડલ/રાજકોટ: પાટીદાર અનામત આંદોલનને વેગ આપવા માટે હાર્દિક પટેલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે, ત્યારે યુપી અને અન્ય રાજ્યનાં પરિણામો અંગે તેમણે કહ્યું કે, ગુજરાતમાં અન્ય રાજ્યના પરિણામોની કોઇ અસર નહીં થાય. ઉત્તરપ્રદેશમાં ભાજપને બહુમતી મળી છે, તો પંજાબ, ગોવા, મણિપુરમાં કોંગ્રેસ મજબૂત બની છે. હાર્દિકે ભાજપને શીખ આપતા કહ્યું કે, ભાજપ સરકારે હવે રામમંદિર નિમાર્ણ કાર્યમાં આગળ વધવું જોઇએ.ગોંડલના ગુંદાસરા ગામની મુલાકાતે આજે હાર્દિક પટેલ આવ્યો હતો. ગામના ફાર્મ હાઉસમાં પાટીદાર આગોવાનો સાથે મિટિંગ કરી...
    March 12, 03:03 AM
  • સુરતઃ ધારૂકા કોલેજમાં હાર્દિકના સમર્થકો અને કોલેજ સ્ટાફ વચ્ચે ઝપાઝપી
    સુરતઃ રાજદ્રોહના કેસમાં જામીન પર મુક્ત હાર્દિક પટેલે ક્રાઈમ બ્રાંચમાં હાજરી પુરાવી હતી. જોકે, કોર્ટના આદેશ અનુસાર આવતીકાલે કોર્ટમાં હાજર રહેવાનું હોવાથી સુરત શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વરાછામાં આવેલી ધારૂકા કોલેજની મુલાકાત દરમિયાન મામલો બીચક્યો હતો. હાર્દિક સાથે ગાળા-ગાળી થઈ હોવાના આક્ષેપ સાથે હાર્કિદના સમર્થકો અને કોલેજના સ્ટાફ વચ્ચે ઝપાઝપી થઈ હતી. કોલજના સ્ટુડન્ટને રૂમમાં બેસાડી દેવામાં આવ્યા રાજદ્રોહના કેસમાં જામીન પર મુક્ત...
    March 10, 08:44 AM
  • સુરતઃ અમે 70 વર્ષ સુધી આપ્યું, હવે આવનારી પેઢી માટે માંગીએ છીએ- હાર્દિક
    સુરતઃ રાજદ્રોહના કેસમાં જામીન પર મુક્ત હાર્દિક પટેલે આજે(ગુરૂવાર) ક્રાઈમબ્રાંચ ખાતે હાજરી પુરાવી હતી. ક્રાઈમ બ્રાંચમાં હાજરી બાદ હાર્દિકે ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સરકારે છેલ્લા 60 વર્ષીથી સમાજને તોડવાનું કામ કરી રહી છે. પાટીદાર સમાજ હંમેશા આપવામાં માને છે. અમે 70 વર્ષથી આપ્યું છે, હવે આવનારી પેઢી માટે અનામત માંગીએ છીએ.   હાર્દિકે સુરતમાં જાહેરસભાનું આયોજન ન હોવાનું જણાવ્યું   ક્રાઈમ બ્રાંચમાં હાજરી બાદ મીડિયા સાથે વાતચીત કરતાં હાર્દિકે જણાવ્યું હતું કે, આવતીકાલે...
    March 9, 06:34 PM
  • રાદડિયાને BJPના સંસ્કારો લાગ્યા એટલે અપશબ્દો બોલ્યા: કોટડિયા
    ઉપલેટા: ભાયાવદર નજીક આવેલા મોટીપાનેલી ગામે પાટીદાર સમાજ અને પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા શનિવારના રોજ સમસ્ત પાટીદાર સમાજનો સ્નેહમિલન અને સમૂહભોજન, મહાસભા અને લોક ડાયરા જેવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાર્દિક પટેલે હાજરી આપી હતી અને મહાસભામાં સરકાર પર પ્રહાર કર્યા હતા. ત્યારે નલિન કોટડિયાએ વિઠ્ઠલ રાદડિયાએ હાર્દિકને ગાળો ભાંડી તે વાયરલ થયેલી ક્લિપ બાબતે જણાવ્યું હતું કે, વિઠ્ઠલભાઇ ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી તેને ભાજપના સંસ્કારો લાગી ગયા છે. એટલે તેઓ...
    March 6, 08:01 AM
  • ગુજરાત મુલાકાતને લઇને હાર્દિક પટેલે કહ્યું, 'મોદીને મહિલાઓની લાગશે હાય'
    રાજકોટ: હાર્દિક પટેલ છેલ્લા બે દિવસથી રાજકોટ જિલ્લામાં ફરી રહ્યો છે. ગઇકાલે પડધરી કોર્ટમાં મુદ્દતે આવ્યા બાદ આજે રાજકોટ આવ્યો હતો અને મીડિયા સમક્ષ વાત કરી હતી. તેમાં તેણે મોદીને કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, જ્યાં મહિલાઓના બળાત્કાર થાય છે ત્યાં મહિલા સંમેલનો શું કામ? મહિલાઓની હાયો લાગશે. શું કહ્યું હાર્દિકે હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો વિરોધ યથાવત જ રહેશે. અનેકવાર પત્રો લખ્યા છતાં કોઇ સંતોષકારક કામગીરી કરી નથી. જેને લઇ તેને નાયબ...
    March 4, 05:55 PM
  • જામનગરમાં હાર્દિક પટેલનો વિરોધ, SPGએ બતાવ્યા કાળા વાવટા
    જામનગર: જામનગર જિલ્લાના લાલપુર ખાતે શુક્રવારે યોજાયેલી પાટીદાર સ્વાભિમાન સભા પૂર્વે લાલપુર ચોકડી પાસે એસપીજીના કાર્યકરોએ કાળા વાવટા ફરકાવી હાર્દિક પટેલનો વિરોધ કર્યો હતો. વિરોધીઓ અને કાળા વાવટા જોઇ હાર્દિકનો કાફલો આગળ જતો રહ્યો હતો અને પંદર મિનિટ સુધી રસ્તા પર સમય વિતાવ્યો હતો. લાલપુરમાં પાટીદાર સ્વાભીમાન સભાનું આયોજન પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલના અધ્યક્ષ સ્થાને શુક્રવારે સાંજે લાલપુરમાં ઉમિયા માતાજીના મંદિર સામે પાટીદાર સ્વાભીમાન સભાનું આયોજન કરવામાં...
    March 4, 11:40 AM
  • સુરતઃ નીતિન પટેલના કાર્યક્રમ અગાઉ પાટીદારોની સોશિયલ મીડિયામાં ચીમકી
    સુરતઃ ગુરૂવારે હાર્દિક પટેલે ચીમકી ઉચ્ચાર્યા બાદ પાટીદાર યુવકોએ ધમકી ભર્યા મેસેજ સોશિયલ મીડિયામાં વહેતા કર્યા છે. ઉત્તર ગુજરત પાટીદાર સમાજ દ્વારા રાજ્યના નાયબ પ્રધાન નીતિન પટેલનું સન્માન સમારોહ અને સ્નેહ મિલન કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમ અગાઉ સોશિયલ મીડિયા પર શાબ્દિક પ્રહારો અને ધમકી પાટીદારો દ્વારા શરૂ થઈ ચૂક્યા છે. અયોજકને ચીમકી અપાતા પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં ધમકીભર્યા મેસેજ બીજેપી મીડિયા કન્વીનર ગૌરવ પટેલ એ જણાવ્યુ હતુ કે, ઉધનાના બીઆરસી...
    March 4, 08:55 AM
  • રાષ્ટ્રધ્વજ અપમાન કેસ: હાર્દિક પટેલ મુદ્દતે પડધરી કોર્ટમાં હાજર રહ્યો
    રાજકોટ: ખંઢેરી સ્ટેડિયમ ખાતે 18 અોક્ટોબર 2015ના રોજ આફ્રિકા-ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલા વન-ડે મેચ દરમિયાન વેશ બદલીને દેખાવો કરવા આવી રહેલા પાસના હાર્દિક પટેલ સામે રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા અંગે ગુનો નોંધાયો હતો. આ કેસ પડધરી કોર્ટમાં ચાલી રહ્યો છે. કેસમાં મુદ્દત હોવાથી હાર્દિક પટેલ સવારે પડધરી કોર્ટમાં હાજર રહ્યો હતો, સાક્ષીને સમન્સની બજવણી થઇ શકી ન હોવાથી કેસમાં 7 એપ્રિલની મુદ્દત પડી છે. હાર્દિક કોર્ટમાં હાજર રહેવાનો હોવાથી સવારથી તેના સમર્થકોના ટોળા એકત્ર થયા હતા. રામપરમાં સભા સંબોધ્યા પછી...
    March 4, 03:28 AM
  • સુરતમાં પાટીદારોના ગઢ વરાછામાં હાર્દિક પટેલ વિરુધ્ધના લાગ્યા બેનર
    સુરતઃ વરાછા વિસ્તારમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ સામે જ હવે પોસ્ટર વોર શરૂ થયું છે. વરાછા વિસ્તારમાં અલગ અલગ ઠેકાણે આવેલ ઓવરબ્રીજને પિલ્લર સાથે પાસ નેતા હાર્દિક વિરોધી પોસ્ટરો લાગ્યા છે. જો કે આ પોસ્ટરો કોના દ્વારા લગાડવામાં આવ્યા છે તે અંગેની સ્પષ્ટ થયું નથી. નીતિન પટેલના કાર્યક્રમ અગાઉ ઉતેજના આવતીકાલે રાજ્યના નાયબ પ્રધાન નીતિન પટેલ સુરતમાં આયોજિત ઉત્તર ગુજરાત પાટીદાર સન્માન સમારોહ અને સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપવાના છે. તો બીજી તરફ પાસ નેતા હાર્દિક સામે જ વિરોધી પોસ્ટર...
    March 3, 05:42 PM