Home >>Topics >>Politics >>Arvind Kejriwal
Arvind Kejriwal

Arvind Kejriwal

DOB:1968-08-16

Arvind Kejriwal is an Indian politician who is the Chief Minister of Delhi since February 2015. He previously served as Chief Minister from December 2013 to February 2014, stepping down after 49 days. (Wikipedia)


 • કોઈ IIT એન્જિનિયર તો કોઈ છે 10મું પાસ, આટલા ભણેલા છે દેશના 29 CM
  લખનઉઃ યુપીના સીએમ બનવાની સાથે યોગી આદિત્યનાથ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યા છે. તેમના પ્રારંભિક નિર્ણયોની પ્રશંસાની સાથે ટીકા પણ થઈ રહી છે. યોગી આદિત્યનાથે ગઢવાલ યુનિ.થી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. તેમણે 1992માં મેથ્સ સાથે બીએસસીની ડિગ્રી મેળવી હતી. ભાસ્કર.કોમ દેશના સૌથીવધુ ભણેલા સીએમથી લઈ 10મી પાસ સુધીના તમામ રાજ્યોની સીએમના એજ્યુકેશન વિશે અહીં જણાવી રહ્યું છે. (આગળની સ્લાઈડ્સમાં જુઓ દેશના અન્ય રાજ્યોના CM કેટલું ભણેલા છે....)
  March 29, 10:57 AM
 • જેટલી માનહાનિ કેસમાં કેજરીવાલ સહિત 6 AAP નેતાઓ પર આરોપ ઘડાયા
  નવી દિલ્હીઃ અરુણ જેટલીની માનહાનિ કેસમાં શનિવારે કોર્ટે અરવિંદ કેજરીવાલ સહિત 6 આપ નેતાઓ સામે આરોપ નક્કી કર્યા હતા. દિલ્હીના સીએમ સહિત બીજા આપ લિડર્સે હવે ટ્રાયલનો સામનો કરવો પડશે. આપ નેતાઓએ DDCA અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં કથિત ગોટાળાના આરોપ લગાવ્યા હતા. જેમાં જેટલી પણ સામેલ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જેટલીએ આપ લીડર્સ સામે સિવિલ અને ક્રિમિનલ માનહાનિ કેસ નોંધાવ્યા હતા. જેટલી 13 વર્ષ સુધી ડીડીસીએના પ્રમુખ રહ્યા હતા. 2013માં તેમણે પદ છોડી દીધું હતું. -કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન...
  March 25, 06:09 PM
 • હવે હીરાબાએ કાન પકડ્યો મોદીનો, જબરજસ્ત Viral છે Facebookમાં
  સોશિયલ મીડિયામાં તો જાત-જાતની મજાક મસ્તી ચાલતી જ રહે છે. ક્યાંક ફોટો પર આખી સ્ટોરી ઘડી કાડવામાં આવે છે તો ક્યાંક ફોટોનું ઓપરેશન જ કરી દેવામાં અવે છે. આવી જ મજાની ક્રિએટિવિટીનું કલેક્શન લાવ્યા છીએ અમે અહીં. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવા જ ફની વધુ ફોટોઝ...
  March 23, 10:51 AM
 • ઓલ પાર્ટી મીટિંગ બોલાવે ચૂંટણીપંચ: EVM વિવાદ પર મમતા બેનર્જી બોલ્યા
  કોલકાતા: પાંચ રાજ્યોના ચૂંટણીના પરિણામો બાદ ઇવીએમ સાથે છેડછાડ થયાના આરોપનો મામલો જોર પકડતો જાય છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હવે આ મામલામાં કૂદી પડ્યા છે. તેમણે કહ્યું છે કે ચૂંટણીપંચે આ બાબતે ઓલ પાર્ટી મીટિંગ બોલાવવી જોઇએ. ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ અને માયાવતીએ ઇવીએમમાં છેડછાડ થઇ હોવાનો આરોપ લગાવ્યો છે. મમતાએ સુબ્રમણ્યમ સ્વામીના વીડિયોનો સંદર્ભ આપ્યો - મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મમતા બેનર્જીએ બીજેપી લીડર સુબ્રમણ્યમ સ્વામીના એ વીડિયો ટેપનો સંદર્ભ આપ્યો...
  March 18, 09:49 AM
 • ગાંધીનગર: આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની 2017ની ચુંટણીને લક્ષ્યમાં રાખીને તૈયારી શરુ કરી દીધી છે. દિલ્હી સરકારમાં કેબીનેટ મંત્રી ગોપાલ રાયને ગુજરાતના પ્રભારી તરીકે બનાવાયા છે. ગોપાલ રાયએ જણાવ્યું કે, આપ ગુજરાતમાં બૂથ કાર્યકરોને મજબૂત બનાવશે. આગામી 26મી માર્ચે ગાંધીનગરમાં કેજરીવાલની સભામાં આપના 20 હજારથી વધુ બૂથ કાર્યકરો હાજર રહેશે. એટલુંજ નહીં આપ ગુજરાતના પદાધિકારીઓ ચુંટણી આયોગને મળવા જશે અને ગુજરાત વિધાનસભા 2017ની ચુંટણીમાં ઈવીએમ મશીનને બદલે બેલેટ પેપરના ઉપયોગથી ચૂંટણી યોજવા રજૂઆત...
  March 16, 11:29 PM
 • શું છે EVM વિવાદ? અડવાણીએ પણ કરી'તી બંધ કરવાની માંગ
  નવી દિલ્હી: 2017 વિધાનસભા ચૂંટણીમાં ઇવીએમના ઉપયોગ પર માયાવતી, હરીશ રાવત અને અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓએ સવાલો ઉઠાવ્યા છે. ચૂંટણીના પાંચ રાજ્યોમાંથી યુપી અને ઉત્તરાખંડમાં બીજેપીને ભારે બહુમત મળ્યો છે. ઇવીએમ વિવાદ પછી ચૂંટણીપંચે મંગળવારે કહ્યું કે મશીનને બે વાર ચેક કરવામાં આવે છે. તેને ઉમેદવારો સામે તપાસવામાં અને સીલ કરવામાં આવે છે. ગણતરી પહેલા પણ ઇવીએમને ઉમેદવારોની સામે ખોલવામાં આવે છે. divyabhaskar.com તમને જણાવી રહ્યું છે કે EVM કોન્ટ્રોવર્સી પર નેતાઓએ કેમ સવાલો ઉઠાવ્યા છે અને દેશમાં ક્યારથી તેનો...
  March 16, 11:14 AM
 • દિલ્હીમાં કેજરીવાલે તો લખનઉમાં માયાવતીએ EVM પર ઉઠાવ્યા સવાલ
  નવી દિલ્હી/લખનઉઃ પંજાબ અને ઉત્તર પ્રદેશની હાર હજુ પણ આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને પચી ન હોય તેમ લાગી રહ્યું છે. ચૂંટણી પરિણામો આવ્યા બાદ કેજરીવાલ અને માયાવતીએ ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા હતા. આજે પણ બંનેએ અલગ-અલગ પત્રકાર પરિષદમાં ઈવીએમની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા કર્યા હતા. કેજરીવાલે કહ્યું હતું કે, પંજાબમાં કોંગ્રેસની સરકાર બની હોવા છતાં બીજેપી-અકાલીને 30 ટકા વોટ કેવી રીતે મળ્યાં? માયાવતીએ ઈવીએમમાં ગોટાળા દ્વારા ભાજપને બહુમતી મળી હોવાનું કહ્યું હતું. પંજાબમાં BJP-અકાલીને 30% વોટ કેવી...
  March 16, 12:15 AM
 • આ છે સીએમની પત્નીઓ, કોઇએ બોલિવુડમાં એન્ટ્રી કરી તો કોઇ કરે છે પોલિટિક્સ
  મુંબઈ: કહેવામાં આવે છે કે દરેકના જીવનમાં સ્ત્રીઓની ઘણી અગત્યની ભૂમિકા હોય છે. પછી ભલે એ સામાન્ય માણસ હોય, સેલિબ્રિટી હોય કે પછી નેતાઓની પત્નીઓ. ભારતના એવા ઘણા દિગ્ગજ નેતાઓ છે જે મુખ્યમંત્રી છે અને જેમની પત્નીઓ દરેક ડગલે તેમનો સાથ આપે છે. આ સ્ત્રીઓ તેમના અલગ-અલગ ક્ષેત્રમાં ઘણી સક્રિય અને સફળ છે. દરેકે તેમની અલગ ઓળખ ઊભી કરી છે. વાંચો સીએમની પત્નીઓ વિશે કે તેઓ શું કરે છે 8 માર્ચે વિશ્વ મહિલા દિન છે , તે પ્રસંગે divyabhaskar.com તમને એવી મહિલાઓ વિશે જણાવી રહ્યું છે, જેમણે પોતાની જીદથી સમાજને સકારાત્મક...
  March 7, 01:35 PM
 • 26મીએ અરવિંદ કેજરીવાલની ગાંધીનગર ખાતે વિશાળ જનસભા
  અમદાવાદ: આગામી 26મી માર્ચે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગાંધીનગર ખાતે વિશાળ જનસભા સંબોધશે. જેના માટે લોકો પાસેથી વિવિધ સમસ્યાઓને લગતાં માંગપત્ર ભરાવવામાં આવ્યા છે અને તે કેજરીવાલને આપવામાં આવશે. આ તમામ સમસ્યાઓના ઉકેલ માટે ગુજરાતમાં આપની સરકાર બનાવવા વિનંતી કરવામાં આવશે, તેમ આપ પાર્ટીના પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું હતું. 16થી 26 માર્ચ સુધી યાત્રાનું આયોજન આગામી 16થી 26 માર્ચ સુધી અરવિંદ કેજરીવાલની જનસભાનો પ્રચાર કરવા તથા ગુજરાતની સમસ્યાઓને મુદ્દે...
  March 6, 06:53 PM
 • કેજરીવાલ પર ગંભીર આરોપ, પંજાબમાં પૂર્વ આતંકવાદીના ઘરે રોકાયા હતા
  ચંદીગઢ/મોગા: ચૂંટણીને લઇને અરવિંદ કેજરીવાલ પંજાબમાં ખૂબ ફરી રહ્યા છે. તેમના પર એક ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે. મોગામાં શનિવારે ભગવંત માનની રેલી હતી. પરંતુ, કેજરીવાલ ન તો આ રેલીમાં પહોંચ્યા અને ન તેઓ સરકારી ગેસ્ટહાઉસમાં રોકાયા. તેઓ જેમના ઘરે રોકાયા તે ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના ભૂતપૂર્વ આતંકવાદી ગુરિંદર સિંહનું હતું. અત્યારે આ કોઠીમાં પંજાબ પોલીસના એક ટીઆઇ (એસએચઓ) અને નગર નિગમના જોઇન્ટ કમિશનર રહે છે. ગુરિન્દર હમણા ઇંગલેન્ડમાં છે. તેના વિરુદ્ધ અનેક જિલ્લાઓમાં કેસ પણ નોંધાયેલા છે....
  January 30, 01:31 PM
 • પાણી વગર તરફડતી માછલીની જેમ કોંગ્રેસ સત્તા માટે તરફડે છેઃ મોદી
  જાલંધર. પંજાબ વિધાનસભા માટે 4 ફેબ્રુઆરીએ વોટિંગ થશે. આ સ્થિતિમાં બાકી રહેલાં 7 દિવસો માટે તમામ રાજકીય પક્ષો પોતાની પૂરી તાકાત અજમાવવા લાગ્યા છે. આજે પીએમ મોદીએ જાલંધરના પીએપી ગ્રાઉન્ડમાં વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, પંજાબ શૂરવીરો, સંતો, ત્યાગ અને બલિદાનની ધરતી છે. દેશમાં એવો કોઈ વ્યક્તિ નહીં હોય જેના ઘરમાં પંજાબના ઘરમાંથી પેટ ન ભરાયું હોય. જેમ પાણી વગર માછલી તરફડે તેમ સત્તા વગર કોંગ્રેસ તરફડી રહી છે.પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે રેલીને સંબોધન કરતાં જણાવ્યું...
  January 27, 04:33 PM
 • મોદીજી, લાંચ તમે લો અને કેસ અમારા પરઃ CBI તપાસ પર બોલ્યાં કેજરીવાલ
  નવી દિલ્હી. સીબીઆઈએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સામે પ્રિલિમનરી ઈન્કવાયરી (પ્રારંભિક તપાસ) શરૂ કરી છે. તેમના પર અરવિંદ કેજરીવાલના સોશિયલ મીડિયા કેમ્પેઈન ટોક ટુ AK સાથે સંકળાયેલી ગડબડીનો આરોપ છે. વિજિલન્સ ડિપાર્ટમેન્ટની ફરિયાદ પર આ તપાસ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈનની દીકરી સૌમ્યાને મોહલ્લા ક્લિનિક પ્રોજેક્ટમાં સરકારનો કન્સલટન્ટ એપોઈન્ટ કરવાની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોતાની સરકાર સામે શરૂ કરવામાં આવેલી કાર્યવાહીથી નારાજ સીએમ કેજરીવાલે ટ્વિટ...
  January 19, 04:06 PM
 • કેજરીવાલની સ્પષ્ટતાઃ હું નહીં બનું પંજાબનો CM, સ્થાનિક જ બનશે મુખ્યમંત્રી
  નવી દિલ્હી. પંજાબના મોહાલીમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા દ્વારા પંજાબમાં મુખ્યમંત્રી માટે અરવિંદ કેજરીવાલનું લીધા બાદ આજે ખુદ કેજરીવાલે આ અંગે સ્પષ્ટતા કરી હતી. પંજાબના પટિયાલામાં ચૂંટણી સભાને સંબોધતા તેમણે કહ્યું કે, તે દિલ્હીના મુખ્યમંત્રી છે અને પંજાબનો મુખ્યમંત્રી રાજ્યમાંથી જ હશે. શું કહ્યું કેજરીવાલે - અરવિંદ કેજરીવાલે કહ્યું કે મને દિલ્હીની જવાબદારી સોંપવામાં આવી છે અને હું દિલ્હીનો મુખ્યમંત્રી છું. - હું પંજાબનો મુખ્યમંત્રી નહીં બનું, રાજ્યનો...
  January 11, 05:08 PM
 • પંજાબમાં AAPના CM ઉમેદવાર અરવિંદ કેજરીવાલ હશેઃ મનીષ સિસોદિયા
  મોહાલી. મનીષ સિસોદિયાએ મંગળવારે કહ્યું કે કેજરીવાલ પંજાબમાં સીએમ કેન્ડિડેટ હશે. મનીષે આ નિવેદન મોહાલીમાં એક રેલીના પ્રચાર દરમિયાન કર્યું. તેણે કહ્યું કે, એક ભાઈ પૂછી રહ્યા હતા કે પંજાબના મુખ્યમંત્રી કોણ બનશે? હું કહું છું સીએમ અરવિંદ કેજરીવાલ હશે. તમે માનીને ચાલો કે પંજાબના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હશે. મુખ્યમંત્રી કોઈપણ બને તમને આપવામાં આવેલા વચન કેજરીવાલ જ પૂરા કરશે. વિપક્ષે શું કહ્યું - દિલ્હીમાં વિપક્ષ નેતા વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે આ હતાશામાં આપવામાં આવેલું નિવેદન છે. -...
  January 10, 05:12 PM
 • કોંગ્રેસ- ભાજપ રૂપિયા આપે તો લઈ લેજો, મત ‘આપ’ને જ આપજો : કેજરી
  પણજી: આમ આદમી પાર્ટી સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે ગોવાના મતદાતાઓને વિચિત્ર સલાહ આપી હતી. બેનાલિમમાં એક ચૂંટણીની રેલીમાં તેમણે કહ્યું કે ભાજપ-કોંગ્રેસવાળા રૂપિયા આપે તો લઈ લેજો પણ મત તો આમ આદમી પાર્ટીને જ આપજો. ગોવામાં ચૂંટણી અભિયાન પર નીકળેલા કેજરીવાલે રેલીથી પહેલા બેનાલિમ ચૂંટણી ક્ષેત્રની યાત્રા પણ કરી હતી. રેલીમાં તેમણે કહ્યું કે વિપક્ષ વાળા જે રૂપિયા તમને આપશે તે તમારા જ છે.જો તે રૂપિયા ન આપે તો તેમની પાર્ટીની ઓફિસે જઈને માગજો. કેજરીવાલે મીડિયા સામે પણ...
  January 8, 03:06 AM
 • 2013ની ચૂંટણીમાં કથિત ખોટી વિગતો આપવાના કેસમાં કેજરીવાલને જામીન
  નવી દિલ્હી. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને કોર્ટ તરફથી એક રાહતના સમાચાર મળ્યા છે. 2013ની વિધાનસભા ચૂંટણીમાં ખોટી માહિતી રજૂ કરવાના કેસમાં દિલ્હી કોર્ટે તેમને જામીન આપ્યા છે. ખોટું સરનામું અને સંપત્તિનું મૂલ્ય ઓછું રજૂ કર્યાનો આરોપ કેજરીવાલ સામે આરોપ હતો કે તેમણે વિધાનસભા ચૂંટણી માટે ઇલેક્શન કમિશનનને રજૂ કરેલી એફિડેવિટમાં પોતાનું સાચું સરનામું છૂપાવ્યું અને પોતાની સંપત્તિને બજાર મૂલ્યથી ઓછી દેખાડી હતી. આ અગાઉ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે આરોપી અરવિંદ કેજરીવાલ સામે...
  December 24, 10:54 AM
 • કેજરીવાલનો રાહુલને સવાલ, મોદીના પર્સનલ કરપ્શન ક્યારે જાહેર કરશો?
  નવી દિલ્હી. નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની મીટિંગને લઈ વિપક્ષની સાથે કોંગ્રેસમાં જ સવાલ ઉઠી રહ્યા છે. આ બાજુ માયાવતી બાદ અરવિંદ કેજરીવાલે શનિવારે ટ્વિટ કરીને પૂછ્યું-રાહુલજી, મોદીજીના પર્સનલ કરપ્શન અંગે ક્યારે જણાવશો? કેજરીવાલે રાહુલની ટ્વિટને રિટ્વિટ કરી. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી શુક્રવારે કોંગ્રેસ ડેલિગશનની સાથે મોદીને મળવા પહોંચ્યા હતા. જે બાજ વિપક્ષમાં ફાટા નજરે પડી રહ્યા છે. મોદી અને રાહુલ વચ્ચે 10 મિનિટ વાત થઈ - રાહુલ અને મોદી વચ્ચે સંસદ પરિસરમાં પીએમની ઓફિસમાં આશરે 10...
  December 17, 12:54 PM
 • ‘અભણ’ મોદી જનતાનું ઋણ માફ કરે, નહીં કે મિત્રોનુઃ કેજરીવાલ
  નવી દિલ્હી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે વિમુદ્રિકરણ પર પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, પીએમ અભણ છે. હું માંગ કરુ છું કે મોદીના વકીલ હાઈકોર્ટમાં જઈને કહે કે તેમની ડિગ્રી અસલી છે. મોદીજી જનતાનું ઋણ માફ કરે, નહીં કે મિત્રોનું. મોદી શું કરી રહ્યા છે તેની ખબર નથી - કેજરીવાલે કહ્યું કે, મોદી અભણ છે અને તે શું કરી રહ્યા છે તેની તેમને ખબર નથી. - તેમણે તેની ડિગ્રી બતાવવી જોઈએ. - મોદીએ તેમના મિત્રોના બદલે જનતાનું ઋણ માફ કરવું જોઈએ. -...
  December 15, 10:03 AM